Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૭

શ્રેણિક અને નયનની વાતથી નયનની આંખ પહોળી થઈ ગઈ, શ્રેણિકનું એક વાક્ય જે નયનને તીરની માફક વીંધી ગયું એ વાક્ય હતું, 'નયન.... લિસન, માયા લવ્સ યુ!'

"વ્હોટ?"- નયને એકીશ્વાસે સવાલ પૂછી લીધો.

"યાહ... ટ્રસ્ટ મી!"- શ્રેણિકે એની વાત પર વિશ્વાસ રાખવા કહ્યું.

"બટ... એણે મને કંઈ નથી કહ્યું હજી સુધી!"- નયને આશ્ચર્ય સાથે કહ્યું.

"એ કહેશે પણ નહિ!"- શ્રેણિકે એની સામે જોતા કહ્યું.

"મતલબ? યાર..તું મને ગોળ ગોળ ન ફેરવ...મને કઈ જ સમજ નથી પડતી."- નયન અકળાઈને બોલ્યો.

"શાંતિ રાખ...હું તને બધું જ કહું છું."

"હા તો જલદી કહે ...!"- નયન આતુરતાપૂર્વક વાત સાંભળવા તૈયાર થઈ ગયો.

"માયા તને પ્રેમ કરે છે ..છેલ્લા સાત વર્ષથી..પણ એ તને કહી ના શકી."

"મતલબ? આપણે આગળ આવ્યા ત્યારથી?"

"હા!"- શ્રેણિકે ટુંકમાં જવાબ આપતા માથું હલાવ્યું.

"તો પછી એને હજી સુધી કહ્યું કેમ નહિ?" નયન બેબાકળો થતાં બોલી ઉઠ્યો.

"એની પાછળ કારણ હતું... એ તને જે કહેવાની હતી ત્યારે એને ફોન પર તને એની જોડે વાત કરતા એ સંભાળી ગઈ હતી, એને એમ લાગ્યું હતું કે તમે બન્ને રિલેશનમાં છો, માટે એ કશું બોલ્યાં વગર ત્યાંથી જતી રહી, અને એના બીજા દિવસે જ તારી ન્યુઝીલેન્ડની ફ્લાઇટ હતી અને એ તને મળી ન શકી."- શ્રેણિકે વાતને ગંભીરતાથી કહ્યું.

"યાહ...જતી વખતે મે જોયું હતું કે બધા હતા પણ એ નહોતી એન્ડ એ વખતે મને કંઈ ખબર જ નહોતી!"- નયન અજાણ બનતા બોલ્યો.

"પણ તમારા વચ્ચે ચાલી રહેલી વાતો અને ઝગડાઓમાં એ તને દિલ દઈ બેઠી હતી એની ખબર એને પણ નહોતી, પરંતુ તું એની જોડે કમિટેડ હતો એવો અણસાર આવતાં એ ચૂપ રહી, પરંતુ મનોમન એણે તને દિલમાં સમાવી લીધો હતો, જે હજી સુધી અકબંધ જ છે, એ જ કારણ છે જેથી એણે લગ્ન નથી કર્યા."- શ્રેણિકે બધી વાસ્તવિકતા કહી, નયનની આંખો પહોળી રહી ગઈ, એને માયા પ્રત્યે પ્રેમની અભિવ્યક્તિ થઈ.

"તો પછી એણે શ્યામાને વાત કેમ નહિ કરી આ બાબત પર?"- એના મનમાં વિચાર આવ્યો અને એણે રજૂ કર્યો.

"એ તો કીધું જ હોય ને! એને આડકતરી રીતે તારા વિશે શ્યામાને પૂછ્યું જ હતું પરંતુ તારા લગ્ન થઈ ગયાં હતાં, એ સાંભળીને એ સાવ તૂટી ગઈ, પછી તો શ્યામા એના કામમાં વ્યસ્ત રહેતી હતી તો વાત બહુ થતી નહિ, અને માયા એ પણ બધું ભૂલાવીને એની જોબ પર ધ્યાન આપવા માંડ્યું."

"તો મારા ડિવોર્સ વિશે એને નહોતી ખબર?"

"ના...તારા લગ્નની વાત પછી એણે કોઈ દિવસ શ્યામા આગળ તારું નામ જ નહોતું લીધું એને શ્યામાએ એને તારા ડિવોર્સનું કઈ કહ્યું પણ નહોતું, એ તો અહી આવ્યા એટલે વાત થઈ અને એને ખબર પડી."

"તો પછી પણ એ મને કહી જ શકે ને?"- નયન બોલ્યો.

"તારું પ્રેમ પ્રત્યેનું હવેનું વલણ તો જો...કોઈની પણ હિંમત ના થાય કહેવાની....તું સાવ લાગણીવિહીન થઈ ગયો છે!"- શ્રેણિકે એને ટકોર્યો.

"એવું નથી યાર....જીવનમાં લાગેલી ઠોકરે મને આવો બનાવી દીધો છે, મને ખબર હોતે કે માયાને મારા પ્રત્યે આટલી બધી લાગણી છે તો હું સામેથી એને સ્વીકારી લઉં ને!"- નયને માયા માટે એની લાગણી વ્યક્ત કરી.

"પણ હવે શું કરીએ ..હવે તો મોડું થઈ ગયું!"- શ્રેણિકે એક બનાવટી નિસાસો નાખ્યો.

"કોને કહ્યું કે મોડું થઈ ગયું છે, હું હમણાં જ જાઉં છું એની જોડે...."- કહીને નયન દરવાજા તરફ ગયો.

"ઊભો રહે....નથી જવાનું...!"- શ્રેણિકે એને રોક્યો, એ માયા માટે ઉતાવળો થવા માંડ્યો, હમણાં ને હમણાં એ માયાને મળવા ઉપાડ્યો.

"ના...આજે કોઈ મને નહિ રોકી શકે!"- નયન જાણે એના પહેલાના રૌદ્ર રૂપમાં આવી ગયો.

ક્રમશઃ