Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૯

કોઆ બાજુ તો શ્યામા માયા પર બધું ઢોળીને જતી રહી, માયાને બહુ જ ટેન્શન થવા માંડ્યું, શું કરવું ને શું ન કરવું એ અવઢવમાં એને કશું જ ન સૂઝ્યું.

આ વાત કહી શકે એને એવું બોલી જ ના લાગ્યું, એને અચાનક નયન યાદ આવ્યો, એણે સીધી નયનને ફોન જોડ્યો.

"હેલ્લો.."

"યાહ...માયા...તૈયાર થઈ ગયા બધા?અમે હવે નીકળીએ જ છીએ...!"- કહીને નયને એમનાં પ્લાન મુજબ વાત કરવાનું ચાલુ કરી દીધું, સામે શ્યામા અને શ્રેણિક બેઠાં હતાં, બધાએ ભેગા થઈને માયાની મજા લેવાનું ચાલુ કરી દીધું હોય એમ લાગ્યું.

"લિસન.....આજુબાજુ કોઈ છે?"- માયાએ કોઈ સંભાળે નહિ એમ એને પૂછ્યું.

"હા..બોલને...કોઈ જ નથી...આઇ લવ યુ કહેવું છે મને?"- નયને હસતાં હસતાં એને પૂછ્યું.

"શટ અપ...હું હમણાં કોઈ મજાકના મૂડમાં નથી."- માયા અકળાઈ ગઈ, નયને ફોન સ્પીકર પર રાખ્યો હતો માટે બધી વાત શ્યામા અને શ્રેણિક સાંભળી રહ્યા હતા, તેઓને હસવું રોકવું ભારે હતું પરંતુ હસી શકાય એમ નહોતું, તેઓ મોઢું દબાવીને માયા અને નયનની વાત સાંભળી રહ્યા હતાં.

"તો? મને એમ કે તું મને આઇ લવ યુ જ કહેવાની હોઈશ.."- નયને એને જરાક ઉશ્કેરી.

"સ્ટોપ ઇટ યાર....મને ટેન્શન છે અને તમને મજાક પર મજાક સુજે છે.!"- માયા રડવા લાગી, એને રડતી જોઈને નયન ઢીલો પડી ગયો.

"શું થયું? કેમ રડે છે? બધું ઓલરાઇટ તો છે ને?"

"ના કંઇજ સારું નથી, એટલે જ તો તમને કોલ કર્યો."- માયાએ એને આંસુ લૂછતાં કહ્યું.

"શ્યામા ભાગી ગઈ!"- માયાએ આખી વાતને જાણે ટુંકમાં કહી દીધી હોય એમ બોલી.

"શું? ક્યાં?કેવી રીતે? ને કેમ?"- નયને બનાવટી સવાલો ચાલુ કરી દીધા, સામે બેસેલા બન્ને એને જોઈને એકબીજાને જોઈને હસવા માંડ્યા.

"હું શું કરું હવે?"- માયાએ નયનને બીજું કઈ પણ કહ્યા વગર સીધો સવાલ પૂછ્યો.

"પણ મને કહે તો ખરા કેમ આમ?"- નયને એને પૂછતા કહ્યું , માયાએ એને આખી વાત કહી.

"હવે શું થશે?"- કહીને માયાએ નયન જોડે સોલ્યુશન માંગ્યું.

"શ્રેણિકને વાત કરું?"- નયને એને પૂછ્યું.

"ના, જરા પણ નહિ...બધું બરબાદ થઈ જશે!"- માયાએ ડરતાં કહ્યું.

"તો પછી શું કરી શકીએ?"- નયને એને ઉલટો સવાલ પૂછ્યો.

"મને કંઇ જ સમજ નથી પડતી એટલે તો મે તમને કોલ કર્યો."- માયાએ નયન પર વિશ્વાસ મૂકતા કહ્યું.

"તો પછી બધી આબરૂ તારા હાથમાં છે, તું દુલ્હનનો જોડો પહેરી લે, કોઈને ખબર નહિ પડે, ત્યાં સુધી હું શ્યામાને શોધવા જાઉં છું."- નયને એને બનાવતી ઉપાય આપ્યો, ત્યાં તો સામે બેઠેલા શ્યામા અને શ્રેણિક ખુશ થયા.

"પણ એ નહિ મળે તો?"- માયા ઘબરાઇ.

"તો તું તારે ફેરા ફરી લેજે ને....આમ પણ બાકી જ છે ને તારા લગ્ન!"- નયનને મજાક સૂઝી.

"શું બોલો છો નયન? તમને હસું આવે છે."

"પણ કોઈ ઉપાય મને હમણાં તો લાગતો નથી."- નયને સિરિયસ થતાં કહ્યું.

"પણ બધાને ખબર પડ્યા વગર કેમેય રહી શકાશે?"- માયા બોલી.

"એક કામ કરું, હું તારી મદદ માટે કરુણાભાભીને મોકલું, એ બધું સંભાળી લેશે"- નયને એમનાં પ્લાન મુજબ કરુણાને એડ કરી.

"હા તો ભલે, જલદી હા...તમારા પર વિશ્વાસ છે મને, જે પણ કરો એ જલદી હા...અહી બધાં દરવાજો ખોલવા કહે છે."- માયાએ ત્યાંના ઘરની વાસ્તવિકતા કહેતા કહ્યું.

"હા..ભલે...!"- નયને એને પરિવારની આબરૂ પોતાના હાથમાં છે એમ કહીને સમજાવી, જાનને ખાલી જવા ના દેવા ઉશ્કેરી, માયા એની વાતમાં આવી ગઈ અને પરિવારની આબરૂ માટે પોતે દુલ્હનના જોડામાં સજીને તૈયાર થઈ ગઈ, પ્લાન મુજબ બધું સરખી રીતે જઈ રહ્યું હતું.

કરુણા એની જોડે પહોંચી ગઈ, માયા તૈયાર થઈ ગઈ, એને મોઢું કવર થાય એ રીતે ઓઢણી ઓઢાડી દીધી અને એનું મૌનવ્રત છે એમ કહીને એની ગમે તે ભોગે ઓળખ ઊભી ન થાય એ રીતે વ્યવસ્થા કરાવી આપી, અને માયા વરપક્ષમાંથી જોડાશે એમ કહીને વાતને વહેતી કરી નાખી, જેથી કોઈને શક ના થાય, આ બાજુ શ્રેણીકની જગ્યાએ નયનને તૈયાર કરાવી દીધી, મોઢાં પર સહેરો એવી રીતે બાંધ્યો કે એનું મોઢું પણ કોઈ ના જોઈ શકે, જાન ઉપડી, શ્યામા અને શ્રેણિક બન્ને ત્યાં જ રોકાયા...

ક્રમશઃ