paryaay books and stories free download online pdf in Gujarati

પર્યાય

પર્યાય

                 પર્યાય અર્થાત વિકલ્પ ..આજે જીવન માં માણસો દરેક ચીજ નો વિકલ્પ શોધી લે છે . હા ...આ બધા નો પર્યાય છે હાલ નાં આધુનિક યુગ માં ..પણ માણસ પર્યાય ની શોધ માં ભટકતો રહે છે .અને મેળવી ને પણ તરસ્યો રહે છે .શા માટે...કારણ કે એને પર્યાય નો બીજો  છેડો જોયો કે અનુભવ્યો નથી.

                    હકીકત માં પર્યાય નો કોઈ અંત નથી.આજે કંઇક હશે અને કાલ એ કંઇક બીજું હશે. આ નાશવંત જગત માં જોવા મળતા અને મનુષ્ય હરક્ષણે ઝંખે છે એ પર્યાય નો પુરક ક્યાં છે .. આ બાબતે ઘણી બધી ફિલસુફી હાલ ઉપલબ્ધ હશે. પણ અનુભવે જે સમજાય છે એ સત્ય ની વધુ નજીક હોઈ છે .જે બાળકો અનાથ હોઈ છે તે માતાપિતા ની હૂફ બીજા બાળકો અને આસપાસ નાં વડીલો માં શોધે છે, જયારે બાળક વિના નાં માતાપિતા એ અન્ય બાળકો ને પ્રેમ આપી પોતાને સંતુષ્ટ માને છે ..

                               ખરેખર જો સમજવા જઈએ તો પર્યાય અર્થાત વિકલ્પ બાહ્ય નહિ આંતરિક છે અંતકરણ થી પૂર્ણ થયેલા ને બાહ્ય વિકલ્પોની જરૂર રહેતી નથી. એ બાહ્ય તૃષ્ણા ને બાદ માં છીપવાવની જરૂર રહેતી નથી.

                    મનુષ્ય ને  ઈશ્વરે બાહ્ય અને આંતરિક જગત આપેલ છે ... બસ આ આંતરિક જગત આ અધુરપ ને પૂર્ણ કરવા સક્ષમ છે .મન નો નિષેધ થવાથી ત્યાં પોહચી શકાય છે. ત્યારબાદ આંતરિક શક્તિઓ કામે લાગે છે અને એક બાદ એક રહસ્યો ખુલતા જાય છે .જે અંતકરણ માં વસેલા ઈશ્વર ને તમારી સમક્ષ હાજર કરે છે .અંતે તેનો ભેટો થતાં એ ફક્ત ને ફક્ત તમારા માટે જ કાર્ય કરે છે .જે પર્યાય ની શ્રેણી જ હમેશ માટે ખતમ કરી નાખે છે .પછી વ્યક્તિ કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ નો મોહતાજ રેહતો નથી. એ પરિપૂર્ણતા જ વ્યક્તિ ને અધુરપ નાં તમામ બંધનો થી મુક્ત કરી એક સાશ્વત દિશા માં લઇ જાય છે ...

                                       આવો જ એક કિસ્સો આપણી સમક્ષ રજુ કરવાનું મન થાય છે.  શ્યામપુર નામે એક સુંદર  ગામ માં મોહન શેઠ રહે. આ મોહન  શેઠ જાણે પાકો વાણીયો . ચમડી જાય પણ દમડી નાં જવા દઉં એવી એની નેમ . આસપાસ નાં ઘણા ગામો માંથી  લોકો એમની પાસે જીવન જરૂરી વસ્તુઓ લેવા આવે .કોઈ કોઈ વ્યાજે નાણા લેવા આવે. કંજૂસ મોહન શેઠ પાયે પાય નો હિસાબ રાખે , પણ વ્યાજ નો એક પણ પૈસો મુકે નઈ . તેમના પત્ની હીરાબાઈ બહુ માયાળુ અને ધાર્મિક બાઈ. હમેશા મોહન શેઠ ને ટોકે આ બધું  સાથે નથી આવવાનું ,થોડો ધરમ કરો, ગરીબો પ્રત્યે દયા દાખવો .પણ સમજે તો મોહન શેઠ શાનો.... બસ આખો દિવસ ધન કમાવવામાં જ રચ્યા પચ્યા રહે.

            એક દિવસ શ્યામપુર ગામ માં સાધુ ની મંડળી આવી. હીરાબાઈ એ મોહન શેઠ ને કહ્યું તમે પણ ચાલો સતસંગ માટે. પણ મોહન શેઠ તો માન્યા જ નહિ. “ તું જા કરી લે દર્શન . આ પાખંડી બાવાઓ નો હું વિશ્વાસ પણ નાં કરું , તને ક્યાં ખબર છે દુનિયાદારી ની, આ તો આ મોહન શેઠ નાં ધન વૈભવ ને કારણે તારું માન છે ગામ માં , નહિ તો કોઈ બોલાવે પણ નહિ સમજી. “ આ શબ્દો સાંભળી હીરાબાઈ ચાલ્યા ગયા. પણ ઊંડે થી વસવસો કરતા ગયા “ હે રામ ,આ ધન વૈભવ તો તે આપ્યા પણ એને માટે કોઈ વારસ પણ નથી , અને આ માણસ ને દિન રાત ધન એકઠું કરવાની જ પડી છે. ઈશ્વર તું જ એમને કઈક  સુજાડ ..”

            એક સપ્તાહ બાદ સાધુઓ ની મંડળી જતી રહી. એક સાધુ   હીરાબાઈ ની ભક્તિ થી  ખુબ પ્રસ્સન થયા અને કહ્યું “ માં, આવતા વર્ષે વળી આવીશું ત્યારે આપનાં હાથ નું ભોજન લેશું.”” હીરાબાઈ ખુશખુશાલ થઈ ગયા .

           પણ વિધિ ની વક્રતા ને કોણ રોકી શક્યું છે ? આ બાજુ ગામ માં છ માસ બાદ એક મહા ભયંકર રોગે દેખા દીધી . હીરાબાઈ નું શરીર સુકાવા માંડ્યું. દિન પ્રતિદિન બીમારી વધતી જ ચાલી . મોહન શેઠે વૈધો ને બતાવવામાં બાકી ના રાખ્યું.  તે સતત હીરાબાઈ ની ફિકર મા જ પડ્યા રેહતા . વેપાર ધંધો બીજા નાં  ભરોષે મૂકી દીધો. હવે હીરાબાઈ પથારીવશ થયા . શેઠ ને કઈ સમજાતું નહોતું. આ મહા ભયંકર  રોગ ને નાથવો શી રીતે?

આ બાજુ સાધુઓ ફરીથી ગામ માં પધાર્યા . પણ હીરા બાઈ  મંદિરે જવા સક્ષમ નાં હતા . સાધુ એ હીરાબાઈ નું નામ લીધું ને કહ્યું “ આમારા ધર્મ પ્રેમી માં ક્યાં છે ? “ ગામ માંથી એક વ્યક્તિ એ જઈ ને શેઠ ને વાત કરી. પત્થર એટલા દેવ પૂજ્યા બાદ શેઠ ને સામેથી મંદિરે  જવાનું મન થયું.એ ઉપડ્યા સાધુ પાસે આ રોગ નાં ઈલાજ માટે...

મંદિરે જઈ  ને રડમશ મોહન શેઠે આખી આપવીતી કહી. ત્યારે સાધુ બોલ્યા “ હે શેઠ ખાલીપો ધન થી ભરાતો નથી . એ માટે તો શુદ્ધ અંતકરણ જોઈએ . અને તમે ધન ને જ સર્વસ્વ માનીને બેઠા છો , આ ગેરમાર્ગે આવેલ ધન એ તમને વ્યથિત કર્યા  છે . ઈશ્વર ને સંભારો ને સાચા પથ ઉપર પ્રયાણ કરો..” મોહન શેઠ ની જાણે આંખો ઉઘડી ગઈ .સાધુ મહારાજે તેમને જળ આપ્યું. આ જળ માં ને આપજો. બધું સારા વાના થશે.” જાણે  શેઠ ને પોતે કરેલ અધર્મ ની પ્રતીતિ થઈ .

                આ બાજુ ચમત્કાર થયો .હીરાબાઈ ને તબિયત માં ઝડપ થી સુધારો થયો. બંને ધર્મ અને નીતિ પ્રમાણે  જીવવા માંડ્યા . શેઠે પોતાની ઘણી  ખરી સંપતિ નું દાન કર્યું. સાચા સંત સમાગમ એ તેની જિંદગી બદલી નાખી . મોટી ઉમરે બંને એક પુત્ર નાં માતાપિતા બન્યા. પણ હવે મોહન શેઠ નું મન માયા માં નહોતું. એને તો બધા માં જાણે ઈશ્વર નાં દર્શન થતા હતા. હવે ખાલીપો પુરવા વધુ ધન ની જરૂર ન હતી. બંને એ ઈશ્વર ભક્તિ મા લીન થઇ અંતે મોક્ષ પ્રાપ્ત કર્યું.

બસ, આ વાર્તા શીખવે છે બાહ્ય જગત થી મન તૃપ્ત થતું નથી કે ખાલીપો ભરી સકાતો નથી. એ માટે તો આંતરિક સફર ખેડવી જ રહી....

                                                     

ડૉ. બ્રિજેશ ડી. મુંગરા

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED