Cremation Vairagya books and stories free download online pdf in Gujarati

સ્મશાન વૈરાગ્ય

// સ્મશાન વૈરાગ્ય//

નમસ્કાર મિત્રો, આ બહુ જૂની વાર્તા નથી. એક દિવસ એક કંપનીમાં નોકરી કરતો એક છોકરો હતો. તેને કોઈ ભૂત-પ્રેતમાં વિશ્વાસ નહોતો.

તે ભૂતની બાબતમાં માત્ર મનની માયા જ માનતો હતો. એક દિવસ તેની કંપનીમાં કામ વધી ગયું હતું. જેના કારણે તેને ઘરે આવવામાં રાત્રે મોડું થયું હતું. મોડી રાત્રે તે પોતાની ઓફિસથી નીકળી ગયો હતો.

તે તેની બાઇક પર જેના ઘરે જવા નીકળ્યો હતો. થોડે દુર સુધી હજી તેનું બોઇંગ ગયું પણ નહીં હોય ક્યાં કોઈ તેમનું બાઇક બંધ પડી ગયું હતું. રાત્રી નો સમય હતો રોડ પર કોઇ હતું નહીં જેને રીપેરીંગ બાબતમાં કઇ જ્ઞાન હતું નહીં. છેલ્લે તે હારીથાકીને હવે તેણે પગપાળા બાઇક દોરીને ચાલવા માંડ્યો.

બાઇક લઇ ચાલ્યાં થોડે દુર પછી તેને બસ સ્ટોપ દેખાયો. તે થોડો સમય ત્યાં થાકના પરિણામે ઉભો રહ્યો. ત્યાં જો કોણ જાણે ક્યાંથી એક સાધુ આવીને તેની બાજુમાં બેસી ગયા..

સાધુ પોતાની પાસે બીડી પીવાની આદત હશે જેને પરિણામે તેઓ જેમની પાસે રાખતા તા. અને જેઓ બીડી પણ વિચિત્ર રીતે પીતા હતા. છોકરાને એવી આદત હતી કે તે કોઈની પણ સાથે વાત કરવા માંડે, અને તેમાંય રાત્રીનો સમય એકલો હતો અને સાધુ મળ્યા એટલે ભાઇ જેમની સાથે નીચેના ગપાટે ચડી ગયા.

તેણે આ સાધુ સાથે વાત પણ શરૂ કરી. સાધુ બાબાએ તેની સાથે થોડીક વારમાં જ ભૂત અંગે વાત કરવાની ચાલુ કરી તો તે છોકરાએ કહ્યું, બાબા! હું કોઈ ભૂત-પ્રેતમાં માનતો નથી. આ બધું માત્ર ને માત્ર જુઠ્ઠાણું છે હું આ બધી કોઇ વાતોમાં માનતો નથી.

સાધુએ કહ્યું, તમે ભૂતમાં માનો કે ન માનો, પણ ભાઇ તું એમ ન કહી શકે કે ભૂત એ ભૂત નથી. ભૂત પ્રેતાત્મા છે એટલે છે જ, તેમાં કાંઇ ખોટું નથી.

આ સાંભળીને છોકરો થોડો હસ્યો. તેણે કહ્યું, ભૂત છે તો આપણે તેમને કેમ જોઈ શકતા નથી. શું તમે મને હવે ભૂત બતાવી શકશો?

સાધુને લાગ્યું કે હવે આ છોકરાને ભૂત બતાવવું જોઈએ. સાધુએ છોકરાને સ્મશાન તરફ ચાલવા કહ્યું. પછી શું થયું તેમ બંને સાથે ત્યાંથી નીકળી ગયા. ચાલતાં ચાલતાં રસ્તામાં છોકરો થોડો ડરવા લાગ્યો. તેમ છતાં, તેણે પોતાનો ડર હળવો કરીને આગળ વધવાનું ચાલુ રાખ્યું.

થોડીવાર પછી તે સ્મશાન પર પહોંચી ગયો. સ્મશાનમાં હજુ પણ કેટલાક મૃતદેહો સળગી રહ્યા હતા. છોકરા સાથે આવેલ સાધુ બાબાએ તેને એવી જગ્યાએ બેસાડ્યા જ્યાં થોડા સમય પહેલા મૃતદેહને બાળવામાં આવ્યો હતો.

સાધુએ લોખંડની ખીલી જમીનમાં ચોંટાડી દીધી. તેમાં સફેદ દોરો બાંધવામાં આવ્યો હતો. આ દોરાના છેડાને પેલા છોકરાને પકડવાનું કહ્યું.

હવે તે છોકરો કે જે એમ કહેતો હતો કે હું ભૂપ પ્રેમમાં માનતો નથી તે વધુ ને વધુ ડરી રહ્યો હતો. તેનો શ્વાસ ઝડપી થઈ રહ્યો હતો. આ સાથે તેના હાથ-પગ પણ ધ્રૂજતા હતા. તેમ છતાં તેણે દોરો પકડ્યો.

સાધુએ ચાર જગ્યાએ કેટલાક પતાસા રાખ્યા. બધા પતાસા એ દોરાની પાસે એક લીટીમાં રાખવામાં આવેલ ગયા. તે પછી સાધુએ છોકરાને ચેતવ્યો. હવે તું જો છોકરા આ પતાસા ને કોઈ આત્મા તેને ખાવા આવશે.

એક વસ્તુ યાદ રાખજે જ્યાં સુધી તે ખાધા પછી દૂર ન જાય ત્યાં સુધી તારા હાથમાંથી દોરો કોઇકાળે છુટવો ન જોઇએ નહીં. જો આમ થયું, તો તને નકકી કોઇ નુકસાન થઈ શકે છે. પછી સાધુ જેમની જગ્યાએ મંત્રો પાઠ કરવા લાગ્યા.

કેટલાક મંત્રોના પાઠ કર્યા પછી, સાધુએ છોકરાને તેની આંખો બંધ કરવા કહ્યું. પછી થોડી વાર પછી જ આંખો ખોલવાનું કહ્યું. જ્યારે છોકરાએ આંખો ખોલી ત્યારે તે શું જોઈ રહ્યો હતો. તે તેના પર બિલકુલ વિશ્વાસ કરી શકતો ન હતો. વાસ્તવમાં ચાર આત્માઓ હતા. જે તાસા ની મીજબાની ઉડાવી રહ્યા હતા.

પરંતુ જ્યારે તેણે જોયું કે તેની પડોશમાં રહેતા વ્યક્તિની આત્મા પણ ત્યાં જ હતી. જેનું થોડા દિવસ પહેલા અવસાન થયું હતું. જેથી તેના હાથમાંથી દોરો પડી ગયો. હવે કે જુએ છે કે જે સાધુ તેને લઇને આવેલ હતો, તે સાધુ પણ ત્યાં નહોતો. છોકરો ઉતાવળમાં સ્મશાનમાંથી તેના ઘર તરફ ભાગવા લાગ્યો. જ્યારે તે તેના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી કોઈ તેને તેના નામથી બોલાવી રહ્યું હતું.

તેની પાછળથી વિવિધ અવાજો આવી રહ્યા હતા. પરંતુ છોકરાએ પાછું વળીને જોયું જ નહીં. ઘરે ગયા પછી તેણે આ બધી વાત તેના માતા-પિતાને જણાવી. પછી તે પોતાના રૂમમાં સૂઈ ગયો. બીજા દિવસે તેની આંખો તે જ સ્મશાનમાં અને તે જ જગ્યાએ ખુલી જ્યાં તેણે આત્માને જોયો હતો. જે બાદ તે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો.

Dipakchitnis

Dchitnis3@gmail.com


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED