ચિત્તભ્રમ : લિક્વિડ - 1 Herat Virendra Udavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મજબૂત મનોબળ

    આપણે મજબૂત મનોબળ કંઈ રીતે કેળવી શકીએ??         મનનું "બળ" મન...

  • રાય કરણ ઘેલો - ભાગ 7

    ૭ થોડો પૂર્વ ઈતિહાસ   આ વ્યાપક અવિશ્વાસનું કારણ સમજવા મ...

  • ફરે તે ફરફરે - 58

    ફરે તે ફરફરે - ૫૮   પ્રવાસના જે પડાવ ઉપર હું પહોંચ્યો છ...

  • ભાગવત રહસ્ય - 158

    ભાગવત રહસ્ય-૧૫૮   એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થય...

  • નિતુ - પ્રકરણ 68

    નિતુ : ૬૮ (નવીન)નિતુની અણનમ આંખો એને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી...

શ્રેણી
શેયર કરો

ચિત્તભ્રમ : લિક્વિડ - 1

પ્રકરણ ૧: “પ્રતિબિંબ”

છેલ્લા નોરતાં ની રાત અને રાત ના ૧૦ વાગ્યા નો સમય.

આખુંય અમદાવાદ નવરાત્રી ના તાલ માં જુમી ઉઠ્યું છે.

ખેલૈયાઓના રોમ રોમમાં જાણે માતાજી નો આશીર્વાદ વહે છે. ફક્ત થોડા કલાકો પછી રાવણ ના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે.

" રાવણ ગજબ નો જ્ઞાની માણસ હતો કેમ શાંતનુ?"

પ્રિયા એ પોતાના નાજુક અવાજ માં પૂછ્યું.

પ્રિયા એ ભપકાદાર પણ આંખો ને ઠંડક આપે એવી ચણિયાચોળી પેહરી હતી.

તેની ઉપર નું સ્ટોન અને મીરર વર્ક , ઝરી ના દોરા થી ગૂંથાયેલી તેની ચણિયાચોળી ની બોર્ડર,

તેણે પગ માં પહેરેલી ઝાંઝર અને એ ઝાંઝર નો થતો છન છન અવાજ,

આતો ફક્ત તેની તરફ ના આકર્ષણ ની શરૂઆત હતી.

તેની કમર ની ફરતે સાપની જેમ વીંટળાયેલો તેનો કમરબંધ,

તેની નાભી ને અનુપમ સૌંદર્ય બક્ષતો હતો.

તેની આંખ નું કાજળ તેના નયનો ને કામણગારા બનાવતા હતા. તેની ચોલી માંથી દેખાતું એક નાનકડું કાળુ તલ,

કુદરતી રીતે જ તેને કોઈની નજર ના લાગે એનું ધ્યાન રાખતા હતા.

શાંતનુ એ પ્રિયા ના શબ્દો સાંભળતો તેની પાછળ લગોલગ જઈને ઉભો રહી ગયો  અને અરીસામાં દેખાતા પ્રિયા ના પ્રતિબિંબ ને એકીટશે જોઈ રહ્યો.

શાંતનુ એ હળવેથી પોતાનો હાથ પ્રિયા ના નીચલા હોઠ તરફ ફેરવ્યો.

એ નીચલા હોઠ ની જમણી તરફ એક નાનકડું તલ હતું,

આ તલને જોતા જો તમને એ હોઠ ચુંમવાનું મન ના થાય તો તમારી આંખો માં જ કઈક ખામી હોવી જોઈએ.

શાંતનુ એ પ્રિયા ને પોતાની બાહુપાશ માં બને એટલી મજબૂતાઇ થી પકડી લીધી અને તેને પંપાળવા લાગ્યો.

પ્રિયા એ અરીસા માં દેખાતા શાંતનુ ની સામે જોયું

અને પોતાની નજરો શરમ થી ઝુકાવી દીધી.

બને ના શરીર તો ૨ દેખાતાં હતાં પણ જાણે કે આત્મા એક જ હતો.

બને ના કાન માં ગરબા નો મીઠો મીઠો અવાજ સંભળાયો,

" તારા વિના શ્યામ મને એકલડું લાગે,

રાસ રમવાને વહેલો આવજે..!"

 

શાંતનુએ પ્રિયા ની ગરદન ને પોતાના હોઠો થી પંપાળતા પંપાળતા તેની સામે તરફ જોઈને કહ્યું,

"અહીંયા એક લવ બાઈટ આપી દઈએ તો કેવું રહેશે?"

 

પ્રિયા એ તેનો જવાબ પોતાના સ્મિત રૂપે આપ્યો.

"ગરબા રમવામાં મોડું થાય છે શાંતનુ"

પ્રિયા એ કહ્યું.

 

"ડીયર આજે તો ગરબા અહી જ રમવા છે"

શાંતનુ હસતા હસતા બોલ્યો.

સમગ્ર રૂમ માં બને નો હસવાનો અવાજ પથરાઈ રહ્યો હતો.

કે અચાનક શાંતનુ ની પ્રિયા તેની બાહુપાશ માં થી અદ્રશ્ય થઈ ગઈ.

જે પ્રતિબિંબ શાંતનુ ને અરીસામાં પ્રિયા નું દેખાતું હતું તે ક્યાંક ખોવાઈ ગયુ.

 

શાંતનુ બેબાકળો બની ગયો, અચાનક તેનું ધ્યાન અરીસામાં દેખાતા દીવાલ પર લટકાવેલ કેલેન્ડર ના પ્રતિબિંબ પર ગયું.

તારીખ હતી,

૬ ઓક્ટોબર ૨૦૧૭.

પ્રિયા ના ગયે આજે ૪ વર્ષ પૂર્ણ થઈ ગયા હતા.

શાંતનુ ની પ્રિયા તેને ક્યાં મૂકી ને જતી રહી હતી તેનો પત્તો આજ સુધી લાગ્યો નથી.

પ્રિયા ની યાદ માં શાંતનુ વધારે ને વધારે વિકરાળ બનતો જતો હતો.

તેનો દાઢી થી ખરડાયેલો ચેહરો, તેની આંખો ની નીચે ના કાળા કુંડાળા તેના દારૂ અને ડ્રગ્સના બંધાણ ની સાક્ષી પૂરતા હતા.

શાંતનુ પોતાનો ચેહરો અરીસા માં જોઈ ના શક્યો,

તેને પોતાના ચેહરા પર ઘૃણા આવી અને બને એટલી જોર થી તેને પોતાનો હાથ અરીસા પર ઉગામ્યો,

અરીસા ના ટુકડે ટુકડા થઈ ગયા અને તેમાં થી એક ટુકડો તેના હાથ પર વાગ્યો અને હાથ માં થી લોહી ની ધાર ફૂટી નીકળી અને લોહી ટપ ટપ કરીને જમીન પર પડવા લાગ્યું.

અરીસાના તૂટેલા એક ટુકડા માં શાંતનુ એ પોતાનું પ્રતિબિંબ જોયું અને ત્યારે તેને ભાન થયું કે અરીસો તોડવાથી ક્યારેય પોતાની વાસ્તવિકતા નહિ બદલી શકે, આજે પ્રિયા તેની સાથે નથી તો તેનું સૌથી મોટું કારણ શાંતનુ હમેશા પોતાના કર્મો નું ગણતો. શાંતનુ ની આંખો આંસુઓ થી ભરાઈ આવી, બધાં જ આંસુઓ ને સંકેલીને તે ઘર ની બહાર તરફ નીકળ્યો.

 

ઘર ની બહાર નીકળી શાંતનુ એ પોતાની ઓડી ને અનલૉક કરી અને ગાડી વધારી આગળ રિવર ફ્રન્ટ તરફ.

શાંતનુ એ શરાબ ને પોતાની મહેબુબા બનાવી દીધી હતી અને તેમાં પણ સ્કોટલેન્ડ ની વિસ્કી બનાવતી પ્રખ્યાત કંપની "ગલનમોરેંજી" ની એકાદ બોટલ હંમેશા તેની કાર માં રેહતી.

ધીરે ધીરે એ બોટલ ના એક એક ઘૂંટ શાંતનુ ના ગળા નીચે ઉતરવા લાગ્યા અને એ બધો જ નશો તેના લોહી માં રેલાવા લાગ્યો.

કાર ના બેકગ્રાઉન્ડ માં નઝ ખીલવી ના સૂફી શબ્દો શાંતનું ના કાને પડ્યા,

" મંઝિલ મેરી યા રસ્તા હો,

હો ભી નહિ ઔર હરજા હો,

તુમ એક ગોરખ ધંધા હો...!!"

 

શાંતનુ એ કાર ને રોકી, જેમ તેમ લથડિયાં ખાતા પોતાની જાત ને સંભાળતા તે રીવર ફ્રન્ટ તરફ પોહચ્યો.

નદી માં વરસાદ ના લીધે પાણી ની ખાસી એવી આવક થઈ હતી.

શાંતનુ અને પ્રિયા એ તેમની ઝીંદગી નો પ્રેમાળ સમય આ જગ્યા એ જ વ્યતીત કર્યો હતો.

આજે શાંતનુ ને એ બધું જ યાદ આવવા લાગ્યું અને તેની આંખ માંથી પ્રિયા ની લાગણીઓ સ્વરૂપ ના આંસુ વેહવા લાગ્યા.

આજે શાંતનુ ને પ્રિયા ની એક વાત યાદ આવી,

જ્યારે પણ શાંતનુ દુઃખી થાય અને તેની આંખ માં થી આંસુ પડતા ત્યારે પ્રિયા એ આંસુઓ ને હથેળી માં લઇ, શાંતનુ ના ગાલ ને પંપાળીને ગની દહીંવાલા સાહેબ ની એક પંક્તિ હંમેશા કહેતી,

“ તમે રાંક ના છો રતન સમાં,

ના વહો હે અશ્રુ તમે આંખ થી,

જો અરજ કબૂલ હો આટલી,

હૃદય થી જાઓ બસ નયન સુધી.

દિવસો જુદાઈના જાય છે,

એ જશે જરૂર મિલન સુધી,

મારો હાથ ઝાલી ને લઇ જશે,

મુજ શત્રુઓ જ સ્વજન સુધી..!”

શાંતનુ પાસે હવે લાગણીઓનો કાબૂ રહ્યો નહતો.

અચાનક તેનું ધ્યાન નદી ના પાણી માં પડયું,

નદી માં ચોતરફ ફેલાયેલા પાણી માં શાંતનુ ને પ્રિયા નો એક ભવ્ય ચેહરો દેખાયો.

એ ભવ્ય ચેહરો, પ્રિયા નું વિશાળ હાસ્ય જાણે કે શાંતનુ ને

એની બાહો માં સમાઈ જવા માટે નિમંત્રણ આપી રહ્યું હતું.

શાંતનુ માટે આ ભ્રમ માં તણાઈ જવું ગણું સેહલું હતું,

તે અચાનક જ નદી ના પટ ઉપર થી પાણી માં કૂદવાની તૈયારી કરી ચૂક્યો હતો અને હંમેશા માટે તેને પ્રિયા ની બહો માં સમાઈ જવું હતું.

જેવો તેણે પગ ઉપાડ્યો અચાનક જ તેનો હાથ કોઈક એ પકડી લીધો અને અવાજ આવ્યો,

“ બસ કરો શાંતનુ ભાઈ, હવે ગણું થયું,

ક્યાં સુધી ભાભી ની યાદ માં પોતાની જિંદગી બરબાદ કરશો,

હું પ્રિયા ભાભી ને તો ખોઈ ચૂક્યો છું, પણ તમને નહિ ખોઈ શકું..!”

પાછળ થી અવાજ હતો મોસીન શાહ નો એટલે કે શાંતનુ ના નાના ભાઈ નો.

શાંતનુ મોસીન ની આંખો માં આંખ ના મિલાઈ શક્યો.

જો આજે મોસીન ના હોત તો ગણો મોટો અનર્થ થઈ જાત.

“ભાઈ,

આજે તમારે આજ થી ૪ વર્ષ પેહલા કાળી ચૌદશ ની રાત્રે એ જંગલ માં તમારી અને પ્રિયા ભાભી વચ્ચે શું થયું હતું તેનું રહસ્ય મને જણાવું જ પડશે.”

મોસીન એ શાંતનુ ને કહ્યું.

શાંતનુ પાસે હવે કોઈ વિકલ્પ બાકી નહતો.

ક્રમશ: