કલર્સ - 8 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કલર્સ - 8

રોન ની વાત સાંભળી બધા યાત્રીઓ માં એક ડર પેસી જાય છે,પીટર અને બીજા યાત્રીઓ ત્યાંથી નીકળવામાં પણ અસમર્થ બની જાય છે.હવે આગળ...

કેપ્ટન..કેપ્ટન આ બધી તમારી જ ભૂલ છે,અહીં આવતા પહેલા એકવાર તમારે આ ટાપુ વિશે થોડું જાણી લેવાની જરૂર હતી!લાગભગ સિત્તેર ના આરે પહોંચેલા મિસ્ટર ક્રોક નારાજગી જતાવતા બોલ્યા.

હા હું પણ ક્રોક સાથે સહમત છું,અમારા જીવ ને જોખમ માં મૂકી ને તમે શું સાબિત કરવા માંગો છો?ક્રોક ના મિત્ર એવા જ્હોન બોલ્યા કે જે એમની જ ઉમર ના હતા.આ આખું ગ્રૂપ અહીં પોતાના ફેમિલી થી દુર શાંતિ અને મોજ મજા કરવા આવ્યા હતા.

સર માન્યું કે જગ્યા નવી છે,પણ એટલી માહિતી તો મને પણ હોઈ કે આ કોઈ ખતરનાક જગ્યા નથી,અને આ મારી કોઈ પહેલી સફર નથી,અને ક્રુઝ પર આવતા સમયે આપ જ કહેતા હતા ને,કે અમને તો મોત નો ડર પણ નથી?પીટરે ગુસ્સા સાથે સ્પષ્ટતા કરી.

સ્ટોપ...સ્ટોપ...આ સમય એકબીજા પર બ્લેમ કરવાનો નથી,પ્લીઝ આપડે એક સાથે મળી ને નક્કી કોઈ રસ્તો શોધી કાઢીશું.રાઘવે બધા ને શાંત પાડતા કહ્યું.

જો કે બધા ને શાંત રાખતો અને હિંમત આપતો રાઘવ પોતે પણ અંદરથી ડરી ગયો હતો,કેમ કે તેના ફેમિલી ની ચિંતા તેને પણ હતી.છતાં તેને વાહીદ નિલ ને પીટર ને એક તરફ બોલાવ્યા.હવે આગળ શું પગલાં લેવા,અહીંથી કેમ અને કેવી રીતે નીકળવું,અને સાથે જ બધા ને હિંમત આપતા રહેવું,આ કામ અઘરું હતું,પણ અશક્ય નહિ.

પીટર પોતે આજ સુધી ઘણી બધી સમસ્યાઓ નો સામનો કરી ચુક્યો હતો,પણ આવું ક્યારેય જોયું નહતું, પણ એને હિંમત નહતી ગુમાવી એટલે તેને સૌથી પહેલા આ સમસ્યા ની શરૂઆત ક્યાંથી થઈ તે વિચાર્યું.

રાઘવ આપડે પેલા ધોધ પાસે ગયા,ત્યાં સુધી તો બધું બરાબર હતું!!ત્યાંથી આવ્યા પછી જ આ બધી સમસ્યા થઈ છે,તો નક્કી...નક્કી ત્યાં જ આનું સોલ્યુશન હશે!!

પીટર ની વાત સાંભળી બીજા બધા ના મન માં વિચાર આવ્યો કે ચાલો ક્યાંક થી તો રસ્તો મળશે.ત્યારબાદ પીટર ફરી પેલા મોટા પથ્થર પર ઉભો રહ્યો,આ જોઈ ને બધા તેની નજીક ગોઠવાઈ ગયા.

મને આગળ પણ આવા જ સાથ ની આપ સહુ પાસે આશા છે,હવે તમને બધા ને એ તો ખબર છે જ કે જ્યાં સુધી આપડે પેલા ધોધ પાસે નહતા ગયા,ત્યાં સુધી બધું બરાબર ચાલતું હતું,તો હવે મને એવું લાગે છે કે નક્કી આ મુસીબત માંથી નીકળવાનો રસ્તો પણ ત્યાં જ મળશે. આજે ભોજન બાદ આપડે અલગ અલગ ટિમ બનાવી દરેક ને અલગ અલગ કામ સોપીશું,જેથી આપડે શક્ય એટલું જલ્દી આ મુસીબત માંથી નીકળી શકીએ.

પીટર ની વાત સાંભળી બધા ને થોડો હાશકારો થયો, અને હવે બધા ને એ પણ સમજાઈ ગયું હતું કે એકસાથે મળી ને જ આ મુસીબત નો અંત લાવી શકાશે.

પીટર ની ટિમ અને નાયરા એ મળી ને બધા માટે ભોજન ની વ્યવસ્થા કરી,લિઝા અને જાનવી એ બાળકો અને વડીલો ને સંભાળ્યા.વાહીદ, પીટર, રાઘવ, નિલ અને બીજા અમુક યાત્રીઓ સાથે મળી ને આગળ નો પ્લાન બનાવતા હતા.

જમી ને પીટર ફરી એકવાર પેલા પથ્થર પર ચડ્યો,આ વખતે બધા ને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને સાથે જ પીટર પોતે પણ બેઠો હતો.

આપડે સહુ અલગ અલગ ચાર ટિમ બનાવીશું,નિલ અને હું એક ટિમ માં રહીશું,અમારી સાથે નિલ ના પત્ની જાનવી જી પણ હશે જે અમને અહીં ની જમીન ભૌગોલિક રીતે સમજવામાં મદદ કરશે.રાઘવ અને જોન સાથે મિસ્ટર ક્રોક અને મિસ્ટર જ્હોન જશે,કેમ કે જોન દરિયાઈ અને પહાડી બંને બાબતો થી તમને વાકેફ કરશે,જેમાં એનો અનુભવ ઘણો ઉંચો છે.વાહીદ ની સાથે રોન અને રોઝ જશે જે દરેક પોતાના કાર્ય માં પારંગત છે.અને ચોથી ટિમ માં મિસ્ટર જોર્જ તેમના પત્ની અને મેરી જશે.સાથે જ ડાન્સ ગ્રૂપ ના ચારેય લોકો જશે.નાયરા અને લિઝા અહીં બાળકો અને બાકી યાત્રીઓ ની સાથે રહેશે.સાથે જ મારી ટિમ ના બીજા લોકો જે અહીં છે તે તેમનું ધ્યાન રાખશે.

બધા એમની વાતો થી સહમત હતા,હવે દરેક ટિમ ને જરૂરી એવો સમાન દેવા માં આવ્યો,જેમ કે ધારદાર હથિયારો,થોડો ખવાપીવા નો સમાન એ ઉપરાંત જાનવી એ બિલોરી કાચ અને નાની હથોડી પોતાની સાથે લીધા.
રાઘવ ની ટીમે ખવાપીવા ના સમાન ઉપરાંત મજબૂત દોરડા
તીક્ષણ હથોડી વગેરે લીધા.વાહીદ ની ટીમે ખવાપીવા ના સમાન સાથે ફર્સ્ટ એડ કીટ,એક મોટું ધારદાર ચાકુ અને નાની કુહાડી જેવા સાધનો લીધા.જ્યારે મિસ્ટર જોર્જે ખવાપીવા ના સમાન ઉપરાંત હોકાયંત્ર,દૂરબીન અને થોડા બીજા તીક્ષણ હથિયારો પણ લીધા.

આ ઉપરાંત દરેક પાસે પોતાની જરૂરી એવી મેડિસિન અને પૂરતું પાણી હતા.હવે બસ કાલ સવાર પડવાની રાહ હતી.આજે પણ કાલ ની જેમ બધા એ વાર પ્રમાણે પહેરો આપ્યો.

બીજા દિવસ ની સવાર બધા માટે એક નવી ચુનોતી લઈ ને આવી હતી,એક બીજા ને આગળ ના સફર માટે શુભેચ્છા પાઠવી હવે દરેક ટિમ પોત પોતાની દિશા માં જવા નીકળી પડી હતી.પીટર ની ટિમ કાલ વાળા ધોધે પાછી ગઈ,આજે તેઓ કાલ કરતા વધુ સતર્ક હતા,તેઓ આજુબાજુ ના બધા વૃક્ષ અને તેની સાથે જોડાયેલી તમામ વસ્તુ નું સંપૂર્ણ નિરીક્ષણ કરતા હતા,કાલે જ્યારે તેઓ આ રસ્તે નીકળ્યા હતા ત્યારે તેમનું કોઈ બાબતે આટલું ગંભીર ધ્યાન નહતું.

આ વખતે તેઓ આ રસ્તે આગળ વધતા જતા હતા,તેમ તેમ દરેક ના મન માં કોઈ શંકા અને ડર હતો,પણ સાથે આ મુસીબત માથી નીકળવાનો અટલ વિશ્વાસ અને હિંમત પણ.જેવા તે લોકો એ ધોધ પાસે પહોંચ્યા બધા એ અલગ અલગ જગ્યા એ શોધખોળ કરવા માંડી.

શું ખરેખર આ મુસીબત અને આઇલેન્ડ પરથી નીકળવાનો માર્ગ એ ધોધ પાસે જ છે?કે પછી એ ફક્ત કોઈ એ ગોઠવેલી માયાજાળ છે?જોઈશુ આવતા અંક માં.


✍️ આરતી ગેરીયા...