Dinner books and stories free download online pdf in Gujarati

ડિનર

સૂર્ય આથમી ગયો હતો અને અમે બધા ફ્રેન્ડ સર્કલમાં ટાઇમપાસ કરતા હતા.સાંજે ડિનરમાં ક્યાં જવું એ નક્કી થતું હતું .ત્યાં એક મિત્રએ TGTમાં જવા માટેની વાત બધા વચ્ચે મૂકી .યોગાનુયોગ બધાના ખિસ્સાને માફક આવતું હતું એટલે વાત પર અમલ ફરમાવવામાં આવ્યો .

રેસ્ટોરન્ટના મેન્યુમાં કેરીનો રસ અને ડ્રાયફ્રુટ હલવો હતો .રિસેપ્શન પર જઇને મેં વેઇટિંગમાં નામ લખાવ્યું અને અમે બધા મિત્રો બહાર સોફા પર બેઠા હતા .ત્યાં અચાનક રિસેપ્શન પરથી અવાજ આવ્યો"સચિન પટેલ કોન હૈ... "અને અમને ચીંધવામાં આવેલ ટેબલ પર અમે ગોઠવાઈ ગયા .

વેઈટર દ્વારા પહેલેથી જ બધી ડિશો ગોઠવી દેવામાં આવી હતી .હવે ધીમે ધીમે બધી વાનગીઓ સર્વ થવા લાગી .બધી વાટકી ભરાવવા લાગી .મારા એક હરખપદુડા મિત્રએ તો કેરીનો રસ બે વાટકીમાં ભરાવ્યો અને એક મિત્રતો હજી બધી બધી વાનગી પીરસાય એની પેલા જ દિલ્લીચાટ ઝાપટી ગયો .વેઈટર બીજી વાર આવ્યો ત્યારે મારી ડીશમાં દિલ્લીચાટ તરફ ઈશારો કરીને વેઈટરને કહે"આ પાછું લેતો આવજે... "

ટૂંકમાં કહું તો મારા બધા મિત્રો ડિનરનો મસ્ત રીતે આનંદ માણતા હતા .અને હું ડીશમાં બધી વાનગી પીરસાય જાય તેની રાહ જોતો હતો .અંતે મારી ઈચ્છા પૂર્ણ થઈ પણ ત્યારે મારા મિત્રો લગભગ પચીસ ટકા ધરાઈ ગયા હશે .

જમતા જમતા મારે ડ્રાયફ્રુટ હલવો પતી ગયો એટલે મેં બીજા વેઈટરને બે-ત્રણ વાર હલવો લાવવા કહ્યું પણ , હલવો આવે જ નહીં .મારા મિત્રએ પણ રસ પીરસતા વેઈટરને હલવો લાવવા કીધું પણ એ ધ્યાન બેરો લાગ્યો .હવે ઈગો હર્ટ થઇ ગયો હતો .મનમાં વિચાર્યું યાર હવે તો હદ થઈ ગઈ . એટલે મેં રોટલી પીરસવા આવેલ વેઈટરને ઉંચા આવાજમાં કીધું" રોટલી નથી જોતી ,હલવો લાવવાનું ક્યારનો કહું છું ખબર નથી પડતી..."એ બિચારો નીચું જોઈને ચાલ્યો ગયો .પરંતુ, મેનેજર હલવો આપીને ગયો અને હું મારી જાત પર ગર્વ લેવા લાગ્યો કેમ કે ઈગો સટીસફાય થઈ ગયો હતો ને !

ત્યારે મારા એક મિત્રએ મને સલાહ આપી કે "અત્યારે તારો ઈગો સટીસફાય થઈ ગયો પણ , તારી વેઈટર હારે વાત કરવાની રીત બરોબર નહોતી" .ત્યારે મને એ ન સમજાણુ.

પણ' હવે આખી વાતને દૂર દ્રષ્ટિથી જોઈએ તો મારા બધા મિત્રો હોટેલમાં પ્રવેશતાની સાથે જ મસ્ત રીતે ઇવનિંગ એન્જોય કરતા હતા પણ હું હોટેલમાં એન્ટ્રીથી લઇને બિલ ચૂકવવા સુધી એકદમ ફોર્મલી વર્તતો હતો જાણે કોઈ ઓફિસના કલીગ સાથે ગયો હોય તે રીતે.એટલે જ હલવો મારા ટાઈમ પર ના આવ્યો એટલે મારો ઈગો હર્ટ થઈ ગયો ને મેં પેલા વેઈટરને તરત જ ઘઘલવી નાખ્યો.

મને આ ઘટનાથી એટલું શીખવા મળ્યું કે તમને તમારા મિત્ર કરતા ગમે એટલી વધારે કેમ ના ખબર પડતી હોય,કોઈ ઇવેન્ટ કે પાર્ટીમાં મિત્રો હારે ગયા હોય ત્યારે ઈગો બાજુમાં મૂકીને એકદમ કેજ્યુઅલી એન્જોય જ કરવાનો.

અને કોઈ પણ માણસને ભલે તમે જે તે સમયે પોતાની જાત કરતા નબળો સમજતા હોય,પરંતુ તે કંઈક સલાહ આપે ત્યારે તેને હાંસિયામાં નહિ ધકેલવાની,પણ તે સાંભળીને તેમાંથી આપણે કેટલું શીખવાનું છે એ ધ્યાન રાખવાનું.હું સો ટકા સલાહ માનવાની વાત નથી કરતો.કારણ કે નહિતર તો તમે તેના જેવા જ બની જશો.પરંતુ બની શકે કે કોઈ બાબતમાં તે તમારા કરતા પણ ચડિયાતો હોય.બસ એ વસ્તુ જ એની પાસેથી શીખવાની છે.

The people who copying and just finish their work are lazy,but LEGEND that can improve their self by copying.

-સચિન

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED