સ્કેમ….16
(સાવન આશ્વી માટે એક મહિનાની રજા લઈને ઘરે આવે છે. ડૉ.રામ નઝીરને સમજાવે છે કે તે એમને અને સાગરને વાત કરવા દે. હવે આગળ...)
ડૉ.રામની વાત સાંભળીને નઝીર ચૂપચાપ આ સાંભળીને બહાર જતો રહ્યો અને તેની રૂમ પર જઈને પોતાના આકાને ફોન કર્યો.
"સલામ વાલેકુ આકા..."
"વાલેકુ અસલામ, નઝીર. બોલ કયાં ખબર હૈ, ઈસ કાફિરને કુછ બકા કી નહીં."
"આકા વો તો કુછ ભી નહીં બક રહા, હમને ઉસકો કિતના મારા, પીટા ઔર ડૉકટર કી ભી મદદ લી, મગર વો તો બોલ હી નહીં રહા."
"ડૉકટર ઉસમેં કયાં કર શકતા હૈ, નઝીર? કહાં ઈસ જમેલેમે પડ રહે હો."
"આકા, ડૉકટર યહાં કા બહોત બડા સાયક્રાટીસ હૈ, ભાઈ મેને પહેલે આપકો બતાયા થા ના કી ડૉકટર ઉસકો અંધેરે મેં રખકે સબ કુછ ઉગલવા દેંગે. પણ પતા નહીં ભાઈ, વો હર બાર સો જાતા હૈ."
"હમમ... ફિર આગે કા કયાં કરના હૈ."
"ભાઈ વો ડૉકટર બોલ રહા હૈ કી તુમ ઉસકો મારતે પીટતે હો ના, ઈસ લીએ વો બોલ નહીં રહા. ઐસા કરો એકબાર મુજે ઉસસે અકેલે મેં બાત કરને દો. મેં ઉસસે પ્યારસે બાત કરતા હૂં, શાયદ વો બોલ દે."
"તો ફીર તુમને કયાં સોચા?"
"આકા મુજે ભી વો બાત સહી લગી, હમ હૈ અનપઢ ઔર ઝનુની ભી. શાયદ વો ડૉકટર પ્યાર સે બાત કરે ઔર શાયદ કુછ વો બોલ ભી દે."
"તો ઠીક હૈ ઐસા કરો."
"પર... વો"
"પર કયાં નઝીર..."
"આકા પર વો ડૉકટર સેફટી માંગ રહા હૈ."
"સેફ્ટી... કૈસી?"
"વો ડૉકટર બોલ રહા હૈ કી વો બાત જાનને કા પ્રયાસ કરેગા, પર વો સફલ નહીં હોગા તો હમ ઉસે ઔર ઉસકે પરિવાર કો કુછ નહીં કરેંગે."
નઝીરના આકા કંઈ જવાબ ના આપ્યો તો,
"આકા આપને કુછ કહા નહીં, ઉસને બોલા હૈ કી વો સાગરસે બાત બુલા નહીં શકા ના, તો વો હમ કહેંગે ઐસા હી કરેગા."
"અચ્છા... ચલો વો ભી કરકે દેખ લો... બોલ દે ના ઉસ ડૉકટર કો કી વો બાત કર સકતા હૈ, પર હમસે ધોખાદારી ના કરે."
"જી, આકા, સલામ વાલેકુ..."
"હમમમ... વાલેકુ અસલામ."
"આકા ભલે હી બોલે, મગર અભી સે ડૉક્ટર કો નહીં બતાઉંગા કી વો ઉસ સાગરસે બાત કર સકતા હૈ. અચાનક જગા પે લઈ જાકર બોલ દૂંગા તાકી વો કુછ ભી ધોખા ના કર શકે."
નઝીરે પોતાની જાતે જ બડબડીને બહાર જતો રહ્યો.
એ રાતે ઊંઘમાં ને ઊંઘમાં ડૉકટર,
'હું કેવી રીતે કરીશ, મારી પાસે તો કોઈ ઉપાય નથી તને બચાવવાનો કે તને છોડવવાનો. સાગર એક વાર કહી દે ભાઈ, તું ખોટો હેરાન થાય છે ભાઈ. આ લોકો તો જનાવર અને આંતકી છે. જેને જનૂનીપણું અને પોતાના મકસદ સિવાય કંઈ દેખાતું નથી. અને એમનું તો હું તો શું, તું પણ કંઈ નહીં બગાડી શકીએ.
થોડી વાર ચૂપ રહ્યા પછી,
'મને ખબર છે કે આ દેશદ્રોહ કહેવાય, પણ જીવ ના રહે તો પછી દેશ શું કામનો? માટે જ કહું છું ભાઈ કે કહી દે... સાગર એમની પાસેથી તું મોત કે કોફ સિવાય અપેક્ષા પણ ના રાખી શકાય. અને આમ પણ તે વાત કઢાવવા માટે મારે તને હિપ્નોટાઈઝ કરવો પડે એના કરતાં સીધી રીતે કહી દે. માટે માની જા અને મને પણ આ ચુંગાલમાંથી છોડાવ..."
ઘડીકવાર પછી,
'અરે બેટા, રડ નહીં... રડ નહીં... તું તો રેન્કર છે. તારે તો ફર્સ્ટ રેન્ક લાવવાનો છે, પછી તું ડૉકટર બનીશ, એન્જીનીયર બનીશ. તારા જીવનમાં એક કેરિયર ફિકસ થઈ જશે. પછી તો તારે આગળ જ વધવાનું છે. એ ઓફિસમાં બેસીને, એસીવાળી કેબિનમાં બેસીને કામ કરવાનું અને નોટો છાપવાની બોલ પછી પાછળ વળીને જોવાનો ટાઈમ પણ નહીં મળે. આ બધું તને યાદ પણ નહીં આવે. બસ તું અત્યારે મહેનત કરવા લાગ. બેટા તું ડૉકટર કે એન્જીનીયર બને પછી અમને યાદ કરીશ.' કેવી વાતો કરો છો તમે તો, મા બાપ છો કે શું? તે તમે તમારા બાળકને તમારી ઈચ્છા અને સપનાં પૂરા કરવાનું મશીન સમજો છો... શેમ ઓન યુ... આશ્વી તું તો ગુડ ગર્લ છે. તારી પાસે તો આટલો સરસ ઈન્સપિરેશન છે. પછી શું જોઈએ... મારે તને કંઈ જ કહેવું નથી... રડ નહીં..."
ઘડીકવાર પછી,
'ચિરાગ અને સ્મિતા તમે આટલો બધો ઝઘડો કર્યા કરો તો પછી બાળકને સંભાળો કેવી રીતે, તેને પ્રેમ કે હૂંફ કેવી રીતે આપો. તમે સમજતાં કેમ નથી કે અરે બાળકને તો એક પ્યારની થપકી જોઈએ ના કે તમારા લડાઈ ઝગડા. તેને એક વ્હાલની પપી જોઈએ ના કે તમારા એકબીજા સામે ઘૂરતા આંખોના ડોળા. તેને એક પ્રેમભર્યું હગ જોઈએ કે ના તો તેને તમારી મારપીટ જોવી ગમે. વિચારો કે આ બધું જોઈને એના મન પર શું વીતતી હશે? તમારા જેવા બેવફૂક માતા પિતા મેં આજ સુધી જોયા નથી, જેમને એટલી પણ ખબર નથી કે બાળક આગળ ઝઘડા ન કરાય, તમારા ઈન્ટરનલ પ્રોબ્લેમ તમારા સુધી જ રાખવા જોઈએ. એટલે જ સાહિલ આટલો બધો ડરી રહ્યો છે અને કદાચ તે તેની દાદી જોડે એટલે જ આટલો એટેચ હતો. સમજયા...'
ડૉ.રામ બબડીને સૂઈ ગયા. સીમા સાંભળી તેને રહી હતી અને એને કંઈક મનમાં નક્કી કરીને તે સૂઈ ગઈ.
સવારે ડૉ.રામે જેવી આંખો ખોલી તો સીમા સામે બેડ ટી સાથે ઊભેલી જોઈ.
"ગુડ મોર્નિંગ, માય હબી..."
ડૉ.રામ પણ જાણે પકડાઈ ગયા હોય તેમ,
"ગુડ મોર્નિંગ, સીમા..."
"આટલું રૂખુ સુકું..."
"તો પછી..."
"અરે બાબા, કીસ કરીને કહો તો મોર્નિંગ વધારે ગુડ થઈ જાય."
તેમને સીમાને કીસ કરીને,
"ગુડ મોર્નિંગ, માય લવ..."
"હમમમ... હવે કંઈક ફીલ થયું, તો પછી કહો કે કેવું છે તમને?"
(ડૉ.રામ સાગર પાસેથી માહિતી કઢાવી શકશે? શું સીમા ડૉ.રામ પાસેથી તેમનો પ્રોબ્લેમ જાણી શકશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ....17)