હજારેક વર્ષો પહેલા પૂર્વ અને ઉત્તર યુરોપમાં સ્લાવ , બાલ્ટીક અને ફિનિક લોકો વસતા હતા . જેનો સંઘ " કિવિયાઈ-રુસ " તરીકે ઓળખાતો. આજનું યુક્રેન પણ તેનો જ ભાગ હતું.
10 મીં અને 11 મીં સદીમાં કિવિયાઈ-રુસનો આકાર વિસ્તૃત થયો. પરંતુ 13 મીં સદીની મધ્યમાં " બાઇજેટાઈન સામ્રાજ્ય "ના પતનના કારણે તેનો વેપાર નબળો પડતા અંતે કિવિયાઈ-રુસ પણ નબળું પડ્યું.
15 મીં સદીમાં તે ક્ષેત્રનો એક મોટો હિસ્સો લિથુઆનીયાની નૃજાતિય "ગ્રેન્ડ-ડચી"માં સામેલ કરાયો.
1569 માં ગ્રેન્ડ-ડચી, પોલેન્ડ અને લ્યુબિસ્કી સંઘ
વગેરે " પોલીસ-લિથુઆનીયાઈ રાષ્ટ્રમંડળ" બનાવવા એકસાથે આવ્યા, જે તત્કાલીન યુરોપના સૌથી મોટા દેશો માંથી એક હતો.
18 મીં સદીમાં રશિયાની મહારાણી કૅથરિન - ધી - ગ્રેટ દ્વારા યુક્રેન ક્ષેત્રને રશિયન સામ્રાજ્યમાં સમવાયું. રશિયન સામ્રાજ્યની ' જારિસ્ટ નીતિ ' દ્વારા યુક્રેનવાસીની જાતીય ઓળખ અને ભાષાઓનું દમન કરાયું.
જો કે , રશિયન સમ્રાજ્યની અંદર પણ ઘણા યુક્રેનીયન સમૃદ્ધિ અને ઉચ્ચ હોદ્દાઓ સુધી પહોંચ્યા તથા મોટી સંખ્યામાં રશિયાના અન્ય હિસ્સામાં વસ્યા.
પ્રથમ વિશ્વયુદ્ધમાં 35 લાખથી વધારે યુક્રેનીયન, રશિયા તરફથી લડ્યા. તથા તેનો એક નાનકડો ભાગ ઓસ્ટ્રો-હંગેરીયન સાથે ઉભો રહીને રશિયન જાર સેના વિરુદ્ધ પણ લડ્યો .
પ્રથમ વિશ્વ યુદ્ધના અંતે જાર સામ્રાજ્ય અને તુર્કીના ઓટોમન સામ્રાજ્યનો અંત આવ્યો . ત્યારબાદ સામ્યવાદના નેતૃત્વમાં યુક્રેની રાષ્ટ્રીય આંદોલનનો ઉદય થયો . તે દરમિયાન ઘણા નાના - નાના યુક્રેની રાજ્યો ઉભરી આવ્યા.
1917 માં ' ઓક્ટોબર ક્રાંતિ ' અને બોલ્શેવિકની સતાના થોડાક મહિનાઓ પછી " સ્વતંત્ર યુક્રેની પીપલ્સ રિપબ્લિક "ની ઘોષણા કરવામાં આવી . પરંતુ સતાના વિભિન્ન દાવેદારો વચ્ચે ગૃહયુદ્ધ થતા , 1922 માં યુક્રેન સોવિયેત સંઘનો હિસ્સો બની ગયું.
યુક્રેનના વર્તમાન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝીલેન્સકીના ગ્રાન્ડ ફાધર, લ્વાનોવવિચ ઝીલેન્સકી દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે સોવિયેત સંઘની 'રેડ આર્મી'નો હિસ્સો હતા.
1991 માં સોવિયેત સંઘનું વિઘટન થયું તેના અમુક વર્ષ પહેલાં જ યુક્રેન આઝાદીની માંગણી કરતું હતું . ત્યારબાદની ' ગ્રેનાઈટ ક્રાંતિ ' માં યુક્રેની વિધાર્થીઓએ સોવિયેત સંઘ સાથેની નવી સંધીમાં ન જોડાવવાની માંગણી કરી.
24 ઓગસ્ટ 1991 , બોરિસ યેલ્ટસીનના ( વ્લાદિમીર પુતીનના પુરોગામી ) નેતૃત્વમાં સોવિયેત સંઘના તત્કાલીન રાષ્ટ્રપતિ મિખાઈલ ગોર્બોચેવને હટાવીને તખ્તાપલત કરાયો . ત્યારે યુક્રેનની સંસદમાં દેશની સ્વતંત્રતા માટેનો અધિનિયમ અપનાવ્યો અને લિયોનિદ ક્રાવાચુક યુક્રેનના પ્રથમ રાષ્ટ્પતિ બન્યા.
ડિસેમ્બર 1991 , બેલારુસ, રશિયા અને યુક્રેન વગેરે દ્વારા ઔપચારિક રૂપે સોવિયેત સંઘની સદસ્યતાનો ત્યાગ કરાયો અને ' સ્વતંત્ર રાષ્ટ્રમંડળ -CIS 'નું ગઠન કરાયું. પરંતુ યુક્રેનની સંસદે ક્યારેય આ જોડાણને માન્યતા આપી નથી, એટલે કાનૂની રૂપથી યુક્રેન CIS નું સદસ્ય નહોતું.
2014 માં રશિયાએ જનમત સંગ્રહણ કર્યા પછી ક્રિમિયાને યુક્રેનથી અલગ કર્યું . અહીં રશિયન સમર્થીત અલગાવવાદીઓ અને યુક્રેનની સરકાર વચ્ચે સંઘર્ષ ચાલતો હતો.
હાલમાં , યુક્રેને અમેરિકાની પ્રમુખતા વાળા ' નાટો ' સંગઠનની સદસ્યતા ગ્રહણ કરવા માટેની પ્રક્રિયા ઝડપી બનાવવાનો આગ્રહ કર્યો. રશિયાએ યુક્રેનના આ કદમને અયોગ્ય ઘોષિત કર્યું તથા ' નાટો 'ના પોતાની સરહદ સુધી વિસ્તારના પરિણામોને લઈને ચિંતા વ્યક્ત કરી , જે વર્તમાન યુદ્ધનું એક મુખ્ય કારણ ગણવામાં આવે છે .
અત્યારે યુક્રેનની 77 % વસ્તી 'યુક્રેની નૃજાતિ'ની અને 17 % વસ્તી 'રશિયન નૃજાતિની છે .
GDP તથા માથાદીઠ રાષ્ટ્રીય આવકને ધ્યાનમાં રાખતા યુક્રેન યુરોપનો સૌથી ગરીબ દેશ છે . અહીં લોખંડ અને કોલસાના ભંડાર છે તથા ઘઉં, મકાઈ , લોહ-ઇસ્પાત , સૂર્યમુખીનું તેલ વગેરેની નિકાસ કરવામાં આવે છે .
-SK's ink (સચિન)
સ્રોત: ઇન્ડિયન એક્સપ્રેસ