ચિત્તભ્રમ : લિક્વિડ - 5 - છેલ્લો ભાગ Herat Virendra Udavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિત્તભ્રમ : લિક્વિડ - 5 - છેલ્લો ભાગ

પ્રકરણ ૫: “પર્દાફાશ”

 

"ચૌહાણ સાહેબ, ૪ વર્ષ પેહલા ડીલ કઈક અલગ થઈ હતી,

પ્રિયા શું કરે છે તમારી સાથે?

તમારી વાઇફ બનાવવાનું કોઈ ખાસ કારણ?"

શાંતનુ એ સીધો સવાલ કર્યો.

 

"એ તારે શું લેવા દેવા?

આપણી ડીલ મુજબ તારો એના પર કોઈ હક નથી, તેનો સોદો આપણે ૪ વર્ષ પેહલા કરી ચૂક્યા છીએ. હવે હું તેને મારી પણ શકું કે પછી તેને મારી પત્ની પણ બનાવી શકું. તને જે પૈસા માં રસ હતો એ તો તને મળી ગયા છે.

૪ વર્ષ પેહલા જે ડ્રગ્સ ના સપ્લાય નો અધૂરો કોન્ટ્રાક્ટ હતો તે હવે પૂરો કર અને તારા બાકી ના પૈસા લઈને આ પ્રકરણ પર હવે પડદો પાડીએ."

ચૌહાણે કઠોર અવાજ માં કહ્યું.

 

શાંતનુ પાસે હકારમાં માથું હલાવ્યા સિવાય કોઈ જ વિકલ્પ ન હતો.

 

બીજી તરફ,

"ભાભી તમે આ બધું શું માંડ્યું છે?

આ બધું ખોટું છે.

શાંતનુ ભાઈ સાથે આટલો મોટો દગો? ઈશ્વર તમને ક્યારેય માફ નહિ કરે."

મોસીન નિસાસા સાથે બોલ્યો.

"તારા માં વાસ્તવિકતા સાંભળવાની ક્ષમતા છે મોસીન?

તું શાંતનુ ને જેવો સમજે છે તે જરાય એવો નથી.

તેના માટે પૈસો હંમેશા પ્રાધાન્ય છે, સંબંધો અને લાગણીઓ નહિ. તને ખબર છે ૪ વર્ષ પેહલા તેણે શું ડીલ કરી હતી?"

પ્રિયા ના અવાજ માં એક કઠોરતા હતી.

મોસીન એ નકારમાં માથું ધુણાવ્યું.

"તો સંભાળ"

આટલું કહી પ્રિયા એ વાત શરૂ કરી.

 

"શાંતનુ અને નમ્યદેવ ચૌહાણ , ૪ વર્ષ પેહલા એક બીજા ને એક પાર્ટી દરમિયાન મળ્યા હતા.

ચૌહાણ ના પૈસા અને તેના ડ્રગ્સ ના ધંધા ને જોઈને શાંતનુ ને પણ ઝડપી પૈસા કમાવાની લાલચ જાગી.

પૈસા ની આ આંધળી લાલચ સાધુ ને રાવણ બનાવવા પૂરતી છે. મને જેવી તેના ડ્રગ્સ ના ધંધા ની ખબર પડી કે તેને તરત રોક્યો.

પણ જેને આંખે પાટા બંધાઈ ગયા હોય તેને સારો રસ્તો કેમ દેખાય? તેની ફરિયાદ પોલીસ સુધી કરવાની મે તેને ધમકી આપી. તો એ વ્યક્તિ એ મને જ રસ્તા માંથી હટાવવાનું કાવતરું ગડયું. એ ચૌદશ ની રાતે એ જંગલ માં મને ચૌહાણ ના ભાડૂતી ગુંડાઓ વડે મારવાનો પ્લાન તેનો હતો.

અને મૃત્યુ નું કારણ પ્રેત આત્માઓ ને બતાવવાનું.

પોલીસ પાવર બધું જ ચૌહાણ ના હાથ માં હતું.

પણ કોણ જાણે કેમ તેમને મારી દયા આવી, તેમણે શાંતનુ ની બધી જ વિગતો મને આગલી રાતે જ બતાવી દીધી હતી.

એ રાતે ચૌહાણ સાહેબ ના ઇશારે જ મે તમને ફોન કરેલો કે હું એકલી બસ માંથી આવીશ, જેથી પોલીસ ને વિશ્વાસ આવે કે શાંતનુ દારૂ ના નશામાં જ અથડાયો હશે.

એ રાતે હું તેની બાઇક ની પાછળ જ બેઠી હતી. અજાણતા અમારો અકસ્માત થયો, શાંતનુ બેભાન થયો અને મને ચૌહાણ સાહેબ એ બચાવી લીધી.

શાંતનુ સવારે ઊઠ્યો અને ચૌહાણ ને ત્યાં જોયો એટલે એને ખાત્રી થઈ કે પ્રિયા નું કાસળ કઢાઈ ગયું.

એ દિવસ થી આજ સુધી બદલાની આગમાં હું જીવી રહી છું. શાંતનુ ને કદી માફ નહિ કરું. ચૌહાણ મારી સાથે લગ્ન કરવા માંગે છે, પણ મે એક વચન લીધું છે કે જ્યારે શાંતનુ સાથે બદલો પૂરો થશે પછી જ તેની સાથે લગ્ન કરીશ.

દુનિયાની નજરે અને પતિ પત્ની છીએ પણ વાસ્તવિકતા માં સારા મિત્રો છીએ.

મોસીન શાંતનુ પોતાના સ્વાર્થ માટે તને પણ મારતા અચકાશે નહીં.

હું તને વિનંતી કરું છું કે, તેની સાથે બદલો લેવામાં તું મને સાથે આપે ."

૨ હાથ જોડે વાત પૂર્ણ કરી આંખો માં આંસુ સાથે પ્રિયા ઊભી રહી.

 

"હું કઈ સમજી શકતો નથી ભાભી,

શાંતનુ ભાઈ એ આ ૪ વર્ષો માં દરરોજ તમને યાદ કર્યા છે. તે આવું કરી શકે મને માનવામાં નથી આવતું."

મોસીન બોલ્યો.

 

"મારી પાસે વિડિયો રેકોર્ડિંગ ના પુરાવા છે જેમાં શાંતનુ એ સ્પષટતાપૂર્વક તેના રસ્તા ના કાંટા એટલે કે મને હટાવવાનું ચૌહાણને કહેલું. "

આટલું કહી પ્રિયા બધા જ રેકોર્ડિંગ મોસીન ને બતાવે છે.

 

મોસીન ના પગના તળીયે થી જમીન સરકી જાય છે. કોના પર ભરોસો કરવો તે તેને સમજાતું નથી.

અસમંજસ માં તે વિલા માંથી બહાર નીકળે છે.

શાંતનુ ને રસ્તા માં પ્રિયા એ કહેલી બધી વાત કહે છે.

 

"ભાઈ સાચે તમે આવું કર્યું ભાભી જોડે?"

મોસીન શાંતનુ ને પૂછે છે.

 

"બધી વસ્તુ તને કેહવુ જરૂરી નથી. તારે જે સમજવું હોય એ સમજ. મારે આ ચૌહાણ નો કોન્ટ્રાક્ટ પૂરો કરવાનો છે.

એના સિવાય ના કોઈ તારા સવાલ નો જવાબ આપવામાં મને રસ નથી."

ઉદ્ધતાઈથી શાંતનુ બોલ્યો.

 

મોસીન ને પ્રિયા ની વાત માં હવે પૂર્ણ વિશ્વાસ હતો.

તેને મનોમન પ્રિયા નો સાથ આપવાનું નક્કી કર્યું.

 

બીજી તરફ ચૌહાણ ના વિલા ની અંદર,

"આપના દુશ્મન ક્યાં ઓછા છે પ્રિયા ઉર્ફે રાધિકા?

તે ભલે ને આ એક શાંતનુ નો ઉમેરો થાય.

તારો બદલો હવે પૂર્ણ થશે અને આપણે હવે મિત્રો માં થી પતિ પત્ની બનીશું "

સિગાર નો કશ લેતા ચૌહાણ બોલ્યો.

 

"કાલે આવવા દો સાલા ને માલ લેવા માટે, બધા પ્યાદા ગોઠવેલા છે . જોવું છું હવે કેમનો બચે છે."

વાત ને પૂર્ણ કરતા ચૌહાણ બોલ્યો.

 

પ્રિયા એ વાત ને સમર્થન કરતા એક મીઠી સ્માઇલ આપી.

 

બીજા દિવસે જ્યારે શાંતનુ ડ્રગ્સ નો માલ લેવા પોહચે છે ત્યારે પેહલા થી ચૌહાણ એ પોલીસ ને બાતમી આપેલી હોય છે.

પોલીસ શાંતનુ ને બધા જ માલ સાથે રંગે હાથ પકડી લે છે.

ચૌહાણ અને પ્રિયા ના આ પ્લાન માં મોસીન તેમનો સાથ આપે છે.

 

શાંતનુ એ ક્યારેય ન હતું વિચાર્યું કે આ વાર્તા નો અંત આ રીતે આવશે.

જેના માટે એ ૩ વર્ષથી મથ્યો એ પૈસા તો ના જ મળ્યા પણ જેલ ના સળિયા ગણવાનું નસીબ માં આવ્યું એ અલગ થી.

 

"આજે તો સેલિબ્રેટ કરવું જ રહ્યું પ્રિયા, આજે આપણ ને એક થતાં કોઈ રોકી નહીં શકે. કેટલાય વર્ષો થી આ પલ ની રાહ જોઈ છે મે. આજે તારો બદલો પૂરો."

પ્રિયા ને આલિંગન આપતા ચૌહાણ બોલ્યો.

 

"હા ચોક્કસ. આજે હું ખુશ છું નમ્ય.

તમારી પ્રિય વિસ્કી નો જામ તમારી પ્રિયા ના હાથે થી.."

પ્રિયા વિસ્કી નો ગ્લાસ ચૌહાણ ના હાથ માં આપે છે.

 

ચૌહાણ એક ઝાટકે આખો ગ્લાસ ખાલી કરી દે છે.

 

ધીરે ધીરે તે પ્રિયા ના હોઠ ને ચૂમવા આગળ વધે છે, પણ તેને પ્રિયા નો ચેહરો સ્પષ્ટ નથી દેખાતો. શરીર માં એક ધ્રુજારી ઉપડે છે અને સોફા પર જ ઢળી પડે છે.

 

બીજા દિવસે સવાર ના દરેક અખબાર ની હેડલાઇન,

"વિશ્વપ્રસિદ્ધ બિઝનેસમેન નમ્યદેવ ચૌહાણ ની રહસ્મય સંજોગો માં આત્મહત્યા.

 

મૃત્યુ નું કારણ નશાયુક્ત પદાર્થો નું વધુ માત્રા માં કરેલું સેવન.

 

રેવ પાર્ટી ના ડ્રગ્સ ના સકંજામાં સંકળાયેલું ચૌહાણ નું નામ.

 

આંતરાષ્ટ્રીય ડ્રગ્સ ના મોટા કૌભાંડ નો પર્દાફાશ."

 

માંડવીનો દરિયો હિલોળા લે છે,

દરિયા ના કિનારે શાંતનુ મજા થી બેઠો છે. દરિયાના મોજા ના બધા જ શેડ્સ ને નિહાળી રહ્યો છે.

એટલામાં પ્રિયા પાછળ થી આવીને શાંતનુ ને પકડી લે છે.

 

"૪ વર્ષ થઈ ગયાં પ્રિયા તારા થી દુર રહીને"

શાંતનુ બોલ્યો.

 

"આટલું મોટું ડ્રગ કલ્ચર ના વિનાશ કરવા માટે ૪ વર્ષ નો સમય તો ઓછો કેહવાય શાંતનુ."

પ્રિયા બોલી.

 

મોસીન તેમાં જોડાય છે.

 

"ભાઈ ને ભાભી આ બધું મને વિગતે સમજાવો.

તમે બને એકબીજા ને નફરત કરવા લાગ્યા તા ને?

તો પછી એક ક્યારે થઈ ગયા?"

 

મોસીન એ અકળાતા કહ્યું.

 

"અમે ક્યારેય અલગ હતા જ નહિ.

અનોખી નામ હતું એ છોકરીનું.

ઘણી બ્રાઇટ સ્ટુડન્ટ.

મેડિકલ ના ફાઇનલ વર્ષ માં ભણતી હતી. એક નબીરાએ આ ડ્રગ્સ ના લીધે ખોટી રીતે તેનો ફાયદો ઉઠાવ્યો.

બિચારી મૂંઝવણ ના લીધે પોતાના માં બાપ ને પણ કશું કહી ના શકી. મે અને પ્રિયા એ ઘણું સમજાવ્યું, પણ અંતે થાકીને તેણે આપગત કર્યો.

ત્યાર થી નક્કી કર્યું કે આ ડ્રગ્સ ના રેકેટ નો પર્દાફાશ કરવો જ રહ્યો.

તપાસ માં માલૂમ પડ્યું કે આની પાછળ નમ્યદેવ ચૌહાણ નામના વ્યક્તિ નો હાથ છે.

તેની સાથે ની પેહલી મુલાકાત માં જ ખ્યાલ આવી ગયો હતો કે તેને પ્રિયા ગમી ગઈ છે.

મે ડ્રગ ડીલર તરીકે તેની સાથે સંબંધ વધાર્યો.

પ્રિયા ને મારા પર શંકા થવી અને મારે પ્રિયા ને રસ્તામાં થી હટાવી એ બધો જ અમારો પ્લાન હતો.

પ્લાન માં સફળતા ત્યારે મળી જ્યારે ચૌહાણે પ્રિયા ને ફોન કરીને મારા વિશે જાણ કરી.

૪ વર્ષ માં પ્રિયા એ ચૌહાણ ની સાથે રહીને બધા જ ડ્રગ નેટવર્કિંગ નો તાગ કાઢી લીધો.

બધા જ સબૂત ભેગા કર્યા.

ડ્રગ્સ ના સમાન સાથે મારું પકડાવું એ અમારા પ્લાન નો જ ભાગ હતો.

પોલીસ ઇન્સ્પેક્ટર સરદેસાઈ સાહેબ એ દરેક પગલે અમને મદદ કરી.

ગઈ રાત્રે પ્રિયા એ ચૌહાણ ની જ ડ્રગ્સ લિકિવડ x થોડી વધારે માત્રા માં ડ્રીંક માં ભેળવી દીધી અને ચૌહાણ ના રામ રમી ગયા.

ચૌહાણ ને એમ કે તે પોતે રમત રમી રહ્યો છે,

પણ વાસ્તવિકતા માં તે અમારી રમત માં ફસાતો હતો હતો.."

 

આખી વાત ને વિસ્તૃત સમજાવતા શાંતનુ એ કહ્યું.

 

"પણ પેલા જંગલ માં સ્મશાનમાં બેઠેલા પેલા ૨ માણસો કોણ હતા?"

મોસીન એ પૂછ્યું.

 

"કદાચ અઘોરીઓ જ હતા."

શાંતનુ એ જવાબ આપ્યો

 

તરત શાંતનુ ના ફોન માં રીંગ વાગે છે,

"ખૂબ ખૂબ આભાર, શાંતનુ ભાઈ.

પ્રિયા મેડમ એ તમામ પુરાવા મારી જોડે પોહચતા કરી દીધા છે. આ ડ્રગ રેકેટ નો પર્દાફાશ કરી તમે કેટલીય જીંદગી બચાવી છે."

ફોન હતો ઇન્સ્પેક્ટર સરદેસાઈ નો.

 

"એ સમાજ માટે અમારી ફરજ હતી સર."

શાંતનુ એટલું જ બોલી શક્યો.

 

"આજે અનોખી ની આત્મા ને સાચે માં ન્યાય અને મોક્ષ મળશે."

પાણી ની લેહરો તરફ જોઈને શાંતનુ અને પ્રિયા એક સાથે બોલ્યા.!

અસ્તુ

ડૉ. હેરત ઉદાવત.