Nari tu narayani books and stories free download online pdf in Gujarati

નારીતું નારાયણી

 "રાજવીર મેં તને ના નથી પાડી!મને પૂછ્યા વગર મારો ફોન હાથમાં નહીં લેવાનો...,હવે પેલી અર્ચના મારા વિશે શું વિચારતી હશે?"
          રાજવીર અને રીધમ બને પાક્કા ભાઈબંધ.રીધમ કોલેજનો રેન્કર અને બધા પ્રોફેસરનો પ્રિય સ્ટુડન્ટ, પણ સ્વભાવે ખૂબ શરમાળ.રાજવીરને તેનો શરમાળ સ્વભાવ પસંદ નહોતો.એટલે એકવાર રીધમના ફોન માંથી તે અર્ચનાને મેસેજ કરે છે અને રીધમ ખૂબ ગુસ્સે થાય છે.
          પરંતુ, થોડીવાર પછી અર્ચનાનો રીપ્લાય આવે છે એટલે રીધમ શરમનો માર્યો હાલ-ચાલ પૂછે છે.પછી વાત-વાત માંથી વાત આગળ વધે છે.વાત માંથી મુલાકાત થાય છે.અર્ચના નોટ્સ અને અસાઇનમેન્ટથી તેની મદદ લે છે અને બંને વચ્ચે ફ્રેંડશીપ થઈ જાય છે.
          હવે, અર્ચનાની નાદાની હોય કે પ્રેમ એ તો ખબર નહીં,પણ એકઝામના દિવસોમાં કોઈ ટોપિક શીખવાના બહાને રીધમ સાથે મોડી રાત સુધી સમય વિતાવા લાગી.અર્ચનાને રીધમ તરફ આકર્ષણ થઇ રહ્યું હતું.
          એકવાર સાંજે કોલેજની ઇવેન્ટ હતી.અર્ચના સ્વર્ગની અપ્સરાઓને પણ ઝાંખી પાડે એવી જોગમાયા સમાન લાગતી હતી.સિમેટ્રિકેલ દેહ,નમણું મોઢું,કમર સુધી પહોંચતા કાળા અને રેશમી વાળ, મધપૂડો પણ નીરસ લાગે એવા હોઠ,લાલ રંગની સાડી અને નખરાળી ચાલ.રાતે નવ વાગે ઇવેન્ટ પુરી થઈ એટલે બધા નજીકના મિત્રોની હાજરીમાં અર્ચનાએ રીધમને પ્રપોઝ કર્યું.રીધમ ભલે શરમાળ હતો,પણ કદાચ કોઈ મૂર્ખ જ આવી જોગમાયાની ઓફરને ઠુકરાવે.
          પછી કસમો લેવાઈ ગઈ, અપાય ગઈ, એટલે બંનેના મિલનો ચાલુ થયા. શરૂમાં જાહેરમાં,પછી એકાંતમાં અને સમય વિતતો ગયો.
          અચાનક એકવાર રીધમને અર્ચનાનો ફોન આવ્યો "ત્રણ વાગે ઇસ્કોન પાસેના કોફી શોપ પર મળ મને..."રીધમ કઈ બોલે એ પેલા જ ફોન કટ થઈ ગયો.
          કોફી શોપ પર અર્ચના તેના ભાઈ સાથે થયેલ વાત રીધમને કરે છે.
           અર્ચના ચાર વર્ષની હતી ત્યારે જ તેના માતા-પિતા રોડ એકસિડેન્ટમાં મૃત્યુ પામ્યા હતા.એટલે ભણાવાથી લઈને પરણાવા સુધીની બધી જવાબદારી તેના ભાઈ પર હતી.
          તેના ભાઈએ સમય પરખીને એકવાર અર્ચનાને વાત કરી"મારો એક મિત્ર છે આકાશ, વર્ષોથી અમેરિકામાં છે,ખૂબ જ ધનવાન અને ચારિત્ર્યવાન..."આગળ બોલે એ પહેલાં જ અર્ચનાએ ભાઈ ને અટકાવીને કહ્યું"હું સમજી ગઈ. મારે એ ઝંઝટમાં હજી નથી પડવું,ને મારી ઉંમર જ હજી શુ છે,મારે હજી મોજ-મસ્તી કરવી છે,આકાશમાં ઉડવું છે.મને આ ઉંમરમાં પાર્સલ સાચવાનો કોઈ શોખ નથી.ભાઈ એ શાંતિથી કહ્યું"આપડે ક્યાં ઉતાવળ છે,તું મારુ માન રાખીને એકવાર મળી તો લે આકાશને મારે વાત થઈ ગઈ છે એટલા માટે"અર્ચના પછી ભાઈ જીદ સામે ના ટકી શકી અને મળવા માટે રાજી થઈ ગઈ.
          આ વાત અર્ચનાએ રીધમને કરી"મને તારા પર વિશ્વાસ છે.જા મળી લે  આકાશને એકવાર અને તારો ફેંસલો ભાઈને જણાવી દે..."
          આકાશ અર્ચનાને લેવા માટે ઘરે આવ્યો અને તેને લોન્ગ ડ્રાઈવ પર લઈ ગયો.આકાશ ખૂબ જ હેન્ડસમ અને શબ્દોનો જાદુગર.પલવારમાં તો તેના જાદુની અસર અર્ચના પર દેખાય અને આકાશના રૂપ,ધન અને ચરિત્ર્યથી મોહિત થઈ ગઈ.ભાઈને પોતાનો નિર્ણય જણાવ્યો અને આકાશ સાથે પરણીને અમેરિકા જતી રહી.
          બીજી બાજું રીધમની શુ હાલત થઈ હશે???
           રીધમ તો અર્ચનાના પ્રેમમાં સાવ હેન્ડીક્રાફ્ટ થઈ ગયો હતો.દિવસ-રાતનું કઈ ભાન રહ્યું નહોતું.હાલત સાવ દેવદાસ જેવી અને દારૂ,ગાંજો,ચરસ, અફીણ ને કદાચ એક પણ એવો નસો નઈ હોય જે રિધમએ ના કર્યો હોય.સિગારેટ તો એ શ્વાસની જેમ ફૂંકતો.
             પ્રસંગોપાત આ વાતની જાણ તેના પિતરાઈ સમીરને થઈ.સમીર તરત જ રીધમને મળવા ગયો."રીધમ આ હું જોય રહ્યો છું!હીરાની માફક ચળકતા મારા ભાઈને અચાનક શુ થઈ ગયું." "તે ક્યારેય પ્રેમ કર્યો છે?મેં કર્યો છે,તેની વેદના પણ મેં સહી છે અને એ પણ જાણ્યું છે કે સ્ત્રી પાસે માત્ર દેહ જ છે દિલ નહીં.તેને રૂપિયા વડે પામી શકાય છે."સમીર થોડી વાર ચૂપ રહ્યો અને પછી કહ્યું"તું મારી સાથે જર્મની ચાલ ત્યાં પોતાની જાતને કામમાં વ્યસ્ત રાખીશ તો આ બધું ભૂલી જઈશ."રિધમે થોડી આનાકાની કરી પરંતુ છેલ્લે જર્મની જવું જ યોગ્ય સમજ્યું.
          જર્મનીમાં રીધમ પોતાની કાબેલિયતના આધારે ઇન્વેસ્ટમેન્ટ બેન્કરની જોબમાં લાગી ગયો.સમય વિતતો ગયો,મીત્રો બનવા લાગ્યા,મોજ-મસ્તી અને પાર્ટીઓ વચ્ચે જૂની યાદોને ભૂલી ગયો.
          એક વખત મિત્રની એન્જગમેન્ટ સેરેમનીની તૈયારી માટે જવાનું થયું.લાઈટીંગ અને ડેકોરેશનના કામમાં તે ખૂબ વ્યસ્ત હતો.લાઈટીંગ ચેક કરવા માટે તે ઉપર તરફ નજર રાખી ને જઈ રહ્યો હતો.બરાબર એ જ સમયે બાંધેલા વાળ અને સિમ્પલ ડ્રેસમાં સજ્જ એક યુવતી તેની સાથે અથડાઈ. યુવતીને જોતાંની સાથે જ તેના સરળ સ્વભાવનો ખ્યાલ આવી જાય.
          રીધમ તેની સાથે અથડાયો એટલે તેના હાથમાં રહેલ ફૂલોનું ટોપલું નીચે પડી ગયું.પછી રીધમ ફૂલ વીણવામાં તેની મદદ કરવા લાગ્યો.યુવતી પણ શરમાયને ફૂલ ટોપલામાં મુકવા માંડી. પછી નીચે જોયને થોડી હળવી એવી મુસ્કાન આપી.પછી શું રીધમનું પીગળવું તો નકકી જ હતું.ટોપલામાં બધી જાતના ફૂલ હતા'પણ છેલ્લે નીચે પડેલ એક ગુલાબ ઉઠાવીને તેને કહ્યું"જી તમારું ફૂલ પડી ગયું..."
યુવતી સહેજ આગળ ચાલીને બોલી"એ કદાચ તમારા માટે જ રહી ગયું હશે..."
           રીધમે બધી વાત સમીરને કરી.સમીર પાસેથી જાણવા મળ્યું કે મમતા મૂળ રાજકોટની છે અને જર્મનીમાં સારી કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે.સ્વભાવે પણ ખૂબ સરળ અને સંસ્કારી છે.
         રીધમને મમતા પેલી જ નજરમાં ગમી ગઈ.તેને સમીર દ્વારા વાત આગળ વધારી.રીધમ સારો દેખાવડો અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કંપનિમાં સારા પદ પર હોવાથી મમતાએ પણ ઇનકાર ના કર્યો. સહુસમતીથી જર્મનીમાં જ તે ભારતીય રીત-રિવાજ પ્રમાણે મમતાને પરણી ગયો.
          મમતા ખૂબ જ પ્રેમાળ પત્ની સાબિત થઈ તેના પ્રેમ અને હૂંફની રીધમ પર અલગ જ અસર થઈ.તેનું વાતચીત વર્તન બધું જ બદલાય ગયું.પરંતુ, એક વાત હજી નહોતી બદલી.તે આજ પણ નશો કરતો હતો,પણ ખાલી કારણ જ બદલાયું હતું.દારૂ કે સિગારેટ ને બદલે મમતાનો પ્રેમ જ કારણ હતો.
          એકવાર વહેલી સવારે કોફીની ચૂસકી લેતા-લેતા સમીર વિચારતો હતો કે"સ્ત્રી પાસે પણ શું અદ્ભૂત શક્તિ છે!તે ધારે તો પલવરમાં જ નાયક ને ખલનાયક અને તે જ ખલનાયકને ફરી પાછો સજ્જન માણસ બનાવી શકે છે.નારીતું નારાયણી!!!
                                          -સચિન

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED