ધ સ્કોર્પિયન - પ્રકરણ-29 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ-29

સ્કોર્પિયન

પ્રકરણ-29

ઝેબાનાં રૂમ પાસે આવીને માર્લો ઉભો રહેલો એ ક્યારનો ઝેબાનાં રૂમનાં બારણાં પાસેજ અંદર શું થઇ રહ્યું છે જાણવાં બારણાં ઉપર કાન દઇને ઉભો હતો. બંધો અવાજ શાંત થતાં અને વહેમ પડયો અને દરવાજો નોક કર્યો.

ઝેબાએ દરવાજો ખોલ્યો અને માર્લોને જોતાંજ વળગી ગઇ ક્યાંય સુધી એને છોડ્યો નહીં બંન્ને વચ્ચે સંવાદ થયો. ઝેબાએ કહ્યું તું મારો ખ્યાલજ નથી રાખતો હું તને કેટલો મીસ કરતી હતી. પેલો ઝેબાનો પામી ગયેલો એણ કહ્યું ઝેબા બધાં નાટક બંધ કર હું તને માથાથી પગ સુધી બરાબર ઓળખું છું તું એક નંબરની લંપટ છું. સેક્સ અને ડ્રગ માટે તું કંઇ પણ કરી શકે ! તું મારાં પર નથી મરતી મારાં પૈસા પર મરે છે મને પ્રેમ નથી કરતી ડ્રગને પ્રેમ કરે છે. ડ્રગ મળ્યાં પછી તું પાગલ બને છે અને શરીર સુખ માણવા ગમે તેને આમંત્રે છે તું એક નંબરની વેશ્યા છે... થૂ... એમ કહીને થૂંક્યો.

ઝેબા ગુસ્સાથી માર્લોને જોઇ રહી હતી એ કંઇ કહેવા જાય પહેલાં, માર્લોની પથારી પર પડેલી બે પૂડીયા પર નજર ગઇ એણે રીતસર તરાપ મારીને પુડીયા લઇ લીધી અને બોલ્યો આ ડ્રગ ક્યાંથી આવ્યું ? તું મારાં રૂમમાં આવી હતી ?

ઝેબાએ સાવ નફ્ફટની જેમ એની સામે જોયું અને બોલી તારું મારું શું કરે છે ? એક તું રાખ એક મને આપ. તું મારી પાસેથી બધુ લઇ લે છે હું ક્યારેય પૂછું છું ? તું તો તારાં ફ્રેન્ડની બાહોમાં હતો તને એ વખતે કંઇ ભાન હતું ? મને તો એમ થાય તમે બાયો સેક્યુઅલ બાયલા છો.” એમ કહીને હસવા લાગી...

માર્લોને ગુસ્સો આવી રહેલો એ કંઇ બોલવા જાય ત્યાંજ દરવાજો ફરીથી નોક થયો. માર્લોએ બેડ પરથી લીધેલી પુડીયા ફલાવરવાઝમાં નાંખી દીધી ઉપર ફૂલ મૂકી દીધાં અને ઝેબાને રૂમ ખોલવા માટે ઇશારો કર્યો.

ઝેબાએ રૂમ ખોલ્યો તો સામે બહાદુરસિંગ સાથે બીજા સૈનીક હતાં. બહાદુરે આવીને પૂછ્યું તું અહીં ક્યાંથી ? ક્યારે આવ્યો ? તું તો નીચે તારાં રૂમમાં હતો. અને એય છોકરી અહીં કોણ આવેલું ? એમ કહી રૂમમાં અને બાથરૂમમાં તલાશી લીધી પછી બાલ્કનીમાં ઇને બધે નિરિક્ષણ કર્યું કોઇ ક્યાંય દેખાતું નહીં પછી એણે ઝેબાને કહ્યું તારી આખો આટલી લાલ કેમ છે ? તેં ડ્રગ લીધું છે ?

ઝેબાએ કહ્યું ના ડ્રીંક લીધેલું હેંગ ઓવર છે અહીં ડ્રગ ક્યાં મળે છે ? ક્યાં મળે છે ખબર છે ? એમ કહી અંગ મરોડ કરી એવી અદામાં ઉભી રહી કે પેલો નજર ચૂકાવી એની પલટન સાથે બહાર નીકળી ગયો. નીકળતાં માર્લોની સામે જોઈને કહ્યું કોઇ છૂટી નહીં શકો.. આ સિધ્ધાર્થ સરની ગેંગ છે ગમે તેવા સ્કોર્પીયન કેમ નથી બધાં પકડાઇ જશો અમને પાકો વહેમ છે અહીં પહેલાં કોઇ હતું…” એમ કહી દરવાજો જોરથી અથડાવી નીકળી ગયો.

બહાદુરનાં ગયા પછી માર્લોએ ઝેબાને કહ્યું મેં તને પૂછેલુંજ રૂમમાં કોણ હતું ? પણ આ ડોરથી પાછું બહાર નથીજ નીકળ્યું બોલ કોણ આવેલું ?

ઝેબાએ રૂમનો દરવાજો ફરીથી બંધ કર્યો અને બોલી પેલો બાંડીયો તૌશિક આવેલો. બહાર બાલ્કનીમાંથી આવેલો અને ત્યાંથીજ પાછો ગયો. મનેજ ખબર ના પડી કે કેમ આવેલો એ અર્ધસત્ય બોલી.

માર્લોએ ચમકીને પૂછ્યું તૌશિક ? પેલો સ્કોર્પીયન વાળો ? કેમ આવેલો ? આ ડ્રગ એ આપી ગયો ? કેટલાં પૈસા ચૂકવી દીધાં ? કે કપડા ઉતારીને સોદો કરી લીધો ? તને ખબર પડે છે ? આટલો બંધોબસ્ત છે અને જો બોસને ખબર પડી તો આપણું શું થશે ?

માર્લોએ ઝેબાને ગભરાઇને ઝાટકી લીધી. ઝેબાએ કહ્યું મેં થોડો બોલાવેલો ? એ પણ આવીને એનાં બોસની ધમકી છાંટી ગયો તું આપણાં બોસની ધમકી આપે છે. હું છોકરી જાત એકલી આ રૂમમાં હતી હું શું કરી શકું ? તારે જોવું છે ? મેં શું કર્યું ? એમ કહી એણે કપડાં ઉતારી નાંખ્યાં અને એની જાંધ આગળ ધરી સ્કોર્પીયનનાં ડંખ બતાવ્યા. અને બોલી આનાં માટે આવેલો.. મારાંથી સહન ના થયા મેં બેઊ સ્કોર્પીયન મારી નાંખ્યાં....

પછી અચાનક હસવા લાગી..હસતાં હસતાં રડવા લાગી બોલી માર્લો મારાંથી બે સ્કોર્પીયન મરી ગયાં હવે શું થશે ? પેલો મને ધમકી આપીને ગયો છે. હું બોસને શું જવાબ આપીશ ? એમ કહી માર્લોની નજીક આવી અને એને વળગીને રડવા લાગી.. રડતાં રડતાં બોલી મેં એને મારાં શરીરને સોંપી મનાવવા પ્રયત્ન કર્યો પણ એણે મને વેશ્યાં કહીને તરછોડી ઉભો થઇ ગયો. એ ચોક્કસ કોઇ કારણથીજ મારાં રૂમમાં આવેલો. પણ મને સખ્ત નશો હતો મારાંથી એ હડધૂત થઇ ગયો હું એને ગમે તેમ બોલી.. હું એની સાથે...કપડાં ઉતાર્યા તો એણે મને કંઇ જાણ કર્યા વિના સીધાં જ મારી સાથળ પર બે સ્કોર્પીયન મૂકી દીધાં મને એટલી તીવ વેદના થઇ લ્હાયો બળી મારાથી તીણી ચીર નીકળી ગઇ અને ગુસ્સાથી ઓશીકાથી નીચે ફર્સ પર પાડી મારાં સેન્ડલથી મારી નાંખ્યાં...

એકસાથે બધું બોલીને માર્લો સામે જોવા લાગી.. માર્લોએ કહ્યું તું એજ લાગની છે.. મને તારી બધી ખબર છે હું જ્હોન સાથે બેઠો હતો અમે બંન્ને બીયર પીતાં બેઠાં હતાં હમણાં સુધી સોફીયાનું ટેન્શન હતું અહીં હોટલમાં આવ્યાં રીલેક્ષ થયાં. મને થયું લાવ તારી પાસે આવું થોડો પ્રેમ કરીએ ડ્રીંક લઇએ ત્યારે તું પેલા ટુરીસ્ટ કોચનાં રૂમમાં હતી ત્યાં મજા માણી રહી હતી મારું બધું ધ્યાન હતું હું કંટાળી પાછો આવ્યો.. હું અને જ્હોન એક વીડીયો જોતાં હતાં.. જોતાં જોતાં અમે.. તું ક્યારે આવીને ગઇ ખબર નથી...

જ્હોન સૂઇ ગયો હું ઉપર આવ્યો ત્યારે પણ તારાં રૂમમાં કોઇ હતું હવે ખબર પડી કે બાંઠીયો તૌશિક હતો. તું અને સોફીયાજ બધો ખેલ બગાડવાનાં છો તું તો અહીંના બધાંને ઓળખે છે તોય ભૂલ કરે ? એ લોકોનો બોસ કીંગસ્કોર્પીયન આપણને અહીંથી પાછાજ નહીં જવા દે... એને નહીં આપણે ગરજ છે આપણી પોતાની કોઇ જીંદગીજ નથી આપણે વેચાયેલાં છીએ તને ખબર નથી ?

ઝેબાએ કહ્યું ક્યારેક તો મરવાનું છે ને ? કાલે નહીં તો આજે મરીશું હું તો મોજ મજા કરીને મરીશ.. બોસને પણ કહી દઇશ કે તમારાં કામ કરીશ પણ મારી મોજમસ્તી પણ કરીશ... હું કોઇની ગુલામ નથી.

માર્લોએ કહ્યું ઝેબા વિચારીને બોલજે આપણાં બોસ પાસેજ છે તારો ભાઇ લોબો.. તારી ચાલ બધાં જાણે છે. લોબોનું શું થશે ?

ઝેબા શાંત થઇ ગઇ પછી અચાનક બેડ પર પડી અને રડવા લાગી ત્યાં દરવાજો ફરીથી નોક થયો અને માર્લોએ દરવાજો ખોલ્યો જોયું તો સામે...

વધુ આવતા અંકે ---- પ્રકરણ-30