કલર્સ - 9 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કલર્સ - 9

આગલા દિવસ ના ખરાબ અનુભવ પછી બીજા દિવસે પીટર અને તેની ટિમ પાણી ન ધોધ પાસે જાય છે,ત્યારે રસ્તા માં કાલ કરતા વધુ ધ્યાન રાખે છે.આજે દરેક વસ્તુ ને જોવાની નજર અલગ હોય છે.હવે આગળ...

જાનવી એ પોતાની પાસે રહેલા સાધનો ઉપરાંત એક બીજી નાની કીટ કાઢી જે હમેશા તેની સાથે હોઈ,જેમાં ઘણા નાના અણી વાળા સાધનો હતા,એક માટી ખોદવાનું સાધન પણ હતું,તેનાથી ત્યાં ની જમીન અને વૃક્ષો ના મૂળ તેની ડાળી અને ફળો બધું તપાસ કરવા લાગ્યા,પણ તેને અજુગતું ના લાગ્યું,તે જમીન નું બંધારણ સામાન્ય જમીન જેવું જ હતું,પણ ત્યાં ના વૃક્ષો લગભગ મહિના દિવસ પહેલા જ ઉગાડેલા હતા!જાનવી માટે એ સમજવું અઘરૂં હતું કે મહિના જ દિવસ માં કોઈ છોડ આવડો મોટો કેમ થઈ શકે?તેને આ વાત પોતાની ટિમ ને જણાવી,બધા પણ આ જાણી ને આશ્ચર્ય માં ગરકાવ થઈ ગયા.

આ તરફ વાહીદ ની ટિમ ટાપુ ની પૂર્વ તરફ આવેલા આછા જંગલ ની તરફ ગઈ,અહીં પથ્થરો અને વૃક્ષો નો મેળાવડો હતો,ગાઢ ના કહી શકાય એવો જંગલ નો એક ભાગ જ હતો એ,ક્યાંક વળી દૂર એકાદ નાની ટેકરી પણ દેખાઈ જતી.

વાહીદ અને તેની ટિમ આગળ વધતા જતા હતા, આજ નો આ રસ્તો તેમના માટે અજાણ્યો હતો,કાલ કરતા અલગ હતો,અને થોડો ભયજનક પણ.અહીં નાના મોટા પથ્થરો ની વચ્ચે થી પાણી જતું હતું,અમુક પથ્થરો સાવ નાના સિક્કા જેવડા હતા,તો અમુક મોટા વિશાળકાય હાથી જેવડા પણ હતા,તેમની વચ્ચે થી નીકળતું પાણી સૂર્ય ના કિરણો પડવાથી ચળકતું હતું,વચ્ચે વચ્ચે નાના મોટા છોડવા પણ ઊગી નીકળા હતા.આમ મોહક છતાં
ડરામણો લાગતો આ રસ્તો કઈક નવું રહસ્ય લાવશે કે પછી કાલ ના રહસ્ય નો કોઈ જવાબ લાવશે!બધા ના મન અને મગજ આ વિચાર મા જ હતા.

આ તરફ જાનવી એ માર્ક કર્યું કે,અમુક વૃક્ષ તો હજી એક કે બે અઠવાડિયા પહેલા ના જ હતા,પણ તેના મૂળ ખૂબ જ ઊંડા હતા જાણે વર્ષો પહેલેથી આમ જ હોઈ, જાનવી અને નિલે એક ઝાડ પરથી ફળ ઉતાર્યું અને જેવું તે બંને એ હાથ માં લીધું કે એનો કલર બદલી ગયો,અર્ધો જાંબલી અને અર્ધો બ્લુ કલર.જાણે કોઈ મોર ની ગરદન નો કલર હોઈ તેવો.

બંને આ બદલાવ જોઈ ને ડરી ગયા અને તેમના હાથ માંથી એ ફળ પડી ગયું,એટલે એ ફળ પીટરે હાથ માં લીધું પણ ફરી એ પેલા જેવું કાળું થઈ ગયું,એટલે તેને એ જાનવી અને નિલ ના હાથ માં આપ્યું તેમના હાથ માં આવતા જ એ ફળ પેલા જેવું જ બે કલર માં વહેંચાઈ ગયું.બધા એકબીજા સામે જોવા લાગ્યા,આ વખતે સાથે આવેલા બીજા ટિમ મેમ્બરે પણ તે ફળ હાથ માં પકડી જોયુ પણ પરિણામ એ જ આવ્યું,હવે નિલ ના મગજ માં કંઈક ચમકારો થતા તેને એક સાથે બે બે લોકો ને હાથ માં એક સાથે એ ફળ પકડવાનું કહ્યું,પણ કોઈ જ ફેરફાર જોવા મળ્યો નહિ પણ જેવુ એ લોકો એ ફળ પાછું નિલ અને જાનવી ના હાથ માં આપ્યું તેનો કલર ફરી બદલ્યો, અને એ સાથે જ કોઈ નો જોરજોરથી હસવાનો અવાજ આવ્યો.

બધા એ અવાજ સાંભળી એકદમ ચોંકી ગયા,તેઓ એકબીજા નો હાથ પકડી ને સાથે ઉભા રહી ગયા,કેમકે પીટર ખૂબ સાહસી હતો તેને જોરદાર અવાજ સાથે પૂછ્યું,

કોણ છે?જે કોઈ પણ હોઈ સામે આવો!

પણ કોઈ જ અવાજ ના આવ્યો,વાતાવરણ માં એટલી શાંતિ થઈ ગઈ જાણે એ કોઈ સ્મશાન માં હોઈ.અંતે બીજું કશું જ હાથ ના લાગતા તેઓ એ ત્યાંથી પાછા ફરવાનું નક્કી કર્યું.

પણ પીટર એમ કોઇથી ડરે તેવો નહતો,તેને શોધખોળ ચાલુ જ રાખી અને તે ઝરણાં પાસે આવેલા પથ્થર માંથી અલગ અલગ પથ્થર લાવ્યો,અને જાનવી ને તે પથ્થરો ની ચકાસણી કરવા આપી.જાનવી એ પોતે સાથે લાવેલા સાધનો થી તે પથ્થર ને ખોધ્યા,તે બધા જ પથ્થર વર્ષો જુના લાગ્યા,લગભગ એક સદી જુના...

આવું વિચિત્ર બંધારણ જોઈ ને બધા ને ખૂબ જ આશ્ચર્ય થયું,કે વૃક્ષ હજી થોડા સમય પહેલા ના અને ઝરણાં પાસે ના પથ્થર વર્ષો જુના!આમ કેમ?તો શું અહીં કોઈ રહે છે?કે પછી આ કોઈ જાદુ છે?બધા ના મન માં અલગ અલગ વિચાર આવતા હતા.સાંજ પડી ગઈ હોવાથી હવે બધા એ ત્યાંથી પાછા ફરવાનું નક્કી કર્યું.

આ તરફ વાહીદ ની ટિમ ના બધા સભ્યો ના મન માં થોડો ડર હતો,પણ એક તરફ વૃક્ષો ની હારમાળા અને વચ્ચે નાના મોટા પથ્થરો વચ્ચેથી વહેતુ પાણી તેમાં ઝીલાતું આકાશ નું પ્રતિબિંબ. એક મનોરમ્ય દ્રશ્ય ઉભું કરતું હતું,બધા તેનો આનંદ માણતા માણતા આગળ વધતા હતા,લગભગ બાર પંદર કિલોમીટર ચાલ્યા પછી પણ અહીં કશું અજુગતું ના દેખાયું એટલે બધા રેસ્ટ લેવા એક મોટા પથ્થર પર બેઠા.

વાહિદ સર લાગતું નથી જંગલ ની આ તરફ કોઈ વાંધો હોઈ!રોને પોતાની શંકા રજૂ કરતા કહ્યું.

હા આમતો અહીં કઈ અલગ લાગતું કે વિચિત્ર લાગતું નથી,છતાં પણ એવું થાય છે કે જંગલ માં એક તરફ આવું સુંદર અને બીજી તરફ શાપિત એવું કેમ?અને બીજું મન માં એક શંકા ઉત્પન્ન થયા કરે છે કે ક્યાંક આ ખૂબસૂરતી કોઈ છળ તો નથી ને?કેમ કે કાલે આપડે એવું જોઈ ચુક્યા છીએ.

બધા એ તેની વાત માં હામી ભરી,રોઝ કે જે રોન ની પત્ની હતી,તે થોડી ગંભીર જણાતી હતી.

શું થયું રોઝ?આપ ઉદાસ કેમ છો?વાહીદે પૂછ્યું.


વૃક્ષો અને પથ્થરો વચ્ચે આટલી અસમાનતા કેમ?
વાહીદ અને ટિમ ની દેખાતી ખૂબસૂરતી કોઈ ભ્રમ છે કે હકીકત?રોઝ ની ઉદાસી નું કારણ શું હોઈ શકે!જોઈશું આવતા અંક માં...

✍️ આરતી ગેરીયા...