Svaym protsahan books and stories free download online pdf in Gujarati

સ્વયં પ્રોત્સાહન

       જ્યારે આપણે લક્ષ્ય નક્કી કરીયે ત્યારે તેમાં કઈ રીતે આગળ વધવું,કેટલું હાર્ડ-વર્ક કરવું,કેટલો સમય ફાળવવો અને તમારી રણનીતિ શુ હોવી જોઈએ. આ બધું માર્ગદર્શન અને મોટિવેશન આપતા હજારો/લાખો વીડિઓ અને લેખો ઈન્ટરનેટ સાઇટ્સ પર જોવા મળશે. પરંતુ, આજે આપણે ડી-મોટિવેશનની વાત કરવી છે.

     તમે લક્ષ્યને અનુબદ્ધ વીડિઓ ઈન્ટરનેટમાં જોશો,કોઈ મોટીવેટર પાસે મોટિવેશન પણ મેળવો અને થોડા દિવસો સુધી ફુલ ચાર્જ થઈ જશો.પરંતુ થોડા સમય પછી મોબાઈલ ફોનની બેટરીની જેમ ચાર્જીન્ગ ઉતરી જશે.આવું કેમ થાય છે? શું તમે આળસુ છો? ના! જો એવું હોત, તો મારા મત મુજબ તમે ચોક્ક્સ ધ્યેય જ નક્કી ના કરી શક્યા હોત.

      આની પાછળનું મોટું કારણ છે ડી-મોટિવેશન અને ડી-મોટીવેટરો. જે તમને તમારા લક્ષ્ય માટે અડચણ રૂપ હોય છે.
      
      આવા લોકો મોટાભાગે ત્રણ પ્રકારના હોય છે.
(1)તમે જે કરવા માગો છો એવું જ ધ્યેય તેમનું હતું,પરંતુ           વિષમ પરિસ્થિતિ અને સંજોગોવસાત તેઓને સફળતા ન           મળી.    
(2)કોઈ ત્રીજા વ્યક્તિના ખરાબ અનુભવથી તમને પણ તેમ   ન કરવા સમજાવે તેવા લોકો.
(3)ઈર્ષાળુ કે જે ક્યારેય પણ તમને સફળ થતા જોઈ શકતા નથી.

     પહેલા પ્રકારના લોકોનું પણ લક્ષ્ય તમારા જેવું જ હતું,પરંતુ તેઓ સફળતા ન મેળવી શક્યા.તેનું કારણ હોય શકે રણનીતિનો અભાવ,માર્ગદર્શનની ઉણપ કે ઓછી આવડત.એટલે વારંવાર પ્રયાસો છતાં સફળતા મળતી નથી.આવા લોકો જ્યારે તમને મળશે ત્યારે તમને પોતાની ભૂલ કે ખામી જણાવવાને બદલે જે-તે ક્ષેત્રને જવાબદાર ગણાવીને તે કામ ન કરવાનું કહેશે.
     ઉદાહરણ તરીકે એડમિનિષ્ટ્રેટીવની પરીક્ષામાં વારંવાર નિષ્ફળ જતો વિદ્યાર્થી, તે દિશામાં આગળ વધવા માગતા વિદ્યાર્થીને અનામત વ્યવસ્થા અને કરપ્શન જેવા બહાના બતાવીને રોકશે
      બીજું ઉદાહરણ જોઈએ તો,ક્રિકેટમાં ઘણા સમયથી રન ન બનાવી શકતો બેટ્સમેન પોતાની ખામી જાણવાને બદલે ખરાબ અમ્પાયરિંગ, પ્રતિકુળ વાતાવરણ કે પિચને જ જવાબદાર ગણાવશે.
      આવા લોકોથી બચવા માટે તેનાથી દૂર રહેવાની કે તેને ન સાંભળવાની જરૂર નથી. પરંતુ તેના કારણો સાંભળીને તેનું વિશ્લેષણ કરવું જેથી તેને કરેલ ભૂલ કે ખામી આપણાથી ન થાય.
       તેની વાત સાંભળીને જો લક્ષ્ય પ્રત્યે અન-સિક્યોર ફિલ થાય તો,તમારા જ ક્ષેત્રમાં જે વ્યક્તિ સફળ છે અને તમારી ઓળખાણમાં છે તો તેનો સંપર્ક કરીને માર્ગદર્શન મેળવો. જો એવું શક્ય ન હોય,તો એ જ ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરી ગયેલા કોઈ મહાત્માના ઘણા ઉદાહરણો ઈન્ટરનેટ પર હશે. તેને શું કર્યું સફળતા માટે તેનું વિશ્લેષણ કરો.
       બીજા પ્રકારના લોકોનો ઉદેશ્ય ખરાબ હોતો નથી.મોટેભાગે તેઓ તમારા શુભચિંતક હોય છે.તમારા માતા-પિતા, ભાઈ-બહેન કે કોઈ નજીકના સગા-સંબંધી જે તમારું સારું ઈચ્છે છે તેનો સમાવેશ થાય છે.તમારા ધ્યેય વિશે સાંભળીને પોતાના અનુભવના આધારે તમને સલાહ આપતા હોય છે.
       મોટેભાગે તમે જણાવશો કે તમે શું કરવા માંગો છો અને ભવિષ્યમાં ક્યાં ક્ષેત્રમાં કારકિર્દી બનાવા માંગો છો ત્યારે કોઈ બીજાના ઉદાહરણ દ્વારા તેમ કરતા તમને રોકશે.
        જેમકે 12th પાસ કરીને સંતાન એન્જિનિરિંગમાં આગળ વધવાનું કહે છે ત્યારે પિતા કહે છે કે "એમના કોઈ નજીકના મિત્રનો પુત્ર પણ એન્જિનિરિંગ થયો અને આજે નોકરી માટે ભટકે છે" 
          આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે સૌથી પહેલાતો પેરેન્ટ્સને તમારા રસ વિશે જણાવો અને સમજાવો કે તે નિષ્ફળ થયો એટલે જરુરી નથી કે મારી સાથે પણ એવું થાય.બની શકે કે એને કોઈકનું અનુકરણ કર્યું હોય,આવડત ઓછી હોય અથવા તો સંજોગો એવા હોય જેના કારણે સફળતા ન મળી હોય.
          સમજાવતી વખતે એટલું યાદ રાખો કે તેઓ તમારા પ્રત્યે ખૂબ સિક્યોર છે.તેમનો ઉદેશ્ય તમને સફળ બનતો જોવાનો છે એટલે ગુસ્સેથી વાત કરવાનું ટાળશો.
          ત્રીજા પ્રકારના લોકો એટલે કોઈ પણ હોય શકે.તમે કલ્પના પણ ન કરી હોય તે વ્યક્તિ.તમારા ફ્રેન્ડઝ,બેસ્ટ-ફ્રેન્ડઝ કે સગા-સંબંધી પણ હોય શકે.
          આ લોકો એ જ છે જે ક્યારેય પણ તમને ઉચ્ચ હોદા પર કે સફળ વ્યક્તિ તરીકે જોઈ જ શકશે નહીં.જે તેમની તમારા પ્રત્યેની ઇર્ષાના દર્શન કરાવશે અને આવા લોકો પોતાની ઇર્ષાની ભાવનાને છુપાવી શક્શે જ નહિ અને તમે તેને ઓળખી જશો.કારણ કે તમારી છઠ્ઠી ઇન્દ્રિય એ સમયે સજાગ થઈ જાય છે.
          તમારો ધ્યેય જ્યારે જણાવશો ત્યારે તમને એવું સાંભળવા મળશે"તું આ નહિ કરી શકે","તારી એટલી ઔકાત જ નહીં" વગેરે-વગેરે...પરંતુ ઔકાત ક્રોસ કરવાથી જ સફળતા મળે એવું એને કોણ સમજાવે!
          આવા લોકોનો જે-તે સમયે સમનો કરવા"હું ચોક્કસ પણે નિષ્ફળ જઈશ,એવું તું કઈ રીતે કહી શકે?"
એવો સવાલ કરવો નિશ્ચિત રૂપે એની પાસે કોઈ જવાબ નહિ હોય અથવા આડો-અવળો જવાબ આપી વાતને ટાળવાનો પ્રયત્ન કરશે.
           બને ત્યાં સુધી આવા લોકોથી દૂર રહેવું અને સંબંધોમાં પણ થોડું અંતર જાળવું.
          યાદ રહે બધા લોકો આવા ઈર્ષાળુ હોતા નથી.
તમારો સાચો પ્રેમી કે સાચો મિત્ર જ્યારે તમને જે-તે કામ કરતા અટકાવે ત્યારે તેમને આવા ત્રીજા પ્રકારના લોકો ન ગણીને યોગ્ય કારણ પૂછવું.આવું કરવાથી તમને ખાતરી પણ થઈ જશે અને તમારા નબળા પાસા જાણવા મળશે જેને સુધારીને લક્ષ્ય તરફ આગળ વધવામાં સરળતા રહેશે.
          આ ત્રણેય પ્રકારના ડી-મોટીવેટરોનો સામનો કરતી વખતે એક મહત્વની બાબત યફ રાખવી કે ક્યારેય ગુસ્સો કે આરગુમેન્ટ્સ ન કરવા અને શાંતિથી તેના પર વિચાર કરવો.તમને આપોઆપ ડી-મોટિવેશન માંથી જ મોટિવેશન મળશે.
         લક્ષ્યની પ્રાપ્તિ માટે'"કર્મ"' પર જ સૌથી વધારે ફોકસ કરો.છેલ્લે તો સફળતા કે નિષ્ફળતા નો આધાર તમારા "કર્મ"પર જ રહેલ હોય છે.

     when KARMA hit's,no one can bit's


           -સચિન
       

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED