Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 39

" કૉલેજ કેમ્પસ "ભાગ-39

આકાશ મૂડ બગાડીને કારમાં ગોઠવાઈ ગયો અને વોટ્સએપ ખોલીને પોતાને જ્યાં પહોંચવાનું હતું તે એડ્રેસ જોવા લાગ્યો અને એડ્રેસ જોયું તો તે પણ ઉછળી પડ્યો અને તેની અંદર દટાયેલી પરીને નીરખવાની ઈચ્છા પણ ઉછળી પડી.

કારણ કે તેને જ્યાં સામાન લઈને પહોંચવાનું હતું તે તો પરીની નાનીનું જ ઘર હતું અને ફૂલ ફોર્મમાં આવીને બોલી પડ્યો કે, " ઑ માય ગોડ, યુ આર ધ ગ્રેટ.. અબ તો વો મીલ ગઈ સમજો...!! " અને ફૂલ સ્પીડમાં તેણે પોતાની કાર પરીના નાનીમાના ઘર તરફ હંકારી મૂકી....

પરીના નાનીનું ઘર આવી ગયું એટલે આકાશ બે મિનિટ માટે તેના ઘર સામે જોઈ રહ્યો અને પ્રાઉડી પરીનો સામનો કરવા તેની જાતને તૈયાર કરી રહ્યો.

કારમાંથી નીચે ઉતર્યો અને પોતે પહેરેલા કપડા, પેન્ Jiટ ટી શર્ટ જરા સરખા કરવા લાગ્યો અને વાળ ઉપર હાથ ફેરવીને વાળને પણ તેણે બરાબર કર્યા. તેને રસ ફક્ત એટલો જ હતો કે તે પરીની સામે એકદમ વ્યવસ્થિત અને સરસ દેખાવો જોઈએ જે પરીને જોઈને તરતજ ગમી જાય..!!

તે જેમ જેમ નાનીમાના ઘર પાસે પહોંચી રહ્યો હતો તેમ તેમ તેનાં હ્રદયના ધબકારા વધી રહ્યા હતાં અને તે ઘરની નજીક પહોંચી ગયો. તેણે ડોરબેલની સ્વીચ દબાવી. ડોર ખોલ્યું અને સામે જ પરી હતી.

પરી જરા વેકેશનના મૂડમાં જ હતી તેથી લેઈટ જ ઉઠી હતી અને તે નાઈટ ડ્રેસમાં જ હતી તેણે શોર્ટ્સ અને અને ટી-શર્ટ પહેરેલા હતા જેમાં તેનું શરીર ઢંકાયેલું ઓછું હતું અને ખુલ્લુ વધારે દેખાતુ હતું. તેના વાળ ખુલ્લા હતા અને વાળની લટો તેના ચહેરાને વધુ સુંદર બનાવી રહી હતી જેને તે હાથ વડે કાન પાછળ ધકેલવાનો નિરર્થક પ્રયત્ન કરી રહી હતી.

બિલકુલ તૈયાર થયા વગરની પરી ખૂબજ સુંદર અને ભોળી ભાળી લાગી રહી હતી. જાણે દુનિયાભરની માસુમિયત તેના ચહેરા ઉપરથી બહાર છલકાઈ રહી હતી.

આકાશને પોતાની સામે જોઈને જ તે તાડુકી અને જરા જોરથી જ જાણે ચીસ પાડતી હોય તેમ બોલી, " યુ, બ્લડી મેન, તું છેક અહીંયા આવી ગયો મારો પીછો કરતાં કરતાં ? "

તેનો ગુસ્સાથી ભરપુર મોટો અવાજ સાંભળીને નાનીમા કીચનમાંથી બહાર આવ્યા અને પૂછવા લાગ્યા કે, " કોણ છે બેટા ? "

પરી: આઈ ડોન્ટ નો.

પરી ગુસ્સાથી ડોર પછાડીને બંધ કરવા જતી હતી એટલામાં નાનીમા આવીને બોલ્યા, " કોનું કામ છે બેટા ? "
આકાશ: જી, આન્ટી હું મનિષ ભાઈનો સન છું. ડેડે મને આ સામાન અહીંયા આપવા કહ્યું છે.
નાનીમા: ઑહ, તું. મનિષ ભાઈનો દિકરો છે ? આવ આવ બેટા, અંદર આવ આપણે તો ત્રણ પેઢીના સંબંધ છે એમ બહારથી જ ન ચાલ્યો જઇશ.

અને આકાશની ખુશી ચરમસીમાએ પહોંચી ગઈ હતી. પરી સ્ટેચ્યુ બનીને દરવાજે જ અટકેલી હતી અને આકાશ જાણે તેને ધક્કો મારતો હોય તેમ તેનો આછો સ્પર્શ કરીને તેને ત્યાં જ છોડીને ઘરમાં અંદર પ્રવેશી ગયો અને દિવાનખંડમાં ગોઠવાયેલા આલિશાન સોફા ઉપર ગોઠવાઈ ગયો.

નાનીમા બોલતા જતા હતા કે, " આવ બેટા, બેસ બેટા " અને પછી નાનીમાએ પરીની આકાશ સાથે ઓળખાણ કરાવવાના ઈરાદાથી પરીને નજીક બોલાવી અને બોલ્યા, " આ તારા નાનાજીના મિત્રના દિકરાનો દિકરો છે. દર વખતે કંઈપણ કામ હોય મનિષ મારા માટે હાજર જ હોય છે આજે પહેલીવાર તેણે દિકરાને મોકલ્યો છે. તારું નામ આકાશ ને બેટા, બોલ શું લઈશ ? ચા કે કોફી ? "

આકાશના જીવમાં હવે જાણે જીવ પાછો આવી ગયો હતો તેમ તેણે રાહતનો શ્વાસ લીધો ચા, કોફી પીવાની ઈચ્છા તો ન હતી પરંતુ તે પરી સાથે દોસ્તી કરવા માંગતો હતો અને તેની શરૂઆત અહીંથી જ થાય તેમ હતી. વળી, આવી સુંદર સવાર, હાથમાં ગરમાગરમ ચા અને નજર સામે પોતાને ગમતી પોતાની પ્રિય વ્યક્તિ. આ ચાન્સ કઈરીતે છોડાય ?
તેમ વિચારીને તેણે તરત જ જવાબ આપ્યો કે, " જી, આન્ટી હું ચા જ પીશ "
અને નાનીમા તેને માટે ચા લેવા કીચનમાં ગયા.
આકાશની નજર પરીની સામે પડી અને પરી પણ પોતાના ચહેરા ઉપર થોડો ગુસ્સો લાવીને આકાશની સામે જ જોઈ રહી હતી.

એટલામાં નાનીમા ચાનો કપ અને સાથે સાથે ગરમાગરમ પૌંઆ બનાવ્યા હતા તે આકાશ માટે લઈને આવ્યા અને સેન્ટર ટેબલ ઉપર મૂક્યા અને બોલ્યા કે, " લે બેટા, ચા નાસ્તો કર "

આકાશ વિચારી રહ્યો હતો કે, આમેય તે આજે હું ઘરેથી ચા નાસ્તો કર્યા વગર જ નીકળી ગયો છું અને મેં કલ્પના પણ નહોતી કરી કે આ રીતે પરીના ઘરે મને ચા નાસ્તો કરવા મળશે..!! અને તે મનોમન બોલ્યો, " ઑહ ગોડ, યુ આર ધ ગ્રેટ..!! "

તેણે ચૂપચાપ ચાનો કપ હાથમાં લીધો એટલે નાનીમાએ ફરીથી ટોક્યો, પૌંઆ ખાને બેટા, હમણાં જ બનાવ્યા છે મારી પરીને બહુ ભાવે છે તેને માટે જ મેં બનાવ્યા છે. "

આકાશ જરા મનમાં જ હસ્યો અને મનમાં જ બોલ્યો, " ઑહ, તો તો ખાવા જ પડશે. "

નાનીમા આકાશને પરીની ઓળખાણ આપતાં બોલવા લાગ્યા કે, " બેટા, આ મારી દીકરીની દીકરી છે પરી, બેંગ્લોરમાં રહે છે આ હવન માટે જ ખાસ મેં તેને અહીં બોલાવી છે. અને આજે તું જરા ફ્રી હોય તો એક કામ કરજે ને પરીને આપણાં હવન માટેની જગ્યા ગાયત્રી મંદિર લઈ જજેને, તો તે જરા જગ્યા જોઈ લે કે હવન માટે બરાબર તો છે ને ? "

અને આ વાત સાંભળતાં સાંભળતાં આકાશ તો જાણે ઉછળી પડ્યો, પણ પરીનો ચહેરો જોવા જેવો હતો...

હવે, પરી આકાશ સાથે ગાયત્રી મંદિર જવા માટે તૈયાર થાય છે કે નહિ ? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
29/8/22