bhantar ni bhet.. books and stories free download online pdf in Gujarati

ભણતર ની ભેટ

ભણતર ની ભેટ

આજે કલેકટર ની ઓફીસ ખુબ સુશોભિત હતી .સિક્યોરિટી અને ઓફિસરો નો કાફલો સજ્જ હતો. કારણ હતું રાજ્ય નાં શિક્ષણ મંત્રી વડોદરા પધારવાના હતા .નિયત સમયે મંત્રી શ્રી પરિસર માં પધાર્યા .તેની નજર કોઈક ને મળવા આતુર હતી. તે સીધા મુખ્ય કાર્યાલય તરફ આગળ વધ્યા .

“ વેર ઈઝ કલેકટર? “ એમનો પડછંદ અવાજ ક્ષણીક હવા માં ગુંજી ઉઠ્યો .

નવનિયુક્ત કલેકટર શ્રી એક યંગ અને બાહોશ વ્યક્તિ હતા .નામ એમનું રવિ અમિત ભટ્ટ અને હાલ માં જ તેમનું પોસ્ટિંગ પોતાના હોમ ટાઉન માં થયું હતું.

“વેલકમ સર.. પ્લીઝ બી સીટેડ..”ડૉ. રવિ એ મંત્રી શ્રી નું ભાવપૂર્વક સ્વાગત કર્યું.

“વેલ ડન રવિ .યોર વર્ક ઇસ ટૂ ગુડ .આઈ અમ ઈમ્પ્રેસ્ડ .તમે જ્યાં જ્યાં સર્વિસ કરી છે ત્યાં ખુબ પ્રસંસનીય કામગીરી કરી છે અને ખાસ કરીને શિક્ષણ માં,એન્ડ… યુ નો, આપણા રાજ્ય માં શિક્ષણ ની શું અત્યાર ની સ્થિતિ છે !

“ ધીસ ઈઝ માય જોબ સર. આઈ ટેક એન ઓથ ટુ સર્વ પીપલ બેસ્ટ ..” રવિ એ ખુબ નમ્રતાપૂર્વક કહ્યું.

“યસ. સો આઈ મેક એ ડિસિઝન ,યુ આર નાવ પોસ્ટેડ એઝ એ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન .હિયર ઈઝ યોર ઓર્ડર.”

“આઈ વીલ. થેંક યુ સર “રવિ એ મક્મ્મતા થી કહ્યું આજે એની આંખો માં અનેરી ચમક હતી. જાણે આજે એને જોયેલા સપનાઓની પૂર્તતા નો દિવસ હતો.ચેહરા પર સ્મિત સાથે મંત્રીશ્રી બહાર નીકળ્યા .

“સર .કોન્ગ્રેચ્યુલેસન .હવે ત્તમે ડાયરેક્ટર બનવાના છો.” રવિ નાં પી.એ .અરવિંદે આનંદિત સ્વરે કહ્યું.

“યસ આઈ વિલ બી ધેર. હું અનેક દીવાઓ પ્રકાશિત કરવા માંગુ છું.” અરવિંદને આ વાત નાં સમજાતા પોતાનું માથું ખંજવાળ્યું અને બોલ્યો.”સર.સ્નેહલ સર ઈઝ વેઇટીન્ગ ફોર યુ.”

“અંદર મોકલ એને ...”આજે રવિનો રોમરોમ પુલકિત હતો.

“ હાય ,રવિ ...”

“યસ બ્રધર ,આજે હું ખુબ ખુશ છું. કોન્ગ્રેચ્યુલેટ મી યાર ... આઈ અમ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન નાઉ .“

“અભિનંદન રવિ “સ્નેહલે ઠંડા સ્વરે કહ્યું.

“કેમ ટેન્સ લાગે છે? ,વોટ હેપન ?”રવિ નાં ભવા ઊંચા થયા .

“બ્રો,તારા કલેકટર ઓફીસ નાં વહીવટી વિભાગ માં ક્લાસ -૧ ની એક પોસ્ટ ખાલી થયેલ છે. એન્ડ આઈ એમ એલીજીબલ .પ્લીઝ ડુ માય ફેવર .આફટર ઓલ યુ આર કલેકટર ..”સ્નેહલે નજર ઝુકાવિને કહ્યું.

“નો .એ શક્ય નથી .” રવિ એ નકાર માં માથું ધુણાવ્યું .

“બટ વાય ?” સ્નેહલે મૂંજાયો .

“ ધેર ઈઝ ઓપન ઈન્ટરવ્યું. અને હું કોઈ કેન્ડીડેટ ને અન્યાય કરવા નથી માંગતો .

“અને મારી સાથે જે અન્યાય થશે એનું શું?” સ્નેહલ ને હવે રીસ ચડતી જતી હતી.

“તું જાણે છે આ પપ્પા ને પણ નહિ ગમે. “

“પપ્પા....પપ્પા ..પપ્પા તું જ એનો આદર્શ છોકરો છે. એટલે જ એ મને છોડી તારી સાથે આવી ગયા .વાય..... શું આપણી દોસ્તી એટલી કાચી હતી?” સ્નેહલ પર જાણે ઝુનુન સવાર હતું.

“ જો, સ્નેહલ તું મારો ભાઈ છો . અને તને ખ્યાલ જ છે પપ્પા તારી સાથે કેમ નથી?”

“હા ..હા ખ્યાલ છે .એને મારા અને અમી સાથે વાંધો છે અને અમને મારા લવ મેરેજ થી આટલો જ વાંધો હતો તો શા માટે મને નાં રોક્યો?.”સ્નેહલ જાણે ઉછકેરાયો .

“યાર ,પપ્પા ને તેના સંતાનો પ્રત્યે નો પ્રેમ એકતરફી હોઈ છે .પછી આપણે પ્રેમ આપીએ કે કષ્ટ ! એન્ડ પ્લીઝ ધીસ ઈઝ નોટ રાઈટ પ્લેસ ટુ ટોક .પ્લીઝ ગો એન્ડ ગીવ સમ ટાઈમ ટુ યોરસેલ્ફ ટુ સેટલ યોર લાઈફ ...” રવીએ સાંત્વના આપતા કહ્યું.

સ્નેહલ ઓફીસ ની બહાર નીકળી ગયો ,

એક માસ બાદ ....

“મેં આઈ કામ ઇન સર?” સ્નેહલ નો અવાજ ઢીલો હતો .

“યસ, સ્નેહલ અને સર શું કામ કહે છે? આઈ એમ યોર બ્રધર .હવે એક મજાની વાત કહું ...તું જાણે છે તે ક્લાસ -1 ની જે ખાલી પડેલી વેકન્સી વિષે વાત કરેલી એ જગ્યા ભરાઈ ગઈ .અને કોને મળી ...એક રિક્ષા ચાલક ના પુત્ર ને ....એ યંગ છોકરા ની કાબેલિયત લાજવાબ છે .જો સ્નેહલ ,હું ધારત તો તારી ફેવર કરી શકત .પણ... તું જ વિચાર એક ગરીબ પરિવાર ની એ એક માત્ર ઉમીદ હતો .આ જોબ મળયા બાદ એ પરિવાર નું સમગ્ર જીવન પલટાઈ જશે.અને આજ રીતે તો સમાજ માં એક નવી ક્રાંતી આવશે ...તારી પાસે બીજા વિકલ્પો છે હજુ ...તું સમજ્યો ?” રવિ એ ખૂબ વિશ્વાસ થી સ્નેહલ ની આંખ માં આંખ પરોવીને કહ્યું.

“યસ...આઈ નો અબાઉટ યોર રિવોલ્યુસન ...બટ ફોર મી ઈટ ઇસ બુલશીટ ...”સ્નેહલે ચિડાઈને કહ્યું.

“ઑ.કે ...રિલેક્ષ ..લે આ તારી ગીફ્ટ ...તે મને ફેવર કરવા કહ્યું હતું ને આ કલેક્ટર રવિ ભટ્ટ તરફ થી નહીં તારા ભાઈ તરફ થી ..”રવિ એ સસ્મિત કહ્યું.

“શું છે આ ?” સ્નેહલ હજુ અવઢવ માં હતો.

“ચાલ જરા લટાર મારીએ ...” રવિ એ મુસકુરાતા કહ્યું.

એક પોશ વિસતાર ના અતિ ભવ્ય બિલ્ડીંગ માં કલેક્ટરશ્રી ની ગાડી આવી ને ઊભી રહી .તેના ફર્સ્ટ ફ્લોર પર જઇ રવિ એ સ્નેહલ ને આગળ જવા ઈશારો કર્યો .

“વોટ ઇસ ધીસ ?” સ્નેહલ હજુ અચ્મ્ભીત હતો .

“ઈટ ઇસ ફોર યુ ડિયર .....ધીસ ઇસ યોર ઓફીસ નાઉ. “ સામે સ્નેહલ ની નેમ પ્લેટ તરફ રવિ એ ઈશારો કરતાં કહ્યું .

“સ્નેહલ ભટ્ટ.ચારટેડ એકાઉન્ટન્ટ”..સ્નેહલ ની હાથ માથી કી નીચે પડી ..એ બેબાકળો બની રવિ ને ભેટી પડ્યો .રવિ એ એને તેની બાહોપાશ માં જકડી લીધો .

“જો ,...તારા થી વિશેષ કઈ નથી મારા માટે … અને હું જે કઈ છુ એનું કારણ પણ તું જ છે ને ...”રવિ એ સ્નેહલ ના આશું લૂછતા કહ્યું.

“બટ, તે આ એરેંજ કઈ રીતે કર્યું ? “ સ્નેહલે અચરજ થી રવિ સામે તાકી રહ્યો .

“મે અત્યાર સુધી કમાયેલી તમામ મૂડી ખર્ચી નાખી .અને આ તો કઈ નથી પપ્પા એ આપેલી ‘ભણતર ની ભેટ ‘સામે આ ક્ષુલક છે .રવિ ની આંખો માં ભીનાશ હતી .

“ સો ભાઈ ચાલ, આજ તો સેલીબ્રેસન થઈ જાય ..”

“ડેફીનેટલી ‘ સ્નેહલે હર્ષ થી કહ્યું.

“એન્ડ યુ નો આપણે ક્યાં જઇશું ?”રવિ ની આંખો માં ચમક હતી .

કલેક્ટર ની કાર રાત્રે દસ વાગ્યે ના સુમારે એક જગ્યા પર ઊભી રહી .માણસો ની અવરજવર ઓછી હતી .સામે ચા ની લારી હતી .બંને કાર માથી ઉતરી લારી પાસે ગયા .

ચા ની લારી વાળા કાકા કલેક્ટર ની ગાડી જોઈ ગભરાયા ...

“ઓળખો છો કાકા ?” રવિ એ મ્ંગુકાકા એ તરફ જોયું .

“સાહેબ નહીં ..તમે મને શું કહતા હતા એ ભૂલી ગયા ?”રવિ એ પ્રશ્ન કર્યો .

“હા ...રવિ બેટા... એ ક્યાથી ભૂલાય ?પણ તમે તો હવે મોટા સાહેબ છો .”મ્ંગુકાકા એ માન થી કહ્યું .

“ના તમારા માટે નહીં ..તો લાવો બે મસાલા સ્પેશીયલ ચા ..”

“હમણાં જ આપું રવિ બેટા “મ્ંગુકાકા ના હાથોમાં જાણે નવું જોમ આવ્યો.

સામે જ એક સ્કૂલ હતી .રવિ એ સ્નેહલ તરફ જોયું .”યાદ છે તને આ શાળા?”

“કેમ નહીં ..આ તો કેવી રીતે ભૂલાય ?” સ્નેહલે રવિ ના ખભ્ભે હાથ મૂક્યો.

‘એ એન્યુઅલ ફંક્શનનો દિવસ ..મે પાર્ટીસીપેટ કર્યું હતું પપ્પા આંખા પ્લે દરમ્યાન મને ચીયરઅપ કરતાં રહ્યા .અને તું સ્કૂલ ના ગેટ ની બહાર થી ..ફંક્શન પૂરું થયા બાદ મે જ્યારે તને મારી નોટ્સ આપી ત્યારે પપ્પા એ મને પુછ્યું “આ કોણ છે ?” મે કહ્યું “આ મારો ફ્રેન્ડ રવિ ...ગયા વર્ષે મારો ક્લાસ મેટ હતો ..પણ આ વર્ષે સ્કૂલ ની સામે બૂટ પોલીશ કરે છે .એના પપ્પા નથી અને મમ્મી નું હમણાં અવસાન થયું .હવે એ એકલો છે .એની પાસે સ્કૂલ આવવા માટે ફીસ નથી .બુક્સ પણ નથી .પણ મારા ક્લાસનો એ સૌથી હોશીયાર સ્ટુડન્ટ છે .

”ત્યારે મે પહલી વાર મે પપ્પા ને જોયા “ રવિ થી વચ્ચે જ સહજ બોલાઈ જવાયું .

“ તું જાણે છે પપ્પા ની અનિમેષ નજર તને તાકતી રહી .એ દિવસે પપ્પા થોડા વ્યાકુળ હતા .પપ્પા ખૂબ સંઘર્ષ કરી ને ભણ્યા હતા .અને એક સામાન્ય કારકૂન ની નોકરી માં જોડાયા .બીજે દિવસે શું થયું એ તું જાણે છે .” સ્નેહલે રવિ સામે સ્નેહાળ નજર થી જોયું .

“યસ ...બીજે દિવસે મારૂ સ્કૂલમાં રીએડમિશન થયું .આપણે મિત્રોની સાથોસાથ ભાઈ બન્યા .”રવિ ની આંખો માં આજે અમીતભાઈ નું એ તેજોમય વલય સ્પસ્ટ દેખાતું હતું .

“અને તે ...બ્રો પપ્પા નું સ્વપન પૂરું કર્યું .”સ્નેહલે ભાવપૂર્વક કહ્યું .

“યસ પપ્પા નું સ્વપ્ન હતું કે તું ડોક્ટર બને પણ તે કોમર્ષ પસંદ કર્યું .એટ્લે મે સાયન્સ માં જુકાવ્યું .પરન્તુ તે દિવસે કલેક્ટર ના અધ્ય્ક્ષ સ્થાને થયેલ કોલજ ના ફંક્શન માં પપ્પા એ કલેક્ટર ની સ્પીચ સાંભળ્યા બાદ મારો હાથ જોર થી પકડ્યો.મે પપ્પા ના હ્રદય ને મેહસૂસ કર્યું .અને તે જ દિવસ થી મે UPSCની તૈયારી કરવાનો નિર્ણય કર્યો .અને રાજ્યનો પ્રથમ નાની વાય નો કલેક્ટર બન્યો .હવે હું ડાયરેક્ટર બની શિક્ષણ પ્રલાણીમાં ધરમૂળ માથી પરીવર્તન કરવા માંગુ છું .જેથી અનેક રવિ આકાશ ના તારા બની જળહળે ..કારણ કે બધાને અમિતભાઈ જેવા પરોપકારી વ્યક્તિ નો ભેટો નથી થવાનો. ધીસ ઇસ માય એમ્બીસન ..”રવિ એ ગંભીરતા પૂર્વક કહ્યું .

“બ્રિલીયન્ટ .તું પપ્પા નો સાચો દીકરો છે.મને તારા પર ગર્વ છે .બટ વોટ ઇસ નેક્સ્ટ ?”સ્નેહલ ની નજર માં આજે રવિ કોઈ હીરો થી કમ ન હતો .

“પપ્પા ને તારી પણ જરૂર છે જે પરિવાર માં હું સામેલ થયો એમને હું અલગ નથી જોઈ શકતો .”

સ્નેહલ નું શીશ જુકયું .એ રવિ ને થોડા સમય તાકતો જ રહ્યો .અંતે બને છૂટા પડ્યા .

બીજે જ દિવસે સ્નેહલ ,અમી, અમીતભાઈ ની સામે હતા .અમીતભાઈ આજે બહુ ખુશ હતા એમની નજર કોઈક ને તાકી રહી હતી .અને એ નજર દૂર થી આ દ્રશ્ય ને નીહાળી ને સંતોષ અનુભવી રહી હતી .આજે રવિ એ અમીતભાઈ ની અધૂરી ઈચ્છા ને પૂરી કરી એક ભેટ આપી .તેની નજર અનંત આકાશ તરફ હતી .હવે રવિ ને એનું લક્ષ્ય સ્પસ્ટ દ્રષ્ટીગોચર થતું હતું ..આકાશ માં જળહળશે અનેક તારલાઓ ....એ આ સ્વપ્ન ને જાણે આજ મેહસૂસ કરી રહ્યા હતા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED