vichar - vrund books and stories free download online pdf in Gujarati

વિચાર - વૃંદ

વિચારોનું કલ્પવ્રુક્ષ

પ્રાચીન સમય માં કલ્પ વ્રુક્ષ ની એક એવી લોકવાયકા હતી કે એ ઈચ્છા પ્રમાણે ફળ આપનારું વ્રુક્ષ છે. જે ઇચ્છ્સો તે મળશે .તો અત્યારે એ વ્રુક્ષ ક્યાં હશે? હા, આ વ્રુક્ષ આજે પણ અસ્તિત્વ મા છે એ છે માનવી નાં મન માં .....માનવી માં મન રૂપી કલ્પ વ્રુક્ષ ઈચ્છા પ્રમાણે પણ ને ફળ આપે છે ...

આજ નાં યુગ માં વિચાર કલ્પ વ્રુક્ષ સમાન છે .એક વિચાર મનુષ્યને રાજા સમાન સંપતિવાન બનાવે છે તો બીજી તરફ એક હીન વિચાર માણસને દિન પણ બનાવી શકે છે .....કેવી છે આ વિચારોની તાકાત ? આવો ,સમજીએ ...માનવ મસ્તિસ્ક માં એક અંતરમન રહેલું છે .જેને અંગ્રેજી માં subconcios mind તરીકે ઓળખવામાં આવે છે .માનવ મનને શાંત સ્થિતિ માં ધ્યાન દ્વારા અંતરમન સુધી પહોચી શકાય છે .જેવી રીતે મગજ નાં જ્ઞાનતંતુઓ એકબીજા સાથે જોડાઈ સમગ્ર શરીર નું સંચાલન કરે છે એ જ રીતે એક મહાન વિચાર અન્ય વિચારો સાથે અંતરમન થી જોડાઈ એક અલાયદું વિચારો ની હારમાળા સર્જે છે .જે માનસ ને વધુ પ્રગતિશીલ અને સફળ બનાવે છે .Be positive,think Positive,Do positive...

તો આવો આપણે પણ આજ થી નિર્ણય કરીએ સુંદર અને સારા વિચારો કરીશું અને અમુલ્ય મળેલા માનવદેહ દ્વારા સફળ અને પ્રગતિશીલ સમાજ નું નિર્માણ કરીશું ...

કહેવાય છે કોઈ માનવી ને મારી શકાય છે પરંતુ એના ઉન્નત વિચારો ને નહિ ....

આપણો અમુલ્ય વારસો

વિશ્વ નાં પ્રાચિનતમ ગ્રંથો જે દરેક મનુષ્ય ની ગરિમા તથા અસ્મિતાને રક્ષનાર છે જે મનુષ્ય ને સાચી દિશા પ્રદાન કરે છે . એ પ્રાચિનતમ ગ્રંથો ની જન્મભૂમિ એટલે ભારત ......આપણા મહાન ઋષિમુનીઓ જે શાસ્ત્રો ની રચના કરી અને જન –જન સુધી પોહચાડી એ છે આપણો અમુલ્ય વારસો ...

આપણા વારસા ની એક ભેટ એટલે ઋષિમુનીઓ એ રચેલ વેદાંત સાહિત્ય જેમ કે ઋગ્વેદ,યજુર્વેદ ,સામવેદ,અને અથર્વવેદ ...જે માનવ સમાજ ને ઋષિમુનીઓએ આપેલી એક સર્વોતમ ભેટ છે .જે માનવ ને જીવન નું સાચું મહત્વ સમજાવી તેને દેવત્વ તરફ જવાનો માર્ગ બતાવે છે ...ઋગ્વેદ તથા યજ્ર્વેદ પરમાત્મા ની ભક્તિ તો સમજાવે છે તો બીજી તરફ અથર્વવેદ માં જીવન જીવવાની કળા સમજાવાઈ છે ..

સમયાંતરે અનેક મહાન પુરુષોએ અનેક અનેક સાહિત્ય ની રચના કરી .જેમાં આરોગ્યશાસ્ત્ર ,યોગવિદ્યા, રાજનીતિ અને સામાન્ય જનસમુદાય ને સ્પર્શતા પુસ્તકો પણ લખાયા .ભગવાન શ્રી કૃષ્ણ એ “ભગવદગીતા” રૂપે ઉપદેશ આપ્યો જે કર્મ નું ગહન જ્ઞાન મનુષ્ય ને સમજાવી જાય છે .

વાત કરીએ વર્તમાન સમય ની તો.....આ એકવીસમી સદી છે જે જ્ઞાન ની સદી છે .આ તો વિજ્ઞાન નો યુગ છે . જેમાં દરેક વાત ને વૈજ્ઞાનિક તથ્ય પર ચકાસવામાં આવે છે .અમુક પ્રાચીન માન્યતાઓ ને વિજ્ઞાન નાં આધારે ચકાસાવામાં આવતા એ સાચી ઠરી છે .આજ નાં ટેકનોલોજી નાં યુગ માં મનુષ્ય ની દોડધામ એ વસ્તુ પર છે જે કાયમી નથી .જે ખરેખર તેને બધા થી અલગ કરી મુકે છે .અને અંતે પશ્ચાતાપ સિવાય કશું બાકી રહેતું નથી ..ત્યારે ખરા અર્થમાં જરૂર છે એ અમુલ્ય વારસા તરફ વળવાની જે આપણને વસુધૈવ કુટુમ્બકમ નો પર્યાય સમજાવી આપણને એક ઉમદા મનુષ્ય જીવન તરફ લઇ જાય...

તો આવો પરિશ્રમ ની સાથોસાથ આપનો આ અમુલ્ય વારસો સાચવી અધ્યાત્મ ને મહત્વ આપી માનવ થી દેવત્વ તરફ પ્રયાણ કરીએ ....

ધ્યાન

ધ્યાન એક સાધના છે .તો બીજી તરફ ધ્યાન માનવ મગજ ને ચુસ્ત અને સંતુલીત રાખવાની પ્રક્રિયા પણ છે .પ્રાચીન સમય માં ઋષિઓએ ધ્યાન ને પોતાની દિન ચર્યા નો એક હિસ્સો ગણતા એટલે જ ધ્યાન નું મહત્વ અનોખું છે .સ્વામી વિવેકાનંદ બાળપણ થી જ ધ્યાન માં તલ્લીન થઇ જતા .એટલે જ તેઓ કુશાગ્ર બુદ્ધિ અને તીવ્ર યાદશક્તિ નાં માલિક બન્યા .

એવું કહેવાય છે હિમાલય માં અમુક ઋષિમુનીઓ ફક્ત શ્વોસોશ્વાસ દ્વારા જ જીવી રહ્યા છે .આની પાછળ નું કારણ છે તેની અનુઠી ધ્યાન સાધના...... ધ્યાન દ્વારા સમાધિ સુધી પહોચી શકાય છે અને ધ્યાન દ્વારા દેહ અને અંતરમન ને નિયંત્રિત કરી શકાય છે ખરેખર છે ને ધ્યાન ની આ અદ્ભુત કમાલ !

ધ્યાન ની પ્રક્રિયા વિષે અનેક પુસ્તકો લખાયા છે .કલ્પનાશક્તિ એમાં મહત્વ નો ભાગ ભજવે છે ..જેમ કે ઘણા ખરા માઈન્ડ પાવર ટ્રેઇનર ઈમેજીનેશન દ્વારા વ્યક્તિ ને આલ્ફા સ્ટેટ સુધી લઇ જાય છે .ધ્યાન ની આ દિલચસ્પ પ્રક્રિયા ને આવો સમજીએ .....

સીધા સાદા અર્થ માં કહીએ તો કઈ નાં કરવું એ જ ધ્યાન . એટલે કે આપણા સઘળા અસ્તિત્વ નું નિર્મુલન કરવું એ જ ધ્યાન ...જયારે ધ્યાન માં કોઈ વ્યક્તિ બેસે છે ત્યારે વિચારો નાં વમળ એને ઘેરી વળે છે. અને આપનું મન આપણને શાંતિ થી જંપવા દેતું નથી .ખરેખર તો વિચારો ને દબાવવાના નથી એને વહેવા દેવા નાં છે .જેમ કોઈ ગ્રાફ ઉપર ચડતા –ચડતા પીક પર ગયા બાદ નીચે ઉતરે છે એમ જ વિચારો નું છે . જો એને વહેવા દેવામાં આવશે તો અંતે એ નહિવત કે શૂન્ય તરફ પ્રયાણ કરશે ...ત્યાર બાદ બાહ્ય અને આંતરિક મન કાબુ માં આવશે .તમામ વિચારો નાં નિર્મુલન બાદ તમારી ઇન્દ્રિયો કાબુ માં આવવાની શરૂઆત થશે ...અને આમ જ તમારા અંતરમન તરફ જવાનો નો માર્ગ મોકળો થશે...જો તેમની પૂરી પ્રેક્ટીસ કરવામાં આવે તો અંતરમન એટલે કે Subconcious Mind અમૂલ્ય ખજાનો મનુષ્ય માટે ખુલી જાય છે ...તેના દ્વારા તમારા અંતરમન નું પ્રોગ્રામીંગ કરી શકાય છે .અને દુર્લભ લાગતી અનેક સિદ્ધિ ને પ્રાપ્ત કરી શકાય છે .આજે પશ્ચાતાપ સંસ્કૃતિ નાં લોકો નું પણ યોગ અને ધ્યાન નું જાણે ઘેલું લાગ્યું છે ત્યારે આપણી આ સંસ્કૃતિ નાં અમૃત પેય ને પામવો જ રહ્યો....

પ્રાર્થના

મંદિર એટલે પ્રભુ નું સ્થાન ...જ્યાં દરેક માનવી પ્રભુ નું રટણ કરે છે .દિન દુખિયાઓ જ્યાં ઈશ્વર નું સ્મરણ કરી પોતાની તકલીફો ને વાચા આપે છે .અને માનવ ઈશ્વર પાસે સુખ,શાંતિ ,સમૃધિ ની પ્રાર્થના યાચના કરે છે એનું નામ પ્રાર્થના ...

માનીએ તો ઈશ્વર બધી જ જગાએ છે .એની નજર આપણા દરેક કર્મ પર છે .એ જ રીતે સાચા હૃદય થી થયેલી પ્રાર્થના એ સાંભળે છે .પ્રાર્થના ક્યારે કરવી ,કેવે રીતે એ અનિવાર્ય નથી .કારણ કે ઈશ્વર તો સર્વવ્યાપી છે .એ સાચા હૃદય થી કરાયેલી બધા ની પ્રાર્થના અચૂક સાંભળે છે .પ્રાર્થના ઈશ્વર ની સ્તુતિ છે તો એક વિજ્ઞાન પણ છે .

ઈશ્વર ની સ્તુતિ કરી ભક્ત પ્રહલાદે ભગવાન વિષ્ણુ ને પ્રસ્સન કર્યા. જયારે હિર્ણયક્શીપું ને ભગવાન માનવાની પ્રહલાદે નાં કરી ....એ તો એના પિતા હતા .છતાં પણ પ્રહલાદ અડગ રહ્યા .કપરા સંજોગોમાં પણ તે ઈશ્વર ની સ્તુતિ કરતો રહ્યા .અંતે ભગવાન નૃસિંહ રૂપે આવતર લઇ ભક્ત પ્રહલાદ ને બચાવ્યા .એટલે પ્રાર્થના સત્યલક્ષી ,સારા વિચારો ,કોઈ નું અહિત ન હોઈ તેવા ઉદેસ્ય વાળી અને સાચા હૃદય થી હોવી જોઈએ .તો ઈશ્વર પણ તેનો સ્વીકાર કરે .પ્રાર્થના એક વિજ્ઞાન છે .આપણે જાણીએ છીએ કે આત્મા પરમાત્મા નું જ સ્વરૂપ છે .પૃથ્વી નાં કણ કણ માં ઈશ્વર છે અને આપણા માં પણ ....

જયારે કોઈનું અહિત થાય એવી પ્રાર્થના આપણે કરીએ તો આપણી અંદર બિરાજેલ ઈશ્વર તેને નકારે છે .અને જયારે સારા ઉદેશ્ય ની અને સાચા હૃદય ની પ્રાર્થના ને વારંવાર કરવાથી આપનું અંતરમન તેને સ્વીકારે છે તે પ્રમાણે સાધનો ઝૂટવે છે ..અંતે એ સમણું સાકાર થાય છે આ જ તો છે પ્રાર્થના નું વિજ્ઞાન ....

આપણે પણ સારા વિચારો દ્વારા સારા કર્મો કરી એ મહાનતમ ઉદેશ્ય ની પસંદગી કરીએ.તો ઈશ્વર આપણા સહુની પ્રાર્થના નો સ્વીકાર કરશે...કરશે...અને કરશે જ ....

વસુધૈવ કુટુમ્બકમ

વર્તમાન સમયમાં ટેકનોલોજીએ હરણફાળ પ્રગતી કરી છે. વિશ્વ એક પરિવાર બન્યુ છે. વિશ્વના કોઇ ૫ણ ખુણામાં સં૫ર્ક કરી શકાય છે. સામે ૫ક્ષે કયા શુ થઇ રહયુ છે. તે જાણી શકાય છે. આ છે ૨૧મી સદીની ટેકનોલોજીની કમાલ ! ભારતના ભુતપુર્વ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રશાદે કહયુ તેમ ' વસુધૈવ કુટુમ્બકમ ' એટલે કે વિશ્વ એક ૫રીવાર એક અર્થ પ્રમાણે સાર્થક થઇ રહયુ છે.

વસુધૈવ કુટુમ્બકમ નો એક અર્થ છે સમગ્ર વિશ્વને એક જ ૫રીવાર સમજવાની ભાવના. આજે સમગ્ર વિશ્વ એક તાંતણે તો બંધાયેલુ છે ૫ણ ભૈાતીક દ્રશ્ટીએ ૫ણ સામાજીક અને પારીવારીક દ્રશ્ટીએ ઉમદા ભાવના વિશ્વમાં હજુ કેળવવાની જ રહી.

કર્મની દ્રશ્ટીએ જેવુ કર્મ કરશો તેવુ ફળ મળશે તો બીજી તરફ જે વિચારશો તે પામશો. વિજ્ઞાન પણ એ વાત ને સમર્થન આપેશે કે જે વિચાર આજે મનુષ્યના મનમા છે. તે કાલે તમારી ૫હેચાન બનશે. The Secret નામની બુક આપણને આજ કહી જાય છે. તો શા માટે મનમાં એક ઉમદા ભાવના ન પોષવી ? સમગ્ર વિશ્વ એક ૫રીવાર છે. એ ઉમદા ભાવના આખા રાષ્ટ્રમાં જગાવવી. હા, આ જ છે. વસુધૈવ કુટુમ્બકમ નો સાચો અર્થ !

મનુષ્યનુ જ્ઞાન સતત વિસ્તરી રહયુ છે. તો મનુષ્યમાં ૫ડેલી ઉમદા વિચાર શ્રેણીનુ શું ? તે ૫ણ ૫રી૫કવ થવી જોઇએ જે સમગ્ર દેશને નહી ૫ણ સમગ્ર વિશ્વને આવરી લે. તો ચાલો આજથી જ આ૫ણે ખોટી સામાજીક વિચાર શ્રેણી, કુરીવાજો છોડી એક બનીએ અને વસુધૈવ કુટુમ્બકમ ની ઉતમ વિચાર શ્રેણી નુ બીજ આ૫ણા મનમાં રોપીએ જે આ૫ણને એક ઉમદા તથા ઉતમ મનુષ્ય બનાવે.

ભારત – નવી દ્રષ્ટીએ

ભારતીય સંસ્કૃતિ વિશ્વ ની પ્રાચિનતમ સંસ્કૃતિઓમાની એક છે .હિમાલય ની પર્વત માળા થી રક્ષાયેલો ,ગંગા ,યમુના ,ગોદાવરી ,નર્મદા જેવી પવિત્ર નદીઓ ધરાવતો આ દેશ ઐતિહાસિક દ્રષ્ટિ એ આગવું મહત્વ ધરાવે છે .

આ મહાન ભારત માં આર્યસંસ્કૃતિ નો વ્યાપ વધ્યો .રામ,કૃષ્ણ ,બુધ્ધ,મહાવીર શિવાજી ,મહારાણા તથા સ્વામી વિવેકાનંદ જેવી મહાનુભાવો ની ગાથા ગાનારો આ દેશ અદ્ભુત તો છે જ પણ સાથે સાથે પરોપકારીતા ,શોર્ય ,ક્ષમા અને ઉદારતા નું પઉતમ ઉદાહરણ પણ છે .આવી તો અનેક વિભૂતિઓ ને પામનારો આ દેશ વિશ્વ માં જન –જન સુધી ભારતીય સંસ્કૃતિ ને અમર બનાવી .....

પરંતુ વર્તમાન સમય માં ભારત ભ્રષ્ટાચાર ,ગરીબી ,આતંકવાદ સામે જુજી રહ્યો છે .૧૩૦ કરોડ ની આ જનસંખ્યા થી બનેલો આ દેશ સુગ્મ્ય વાતાવરણ ,અનુકુળ પરસ્થિતિ ઝંખે છે .જ્યારે વિશ્વ ની પાંચમાં નંબર ની આર્થિક સતા હોવા બાવજૂદ પણ ઘણા લોકો ને બે ટંક નું ભોજન પણ મળતું નથી ..આ દેશ ની સંસ્કૃતિ થી પરે આમ આદમી એની રોજી રોટી માટે જજુમી રહ્યો છે ..જરૂર છે ભારત ને એક આત્મવિશ્વાસ ની ,એ ઐતિહાસિક શોર્ય અને કામના ની જે આ દેશ ને ફરી થી સમૃદ્ધ અને મહાન રાષ્ટ બનાવી શકે ..હાલ નાં દિવસો માં ભારત ને મળેલ નેતૃત્વ કમાલ કરી શકે એમ છે ..એ સુગ્મ્ય વાતાવરણ પણ મળી રહ્યું છે જે ભારત ને અગ્ર્રિમ રાષ્ટ ની હરોળ માં લાવી ને તેને વિશ્વ ગુરુ નો દરજ્જો આપવી શકે ...

કેહવામાં આવ્યું છે “એકવીસમી સદી ,ઉજ્જવળ ભવિષ્ય “તો ,આવો એક બનીએ દેશ નો સાર્વ્ભોમત્વ અને પ્રાચિનતમ વારસો સાચવીએ અને પરિશ્રમ તથા આત્મવિશ્વાસ થી આ રાષ્ટ ને ફરીથી એક મહાન રાષ્ટ બનાવીએ ......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED