The Scorpion - 22 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન - પ્રકરણ -22

-22

દેવ સોફીયાનાં રૂમમાં પાછો આવ્યો. હવે પરોઢ થવાં લાગી હતી. દેવે વિચાર્યું મેં આરામ કરી લીધો સારું થયું નહીંતર મારી થાકથી હાલત ખુબ ખરાબ હતી. એ સોફીયા પાસે આવ્યો એણે જોયું હવે સોફીયા સ્વસ્થ લાગી રહી છે નથી રડી રહી કે નથી કોઈ વિચારમાં... દેવે કહ્યું “સોફીયા હવે તું ફ્રેશ અને સ્વસ્થ લાગી રહી છે. તને હવે દર્દ નથીને ? સારું છે ને ? મને લાગે છે તને સારવાર પછી હવે ઘણું સારું છે... તું કંઈ કહેવા માંગે છે ?”

સોફીયાએ આંખથી ખુશી વ્યક્ત કરી અને એનાં હાથ લંબાવ્યા જેથી દેવ એનાં હાથ પકડે... દેવે સમજીને હાથ લંબાવી એનાં હાથ પકડી લીધાં. દેવનાં હાથ પકડી સોફીયા બેઠી થઇ એણે આંખોમાં તોફાન લાવી કહ્યું “યપ. હવે મને સારું છે. શરીરમાં પેઈન ઓછું થઇ ગયું પણ અહીં હજી”.. એમ કહી એણે એનાં કપડા કેડથી ઉતારી એનાં પગની જાંઘનો ભાગ બતાવ્યો જ્યાં અસંખ્ય ડંખ હતાં એ ભાગ લાલ અને કાળાશ પડતો થઇ ગયેલો... બતાવી કહે “અહીં પેઈન છે... “

દેવે એક નજર કરી પછી તરત હટાવી દીધી... એ બોલ્યો “દવા ચાલુ રાખીશ નિયમિત તો વાંધો નહીં આવે હમણાં થોડી સવાર થાય એટલે હું ડોક્ટર પાસેથી બધો રીપોર્ટ લઇ લઈશ પણ સોફીયા... તારે આટલાં બધાં સ્કોર્પીયનનાં ડંખ એક સાથે લેવાની શી જરૂર ? એટલો બધો નશો કરવો હતો કે જેમાં જીવ પણ નીકળી જાય ?”

દેવે સમજીને આડી રીતે પ્રશ્ન કર્યો જેથી સીધો જવાબ મળી જાય. પણ સોફીયા ચાલાક હતી એ સમજી ગઈ કે દેવ એની પાસેથી માહિતી કઢાવવા માંગે છે એની આંખોનાં ભાવ ફરી ગયાં... આંખોમાં પ્રેમનું તોફાન હતું ત્યાં નારાજગી દેખાઈ રહી હતી છતાં એણે જવાબ આપતાં કહ્યું... “દેવ મને નશો કરવો ગમે છે એટલે કરું છું પણ પછી ભાન ના રહ્યું થોડું વધારે થઇ ગયું એની પીડા સહી રહી છું.”

દેવે કહ્યું “ઓહ ઓકે... તો તેં સમજીને કર્યું છે આ બધું... તને ખબર છે આવી રીતે નશો કરવો અહીં ગુનો છે તું ટુરીસ્ટ તરીકે મારી સાથે આવી છે મારી બધી જવાબદારી બને છે પણ મને એવું લાગે છે કે તારાં આવાં વર્તનથી હું ટુર આગળ લઇ જવા શક્તિમાન નથી મારે ટુર ટૂંકાવવી પડશે. તું અને તારાં ફ્રેન્ડ્સ અહીં સુધી આવ્યાં છે હવે આપણે એક મીટીંગ કરીને કોઈ યોગ્ય નિર્ણય લેવો પડશે હું મારાં એડવોકેટની સલાહ લઇ લઉં છું.” સોફીયાનાં ચાલાકીભર્યા જવાબ સામે દેવે એને સ્પષ્ટતા કરતાં કહી દીધું કે એ આગળ ટુર વધારવા નથી માંગતો અને એનાં એડવોકેટની એ સલાહ લેવા માંગે છે. દેવનાં આવા સીધાંજ સ્પષ્ટ જવાબથી સોફીયા દંગ રહી ગઈ એ અંદરથી હલી ગઈ એણે કહ્યું “... નો... સોરી ડેવ... હું તને કોઈ મુશ્કેલીમાં મુકવા નથી માંગતી... મારાં લીધે ટુર કેન્સલ થાય નથી ઇચ્છતી... “

દેવે કહ્યું “સોફીયા તું ગંભીર રીતે ઝેરનાં સંપર્કમાં હતી બેભાન હતી તને કંઈ પણ થઇ જાય એવી શક્યતા હતી અને તારો જીવ બચાવવા તને અહીં સારવાર કરાવવા દાખલ કરી છે. તમે લોકો મોજ મસ્તી કરો ત્યાં સુધી ઠીક છે પણ તેં જે કર્યું છે એ ગંભીર ગુનો પણ છે. તમે બધા ફોરેનર્સ છો આ કન્ટ્રીનાં ટુરીસ્ટ છો કંઈ પણ થયું તો આ એઝ અ ટુર ગાઈડ મારી જવાબદારી ગણાશે લીગલ, પોલીટીકલ ટેંશન છે. અહીં સારવાર પુરી થયા બાદ તારે પોલીસને બધાં જવાબ આપવા પડશે...બની શકે તું એરેસ્ટ પણ થઇ શકે. જે જે અહીંના ડ્રગ ડીલર્સ સાથે સંકળાયેલા માલુમ પડશે એ એરેસ્ટ થશે એ નક્કીજ છે અને આ કારણે તારી જાન નું જોખમ પણ છે.”

સોફીયાએ દેવની વાત સાંભળી એકદમ ડરી ગઈ એણે દેવનો હાથ પકડી લીધો અને બોલી ડેવ આઈ એમ એક્સટ્રીમલી સોરી... મારાંથી ભૂલ થઇ ગઈ છે હું એવી છોકરી નથી પણ...” એમ બોલતાં બોલતાં અટકી ગઈ... “ડેવ ફરીથી આવી ભૂલ નહીં થાય આપણે આજે કે કાલે આગળ જવા નીકળીએ હું અહીંનાં જંગલ, કુદરત, પહાડો બધું માણવાં આવી છું અહીંનું ક્લચર મને ખુબ ગમે છે... આઈ લવ ફોરેસ્ટ... એન્ડ આઈ લવ યુ... ડેવ યુ આર વેરી સેન્સીબલ એન્ડ હેન્ડસમ મેન...” એમ કહી દેવનાં ચહેરા પાસે ગઈ અને એનો ગાલ ચૂમી લીધો.

દેવે કહ્યું “તું મને કોઓપરેટ કરીશ તો હું તને... તોજ ટુર આગળ જશે. તારી અને ઝેબાની ખુબ પાકી દોસ્તી છે તમને બંન્નેને ડ્રગનો ચસ્કો છે મારે જાણવું છે કે અહીં કોનાં કોન્ટેક્ટમાં છો તમે લોકો? સાચું જણાવીશ તો એ તારાં જ સારાં માટે છે. તું સાચું જણાવીશ તો હું તને બધી રીતે મદદ કરી શકીશ... યસ... આઈ કેન. તને ખબર છે ? મારાં ડેડ DGP ઓફ વેસ્ટ બેંગાલ છે...”

સોફીયાએ કહ્યું “યપ આઈ નો યોર ફાધર ઇઝ સુપર કોપ... એ બીગ પર્સનાલીટી ઓફ બેંગાલ... અને એટલેજ તો તારી સાથે ટુરમાં આવ્યા... પછી હસીને બોલી યુ આર એ વેરી લવલી પર્સન... આઈ લાઈક યુ... લવ યુ.” દેવે કહ્યું “વાહ તું બધીજ વાતો જાણે છે મારી આખી કુંડળી જાણે છે તું ?” સોફીયાએ કહ્યું "કુંડળી" ? વોટ ઇઝ ધ મીનીંગ ઓફ કુંડળી?” દેવે હસતાં હસતાં કહ્યું “આઈ મીન ઓલ ડીટેઇલ્સ અબાઉટ મી... સોફીયા અહીં તું કોના સંપર્કમાં છે ? કોને મળવા તું વેનમાંથી ઉતરીને ગઈ હતી ? પછી તારી સાથે” એમ કહીને પછીશું થયું ?”

સોફીયાએ કહ્યું “દેવ આ યોગ્ય સમય નથી બધું કહેવા માટે હું તને બધુજ જણાવીશ હમણાં નહીં... હમણાં એમ પણ જીવવું જોખમ છે... હું બચી ગઈ છું મરી ગઈ હોત તો કોઈ યાદ પણ ના કરત... હું બચી ગઈ છું સારવારથી પણ મને કોઈ મારવા અહીં પણ આવી શકે... મેં સ્પષ્ટ ના પાડી એનું પરિણામ મને મળ્યું છે તારી સાથે કલાકોની શું મુલાકાત થઇ... મારાં વિચાર અને કર્મ બદલાઈ ગયાં. મને જીંદગીમાં અને જીવવામાં રસ પડવા લાગ્યો છે. આઈ બેગ યુ... થોડો સમય મને આપ... હું સામેથી કબૂલાત કરીશ અને બધીજ માહિતી આપીશ... તારી પર આંચ નહીં આવવાં દઉં...”

દેવ સોફીયાને સાંભળીને એની સામે જોઈ રહ્યો એની આંખોમાં એને સચ્ચાઈ અનુભવાઈ રહી હતી. એણે કહ્યું “ઓકે આઈ ટ્રસ્ટ યુ ... નાઉ યુ ટેઈક રેસ્ટ તારી સલામતિની જવાબદારી અમારી છે ઇન્સ્પેકટર સિદ્ધાર્થે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે હું હવે જઉં પછી પાછો આવીને મળીશ અને દવાઓ રેગ્યુલર લેતી રહેજે હેવ એ ગુડ ટાઈમ” એમ કહીને સોફીયા સાથે હાથ મિલાવીને રૂમની બહાર નીકળી ગયો...

દેવ રૂમની બહાર નીકળીને એ સિદ્ધાર્થ પાસે ગયો અને સોફીયા અંગે બધી ચર્ચા કરી... એણે પૂછેલાં પ્રશ્નો અને સોફીયાનાં શું જવાબ આપ્યા બધું જણાવ્યું સિદ્ધાર્થે બધું સાંભળી પછી કહ્યું “દેવ મને લાગે છે આપણે થોડી ધીરજ રાખીએ... સોફીયા પર 24 કલાક ધ્યાન આપી દઈએ... ધીરજ રાખીએ પછી આગળ વિચારીએ મને જે અનુભવ છે ગુનેગારોનો ? આ કેસમાં ધીરજ રાખવી પડશે પણ તું કશું આગળ લઇ જવાં એનાં સમ્પર્કમાં રહેજે ટુર પણ આગળ ચાલુ રાખ થોડાં નીકટ પરિચય પછી બધું જાણી લેવાશે. “

દેવે કહ્યું “ઓકે સર...” ત્યાં દેવનાં મોબાઈલ પર મેસેજ આવ્યો . દેવે મેસેજ ઓપન કરીને વાંચ્યો અને આંખોમાં આનંદ છવાયો.

વધુ આવતા અંકે - પ્રકરણ 23

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED