The Scorpion - 37 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ -37

ધ સ્કોર્પીયન

પ્રકરણ – 37

 

           રુદ્ર રસેલને કોઈ બીજી અગત્યની મીટીંગ હતી એટલે દેવને કહી અને જવા નીકળતાં હતાં ત્યાં સિદ્ધાર્થ સર આવી ગયાં. રુદ્ર રસેલે વહેલાં નીકળવા બદલ દિલગીરી દર્શાવીને કહ્યું “મારો સ્ટાફ અહીંજ છે એ મારી હાજરી બરાબર છે મારે જવું પડશે” એમ કહીને નીકળવાની તૈયારી કરી એમણે શૌમીકબાસુ તરફ નજર સુધ્ધાં ના નાખી અને ત્યાંથી નીકળી ગયાં.

સિદ્ધાર્થ એમને નીચે ઉતરી છેક એમની કાર સુધી વળાવવા ગયો અને દેવ એનાં ગ્રુપ તરફ જઈ રહ્યો હતો ત્યાં પાર્ટીમાં નાચતી છોકરીઓએ એને અટકાવ્યો અને એને એમની સાથે ડાન્સ કરવા માટે આમંત્રણ આપ્યું દેવ રુદ્ર રસેલની મીટીંગ અને એની સક્સેસથી ખુબજ આનંદમાં હતો એણે હાથમાં જામ લીધો પછી એની સીપ એક સાથે પી ગયો અને ત્યાં ડાન્સ કરવા રોકાઈ ગયો. સોફીયા અને ઝેબાની નજર દેવ તરફજ હતી. દુબેન્દુએ પણ જોયું કે દેવ મસ્તીથી નાચી રહ્યો છે એને પણ મન થયું એ એનાં ગ્રુપમાં જ્હોનને કહ્યું “લેટ્સ ડાન્સ ચલો બધાં ડાન્સ કરીએ.”

જ્હોન બધાં એનાં મિત્રો પીવાનાં મૂડમાં હતાં. જ્હોને કહ્યું “નો... નો...પ્લીઝ યુ એન્જોય..” .દુબેન્દુએ ઝેબાને ડાન્સ કરવા આમંત્રી...પણ ઝેબાએ પણ ના પાડી...સોફીયાતો એનીજ મસ્તીમાં હતી...દુબેન્દુ દેવ પાસે પહોંચી ગયો. અને ડાન્સ કરવા લાગ્યો...

શૌમીકબાસુનાં માણસો અહીં આવી પહોંચ્યાં હતાં એલોકોએ જ્હોન, ડેનીશ, માર્લો બધાં સાથે હાય હેલો કરીને કંપની જમાવવા માંડી હતી બધાંને ડ્રીંક પીવરાવી રહેલાં ત્યાં શૌમીકનાં ખાસ માણસે કહ્યું “આઈ એમ ચીંગાલીઝ...અહીંના બધાં શરાબખાનામાં દારૂ પહોચાડું છું સરનો ખાસ માણસ છું તમને કંઈ પણ જોઈએ મને કહેજો તાત્કાલીક મળી જશે...” પછી ઝેબા તરફ સરકીને બોલ્યો “જેનાં માટે તું આવી છું ને ...ત્યાં ઝેબાએ એની તરફ જોયું અને બોલી મારે જોઈશે બધું પણ હમણાં નહીં જંગલથી પાછા ફરીને...”

પેલાએ કહ્યું “અહીંયા તો મળશેજ નહીં જંગલમાંજ મળશે...ત્યાં લેવાનું છે અને અહીં ચૂકવવાનું છે જે કહેવું કરવું હોય અહીંજ કહી દે...આજની રાત...”

ઝેબાએ કહ્યું ”મારાં ગ્રુપમાં છે બધાંને વાત કર. હું એકલી કંઈ નહીં કરી શકું..”. પેલાએ એનાં ખીસામાંથી ફોન કાઢ્યો અને પછી ઓપન કરીને ઝેબાને ફોટા બતાવવા માંડ્યો... ઝેબા ફોટા જોઈને હજી જવાબ આપવા જાય છે ત્યાં સોફીયાની નજર એનાં ફોન પર પડી એણે ફોટા જોયાં એને ખબર નહીં શું થયું એની આંખો ચઢી ગઈ ખુબ ગુસ્સો ચઢ્યો ... એને એટલો ગુસ્સો અને ડર લાગી ગયો એને બોલવું હતું પણ ગળામાંથી અવાજજ નીકળતો નહોતો...એની આંખોમાંથી પાણી નીકળી રહ્યું હતું કપાળમાં પરસેવો થઇ ગયો હતો...

પેલાએ ફોટા બંધ કરી તરતજ કોઈને ફોન લગાડ્યો અને ઓકે કહીને તાત્કાલીક હોલની બહાર નીકળી ગયો. ઝેબાએ સોફીયાને કહ્યું “તું શું કરે છે? આમ કેમ વર્તે છે ? તને એકદમ શું થાય છે ? તું આવી રીતે રીએક્ટ કેમ કરી રહી છે ?તારાં લીધે અમે બધાં ફસાઈ જઈશું...કંટ્રોલ યોર સેલ્ફ...”

સોફીયાએ એવીજ તિરસ્કારતી નજરે ઝેબા તરફ જોયું ઝેબાની આંખોમાં ગુસ્સો જોઈને એણે ઝેબાને જોરથી એક લાફો ઝીકી દીધો...એણે એટલાં જોરથી માર્યો કે એનો અવાજ આખા હોલમાં ગુંજ્યો. વેસ્ટર્ન મ્યુઝીકમાં આ અવાજ સાવ જુદો જોરથી સંભળાયો. મ્યુઝીક બંધ થઇ ગયું...

દેવ અને દુબેન્દુએ પણ અવાજ સાંભળ્યો એલોકોએ જોયું આ તો આપણાં ગ્રૂપમાંજ કંઈક બબાલ થઇ છે એલોકો ડાન્સ છોડી એમની પાસે આવી ગયાં. રુદ્ર રસેલને વળાવી પાછો આવેલ સિદ્ધાર્થ એજ ઘડીએ હોલમાં પ્રવેશેલો એ પણ અહીં આવવાં લાગ્યો.

દેવે સોફીયા અને ઝેબાને પૂછ્યું “શું થયું ?કેમ તમે ઝગડો છો ? વધારે પીવાઈ ગયું છે ? કેમ આવું તોફાન જાહેરમાં કરો છો ? ડ્રગ લીધું છે ? અહીં કેસ બની જશે તો...તમને કોણ છોડાવશે ?...”

દેવ હજી આગળ બોલે પહેલાં સોફીયાએ કહ્યું “નથી મેં ડ્રીંક લીધું ના ડ્રગ હું એકદમ નોર્મલ છું પણ મને કંઈક જોવાથી ખુબ ગુસ્સો આવી ગયેલો આઈ એમ સોરી...” દેવે કહ્યું “ઓકે એણે ઝેબાને પૂછ્યું શું થયું તમારી વચ્ચે ?” ઝેબાએ કહ્યું “કંઈ નહીં..... જ્યારથી પાર્ટીમાં આવી છે નથી વાત કરતી નથી એને ડ્રીંકસ ને હાથ લગાવ્યું નથી કોઈ રીતે કોઓપરેટ કરી રહી. આ એ સોફીયાજ નથી બદલાઈ ગઈ છે હું એને જૂની અમારી કોઈ પાર્ટીનાં ફોટાં બતાવી રહી હતી એને ગુસ્સો આવ્યો અને મને માર્યું.” એ બધુંજ જૂઠું બોલી. સોફીયા એને આંખો પહોળી કરીને સાંભળી રહી હતી બધુંજ જૂઠું સાંભળી રહી હતી પણ કંઈક વિચારી કશું બોલી નહીં ચૂપ જ રહીં...

ત્યાં જ્હોન ઉઠીને આવ્યો એણે કહ્યું “સર એવું કશું નથી થયું.. ચિંતા ના કરો...ઝેબા એને ફ્રેન્ડલીજ બતાવી રહી હતી પણ સોફિયાનું ,માનસિક સંતુલન સારું નથી એણે ઝેબાને મારી...ધીસ ઇઝ નોટ ગુડ સોફીયા...આપણે બધાં સાથે આવ્યાં છીએ અહીં ફરવા બધું જોવાં...આપણને ખબરજ છે આપણે ક્યાં જવાનું છે શું કરવાનું છે. ક્યારેક કંઈક તકલીફ આવી જાય પણ આમ ડિસ્ટર્બ થઈને ગ્રુપની તારીજ ફ્રેન્ડને આમ તું જાહેરમાં બધાં સામે મારે કેમ ચાલે ? કન્ટ્રોલ યોર ઈમોશન્સ આમ તું સહકાર નહીં આપે તો એકલી પડી જઈશ તારે તો આવવાનુંજ નહોતું...”

જ્હોને વાતવાતમાં સોફીયાને ઘણું બધું કહી દીધું વોર્ન કરી દીધી અને એકલી પડીશ એવી ધમકી પણ આપી દીધી પછી દેવની સામે જોઈને બોલ્યો “દેવ અમારે અહીં નથી એન્જોય કરવું અમારે અમારી રીતે એન્જોય કરવું છે અમે રાત્રે હોટલ પર આવી જઈશું...અમે જાણે સ્કૂલ ટુરમાં આવ્યાં હોઈએ એમ તમારી નજર નીચે જ હરવા ફરવાનું ? અમે જઈએ છીએ રાત્રે હોટલ પર મળીએ...અને સોફીયા સામે જોઈ પૂછ્યું આર યું કમીંગ ?”

સોફીયાએ એના મિત્રો ઝેબા વગેરે સામે જોયું એ ઢીલી થઇ ગઈ હતી એણે દેવ દુબેન્દુ અને સિધ્ધાર્થ બધાં સામે જોયું એ દેવની આંખોમાં જવાબ શોધી રહી હતી પણ એને કોઈ ભાવ ના દેખાયા અને એ બોલી “યસ આઈ એમ કમીંગ..”.એમ કહી બધાં હોલની બહાર નીકળવાં લાગ્યાં.

દેવ સિદ્ધાર્થ દુબેન્દુ એકમેકની સામે જોઈ રહ્યાં પછી સિદ્ધાર્થે કહ્યું “હું મારો એક માણસ એ લોકોની પાછળ રાખું છું એમ રીસ્ક નહીં લેવાય.. એણે પવનને ફોનમાં સૂચના આપી...અને ...

 

વધુ આવતા અંકે - પ્રકરણ 38

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED