The Scorpion - 23 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ - 23

ધ સ્કોર્પીયન

પ્રકરણ - 23

 

દેવ સોફીયા પાસેથી માહિતી કઢાવવા માંગતો હતો... એને એવું લાગ્યું હતું કે સોફીયા થોડી કૂણી પડી છે હવે બધું કહેશે પણ સોફીયાએ કહ્યું ‘ડેવ આ યોગ્ય સમય નથી તને બધું કહેવા અંગે...” દેવ વિચારમાં પડી ગયો કે સોફીયાએ આવું કેમ કીધું ? યોગ્ય સમય નથી એટલે ? એને કોઈ અંદેશો છે કે સ્કોર્પીયન ગેંગનાં માણસો અત્યારે કલીંગપોંન્ગમાં ફેલાયેલા છે ? અને એ લોકો સોફીયા પર નજર રાખી રહ્યાં છે ? દેવે વિચારો ખંખેર્યો અને એનાં મોબાઈલમાં આવેલો સંદેશો વાંચી આનંદીત થયો.

    મેસેજ વાંચ્યા પછી દેવે વિચાર્યું પહેલાં હું આ બધાં ટેંશનથી મુક્ત તો થઉં... અને થોડી સવાર થાય... સવારનાં 9/10 વાગ્યા પછી ફોન કરીને વાત કરી લઈશ... મુખરજી અંકલે મારાં અંગે વાત કરી એટલેજ મને અવસર મળી રહ્યો છે. રમાકાન્ત બરુઆ ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝનુ મોટું નામ છે એમની ફીલ્મની સ્ક્રીપ્પ્ત સ્ટોરી લાઈન મને જાણવા મળે તો એ પ્રમાણે લોકેશન હું શોધી નાંખું લોકેશન એવું હોય કે ફિલ્મમાં એનો પ્રભાવ પડે.

      દેવે રમાકાન્ત બરુઆનો મેસેજ ફરી ફરી વાંચ્યો અને એણે નીચે જવાબ લખ્યો એને સ્ટોરીલાઇનની રીક્વાયરમેન્ટ છે (જરૂરત છે ) એ જાણ્યાં પછી લોકેશન એ પ્રમાણે શોધી આપું... માત્ર લોકેશન જ નહીં પણ ત્યાંની બધીજ જરૂરીયાતો હોટેલ, ટેક્ષી, ત્યાંનાં લોકલ લોકો કેવો સહકાર મળશે વિગેરે જરૂરી બાબતો પણ શેર કરશે. એણે લખી દીધું કે મને આ જ કારણે સ્ટોરીલાઈન શેર કરો...

     દેવ બંગાલ ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝ અંગે એનાં વિચારો રોકી ના શક્યો... મહુઆ ચૌધરી, પરીણીતા બોઝ, અપરાજીતા કેવી સુંદર સુંદર હીરોઇનો... પ્રસનજીત ચક્રવર્તી, સોહમ દિપક, દેવ અધિકારી વગેરે સોહામણા હીરો... આવી ટીમ સાથે કામ કરવું એટલે લાહવો... દેવ પોતાનું ફીલ્મ તરફનું આકર્ષણ રોકી ના શક્યો...

    દેવે બધાં વિચાર ખંખેરીને સિદ્ધાર્થને કહ્યું “સિદ્ધાર્થ હવે સવાર પડી ગઈ છે. સોફીયાને મળી લીધું હું મારી હોટલ પર જઉં છું ત્યાં બધાં ટુરીસ્ટ હવે ઉઠી ગયાં હશે બધાને થોડો આરામ પણ મળી ગયો હશે હું આગળ શું કરવું એની ચર્ચા દુબેન્દુ સાથે કરી લઉં મારો જે કાંઈ પ્રોગ્રામ ગોઠવાશે તમને પણ કહીશ. સોફીયા અહીં સેફ છે હવે ચિંતા નથી.”

    સિદ્ધાર્થે કહ્યું “તું નિશ્ચિંન્ત થઈને જા... હું અહીંજ છું આ કેસ ખુબ સેન્સીટીવ છે અને અહીં મામલતદાર પણ હવે બધાં પ્રશ્નો કરી રહ્યો છે. તું પણ સાવધ રહેજે. તું જે કંઈ નક્કી કરે મને જણાવજે. “

       દેવે ઓકે કહ્યું અને બોલ્યો “સિદ્ધાર્થ હોટલ પર ડ્રોપ કરવા કોઈને મોકલશો પ્લીઝ...” સિદ્ધાર્થે કહ્યું ” હુંજ ડ્રોપ કરી દઉં છું એ બહાને બહાદુર પાસેથી રૂબરૂ રીપોર્ટ પણ લઇ લેવાશે. અને અહીં ત્યાં સુધી ધ્યાન રહે એની વ્યવસ્થા કરી લઉં છું.”

        સિદ્ધાર્થે એની જીપ સ્ટાર્ટ કરી અને દેવ એમાં બેસી ગયો બંન્ને જણાં દેવે ઉતારો લીધો હતો એ હોટલ આવી ગયાં. વહેલી સવારનો માહોલ હતો એકદમ શાંતી હતી માત્ર પક્ષીઓનાં અવાજ આવી રહેલાં.

      દેવે થેંકસ કહ્યું... ત્યાં સિદ્ધાર્થની જીપ આવી એટલે બહાદુર દોડીને આવ્યો અને સિદ્ધાર્થને સલામ ઠોકી. સિદ્ધાર્થે કહ્યું “ શું ખબર છે ? અહીં બધું બરોબર ?” પેલાએ કહ્યું સર અહીં મોડી રાત્રે તોષીક લામા જોવા મળ્યો છે હોટલની પ્રિમાઇસીસની બહાર જોયો છે અમે ત્યાં પહોંચીએ ત્યાં સુધીમાં એ ક્યાં ઓગળી ગયો ખબર નથી...”

     સિદ્ધાર્થે કીધું “તમે બધાં એલર્ટ રહેજો... સોફીયા સિવાય અહીં બીજી બે છોકરીઓ અને ત્રણ છોકરાઓ છે મને વહેમ છે કે આ લોકોને સ્કોર્પીયન ગ્રુપ સાથે કોઈને કોઈ સંબંધ જરૂર છે. પરંતુ પૂરતી માહિતી વિના કોઈ એક્શન લેવું જોખમ ભર્યું છે અને હાં... દેવ દુબેન્દુ પર નજર રાખજે કોઈ હુમલો ના કરી જાય.”

      બહાદુરે પુરી ખાત્રી આપતાં કહ્યું “સર તમે ચિંતા ના કરશો અમે ખુબ એલર્ટ અને બધે નજર રાખી રહ્યાં છીએ” દેવને સિદ્ધાર્થ જતો જોઈ રહ્યો. પછી બહાદુરને જરૂરી સુચનાં આપીને જીપને ટર્ન મારી હોસ્પીટલ તરફ લીધી.

    દેવ ગ્રાઉન્ડફ્લોર રૂમ તરફ ગયો એણે જોયું હજી ત્યાં કોઈ ચહલપહલ નથી... વિચાર્યું બધાં રાત્રે પી પીને ટુન્ન થઇ ગયાં હશે અત્યારે સુઈ રહ્યો છે હજી પછી લિફ્ટમાં થર્ડ ફ્લોર પર ગયો ત્યાં એણે લોબીમાં નજર કરી કોઈ નહોતું હજી બધું સુમસામ હતું એ ત્યાંથી પાંચમા ફ્લોર પર એનાં રૂમ તરફ ગયો. કાર્ડ સ્વાઇપ કરીને દરવાજો ખોલ્યો... અને રૂમમાં આવતાંજ હાંશ થઇ અને બુટ કાઢ્યાં વિનાંજ બેડ પર આડો પડ્યો સુતા સુતા એની નજર સીલીંગ પર પડી પંખો ગોળ ગોળ ફરી રહેલો. એનું મન ચકરાવે ચઢ્યું કોલક્તાથી આ બધાં ટુરીસ્ટને લઈને નીકળ્યો ત્યારથી અત્યાર સુધીની બધી વાતો યાદ આવી ગઈ... એને થયું 6 ટુરીસ્ટ માટે થઈને મેં ખુબ સમય બગાડ્યો અને એ પણ બધાં નશાખોર અને ક્રીમીનલ સાથે સંબંધ રાખનારાં... એ તો સારું થયું કે મુખરજી અંકલે આ નવી ટીપ આપી એમાં જો કાયમ સરસ ગોઠવાઈ જાય તો મજા આવી જાય.

    એણે સોફીયા અને ઝેબાનાં ફોનની બધીજ માહીતી કાઢી લીધી હતી એનાં લેપટોપમાં સેવ હતી એને વિચાર આવ્યો કે ઝેબા - સોફીયાની પુરી તપાસ કરવી જોઈએ.

      હજી દેવ વિચારોમાં હોય છે ત્યાં એનાં મોબાઈલમાં રીંગ આવી એણે સ્ક્રીન પર જોયું તો આકાંક્ષાનો ફોન હતો એ બેઠો થઇ ગયો અને ફોનને તરતજ રીસ્પોન્ડ કર્યું.

આકાંક્ષાએ કહ્યું "દેવભાઈ શું કરો છો ? મારે ગઈ કાલે મમ્મી-પાપા સાથે વાત થઇ થયેલી... ત્યાં તમારી સાથે શું બની ગયું ? પાપાએ કહ્યું તમારી સાથે જે ટુરીસ્ટ છે એ ક્રીમીનલ અને ડ્રગએડીક્શન વાળા છે ? ભાઈ પ્લીઝ ટેઈક કેર...” દેવે કહ્યું “આકુ આવું બધું તો ચાલ્યા કરે કોઈ ટૂરીસ્ટ એવાં હોય... પણ આકુ મને એક વિચાર આવ્યો છે આ ટુરીસ્ટમાં જે એક છોકરી છે એણે તારી કોલેજમાંથીજ ગ્રેજ્યુએશન કર્યું છે હું એની ડીટેઈલ્સ મોકલું છું જે મારી પાસે છે. તારે એક ફની કામ કરવાનું છે. હું તને એની ડીટેઇલ મોકલું છું તું તારી કોલેજમાંથી સ્માર્ટલી એનાં અંગે કંઈ વધુ માહિતી કે ખબર મળે તો તું મને પહોંચાડ પ્લીઝ... એ છોકરીમાં મને ગરબડ લાગે છે. “

       દેવે એમ કહેતાં પોતાનું લેપટોપ ખોલ્યું અને એ 6 જાણામાંથી માત્ર સોફીયાની માહીતી મેલ કરી મોકલી આપું અને કહ્યું મને આની માહીતી કઢાવી આપ. બીજા લોકોની માહિતી પણ હું કઢાવી લઈશ. આકાંક્ષાએ કહ્યું ભાઈ તમે ધ્યાન રાખજો... મેં બધીજ માહીતી જાણી છે. આ સ્કોર્પીયન ગ્રુપ બહુંજ ડેન્જર ક્રૂર અને મોટાં પીઠબળ વાળું છે.

    હું સોફીયાની માહિતી કોલેજમાંથી કઢાવવાં પ્રયત્ન કરું છું મને ડિટેઈલ્સ મોકલો. દેવે કહ્યું "હમણાંજ મોકલું છું હવે પછી હું ટુર આગળ વધારીશ... અને આકાંક્ષાએ કહ્યું એક ખાસ સમાચાર આપું કે...

 

વધુ આવતા અંકે - પ્રકરણ 24

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED