મારો કાવ્ય ઝરૂખો ભાગ 62 - આઝાદી વિશેષ Hiren Manharlal Vora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો કાવ્ય ઝરૂખો ભાગ 62 - આઝાદી વિશેષ

કાવ્ય 01

વાત છે મોંઘી આઝાદી ની...
ભારતમાતા ની..

કરવી છે આજે મારે વાત રામ, કૃષ્ણ મહાવીર, અશોક ને વિવેકાનંદ ની ભૂમિ ની..
વાત છે મોંધી આઝાદી ની..

ઓળખાતું હતું હિન્દુસ્તાન સોના ની ચીડિયાં ને વીર જવાનો ની ભૂમિ થી, ફેલાયું હતું અફઘાન ને બર્મા સુધી,
વાત છે મોંઘી આઝાદી ની...

લુંટયો આપણા દેશ ને યૌવનો, ઘોરી, ગઝનવી, મુઘલ છેલ્લે આવ્યા અંગ્રેજો ભારતવર્ષ ની ખ્યાતિ સાંભળી,
વાત છે મોંઘી આઝાદી ની...

એક નાવિકે બતાવ્યો સરે જમીં હિન્દુસ્તાન નો રસ્તો વાસ્કો ડી ગામા ને સાગર પંથે મુસાફીર સમજી,
વાત છે મોંઘી આઝાદી ની...

અંગ્રેજો થયા દાખલ ઈસ્ટ ઈન્ડિયા કંપની ના નામે ધંધા ના કામે, શામ દામ દંડ ને ભેદ નો કરી ઉપયોગ સ્થાનિક રાજા ને બનાવ્યા પોતાને આધીન,
વાત છે મોંઘી આઝાદી ની...

એક પછી એક છૂટા છવાયા નાના રાજ્યો પચાવત્તા ગ્યાં અંગ્રેજો સ્થાનિક રાજાઓની એકતા અને સંકલન ના અભાવે,
વાત છે મોંઘી આઝાદી ની...

દોઢસો વર્ષ રાજ કરી ખજાનો લુટયો અંગ્રેજો એ તિજોરી ઓ ભરી ભરી, પ્રજા ઉપર અસંખ્ય અત્યાચાર કરી,
વાત છે મોંઘી આઝાદી ની...

વહી છે અનેક શહીદોના રક્ત અને બલિદાન ની નદીઓ ત્યારે મળી છે મોંઘી આઝાદી,
વાત છે મોંઘી આઝાદી ની...

આપી પહેલી શહીદી મંગળ પાંડે એ, ચડી ગ્યાં હસતા મોઠે ફાંસીએ માદરે વતન માટે,
વાત છે મોંઘી આઝાદી ની...

એક ચિનગારી ફૂટી નીકળી આખાદેશ મા ભારતમાતા ને અંગ્રેજો ની ચુંગલ માંથી છોડાવવાની ,
વાત છે મોંઘી આઝાદી ની...

ખૂબ લડયા તાતા ટોપયે ને રાણી લક્ષ્મી બાઈ અંગ્રેજ સામે સ્વરાજ ના હક માટે વિપ્લવ ટાણે,
વાત છે મોંઘી આઝાદી ની...

બલિદાન આપતા રહ્યા લાલ, બાલ ને પાલ સ્વતંત્રતા માટે અને વહોરી લીધી શહીદી માં ભોમ ના સ્વતંત્રતા માટે,
વાત છે મોંઘી આઝાદી ની...

ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ જયહિન્દ ના નારા સાથે ચડી ગ્યાં હસતા મોઠે ફાંસીએ નાની ઉમરે,
વાત છે મોંઘી આઝાદી ની...

સુભાષ ચંદ્ર બોઝ લડયા હિંમત થી અંગ્રેજો સામે આઝાદ હિન્દસેના ના નેતા બની ,
વાત છે મોંઘી આઝાદી ની...

વર્ષો વિત્તાવયા કાળા પાણી ની સજા મા વીર સાવરકર એ ભારત ની આઝાદી માટે,
વાત છે મોંઘી આઝાદી ની...

આફ્રિકા થી વકીલાત છોડી આવ્યા ગાંધીબાપુ અને લડયા ઐતિહાસીક અહિંસક લડાઈ નહેરુ ને સરદાર નો સાથ લઈ,
વાત છે મોંઘી આઝાદી ની...

ફરી વળીયા આખા દેશ મા ગાંધી લંગોટ ને ખેસ પહેરી હાથ માં લાકડી લઈ ને જગાવી લોકો મા આઝાદી માટે ક્રાંતિ,
વાત છે મોંઘી આઝાદી ની...

હિન્દુ, મુસ્લિમ, શીખ ઈસાઈ સૌ કોઈ જોડાયા ખંભા થી ખંભો મિલાવી ગાંધીજી ની આઝાદી ની અહિંસક લડાઈ માં,
વાત છે મોંઘી આઝાદી ની...

અગણિત વખત જેલ ગયા ને કર્યા દિવસો સુધી આમરણાંત ઉપવાસ સાર્વભૌમ ખાતર,
વાત છે મોંઘી આઝાદી ની...

મુકવા પડ્યા અંગ્રેજો એ બધા હથિયાર હેઠા અહિંસક બાપુ ની ટોળકી સામે ને આપવી પડી ના છુટકે આઝાદી ભારતમાતા ને,
વાત છે મોંઘી આઝાદી ની...

આઝાદી ટાણે કરાવ્યા ભારતમાતા ના બે ટુકડા ધર્મ ના નામે, વહી લોહીની નદીઓ ત્યારે મળી છે મહામૂલી મોંઘી આઝાદી...
વાત છે મોંઘી આઝાદી ની...

કસમ ખાઈએ કે આજ પછીથી કોઈ દુશ્મન જોઈના શકવો જોઈ ભારતમાતા ની સામે ઊંચી આંખ કરી ને ..
વાત છે મોંઘી આઝાદી ની...


કાવ્ય 02

મારા મતે...આઝાદી...સ્વતંત્રતા..

કરજો આજે મને માફ, જો લાગે વાત મારી
આકરી અને અતિશયોકતી થી ભરેલી

સને 1947 મા મળી આઝાદી
થયાં આઝાદ અગ્રેજો ની ઝંઝીરો થી
છતાં હજુ ગોતી રહ્યો છું હું ખરી આઝાદી..

ગર્વ છે, ખુમારી છે મને મારા દેશ ઉપર
પણ હજુ ખટકે છે થોડો રંજ મારા દિલ મા
ખટકી રહી છે થોડીક વાત મારા દિલોદિમાગ મા

મારા મતે હજુ ક્યાં મળી છે સાચી આઝાદી
આજે પણ આપણે ગુલામ છીએ
જુનવાણી રીતિ રિવાજો ના

આજે પણ આપણે ગુલામ છીએ
ઊંચ નીચ ને નાત જાત ના વાડા ના
ખોરાક, પોશાક અને વાણી સ્વાત્રાંત્ર્યના

આજે પણ આપણે ગુલામ છીએ
જૂની રૂઢિચુસ્ત માનસિકતા ના
દીકરા દિકરી વચ્ચે ભેદભાવ ના

આજે પણ આપણે ગુલામ છીએ
પૂર્વ અને પશ્ચિમ તફાવત ના
ભારત તેરે ટુકડે ટુકડે કરેંગે જેવી ગેંગ ના

આજે પણ આપણે ગુલામ છીએ
ભ્રષ્ટાચાર, કામચોરી,અનીતિ
આંતકવાદ અને હિંસાખોરી ના

ખરી આઝાદી મળી ગણાશે
જયારે હશે ખુલ્લી વિચારસરણી
વિચરી શકીશું ખુલ્લા આકાશ નીચે વિના સંકોચે

ખરી આઝાદી મળી ગણાશે
જયારે દેશ બનશે ભ્રષ્ટાચાર મુક્ત
સફાયો થશે આંતકવાદી નો દેશ માંથી

હશે જયારે એકતા, ભાઈચારો
હશે જયારે શાંતિ ને અમન ચારેકોર

ત્યારે છાતી ફુલાવી કહીશ
મળી છે હવે સાચી આઝાદી
જય હિન્દ જય ભારત
વંદે માતરમ, ભારત માતા કી જય

કાવ્ય 03

આઝાદી દિન...

વાત છે લાખેણી
આઝાદી ને સ્પર્શતી

સુવર્ણ થી પણ છે મોંઘી
ભારત ને ગર્વ અપાવતી

ગુલામી ની ઝંઝીરો ને તોડતી
ભારત માતા ની આઝાદી ની

શાહીદોએ વિતાવી જેલ માં જીંદગી
ત્યારે મળી છે સોનેરી આઝાદી

વહી હતી વર્ષો સુધી લોહી ની નદીઓ
લટક્યા હતા ફાંસી ઉપર ઘણા વીર શહીદો

આઝાદી મેળવવા ચૂકવી છે
શહીદો એ કિંમત જીંદગી ની

દોઢસો વર્ષ સુધી કર્યો કારમો સંઘર્ષ
ત્યારે તૂટી અગ્રેજો ની ગુલામી ની ઝંઝીરો

આખરે વર્ષો બાદ સોનેરી સુરજ ઉગ્યો
15ઓગસ્ટ 1947 ના રોજ આઝાદી નો

આવો ભેગા મળી ઉજવીએ
આજે 75 મોં સ્વાતંત્ર્ય દિવસ

ચાલો ભેગા મળી કસમ લઈએ આજે
ડંકો વગાડીશું આઝાદ ભારત ની શાન નો

માનવ વિકાસ અર્થે દુનિયાભર ના દેશો
ઊંચી ડોક કરી મીટ માંડે ભારત સામે

ચાલો ભેગા મળી કરીએ ભગીરથ કાર્યો
જેથી દુનિયા માં લેવાય ભારત નું નામ શાન થી

Happy Independence Day

જય હિન્દ , વંદે માતરમ, ભારત માતા કી જય



કાવ્ય 04

પ્રેરણા સ્ત્રોત કાવ્ય ....
શ્રી ઝવેરચંદ મેઘાણીજી રચિત કાવ્ય રચના
"હે રાજ મને લાગ્યો કસુંબી નો રંગ..." (રાગ)

દેશ ભક્તિ નો રંગ...

પૃથ્વી - ઘોરી ની વાર્તા સાંભળતા સાંભળતા
ચડ્યો મને દેશ ભક્તિ નો રંગ
મા ભારતી મને લાગ્યો તારો કેસરિયો રંગ..

અકબર સામે રાણા પ્રતાપ ની બહાદુરી ના કિસ્સા
સાંભળી ચડ્યો મને દેશ ભક્તિ નો રંગ
મા ભારતી મને લાગ્યો તારો કેસરિયો રંગ..

દુશ્મનો ને હંફાવી શિવાજી લડ્યા ખુબ
સાંભળી ચડ્યો મને દેશ ભક્તિ નો રંગ
મા ભારતી મને લાગ્યો તારો કેસરિયો રંગ..

રાની લક્ષ્મી બાઈ અંતિમ શ્વાસ સુધી
અગ્રેજો સામે લડ્યા એક વીરાંગના બની
સાંભળી ચડ્યો મને દેશ ભક્તિ નો રંગ
મા ભારતી મને લાગ્યો તારો કેસરિયો રંગ..

આઝાદી ની લડાઈ મા
થયાં સૌ પ્રથમ મંગલ પાંડે શહીદ
સાંભળી ચડ્યો મને દેશ ભક્તિ નો રંગ
મા ભારતી મને લાગ્યો તારો કેસરિયો રંગ..

યુવાન ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ
ની શહીદી ના કિસ્સા છે એકદમ અનોખા
સાંભળી ચડ્યો મને દેશ ભક્તિ નો રંગ
મા ભારતી મને લાગ્યો તારો કેસરિયો રંગ..

સુભાષ ચંદ્ર બોઝ, વીર સાંવરકર
ની લડાઈ હતી સામી છાતી ની
સાંભળી ચડ્યો મને દેશ ભક્તિ નો રંગ
મા ભારતી મને લાગ્યો તારો કેસરિયો રંગ..

ગાંધીજી, સરદાર વલ્લભભાઈ, નહેરુજી
અપાવી આઝાદી લડી અહિંસક લડાઈ
સાંભળી ચડ્યો મને દેશ ભક્તિ નો રંગ
મા ભારતી મને લાગ્યો તારો કેસરિયો રંગ..

કેપ્ટન વિક્રમ બત્રા કારગિલ મા થયાં શહીદ
બચાવી લાજ મા ભારતી ની ખુબ શાન થી
સાંભળી ચડ્યો મને દેશ ભક્તિ નો રંગ
મા ભારતી મને લાગ્યો તારો કેસરિયો રંગ..

કાવ્ય 05

સામાન્યરીતે આઝાદી શબ્દ નો પ્રયોગ આપણે દેશ ને ગુલામી માંથી મૂકત કરવા માટે વાપરી એ છીએ, પરંતુ અહીં થોડું અલગ રીતે આઝાદી શબ્દ પ્રયોગ કરું છું જેને હું સાચા અર્થમાં આઝાદી માનું છું.. ...

આઝાદી

મારે જોઈ એ છે ભેદ ભરમ થી આઝાદી,

બાંધેલા નાતજાત ના વાડા થી જોઈએ આઝાદી,

મારે નકારાત્મક વિચારો થી જોઈએ આઝાદી,

મારે માનસિક દુશ્મનો થી જોઈએ આઝાદી,

મારે સફળતા - નિષ્ફળતા ની અસર માંથી જોઈએ આઝાદી,

મારે માન-અપમાન થી જોઈએ આઝાદી,

મારે શ્રદ્ધા અંધશ્રદ્ધા થી જોઈએ આઝાદી,

મન ની દોરેલી લક્ષ્મણ રેખા થી જોઈએ આઝાદી,

આમ અલગ અલગ ભયરૂપી અદ્રશ્ય પિંજરા થી જોઈએ આઝાદી,

મારે વૈમનસ્ય ભાવ થી પર થઈ વિહરવું છે ખુલા આકાશ મા મૂકતમને આઝાદ થઈ,

વિચારું છું શાંત ચિતે શું મળશે મને આવી આઝાદી???

ક્યારે મળશે મને આવી આઝાદી???