સ્ટ્રીટ નંબર 69
પ્રકરણ -21
હજી સોહમ વિચાર કરે છે કે આવી કેવી વિદ્યા...સાવીનો ચાલુ વાતે ફોન કટ થાય છે ત્યાંજ સુનિતા એનાં રૂમમાં આવીને કહ્યું “દાદા તમને મળવા તમારી ફ્રેન્ડ આવી છે...” એટલું કહીને જતી રહે છે.
સોહમ આશ્ચર્યથી ઉભો થઇ જાય છે અને બહાર આવે છે જુએ છે તો સાવી...એણે વિસ્મયતાથી એની સામે જોયું અને બોલ્યો “સાવી ?” એનાં ઘરમાં આઈ બે બહેનો ટીવી જોતી હતી. આઇએ સોહમ સામે પ્રશ્નાર્થ નજરે જોયું...સોહમે આંખોથી જાણે જવાબ આપી દીધાં અને સાવીને પૂછ્યું “સાવી...એકદમ અચાનક અત્યારે ? હમણાં તો આપણે ફોન ઉપર વાત...”
સોહમ આગળ બોલે પહેલાં સાવીએ હસતાં હસતાં બધાની સામે નજર નાંખતાં કહ્યું “અરે એમજ ટહેલવા નીકળી હતી...તને મળવા આવી ગઈ આપણે થોડું બહાર વોક લેવા જઈએ ?” સોહમ સાવીનાં ઈશારામાં સમજી ગયો એણે કહ્યું “કપડાં...મારે ...” સાવીએ એની સામે જોઈ કહ્યું “રાત્રે ચાલશે આપણે વોક લઈને પાછા જ આવીએ છીએ. “
સાવી જેવી ઘરમાં આવી એણે સુનિતા અને બેલાને હાય કીધેલું...સોહમની આઈને નમસ્કાર કરેલાં.. બેલા તો ટીવી જોતી જોતી ઉઠીને આવીને વળગીજ પડી હતી અને કહેલું...”દીદી તમને જોઈને ખુબ આનંદ થાય છે દાદા રૂમમાં છે કોઈની સાથે વાતો કરે છે”.
સાવીએ હસતાં હસતાં કહેલું “મારે તારાં જેવી નાની બહેન છે અને સુનિતા જેવી દીદી છે...” ત્યાંજ સોહમ એનાં રૂમમાંથી બહાર આવી ગયેલો.
સોહમ અને સાવી ઘરે હમણાં આવું છું કહી બહાર નીકળ્યાં. ઘરની બહાર નીકળી થોડે આગળ ગયાં પછી સોહમે કહ્યું “સાવી અચાનક ? અને તારો ફોન વાત કરતાં કરતાં કટ થઇ ગયેલો મેં પછી ટ્રાઇ કર્યો તો સ્વીચ ઓફ...”
સાવી થોડીવાર ચૂપ રહી પછી બોલી...” સોહમ તારી વાત સાચી છે આપણે વાતોમાં મગ્ન જ હતાં અચાનક મારો ફૂલ ચાર્જ્ડ ફોન સ્વીચઓફ થઇ ગયો. મને મારી વિદ્યાને કારણે ખ્યાલ આવી ગયો કે કોઈ ઍનર્જી મારી પાછળ છે એણે મને બાંધવા પ્રયત્ન કર્યો પણ સફળ ના થઇ શકી હું તરતજ ઘરમાંથી મારી માળા પહેરીને બહાર નીકળી ગઈ થયું તને રૂબરૂ મળીનેજ વાત કરું.”
સોહમે કહ્યું “ તારી પાછળ એનર્જી ? એવું શું તેં કર્યું છે કે કોઈ તને...?” સાવી કહે “તને ખબર નથી મેં પેલાં ચંબલનાથ અઘોરીને નારાજ કર્યા છે ...તું એમની પાસે અઘોર વિદ્યા શીખવા ગયો ...હવે એમણે એવી ત્રિરાશી માંડી છે કે હું અઘોરણ થઇ ગઈ તું પણ આ વિદ્યા શીખવા માંગે છે એમણે મારાં કહેવાથી નહીં પણ તારીજ પહેલેથી ઈચ્છા હતી એમને કોઈ અગમ્ય ભય મારાંથી લાગી રહ્યો છે...પણ હું કશુંજ એમનાં વિરુદ્ધ કરતી નથી મને આશ્ચર્ય પણ છે કે આટલો જ્ઞાની માણસ એને જીવનમાં કોઈ ખોટ કે જરૂરિયાત નથી એ સંસારી નથી એ સાવ અઘોરીની જેમ સન્યસ્ત અને સાદું સાદું જીવન જીવે છે એમને શા માટે મારાં માટે ? ...મને નથી સમજાતું એવું તો તને પાછા મળીને મેં શું એમનું...”
સોહમ વિસ્મયતાથી સાવીને સાંભળી રહેલો એને વિચાર આવ્યો અને બોલી ઉઠ્યો...” સાવી એ તારાં ગુરુ છે એ ત્રિકાળજ્ઞાની છે તને પણ બધું જ્ઞાન છે તમને આપણાં ભવિષ્ય અંગે કંઈ દેખાતું નથી ? એમને કંઈક તો દેખાતું હશેને ? એમાં એવું કંઈ છે ?”
સાવી કહે “મને તારું બધુંજ દેખાય છે મારુ નહીં અઘોરી ચંબલનાથનું દેખાય છે એ કોઈ રીતે ભવિષ્યમાં તકલીફમાં આવવાનાં છે એમનું તાંત્રિક જગત પોતેજ તકલીફમાં મુકવાનાં છે એમને અંદેશો અને ભય તારો છે...” એમ કહી સોહમની સામે જોઈને હસી.
સોહમ કહે..” .શું બોલે છે તું ? મારાંથી ભય ? હું સાવ સામાન્ય માણસ છું હું નથી તાંત્રિક નથી અઘોરી નથી મારી પાસે એવું જ્ઞાન કે શક્તિ ? હું એટલું ચોક્કસ કહું કે મને બધું જાણવા સમજવા અને તાંત્રિક વિદ્યા શીખવાનું ઘણું મન છે.@
સાવી એની સામે જોઈને મંદ મંદ હસવા લાગી અને બોલી “મારાં મીઠાં અઘોરી લવ યું. હું જોઈ શકું છું તું મોટો અઘોરી...” પછી એ એકદમ શાંત થઇ ગઈ એની આંખમાંથી આંસુ સરવા લાગ્યાં એ બોલી “ એ પહેલાનો સમય ખુબ...હું જોઈ નથી શકતી તો એ સમય કાઢીશ કેવી રીતે ? ભલે થોડાં સમય પછી...પણ આગળનું મને નથી દેખાતું સ્ફુરતું...એનું કારણ પણ હું સમજુ છું આગળ જતાં કદાચ હું એમાં જોડાયેલી હોઈશ...”
“સોહમ અત્યારે એ મહા અઘોરીને એનું નથી દેખાતું પણ મારુ અને તારું અવશ્ય જોઈ રહ્યાં હશે એનીજ કોઈ ગરબડ છે પણ હું તને ખાસ સમજાવું છું તું કોઈ વિચારોમાં ના રહીશ તારું સામાન્ય જીવન જીવે છે એજ જીવજે પ્લીઝ કોઈ બીજી વાતમાં પડીશ નહીં પછી આગળ વિધાતાએ લખ્યું હશે એ થશે.”
સોહમે સ્ટ્રીટનાં ખૂણા પર બંધ શોપનાં ઓટલે બેસવા કહ્યું બંન્ને ત્યાં બેઠાં. સોહમે જોયું રાત્રી ઘણી આગળ વધી રહી છે એણે સાવીને હસીને કહ્યું “શું કીધું તે ? મારાં મીઠાં અઘોરી લવ યું ? સાચેજ ?” પછી કહ્યું “ હું સાવ સામાન્ય માણસ તરીકેજ જીવવા માંગુ છું અને એમ અને એવુંજ ભોગવવાં માંગુ છું”. એમ કહી સાવીનો ચહેરો પકડી એની આંખો ચૂમી લીધી એનાં ચહેરા પર પ્રેમાળ સ્પર્શ કરી રહેલો એ સાવીને પ્રગાઢ પ્રેમમાં ખેંચી ગયો...સાવી એનાં મીઠાં નિર્દોષ પ્રેમમાં ખેંચાઈ રહી હતી સોહમે એનાં હોઠોનો એનાં હોઠથી સ્પર્શ કર્યો ધીમે ધીમે હોઠમાં એ હલચલ કરી ધીમે ધીમે ચૂસી રહ્યો અને કોમળ ગુલાબી હોઠોનાં એ મધભર્યા સ્વાદને માણી રહ્યો બંન્ને જણાં ધીમે ધીમે પ્રેમ સમાધીમાં જઈ રહ્યાં હતાં...મુંબઈનાં બહુ વસ્તી ધરાવતો વિસ્તાર માણસોની અવરજવર બધું ભૂલીને બંન્ને જણાં પ્રેમરસ પી રહેલાં...બંન્ને એકબીજામાં સાવજ જાણે રોપાઈ રહેલાં અને ત્યાં જબરજસ્ત પવન ફૂંકાયો...ચારેકોર વાદળ છવાયા અંધકાર ઉતરી આવ્યો...
વધુ આવતા અંકે પ્રકરણ -22