ચિત્તભ્રમ : લિક્વિડ - 2 Herat Virendra Udavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

  • નિતુ - પ્રકરણ 31

    નિતુ : ૩૧ (યાદ)નિતુના લગ્ન અંગે વાત કરવા જગદીશ તેના ઘર સુધી...

શ્રેણી
શેયર કરો

ચિત્તભ્રમ : લિક્વિડ - 2

પ્રકરણ ૨: “ભૂત”

શાંતનુ એ વાત શરૂ કરી..!

આજ થી ૪ વર્ષ પેહલા ની આ વાત,

હંમેશ ની માફક કાળી ચૌદશ ના દિવસે શાંતનુ અને પ્રિયા અંબા માતા ના દર્શન કરીને અમદાવાદ તરફ પાછા આવી રહ્યા હતા.

હમેશાં કાર માંથી આવતા પણ આ વખતે બંનેએ કાર ની જગ્યા એ બાઇક થી સફર કરવાનું પસંદ કરેલું.

"બાઇક પર રોમેન્ટિક લોંગ ડ્રાઈવ ની મજા જ કાંઈક અલગ છે.. કેમ પ્રિયા?"

શાંતનુ એ પૂછ્યું.

પ્રિયા શાંતનુ ની પાછળ પોતાના બંને હાથ શાંતનુ ને છાતી સાથે વીંટાળીને લગોલગ બેઠી હતી.

બંને જણા રોમેન્ટિક ગીતો ની અંતાક્ષરી રમતા રમતા અમદાવાદ તરફ પાછા આવવા નીકળ્યા હતા કે અચાનક

રસ્તા ના ૨ ફાંટા પડ્યા.

૧ રસ્તો અમદાવાદ હાઈ વે તરફ નો લોંગ રૂટ પણ પાક્કો રસ્તો હતો જ્યારે બીજો જંગલ નો હાય વે સુધી પોહચવાનો એક શોર્ટ ક્ટ રસ્તો હતો.

શાંતનુ એ પ્રિયા ને કહ્યું,

" જો આપણે જંગલ ના રસ્તા જઈશું તો અમદાવાદ દોઢ કલાક વેહલું પોહચી જવાશે અને આ રઢિયાળી રાત માં જંગલ નો પ્રવાસ કઈક અલગ જ મજા આપશે."

પ્રિયા આ વખતે કંઈક વિચારોમાં પડી અને ચિંતા ભર્યા અવાજે બોલી,

"પણ શાંતનુ મે આ જંગલ વિશે ગણીય વાતો સાંભળી છે,

એમાં એક વાત એવી પણ છે કે એક મુસાફર ની પાછળ એક રાતે એક ડાકણ ૪ થી ૫ કિલોમીટર જેટલું પાછળ દોડી હતી."

 

શાંતનુ હસવા લાગ્યો

"તું આ બધી અફવાઓ ક્યારથી માનતી થઈ ગઈ?

તું સીધું વિચાર. દોઢ કલાક વેહલું પોહચાશે."

 

પ્રિયા બોલી,

" તું જે પણ કે પણ આ જંગલ માં કેટલીય અતૃપ્ત આત્માઓ નો વાસ છે જે કયારે કોના પર હુમલો કરે એનો ક્યાસ કાઢવો અશક્ય છે."

 

શાંતનુ આ વખતે પ્રિયા નું સાંભળવાના મૂડ માં ન હતો.

તેને આ જ રસ્તે જવું હતું.

 

પ્રિયા એ વચ્ચે નો રસ્તો કાઢતા કહ્યું,

"એક કામ કરીએ શાંતનુ,

કોઈ વાહન જો આ રસ્તા પર નીકળે તો તેની પાછળ પાછળ આપણે જઈશું એટલે આ કાળી રાત માં થોડી એકલતા ઓછી લાગે."

 

શાંતનુ પાસે હવે માન્યા સિવાય કોઈ વિકલ્પ ન હતો.

બંને જણા એ ૩૦ મિનિટ સુધી ત્યાં રાહ જોઈ.

પ્રિયા ના મન માં સતત આ પ્રેત ની વાતો ફરી રહી હતી.

તેને ખબર હતી કે દિવસ દરમિયાન પણ આ રસ્તા પર ગણા ઓછા મુસાફરો જતા હોય છે અને રાતે તો કોઈ ગાંડો જ હોય જે આ રસ્તો પકડે.

 

પણ શાંતનુ ને મનાવો અઘરો હતો તે હવે કંટાળ્યો અને બોલ્યો,

"બસ પ્રિયા બહુ થયું હવે આપણે આ રસ્તા પર જઈએ છીએ."

 

અને એ ૧૫ કમ ના ખૂંખાર રસ્તા ની સફર હવે શરૂ થાય છે.

 

જંગલ નો રસ્તો આમ તો પાક્કો હતો પણ બંને તરફ ગાંડા બાવળ થી ખરડાયેલો હતો.

રાતે એ બધા જ બાવળો અલગ અલગ માણસો ની આકૃતિના ભ્રમ ઊભા કરતા હતા.

જંગલ માંથી આવતા કૂતરાં ના રડવાના અવાજ, પાનનો ખખડવાનો અવાજ અને બાઇક ની હેડલાઇટમાં તકતકત્તી એ વન્ય પ્રાણીઓની આંખો જંગલ ના ડર માં ઔર ઉમેરો કરતી હતી,

શાંતનુ એ હિંમત તો બતાવી દીધી હતી પણ હવે તેને પણ ડર લાગવા લાગ્યો અને પ્રિયા ની હાલત તો અત્યંત ખરાબ હતી.

ધીરે ધીરે બંને આગળ વધવા લાગ્યા.

જંગલ નો એ રસ્તો ૨ ડુંગરો ની વચ્ચે થી પસાર થતો હતો,

ઢોળાવો અને વળાંકો થી ભરપુર હતો.

ધીરે ધીરે બાઇક ની સફર આગળ વધવા લાગી,

શાંતનુ ૭૦ થી ૮૦ ની ઝડપે બાઇક ને આગળ વધારી રહ્યો હતો.

હવે નો રસ્તો નદી પર બાંધેલા એ નનકડા પુલ પર થી પસાર થતો હતો.

નજીકના સમય માં વરસાદ પડ્યા હોવાના લીધે થોડું પાણી એ પુલ પર થી પણ પસાર થતું હતું.

એક તો જંગલ ની ભેંકાર શાંતિ અને એમાં આ નદી નો ખડખડ વેહતો અવાજ, ભલભલા રાજપૂત લોહીને પણ ૨ ઘડી થંભાવી દે એવો હતો, અને એમાં પણ આ શાંતનુ વાણિયો. કેવી એની મનોદશા સર્જાઈ હશે એ વિચારી શકાય તેમ છે.

તો પણ બને એટલી હિંમત કરીને તેણે બાઇક ને આગળ ચલાવ્યું.

પણ જેવો બ્રિજ પૂર્ણ થયો તેની સામે નું દૃશ્ય બધી જ હિંમત પાણી માં નાખવા પૂરતું હતું.

જંગલની મુસાફરી ની શરૂઆતથી જ બંને વચ્ચેનો રોમાન્સ જાણે કે આથમી ગયો હતો અને ભેગી કરેલી હિંમત ના અંતિમ સંસ્કાર સામે ઉભેલા દ્રશ્યને જોઇને થઈ ગયા.

પ્રિયા હવે બધી જ હિંમત હારી ગઈ હતી તે વેતાળ ની જેમ શાંતનુ ને ચોંટી પડી.

નદી ના રસ્તાને પસાર કરવાની સાથે જ સામે દેખાતું હતું એક સ્મશાન.

અને સ્મશાન માં દેહકતી હતી એક ચિતા ની આગ.

 

શાંતનુ અને પ્રિયા એ સ્મશાન ને જોઈ રહ્યા.

પ્રિયા સંપૂર્ણ ગભરાઈ ગઈ હતી, તેની શ્વાસ લેવાની ઝડપ તીવ્ર થઈ ગઈ હતી, ઠંડી માં પણ પરસેવો છૂટી ગયો હતો,

બોખલાહટ માં હનુમાન ચાલીસા પણ સરખી બોલી શકાતી ન હતી.

તેના નખ શાંતનુ ની છાતી ને ભોંકી રહ્યા હતા પણ શાંતનુ એ દુઃખાવાને સહન કરવાના હોશ પણ ન હતા રહ્યા.

એવા માં એનું ધ્યાન સ્મશાન માં બેઠેલા ૨ માણસો પર પડ્યું.

 

બંને માણસો શાલ ઓઢીને બેઠા હતા એવામાં અચાનક એક માણસ પાછળ ફરે છે,

બાઇક ની હેડલાઇટ માં એ માણસ નો ચેહરો દેખાયો.

તેના કપાળ પર વાગ્યાનું નિશાન હતું,

કોઈક કારણસર દ્રષ્ટિહીન થયેલી પણ ભયાનક લાગતી તેની એક આંખ.

વ્યસન ના લીધે તેના કાળા પડેલા હોઠ અને ગુસ્સા માં ધ્રુજી ઉઠેલો તેના જમણા હાથ માં પકડેલો લઠ્ઠ.

 

શાંતનુ ફક્ત તેને જોઈ રહ્યો,

અચાનક તે વ્યક્તિ બોલ્યો,

" એ મુસાફર, ઊભો રહે.

આગળ તારું મોત ઉભુ છે."

 

આટલું સાંભળતા શાંતનુ એ બધો જ કંટ્રોલ ગુમાવી દીધો

અને બાઇક ને બને એટલી ઝડપ થી ભગાવા લાગ્યો,

પણ રસ્તા માં વળાંકો અને ઢોળાવો હવે તેની સાથે ન હતા.

અને તેનું બાઇક ઝડપથી બાજુ ના ડુંગર ના પથ્થર પર અથડાયું.

શાંતનુ અને પ્રિયા ફંગોળાઈને ને ગણા દૂર ફેંકાયા.

 

શાંતનુ એ બેભાન થતાં પેહલા એટલું જ જોયું કે પ્રિયા રસ્તા ની એક બાજુ ઢળેલી હતી, તેની આંખો ખૂલી હતી અને તેના માથામાંથી લોહીનો રેલો રસ્તા પર પ્રસરી રહ્યો હતો અને શાંતનુ ની આંખો મીચાઈ ગઈ.

ક્રમશ: