Dahi-chini khavdavani pratha books and stories free download online pdf in Gujarati

દહીં-ચીની ખવડાવાની પ્રથા

"બસ હો હવે ચાર હજારથી એક રૂપિયો ઓછો નથી કરવાની"
"ઓકે ઓકે પણ બેન એક વાત કહેવી પડશે, અમદાવાદ બહુ મોંઘુ અમારે ત્યાં રાજકોટમાં તો આજ મકાન અડધી કિંમતમાં મળી જાય."
"ચાલ મલય સમાન અંદર રાખી અને ફ્રેશ થઈ જા પછી આપણે જવું છે ને તારું એડમિશન ફાઇનલ કરવા માટે ચાલ ફટાફટ"
"હા પપ્પા"

વાત છે મલયની.બે મહિના પહેલા એન્જિનિરિંગ પૂરું કરીને હવે અમેરિકા સેટલ થવાનો પ્લાન છે.અમેરિકાના વિઝા મેળવા આપવી પડતી એન્ટ્સ એક્ઝામ ટોફેલની તૈયારી માટે અમદાવાદ રહેવાનું નક્કી કરે છે.એટલે પપ્પા સાથે અમદાવાદ આવે છે.પીજી તરીકે મકાન રાખે છે અને અમદાવાદની ખ્યાતનામ ક્લાસિસમાં એડમિશન લે છે.
ફાઇનલી એડમિશન લઇને પપ્પાને સ્ટેશને ડ્રોપ કરે છે અને રૂમ પર આવે છે.

"હેય બ્રો આઈ એમ રાજ યોર રૂમી..."
"ઓહ!આઇ એમ મલય..."
"હેલો મલય આઇ એમ અદિતિ રાજની ગર્લફ્રેન્ડ"
"હેલો!"

બીજા દિવસથી જ મલયના ક્લાસ શરૂ થઈ જાય છે.શરૂઆતમાં મલય ફ્રેશર બેચમાં હોય છે.ટેસ્ટ આપીને રેગ્યુલર બેચમાં શિફ્ટ થવાનું હોય છે.
મલયનું સ્પીકિંગ,રિઝનીગ,એપ્ટીટ્યુડ બધું સારું હોય છે એટલે ખાસ કંઈ પ્રોબ્લેમ આવતો નથી.હવે ટેસ્ટને ત્રણ-ચાર દિવસની જ વાર હોય છે.એટલે તૈયારી માટે રજા આપે છે.

"મલય યાર અદિતિ થોડા ટાઇમથી મને ઇગ્નોર કરે છે"
"તો હું શું કરું?"
"મેં એક પ્લાન બનાવ્યો છે,તું,હું,અદિતિ અને નિતલ આપણે ફરવા જાય છી કાલે"
"ઓ હેલો!કેવો પ્લાન મારે સ્ટડી કરવી છે"
"પ્લીઝ માનીજા મારા ભાઈ આપણે આખું અમદાવાદ ફરીશું.કાંકરિયા, ત્રણ દરવાજા,રીવર ફ્રન્ટ,અડાલજની વાવ ને છેલ્લે માણેક ચોક.ખૂબ મૅમરી બનાવીશું જેથી કરીને અદિતિ મને છોડવાનો વિચાર કરે એની પેલા જ બધી મેમરીઝ યાદ આવી જાય અને છોડવાનો વિચાર પડતો મૂકે."
"પણ નિતલ કોણ છે?"
"અદિતિની એક ફ્રેન્ડ છે એ પણ તારી જેમ ટોફેલ આપીને અમેરિકા જવાની છે"
"ઓકે ધેન ડન"

સવારમાં મલય,રાજ,અદિતિ અને નિતલ મળે છે.

"સૉરી યાર અદિતિ મારે સ્ટડીઝ કરવાની છે.બે વારથી ટેસ્ટ ક્લીઅર નથી થતી,જો આ વખતે નહિ થાય ને તો પપ્પા પાછી બોલાવી લેશે.
"ધીસ ઇઝ નોટ ડન યાર નિતલ..."
(મલય અદિતિને વચ્ચેથી અટકાવીને...)
"તને આઇ મીન તમને શેમાં પ્રોબ્લેમ પડે છે?"
"સૉરી?"
"ઓહ'હું મલય હું પણ ટોફેલની પ્રીપ્રેશન કરું છું"
"હાઈ મલય,યાર મારુ રિઝનિંગ અને એપ્ટીટ્યુડ બહુ વિક છે"
"હું શીખડાવી દઈશ ને.આ વખતે તો ટેસ્ટ ક્લીઅર થઈ જ જશે.ડોન્ટ વરી"
(અદિતિ બંનેને અટકાવે છે)
"પ્લીઝ અદિતિ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ"
"હા અદિતિ ટ્રાય તું અન્ડરસ્ટેન્ડ"
"ઓકે ધેન કરો સ્ટડી બીજું શું!!!

પછી મલય અને નિતલ લાયબ્રેરી જાય છે.અને સ્ટડી ચાલુ કરે છે.એ પહેલાં વાત-ચીત દરમિયાન એક બીજાં વિશે થોડું જાણી લે છે.

"તો એપ્ટીટ્યુડથી સ્ટાર્ટ કરીએ?"
"ઓકે"
"તે અમિતાભ બચ્ચનનું બદલા મૂવી જોયું છે?"
"હાસ્તો યાર કેટલું સસ્પેન્સ વાળું છે"
"ઓકે ઓકે પણ આપણે તેની ચર્ચા નથી કરવી.તેમાં એક ડાયલોગ છે.'ફોકસડ ઓન ડિટેલ્સ,બારીકિયો પે ધ્યાન દો'
એપ્ટીટ્યુડ સોલ્વ કરવાનો એક જ મન્ત્ર છે. આજે હું તને એપ્ટીટ્યુડ નહિ ડિટેલ્સ ફાઇન્ડ કરતા શીખવીશ"
"ઓકે"

પછી ધીમે ધીમે બને પ્રેકટીસ પેપર સોલ્વ કરે છે ત્યાં સાંજના આઠ વાગી જાય છે.બીજા દિવસે લાઈબ્રેરી પર ફરી મળે છે.
"યાર એપ્ટીટ્યુડ તો હું જેમ તેમ કરી નાખતી પણ આ રિઝનિંગ ઇઝ ટુ બોરિંગ..."
"એપ્ટીટ્યુડ હો ગયા તો યે રિઝનિંગ કિસ ખેત કી મૂલી હૈ!"
"ચલો ફિર શરૂ કરતે હૈ"
"જો નિતલ રિઝનિંગમાં તને કાય સીધી રીતે આપેલ જ નહીં હોય.તારે એનો મતલબ શોધવો પડશે,સમજવો પડશે.પછી જ તું જવાબ સુધી પહોંચી શકીશ."
"વોટ ડુ યુ મીન,કંઈક સરખું કેને"
"જો કોઈ તને એમ કહે કે ચા ઠંડી છે તો તારે એનો એવો મતલબ કાઢવાનો કે ચા પીવાલાયક નથી.સમજી નીતુ?"
"તું પેલા તો આમ નીતુ કેવાનું બંધ કરી દે,આર. કે ની મધર જેવી ફિલિંગ આવે છે"
"ઓકે ઓકે(ખડખડાટ હસીને)

દિવસના એન્ડ સુધીમાં સિલેબસ પૂરો કરે છે.

"થેંક્યું મલય,કાલે એક્ઝામ છે અને મને જરા પણ ડર નથી.ઓન્લી બિકોઝ ઓફ યુ"
"અરે મોસ્ટ વેલકમ"

આજે એક્ઝામનો દિવસ છે.મલય એક્ઝામ માટે નિતલ ને લેવા જાય છે.નિતલ તૈયાર થઈને મલયની રાહ જોતી ઉભી હોય છે.

"રેડી?"
"યા...ચલો"

મલય રસ્તામાં કરિયાણાની દુકાન પર એકટીવા ઉભું રાખે છે.

"શુ થયું???"
"વેઈટ"

મલય દુકાનદાર પાસેથી દહીં ખરીદીને તેમાં થોડી ચીની નાખીને નિતલ પાસે લાવે છે.

"તારી એક્ઝામ છે ને લે દહીં ચીની ખા સગુન માટે"
"પણ દહીં-ચીની જ કેમ???"
"હું પણ આવો જ સવાલ કરતો મમ્મીને જ્યારે મને દહીં-ચીની ખવડાવતી.બહુ સરસ જવાબ આપેલો તેને...
વર્ષો પહેલા બહુ નાના નાના ગામડાંઓ હતા માંડ પચાસથી સાઠ ઘર હોય.મૉટે ભાગે બધાનો વ્યવસાય ખેતીને પશુપાલન જ.જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ આસપાસ થી જ મળી જાય એટલે કોઈ ને બહાર જવું પડતું હોય તો માત્ર વેપારી ને.વેપારી જ્યારે વેપાર માટે બહાર જાય ત્યારે તેને દહીં-ચીની ખવડાવતા.તે લોકો માનતા કે દહીં જ્યારે દૂધમાં ભળે ત્યારે થોડા સમય પછી આખા દૂધને દહીં બનાવી દે છે.મતલબ કે દૂધ સાથે ભળી ને પણ પોતાનો ગુણતો જાળવી જ રાખે છે પરંતુ તેને ફેલાવી ને દૂધને પણ દહીં જેવું બનાવી દે છે.અને ચીની એટલે કે ખાંડનો ગુણ છે મીઠાસનો.એટલે વેપારી જ્યારે બહાર જાય સારા કર્યો માટે ત્યારે મીઠાશથી અજાણ્યા લોકો સાથે ભળી જાય,પોતાના સદગુણોને જાળવી રાખે,તેનો ફેલાવો કરે અને લોકોને પણ પોતાના જેવા બનાવે.બસ ત્યારથી જ્યારે કોઈ સારું કાર્ય કરવા જતું હોય ત્યારે દહી-ચીની ખવડવાની પ્રથા છે."

પછી મલય નિતલને દહીં-ચીની ખવડાવે છે.
"યમ્મી... તારી પણ એક્ઝામ છે ને લે તું પણ" ને નિતલ પણ મલય ને દહીં ખવડાવે છે.
"હવે બાકીના દહીં નું સુ કરીશુ ઘણું બધું છે"
"તારા વાળમાં લગાવી લે,સિલ્કી થઈ જશે"
"છી....."
"સોરી મજાક કરું છું,ચાલ ધીમે ધીમે એકેએક ચમચી ખતમ કરી"

પછી મલય અને નિતલ એકબીજાની આંખોમાં આંખ પરોવીને વારા ફરતી દહીં પૂરું કરે છે અને એક્ઝામ સેન્ટર પહોંચીને બેસ્ટ ઓફ લક કહી ને છુટા પડે છે.
ફાઇનલી બને ટેસ્ટ ક્લીઅર કરીને રેગ્યુલર બેચમાં શિફ્ટ થઈ જાય છે.પાંચ-છ મહિના પછી ટોફેલની ફાઇનલ એક્ઝામ આપે છે.આજે રિઝલ્ટનો દિવસ છે.

(મલય અને રાજ વચ્ચેનો વાર્તાલાપ)

"મેં ઉપરથી નીચે,નીચેથી ઉપર દશ વાર ચેક કર્યું રીઝલ્ટ. હું તો પાસ થઈ ગયો પણ..."
"પણ નિતલ ફેલ થઈ રાઈટ?"
"હા યાર જેનો ડર હતો એ જ થઈ ગયું"
"ઇટ્સ ઓકે યાર કોલ તો કરી જો એને"
"ના યાર હવે ક્યાં મોઢે કોલ કરું!!! કે હું પાસ થઈ ગયો,યુ.એસ. જાવ છું તું ટ્રાય કરતી રેજે..."

(બીજી તરફ નિતલ અને અદિતિ વચ્ચેનો વાર્તાલાપ)

"હેય આજે રિઝલ્ટ હતું ને તમારુ શુ થયું?"
"મલય તો પાસ થઈ ગયો પણ..."
"ઇટ્સ ઓકે નિતલ નેક્સટ ટાઈમ.પણ મલયને કોલ કરીને વિસ તો કરી દે'
"આઇ એમ હેપી ફોર હિમ,પણ કોલ નહિ.એ બિચારો ગિલ્ટી ફિલ કરશે"

બે મહિના સુધી નિતલ અને મલય વચ્ચે કોઈ વાતચીત
કે કોન્ટેક્ટ થતો નથી.આજે મલયને યુ.એસ. જવાનો દિવસ છે.બધા ફેમેલી અને ફ્રેન્ડઝ તેને ઐરપોર્ટ ડ્રોપ કરવા આવેલ હોય છે.

"યાર નિતલ નથી દેખાતી,એ ના આવી તમારી સાથે?"
"કેમ!તું એક કોલ નથી કરી શકતો એને"
"પણ મને એમ કે..."
"હવે બહુ મોડું થઈ ગયું ભૂલી જા એને"

મલય ચેકિન માટે જતો જ હોય છે ત્યાં એને પાછળથી એક અવાજ આવે છે"મલય..."અવાજ પાર્કિંગ સાઈડથી આવતો હોય છે.અંધારું બહુ હોય છે એટલે ચેહરો સ્પષ્ટ દેખાતો નથી.પણ કોઈ દોડતું દોડતું આવતું હોય છે.

"નિતલ તું!!!ઠીક છે બધું?"
"હા દોડીને આવી ને તો..."
પછી બને વચ્ચે થોડી શાંતિ છવાય જાય છે અને એકબીજાની આંખોમાં આંખ પરોવીને એકબીજાને નિહાળ્યા કરે છે.

"તો ફાઇનલી જાય છે તું"
"હમ્મ...હું તને કોલ કરવાનો જ હતો..."
"ઇટ્સ ઓકે આઇ અન્ડરસ્ટેન્ડ"

નિતલ પોકેટ માંથી દહીં-ચીની કાઢે છે અને એમાંથી એક ચમચી મલયને ખવડાવે છે

"થેન્ક યુ"(સ્માઈલ આપીને)
"મોસ્ટ વેલકમ"
"ઇન્તજાર રહેનગા આપકા યુ.એસ. મેં"

એટલામાં જ એરપોર્ટ પર એનાઉન્સમેન્ટ થાય છે

"ધીસ ઇઝ ધ લાસ્ટ કોલ ફોર પેસેન્ઝર ઓફ ફ્લાઇટ નંબર 178 ટુ યુ.એસ.એ. પેસેન્ઝર આર રિકવેસ્ટડ ટુ પ્રોસીડ એટ ગેટ નંબર 3.થેન્ક યુ."

આવી રીતે મલય અને નિતલ છુટા પડે છે...


-સચિન




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED