સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-12 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-12

સ્ક્રીટ નં. 69

પ્રકરણ-12

સોહમને એનાં બોસ ચેમ્બરમાં બોલાવી શાબાશી આપે છે. એને ટીમ લીડર-ઓફીસમાં મેનેજર બનાવી એની રેંક વધારી દે છે. સોહમ બધી વાત સાંભળી રહેલો અને એનાં મોબાઇલ પર રીંગ આવે છે એ ફોન ઉપાડી વાત કરે છે.. સામેની વ્યક્તિ બોલે છે "સોહમ તું મારી વાત સાંભળ તારે સામે કોઇ જવાબ નથી આપવાનો.” અને સોહમ આશ્ચર્ય પામે છે એ આગળ સાંળે છે સામેની વ્યક્તિ બોલે છે "સોહમ તારી સફળતા માટે અભિનંદન પછી એ કંઇક વિચિત્ર રીતે હસે છે અને કહે છે તારે હવે હું કહુ એમ કરવાનું છે મારાં યોગબળ, તંત્ર મંત્રનાં પ્રતાપેજ તને આ બધી સફળતા મળી છે અને આ અને આવી સફળતા ચાલુ રાખવી હોય તો હું કહું એ કરવું પડશે.

"સોહમ તને થશે કે હું કોણ બોલું છું ? તું તારી ઓફીસે તારાં બોસ સામે બેઠો છે. એ તારી તરફજ જોઇ રહ્યો છે જો અને સોહમે જોયું એનો બોસ એની સામેજ જોઇ રહ્યો છે એને આશ્ચર્ય થયુ કે મારી સાથે વાત કરનારને કેવી રીતે ખબર ? અહીં આસપાસ કોઇ છે ? કાચનાં દરવાજાની બહાર કોઇ ઉભું છે ? જુએ છે ?

સોહમ ચેમ્બરની બહાર તરફ જોયુ કાચનાં દરવાજા અને પાર્ટીશનની બહાર કોઇ નહોતું. એનું આશ્ચર્ય વધી ગયું સામેની વ્યક્તિએ હસતાં હસતાં કહ્યું એમ મને શોધે તું નહીં જોઇ શકે.. હું તને જોઇ શકું છું સાંભળી શકું છું.

સોહમ તેં મારી પાસે આવવા માટે નિર્ણય લીધો હતો પણ આવ્યો નહીં.. એ પહેલાંજ મારી શિષ્યા તને અનાયાસે કે તારાં ભાગ્યથી ભટકાઇ ગઇ એ તારાં ઉપર વારી ગઇ તને જોઇતું બધુ આપી દીધું એણે મારી કોઇ આજ્ઞા ના લીધી. હાં મેં એને સૂચન કરેલું તું અહી મથી બહાર નીકળે સામેજ પહેલું મળે એને તું તારું કૌવત બતાવજે એને ન્યાલ કરી દ

મારી શિષ્યા નૈનતારાએ એજ પ્રમાણે કર્યું પણ પછી ફરીથી તને મળવા આવી જે મારી જાણ વિના આવી એ અઘોરણ થઇ ચૂકી છે પણ એ પાછી મઠ પર આવવાની જગ્યાએ ક્યાંક બીજે છે. હું એને શોધી કાઢીશ ક્યાં જશે ? હું મઠાધિકારી ઘોર અઘોરી ચંબલનાથ છું તું તારી ઓફીસ પતાવી સીધો મારાં મઠ પર આવી જજે. મારું ધ્યાન તારાં ઉપરજ છે તું મારાં કહ્યાંમાં રહીશ તો તું બધું પામીશ નહીંતર પાયમાલ થઇ જઇશ.. હા.હા..હા.. એમ વિચિત્ર હસીને ફોન કપાયો.

સોહમને બે મીનીટ તો સમજાયુંજ નહીં કે એ શું કરે ? વિચારે.. એની નજર એનાં બોસ પર પડી એ સોહમ તરફજ ટીકીને જોયાં કરતાં હતાં. સોમહનને એમણે પૂછ્યું કેમ સોહમ શું થયું ? કોનો ફોન હતો ? તારો ચહેરો તાણમાં આવી ગયો ? એનીથીંગ રોંગ ?

સોહમે કહ્યું નો નો સર આતો જરા મારી મોમની તબીયત થોડી નરમ છે.. મારાં પાપાનો ફોન હતો એને ડોક્ટર પાસે લઇ જાય છે જે હશે એ મને જણાવશે.

એનાં બોસે કહ્યું સોહમ જો એવી કોઇ ઇમરજન્સી હોય તો તું ઘરે જઇ શકે છે અને પ્રોજેક્ટનું કામ બધુ તને ખબરજ છે તું ઘરેથી પણ કરી શકીશ.

સોહમે કનો નો સર એવું કંઇ નથી મારાં પાપા મનેજ કરી લેશે. હું ફોન કરતો રહીશ એમને... ત્યાં એનાં બોસે કહ્યું સોહમ તારાં કારણે મને વ્યક્તિગત અને કંપનીને કેટલો ફાયદો થયો છે એનો તને અંદાજ નથી આવાં સમયે હું તને રજા ના આપું તો નગુણો કહેવાઊ પ્લીઝ તું તારાં મધરનું જોઇ લે. જ્યારે સમય મળે ઘરેથીજ તું કામ જોઇ લેજે મેઇલ પર મને રીપોર્ટ કરી લેજે... તું ઘરે જા તો મને ગીલ્ટ નહીં થાય... મને થશે મે તારી કોઇ હેલ્પ કરી.. જા મધરને સારું થઇ જાય પછીજ ઓફીસે આવજે ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ કરજે હાં મને રેગ્યુલર રીપોર્ટ કરતો રહેજે. જ્યારે તું ઓફીસે આવે ત્યારે નિશ્ચિંત હોવો જોઇએ તો તારી પાસેથી સારું કામ લઇ શ

સોહમે બોસનો આભાર માનતાં કહ્યું થેંક્યુ સર મારાં મધરનાં તમને પણ આશીર્વાદ મળશે એમ કહી એણે પોતાનું લેપટોપ લીધુ અને એની બેઠક પર આવ્યો એણે લેપટોપ અને અન્ય એની વસ્તુઓ એની બેગમાં મૂક્યું અને ઓફીસની બહાર નીકળી રહ્યો હતો અને એને શાનવીએ રોક્યો.

શાનવીએ કહ્યું સોહમ કેમ ? હજી હમણાં તો આવ્યો છે પાછો ક્યાં જાય છે ? તારાં પરતો બોસનાં ચાર હાથ થઇ ગયાં છે... તારી તો નીકલ પડી છે.... જોકે આઇ શુડ એપ્રીસીયેટ તારો પ્રોજેક્ટ પણ એવો જોરદાર હતો એમાંય આ બીજો મારી તો સોચમાં પણ ના આવે એવો બનાવેલો બાય ધ વે ક્યાં જાય છે ?

સોહમે કહ્યું થેંક્યુ શાનવી... પણ મારાં મધરની તબીયત ઠીક નથી એટલે ઘરે જઊં છું મધરને સારું થાય ત્યાં સુધી વર્ક હોમ હોમ કરીશ. શાન્વીએ પૂછ્યું કેમ શું થયું એમને ? તું સવારે ઘરેથી આવ્યો ત્યારે તબીયત સારી હતી ?

સોહમે કહ્યું.. નો... નો.. હમણાંથી નરમ-ગરમ રહ્યાં કરે છે પણ હમણાં પાપાનો ફોન આવેલો કે મોમને હોસ્પીટલમાં લઇ જાય છે એટલે બોસે ઘરે જવા કહ્યું. શાન્વીએ કહ્યું ઓકે ઓકે ટેઇક કેર... એમ કહીને એ એના ટેબલ તરફ ગઇ અને બબડી.. હમણાંથી બોસને શું થઇ ગયું છે ? સોહમનેજ જોયાં કરે છે. મારા સામું તો એને.. ત્યારેજ જુએ છે સાલો હરામી.. એમ બબડતી બબડતી એની ચેર પર બેઠી...

સોહમ ઓફીસમાંથી બહાર નીકળ્યો. લિફ્ટમાં બેસીને ગ્રાઉન્ડ ફલોર પર આવ્યો. બિલ્ડીંગની બહાર નીકળીને એ સ્ટ્રીટ -69 નાં અંદરની તરફ જોવા લાગ્યો. એ ક્યાંય સુધી જોતો રહ્યો. એને વિચાર આવ્યો મેં બોસને તો ખોટું કીધુ અને ઓફીસથી નીકળી ગયો પરંતુ આ મઠાધિકારી ચંબલનાથને મળવાનું છે આ નૈનતારા એમની શિષ્યા છે ? એ અઘોરણ થઇ ગઇ ? એનાં ગુરુને મારાથી શું તકલીફ છે ?

નૈનતારા તો ક્યાંક જતી રહી છે એવું એમણે જણાવ્યું છે એને મળીને ખરાઇ કરવી તો કેવી રીતે કરવી ? એ ક્યાં મળશે ? એનાં ગુરુએ સીધીજ મને ધમકી આપી છે કે મને આવીને મળ નહીંતર બધુ ઊંધુ કરી દેશે. ક્યારે મળું ? હમણાંજ મળવા જઊં ?

જ્યાં એ ઉભો હતો એનાંથી થોડેક આગળ સોહમે એક સુંદર છોકરી જોઇ અને એ વિચારમાં પડ્યો.

વધુ આવતા અંકે ---- પ્રકરણ-13