એ છોકરી - 13 Violet દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

એ છોકરી - 13

(ભાગ-12 માં આપણે જોયું કે રૂપલી શહેરમાં આવી ગઈ હતી, અને હવે મારે એનું નવું નામ પાડવાનું હતું.) જુઓ આગળ

સવારના પંખીઓનો કલરવનો અવાજ, સૂરજના સોનેરી કિરણો સાથએ મંદ મંદ ફૂંકાતો પવન અને એમાં પણ બગીચામાં ખીલેલા મોગરાના ફૂલોની સુંગંધ તો સવારના વાતાવરણમાં કંઈક ઓર જ રંગ લાવી દેતા હતા.

મારા સવારના નિત્યક્રમથી હું પરવારી ગઈ હતી. મેં કોલેજમાં એક અઠવાડીયાની રજા લીધી હતી. રૂપલી આવવાની હતી તેથી તેની સાથે રહેવા માટે મેં રજા લીધી હતી જેથી તેને એકલતા ના લાગે, અને હું વધુ સમય રૂપલી સાથે રહી શકુ, તેની સાથે શોપીંગ માટે જઈ શકુ, શહેરનું વાતાવરણ તેને બતાવી શકું, વધુમાં તેના પર્સનાલીટી ડેવલપમેન્ટના ક્લાસીસ પણ શરૂ કરાવવાના હતા, જેની અગાઉથી મેં મૃણાલી સાથે વાત કરી લીધી હતી અને તેને તારીખ અને સમય પણ જણાવી દીધો હતો. એડવાન્સ રકમનો ચેક પણ અગાઉથી જ મેં આપી દીધો હતો.

હું ઉપર મારા બેડરૂમમાંથી નીચે આવી અને રૂપલીના રૂમ પાસે જઈને દરવાજો ખખડાવ્યો. રૂપલીએ તરત જ દરવાજો ખોલ્યો, જોયું તો રૂપલી તો તૈયાર થઈને બેસી ગઈ હતી. આજે તો રૂપલી વધુ સુંદર લાગતી હતી. માથુ ધોઈને કોરા કરેલા છુટા વાળ તેની સુંદરતામાં ઓર વધારો કરતા હતા. ગામડાના વાતાવરણમાં રહેવાના કારણે તેના વાળ થોડા રૂક્ષ હતા પણ જો તેની સંભાળ લેવામાં આવે તો ખુબ જ સુંદર લાગે એવા વાળ હતા. રૂપલીને મેં કહ્યું ગુડ મોર્નિંગ, એટલે હસીને કહે હા બૂન ગુડ ગુડ શું ? મેં કહ્યું મોર્નિગ કહે હા ગુડ મોનીંગ, મને હસવું આવ્યું કહ્યું ગુજરાતીમાં સુપ્રભાત કહેવાય.

મેં કહ્યું ચાલ જોઉં આજે તો તારૂ નવું નામ પાડવાનું છે, મેં કાલે રાતે ક્યાંય સુધી વિચારો કરીને તારું સરસ મજાનું નામ વિચારી રાખ્યું છે, હવે હું તને એ જ નામથી બોલાવીશ કહે તો શું નામ હશે ?

રૂપલી કહે મને શું ખબર બૂન ? તમે રાખ્યુ તો સારુ જ હશે ને બૂન કહોને મને. મેં કહ્યું એમ કંઈ કહી દઉં ચાલ આગળ ડ્રોઈંગ રૂમમાં જઈએ ત્યાં બધાની હાજરીની વચ્ચે હું નામ જાહેર કરીશ. કહે હા સારૂ ચાલો. અમે ડ્રોઈંગરૂમમાં આવ્યા, રોનક પણ નીચે આવી ગયા હતા, તેમને પણ મેં રાતે જ જણાવી દીધુ હતું કે કાલે રૂપલીનું નવું નામ રાખવાનું છે તો તમે પણ હાજર રહેજો. અમે બધાએ સાથે ચા-નાસ્તો કર્યો. મહારાજે કેસર દૂધ, ચા અને બટાકા પૌંઆ બનાવ્યા હતા. ચા નાસ્તો પૂરો કર્યા પછી બધાને મેં કહ્યું બધા અહીં આવો આજે મારે આ મારી રૂપલીનું નવું નામ રાખવાનું છે અને હવે બધા એને એ જ નામથી બોલાવશે.

રૂપલીને મેં મારી પાસે બેસાડીને કહ્યું જો રૂપલી તને જે લોકો ઓળખે છે તે બધા રૂપલીની નામથી જ ઓળખે છે અને તું પણ એ જ નામથી ટેવાયેલી છે, માટે તને વધુ તકલીફ ના પડે એટલે મેં તારું નામ રૂપલીના બદલે હવેથી તું રૂપાલીના નામથી ઓળખાશે. હવેથી તારુ નામ રૂપાલી રહેશે. બોલ કેવું લાગ્યુ આ નવું નામ ?

રૂપાલી તો ખુશ ખુશ થઈ ગઈ અને મને ભેટી જ પડી. ઓ મારા વીણા બૂન તમે તો કંઈ જોરદાર નામ રાખ્યું ને મારું. મને તો બદલી જ નાખી બૂન. આવું નામ તો મેં વિચાર્યું પણ નતુ. મેં રૂપાલીના ગાલ પર ધીમેથી ચૂંટી ખણી અને કહ્યું હા મારી વ્હાલી રૂપાલી. અને સાંભળ જો હવે આ બૂન, બૂન કહેવાનું બંધ કર, બૂન નહી બહેન એમ બોલવાનું તારે. હવે તારે શહેરના વાતાવરણમાં રહેવાનું એને ગોઠવવાનું છે રૂપાલી તો ભાષા પણ તારે બદલવી પડશે અને શીખવી પડશે સમજી ?

રૂપાલી કહે હા બૂન ના, ના વીણા બહેન એમ કહી હસી પડી ને કહે તમે શીખવાડશો એ બધુ શીખીશ અને સમજીશ પણ.

ઘરમાં આનંદ આનંદ થઈ ગયો હતો. મેં કહ્યું રૂપાલી તું તો એટલી બધી આનંદમાં આવી ગઈ છે કે તારા બાપુ પણ યાદ નથી આવતા? ફોન નથી કરવો બાપુને ? રૂપાલી નામ એમને પણ જણાવવું પડશે ને રૂપાલી કહે હા બહેન સવારે ઊઠી ત્યારથી બાપુને યાદ કરતી હતી પણ તમે આવો પછી ફોન કરીશ એમ રાહ જોઈ બેઠી હતી. આ નામ પાડવાનું અને ચા નાસ્તો કરવાનો એ બધામાં રહી ગયું. હું બાપુને ફોન જોડું બહેન ? મે કહ્યું હા હા .

રૂપાલીએ એના બાપુ ડાહ્યાભાઈને ફોન લગાવ્યો સામેથી ડાહ્યાભાઈ વાત કરી રહ્યા હતા એમ લાગ્યુ, રૂપાલી બોલી હા બાપુ કેમ છો ? હું રૂપલી, ના ના બાપુ હું રૂપાલી બોલું છું. બાપુ આ વીણા બહેને તો મારુ નામ બદલીને રૂપાલી રાખી દીધુ છે. તમારે બધાએ પણ મને હવે રૂપાલી જ કહેવાનુ છે. સામેથી ડાહ્યાભાઈ પણ કંઈક કહી રહ્યા હતા એમ લાગ્યું. હસતા હોય એમ લાગ્યુ, અહીં રૂપાલી પણ હસતી હતી. રૂપાલી બોલી બાપુ અહીં બધા બહુ સારા છે, મારી કશી ચિંતા ના કરશો વીણા બહેન મારુ બહુ ધ્યાન રાખે છે. અને મનોજ અને મીનુને મારી યાદ આપજો બાપુ. હું ફોન કરતી રહીશ તમને. એમ કહી રૂપાલીએ ફોન મૂક્યો. એના મુખ પર એક અવર્ણનીય આનંદ દેખાઈ આવતો હતો.

મેં કહ્યું સારૂ રૂપાલી હવે જો તારુ આ નામ બદલ્યું છે એટલે એના માટે કાયદેસરની કાર્યવાહી પણ આપણે કરવી પડશે. એફીડેવીટ કરાવવી પડશે એ માટે મેં મારા વકીલ સાથે વાત કરી લીધી છે તું તારી સ્કૂલના અને જન્મના પ્રમાણપત્ર સાથે લઈને આવી છે ને તો આપણે આ કામ પતાવી દઈએ કારણ આગળ તારા નવા નામ સાથેના પેપર્સની જરૂર આપણને પડશે.

બીજુ કે આજે આપણે શોપીંગ કરવા જવાનું છે તારા માટે નવા કપડા અને નવી નવી વસ્તુઓ લેવાની છે. તારો મેક ઓવર કરવાનો છે રૂપાલી કહે એ શું હોય બહેન ? મે કહ્યું જો રૂપાલી તું સુંદર છે જ પણ તારી સુંદરતામાં ઓર વધારો કરવા માટે આ તારા વાળ અને ચહેરાને પ્રોપર ટ્રીટમેન્ટ અપાવવાની છે એટલે વધુ સારા થશે

આ એક અઠવાડીયું તું મસ્તીથી જીવી લે રૂપાલી, પછી તારા ક્લાસીસ શરૂ થશે એમા તને જે પણ ભણાવવામાં આવે તેને ત્યારે ખૂબ જ ધ્યાન અને એકાગ્રતાથી ભણવાનું છે. આ તારા જીવનની સફળતાની પહેલી સીડી છે રૂપાલી જો એમાં તું સફળ થઈ ગઈ તો આગળ કોઈ પણ અઘરી બાબત તને ક્યાંય રોકી શકશે નહી.

રૂપાલી બોલી હા વીણા બહેન પાક્કુ, તમારી મહેનતને હું એળે નહી જવા દુઉં. પછી થોડો આરામ કરીને આજે જમવા બહાર જ કરવાનું હોવાથી હું અને રૂપાલી તૈયાર થઈને શોપીંગ કરવા જવા નીકળ્યા. રસ્તામાં મે મારા વકીલ સાથે પણ ફોન પર એફીડેવીટ માટેની વાત કરી લીધી.

(કેવું રહેશે રૂપાલીનું આ અઠવાડીયું ? આગળ ભણવાનું ? જુઓ ભાગ-14)