The Scorpion - 24 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ - 24

ધ સ્કોર્પીયન

પ્રકરણ - 24

 

દેવ આકાંક્ષા સાથે વાત કરી રહેલો એણે આકાંક્ષાને કહ્યું “તું ચિંતા ના કરીશ અહીંની પોલીસ અને બીજા અધિકારીઓ મને મદદ કરી રહ્યાં છે હું એકદમ સેફ છું અને હવેતો આગળ મારી ટુર પણ વધારી રહ્યો છું બીજા ખાસ સમાચાર તને આપું કે આપણી બેંગાલ ફીલ્મ ઇન્ડસ્ટ્રીનાં પ્રખ્યાત ડાઈરેકટર પ્રોડ્યુસર રમાકાન્ત બરુઆ સાથે વાત ચાલી રહી છે એમની આગામી સસ્પેન્સ -થ્રિલર ફીલ્મ માટે લોકેશન શોધી આપવાનાં છે એમાં પરીણીતા બોઝ, અપરાજીતા, માલવીકા ઐયર, પ્રસનજીત ચેટરજી, દિપક અધીકારી જેવાં પ્રખ્યાત કલાકારો કામ કરવાનાં છે અને લોકેશન પર ફીલ્મનું શુટીંગ ચાલુ કરવાનાં છે પહેલાં લોકેશન મોકલવાનાં છે.

     આકાંક્ષાતો ઉત્તેજીત થઈને ઉછળી પડી “વાહ દેવભાઈ બધી તમારી ગમતી હીરોઇનો... વાહ વાહ બધાને રૂબરૂ મળવા મળશે અને લોકેશન પણ તમારું સીલેક્ટ કરેલું હશે. શુટીંગ શરૂ થાય ત્યારે હું જરૂરથી આવીશ. “

     દેવે કહ્યું “મારાં ઉપર સ્ટોરીલાઇનનો મેઈલ આવે પછી હું લોકેશન સીલેક્ટ કરીને મોકલીશ. આકુ આ કામમાં સક્સેસ મળે તો મજા આવી જાય આમાં પૈસા-પ્રસિદ્ધિ અને મનોરંજન બધું છે... ટુરીસ્ટ તો બારેમાસ છે જ... પણ… આકુ મેં સોફીયા અંગે તને કોલેજ -યુનીવર્સીટીમાં તપાસ કરવા કીધું છે એ એલર્ટ અને સાવધાન રહીને કરજે મને તું એની વિગત આપતી રહેજે ટેઈક કેર આકુ મીસ યુ.”

આકાંક્ષાએ કહ્યું “દેવભાઈ હું એકદમ એલર્ટ રહીનેજ તપાસ કરીશ... અહીં દેશવિદેશનાં ઘણાં સ્ટુડન્ટ્સ આવે છે અહીં કોલેજ -યુનીવર્સીટીમાં પણ ડ્રગ અને બીજા નશાનું બહુ બધું ચાલે છે અહીં બધાં ભણવાં આવે છે કે આવું બધું કરવાં ? એજ વિચાર આવે ઘણીવાર. ઘણાં તો કોલેજ કેમ્પસમાં પડી રહેતા હોય પેરેન્ટ્સ પૈસા મોકલે એ ડ્રગ અને ઐયાશીમાંજ ઉડાવે. દેવભાઈ છોકરીઓ ઓછી નથી હોતી આપણે ત્યાં તો છોકરીઓ ગાય જેવી લાગે અહીંતો બધી એટલી સ્વચ્છંદી અને પોતાનું ધાર્યું કરનારી... માં બાપનું તો કંઈ સાંભળે નહીં પૈસા પાણીની જેમ વાપરે અને ભાઈ પૈસાની જરૂર પડે અથવા નશો કરવાની લત્ત ચઢે પછી પોતાને પણ લૂંટાવી દે ... જવાદોને તમે વધારે સાંભળશો તો મને ઘરે પાછી બોલાવી લેશો” એમ કહી હસવા લાગી.

      દેવે કહ્યું "આકાંક્ષા કાગડા બધે કાળા હોય અહીંની કોલેજોમાં પણ ઓછું નથી ચાલતું અહીંના કલીંગપોંગનાં આ બધા ડ્રગ પેડલર, સ્કોર્પીયન ગેંગ શું છે ? અહીંની કોલેજોમાં પહોંચેલી છે કેટલાય છોકરા છોકરીઓ જંગલની ટુરમાં આવીને આવા બધાંજ ધંધા કરતાં હોય છે પોતાને લૂંટાવે બરબાદ કરે અને પછી કશુંજ ના સુજે ત્યારે સ્યુસાઇડ કરે.’

     “હવે બધું બહુ ખરાબ થઇ ગયું છે. આકુ યુ ટેઈક કેર ચાલ મારુ ડોર કોઈ ખખડાવે પછી વાત કરીશું…” કહી ફોન મુકાયો.

     દેવ ફોન કટ કરી ને ઉભો થયો અને પોતાનાં રૂમનો દરવાજો ખોલ્યો. સામે દુબેન્દુ ઉભો હતો એણે કહ્યું “ હાય દેવ ગુડમોર્નિંગ હું નાહીં ધોઈ પરવારીને આવ્યો છું પણ કોફી-નાસ્તો તારી રૂમમાં તારી સાથે લઈશ.”

   દેવે કહ્યું “વાહ નશો ઉતરી ગયો અને રાતની હમસફર ઝેબા ક્યાં ? એ ઉઠી કે હજી ... ?” દુબેન્દુએ કહ્યું "એતો એનાં રૂમમાં જતી રહી પણ કહેતી ગઈ દુબેન્દુ યુ આર વેરી સ્વીટ... લવ યુ... " દુબેન્દુએ હાથથી અને ચહેરાનાં હાવભાવથી ચાળા કરીને ઝેબાની એક્ટીંગ કરી બતાવી.

     બંન્ને મિત્રો ખડખડાટ હસી પડ્યાં. દેવે કહ્યું “ મેં આકુને પણ સોફીયાની ડીટેઇલ મોકલી છે આકુ જે કોલેજમાં ભણે છે ત્યાંથીજ ભણીને સોફીયા નીકળી છે જોઈએ શું માહિતી મળે છે ! ઝેબાની માહિતી મેં એનાં ફોનમાંથી મારાં લેપટોપમાં લીધી છે પણ એનો અભ્યાસ કરવો બાકી છે ... ચલ હું આપણાં માટે ગરમાં ગરમ કોફી અને નાસ્તો મંગાવું” એમ કહી ફોનથી ઓર્ડર કર્યો.

   દુબેન્દુએ પૂછ્યું “સોફીયાને કેમ છે ? ભાનમાં આવી ?એની કંઈ ખબર પડી ? સિદ્ધાર્થ ત્યાંજ છે ને ?” દુબેન્દુએ બધું એક સાથે પૂછી લીધું.

   દેવે કહ્યું “સોફીયા ભાનમાં આવી ગઈ છે પણ હજી કંઈ શેર નથી કર્યું મેં સવારે એને પૂછવા ઘણો પ્રયત્ન કર્યો પણ કંઈ બોલી નથી સિદ્ધાર્થ ત્યાંજ છે એણે મને થોડી ધીરજ રાખવા કહ્યું. “

      દેબુ, બીજા ખાસ સમાચાર ધ સ્કોર્પીયન ફિલ્મનાં લોકેશનનું કામ આપણને મળી ચૂક્યું છે મેં બરુઆજી પાસે સ્ટોરી લાઈન માંગી છે એ પછી લોકેશન ફાઇનલ કરી શકાય. આપણે આજનો દિવસ અહીં છે પછી કાલથી આગળ ટુર ચલાવીશું હવે જંગલમાં જ જવાનું છે ત્યાં લોકેશન પણ મળશે અને એક્સાઇટમેન્ટ પણ સિદ્ધાર્થ પાસે મેં હેલ્પ માંગી છે એ આપણા માટે 6 સોલ્જરની ટીમ સાથે મોકલશે એટલે સિક્યોરીટીનો પ્રશ્ન નથી બીજું કે સોફીયાને પણ જંગલ માં જ ફરવું છે એ સમયે કોઈ વાત મળી જાય ખબર મળી જાય તો આપણે પ્રસાશનને પણ મદદ કરી શકીશું તું ઝેબા પર પૂરતું ધ્યાન રાખજે. હું આગળની ટુરની તૈયારી કરું છું અને જવા અંગેના રૂટ નક્કી કરી બધાને શેર કરી દઉં છું .”

       “દુબેન્દુ તું અહીંના પાંચે ટુરીસ્ટને એલર્ટ કરી દે કહી દે કાલથી જંગલમાં જવા નીકળીશું અને જોસેફને કહી દે કે એ વેન આવી ગઈ હોય તો એમાં બધું બરાબર ચેક કરી ડીઝલ પુરાવી દે વધારાનાં બે કાર્બા ડીઝલનાં ભરીને વેનની ડીક્કીમાં મૂકી દે... જંગલમાં ગયાં પછી પેટ્રોલપંપ નહીં મળે એટલે સાથે વધારાનું ઇંધણ ભરીને લઇ જવું પડશે. તું થોડી જરૂરી દવાઓ અને થોડો કોરો નાસ્તો અને રસોઈ બનાવવાની ચીજ વસ્તુઓ, વેજિટેબલ્સ, કરીયાણું સોફ્ટ ડ્રીંક, બીયર બોટલ્સ, વહીસ્કી, બધુંજ જોઈ લેજે જરૂરી બધું અહીંથી ખરીદી લે પછી નહીં મળે. હું થોડો રેસ્ટ લઈને બાથ લઈને પાછો સોફીયા પાસે જઉં છું પછી માં -પાપા સાથે પણ વાત કરી લઉં... ચાલ તું બધાને મળી લે... જણાવી દે... એલોકોને લોકલ માર્કેટ જોવી હોય તો લઇ જજે બસમાં. “

    દુબેન્દુ બધું સમજીને ઉઠ્યો... રૂમની બહાર નીકળી ગયો. દેવ પણ બાથ લેવા જતો રહ્યોં એણે બાથરૂમની બારીમાંથી જોયું કે હોટલનાં ગાર્ડનનાં ખૂણા ઉપર કોઈ ઉભું હતું જે સ્પષ્ટ દેખાતું નથી પરંતુ એને જોઈને લાગ્યું કે આ પેલો તૌસીક લામા જેવોજ દેખાય છે. એ અહીં શું કરે છે? કોને મળવાં માટે આંટા મારે છે ?

     દેવે સિદ્ધાર્થને ફોન લગાવ્યો અને તૌશિકની વાત કરી લોકેશન કીધું... અને ત્યાં સોફીયા ઉભી થઇ અને...

 

વધુ આવતા અંકે પ્રકરણ 25

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED