ચિત્તભ્રમ : લિક્વિડ - 4 Herat Virendra Udavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિત્તભ્રમ : લિક્વિડ - 4

પ્રકરણ ૪: “રાધિકા”

ચાલ હવે કામ ની વાત સાંભળ. આપણે કાલે ચૌહાણ ના જોડે જવાનું છે. અમદાવાદમાં કાલે ડ્રગ્સ નો માલ આવનો છે. તેના સપ્લાયર તરીકેનો કોન્ટ્રાક્ટ લેવા માટે ચૌહાણ ને આપણે મળીશું.

કાશ પ્રિયા નો સુરાગ તેમાં થી મળી જાય .”

એટલું કહી શાંતનુ પ્રિયાની યાદો માં ખોવાઈ જાય છે.

 

બીજા દિવસે સવારે,

શાંતનુ અને મોસીન ચૌહાણ ના ઘરે પોહચે છે.

 

બંને ના આંખો અને મોં ઘર જોઈને ખુલ્લા જ રહી જાય છે.

વિશાળ ફલક પર પથરાયેલો ચૌહાણ નો એ વીલા.

વિલા ની સામે એક ભવ્ય બગીચો. વિશ્વમાં થતાં બધાં જ પુષ્પો ની જાત કદાચ ત્યાં મળી જાય તો પણ નવાઈ નહિ.

સારી નસલ ના ઘોડાઓ તેના અસ્તબલ માં બાંધેલા દેખાતા હતા. વિલા માં દાખલ થતાં જ ગર્જના કરતા સિંહો નું મારબલ નું પૂતળું હતું.

મેઇન રૂમ ના ખૂણા તરફ એક મોટો બાર હતો,

આખી દુનિયાની તમામ શરાબ નો ખજાનો.

શાંતનુ સીધો એ બાર તરફ દોડ્યો.

તેની પાછળ પાછળ મોસીન પણ દોડ્યો.

 

“દારૂ જોયા પછી આ માણસ કાબૂ માં નથી રહેતો.”

મોસીન મનમાં બબડ્યો.

 

“એક પેગ વાઇન નો મારી સાથે થઈ જાય મિસ્ટર?”

ચૌહાણ નો પ્રભાવશાળી અવાજ શાંતનુ ના કાને અથડાયો.

 

૨ પ્રભાવશાળી વ્યક્તિત્વ એકબીજાની સામે આજે ઊભા હતા. બંનેની આંખો ઘણી વાતો કરી રહી હતી, પણ કોઈની આંખ જુકવા માટે તૈયાર નહતી.

 

“તમે કોણ? અને અહી આવવાનું કારણ.?”

સ્પષટતાપૂર્વક ચૌહાણે પૂછ્યું.

 

“બેબિફૂડ ને તેના બેબિસ જોડે પોહચડવા આવ્યો છું અને હા જોડે જોડે એલ.એસ.ડી. ને પણ.”

શાંતનુ એ આંખ મારીને ધીરે થી કહ્યું.

 

ચૌહાણ શાંતનુ ની અદા પર ફિદા થઈને ભેટી પડ્યો.

 

“તું ક્યારેય નહિ બદલાય,

૫૦ કરોડ નો માલ છે શાંતનું.

સાચવીને પોહચડી દે તો ૨૦% તારા.”

ચૌહાણે કહ્યું.

 

“આટલો જલદી વિશ્વાસ મારા પર ..?”

શાંતનુ એ પૂછ્યું.

 

“તે કરી જ શકું ને,

આપણો સંબંધ તો વર્ષોનો છે, ૪ વર્ષ પેહલા ના અકસ્માત ના ત્રાહિત વ્યક્તિને હું આજ સુધી નથી ભૂલ્યો.

ચૌહાણ બોલ્યો.

 

“ના જ ભૂલવું જોઈએ.”

શાંતનુ એ સામે જવાબ આપ્યો.

 

મોસીન ને શંકા થઈ ચૂકી હતી કે શાંતનુ ભાઈ કઈક મોટી વસ્તુ તેનાથી છુંપાઈ રહ્યા છે.

કારણકે શાંતનુ અને ચૌહાણ વર્ષો થી એકબીજાને ઓળખતા હોય એવો તેમનો વ્યવહાર હતો.

 

“૪ વર્ષ પેહલા જે કોન્ટ્રાક્ટ અધૂરો રહી ગયો હતો, તેને હવે પૂર્ણ કરી દઈએ ને શાંતનુ ભાઈ.?”

ચૌહાણે કહ્યું.

 

“ચોક્કસ..

તો એ વાત પર એક જામ થઈ જાય..!”

શાંતનુ એ ત્યાં પડેલી વાઇન તરફ જોઈને કહ્યું.

 

“નમ્ય સવાર સવાર માં આલ્કોહોલ સારી વસ્તુ નથી.”

પાછળ થી એક મીઠો કાન ને ગમે તેવો અવાજ આવ્યો.

 

“અરે રાધિકા તમે,

આવો આવો. તમને અમારા મેહમાન સાથે મુલાકાત કરાવું.”

રાધિકા નો અવાજ સાંભળી ચૌહાણે કહ્યું.

 

શાંતનુ અને મોસીન એ ફક્ત રાધિકા ની સુંદરતા ના વખાણ જ સાંભળ્યા હતા, ક્યારેય રાધિકા ને જોઈ ન હતી.

તેઓ કુતૂહલતા થી જોઈ રહ્યા.

 

જેમ જેમ રાધિકા નજીક આવતી ગઈ તેમ તેમ મોસીન અને શાંતનુ ના ચેહરાના રંગ ઉડવા લાગ્યાં.

 

શાંતનુ ના ધબકારા વધી ગયા, તેની આંખો ભીંજાઈ ગઈ,

બસ એકીટશે તે રાધિકા ને જોઈ રહ્યો હતો.

 

મોસીન ધીરેથી શાંતનુ ના કાન માં આવીને બોલ્યો,

“ભાઈ, આતો પ્રિયા ભાભી છે.”

 

શાંતનુએ મોસીન નો હાથ દબાવી તેને આગળ બોલતા અટકાવી દીધો.

 

“આ છે મારા વાઇફ,

મારી દુનિયા, મારું સર્વસ્વ,

રાધિકા ચૌહાણ અને રાધિકા આ છે મારા મિત્ર શાંતનુ શાહ.”

તમે ઓળખતા જ હશો.”

એક હાસ્ય સાથે ચૌહાણે ઓળખાણ કરાવી.

 

રાધિકા એ હાથ મિલાવવા હાથ આગળ વધાર્યો.

શાંતનુ હજી પણ લાશ બનીને ઊભો હતો.

 

જ્યારે રાધિકા નો સ્પર્શ તેના હાથ ને થયો ત્યારે એ થોડો ભાન માં આવ્યો.

 

હજારો સવાલ તેના મન માં ઉઠ્યા હતા. પ્રિયા ને શા માટે રાધિકા બનવું પડ્યું?

અને આ ચૌહાણ ની વાઇફ કઈ રીતે બની?

તેનું માથું ફાટી રહ્યું હતું. તે પ્રિયાની બેવફાઈ ને જોઈ રહ્યો હતો.

જે રીતે તેણે ચૌહાણ ને આલિંગન આપ્યું એ જોઈને શાંતનુ હચમચી ઊઠ્યો. પ્રેમ માં દગા નું આ એવું વાવાઝોડું હતું કે જેને શાંતનું ના મન માં રહેલી પ્રિયા તરફ ની તમામ કુણી લાગણીઓનું નિકંદન કાઢી નાખ્યું.

 

“એક પેગ વાઇન નો મળશે મને?”

શાંતનુ ફક્ત આટલું જ બોલી શક્યો.

 

“આટલી તલબ શરાબ ની ઘણી ઓછી વાર જોઈ છે.”

ચૌહાણે કહ્યું.

 

“ચૌહાણ સાહેબ ક્યારેક પોતાનું સર્વસ્વ કોઈ નિષ્ઠુર માણસ માટે લુંટાવીને જોજો, તમને આની તલબ સમજાઈ જશે.”

શાંતનુ એ પ્રિયા ની સામે જોઇને કહ્યું.

 

પ્રિયા એ પોતાની નજર ફેરવી લીધી.

 

શાંતનુ પ્રિયાને જોઈને હાથ માં વાઇન નો ગ્લાસ પકડીને બોલ્યો,

“મેં નજર સે પી રહા હું,

યે સમાં બદલ ના જાયે,

ના જુકાઓ તુમ નીગાહે,

કહી રાત ઢલ ના જાયે.”

 

“વાહ વાહ,

શું જોરદાર શાયરી છે..!”

ચૌહાણે કહ્યું.

 

પ્રિયા ની આંખો ભરાઈ આવી, તેણે વાત ને વાળતાં કહ્યું,

“ આ તમારી સાથે ઉભા છે એ કોણ છે શાંતનુ શાહ?”

“હું, મોસીન શાહ.

શાંતનુ નો ભાઈ. તમારો વિલા ખૂબ સુંદર છે, તમે મને બતાવશો આ વિલા રાધિકા ભાભી.”

મોસીન એ વિનંતી કરી.

“હા ચોક્કસ.”

પ્રિયા એ કહ્યું.

“તમે મોસીન ને વિલા બતાવો, હું શાંતનુ સાથે થોડી બિઝનેસ ની વાતો કરી લઉં.”

ચૌહાણ બોલ્યો.

મોસીન અસંખ્ય સવાલો ના જવાબ શોધવા પ્રિયા ઊર્ફે રાધિકા ની સાથે નીકળ્યો હતો.