ધ સ્કોર્પિયન પ્રકરણ -20 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન પ્રકરણ -20

સ્કોર્પીયન

: 20

દેવ સીલીંગ તરફ જોતાં જોતાં ક્યારે સુઈ ગયો એને ખબર જ ના પડી. ખાસીવાર ઊંઘ્યાં પછી એની એકા એક આંખ ખુલે છે એ સફાળો બેઠો થાય છે એને થયું એનાં રૂમની બારી તરફથી કંઈક અવાજ આવે છે એ સાવધ થાય છે. દેવ ડ્રેસીંગ રૂમમાં જાય છે ત્યાં એની બેગમાંથી રીવોલ્વર હાથમાં લઈને એ બહાર આવે છે. એને મેહસૂસ થાય છે કે બહાર ધીમો વરસાદ વરસી રહ્યો છે રાત્રી જામી રહી છે ઠંડી વધી રહી છે.... એ ઠંડી ઠંડી ધાતુની રીવોલ્વર હાથમાં લઈને સાવધાન થઇ બારી તરફ જઈ રહ્યો છે એણે બારીનાં દુધીયા ગ્લાસમાંથી જોયું કોઈ ઓળો છે બહાર એણે તુરંત જ બારી પાસે આવીને અચાનક જોરથી બારી ખોલી નાંખી અને એણે બહાર અંધારામાં જોયું કોઈ ઓળો નીચે તરફ કૂદી ગયો અને ઝાડીમાં અદ્રશ્ય થયો.

દેવને આશ્ચર્ય થયું કે મારાં રૂમની બારી પાસે કોણ આવેલું ? એણે પેલો ઓળો ગયો એ તરફ ધ્યાનથી જોયું પણ કંઈ દેખાતું નહોતું એને એટલી ચોક્કસ ખબર પડી કે કોઈ બેઠા ઘાટનો બાંઠિયો માણસ હતો જેણે રેઇનકોટ જેવું પહેર્યું હતું માથે પણ કંઈક પહેરેલું હતું...એને થયું સિદ્ધાર્થને જાણ કરું ? કે બહાર બહાદુર વગેરે છે એલોકોને જાણ કરું ?

દેવે બારી બંધ કરી અને વિચાર્યું સિદ્ધાર્થને જ પહેલાં જાણ કરું... એણે સિદ્ધાર્થને ફોન કર્યો. સિદ્ધાર્થે કહ્યું “ભાઈ દેવ સોફીયા ઓકે છે હવે કોઈ ભય નથી એને તું થોડી ધીરજ રાખ....” દેવે કહ્યું “સર મેં સોફીયા અંગે ફોન નથી કર્યો.... મારાં માટે ફોન કર્યો છે” એમ કહી બધીજ વિગત જણાવી કે એનાં રૂમની બારીમાં કોઈ હતું અને જેવી ખોલી તો એ ભાગી ગયો. પોતે થર્ડ ફ્લોર પર છે બાકી બધાં સેકન્ડ ફ્લોર પર છે અને જોસેફ ગ્રાઉન્ડફ્લોર પર હતો એ બધીજ સીચ્યુએશન કહી.

સિદ્ધાર્થે કહ્યું થર્ડ ફ્લોર પર તું છે તો એ ત્યાં સુધી બહારથી ચઢ્યો કેવી રીતે ? ઓહ યસ આ હોટલ ની ચારે બાજુ બિલ્ડીંગ ને અડીને બધાં ઝાડ છે ચોક્કસ એ ઝાડ પર ચઢીને જ આવ્યો હશે અને આવનારને આવી પ્રેક્ટીસ હશે. દેવ તું ચિંતા ના કર હું હોટલની ફરતે પણ બંદોબસ્ત કરાવી લઉં છું બધે સર્ચ કરાવું છું.

દેવે કહ્યું મેં થોડી ઊંઘ ખેંચી લીધી છે હવે ઊંઘ નહીં આવે અડધી રાત્રી તો આમ પણ જતી રહી છે. સિદ્ધાર્થે કહ્યું દેવ એક કામ કર તું અહીં આવી જા હું જીપ મોકલું છું ત્યાં પેલાં માણસની તપાસ શરૂ કરાવી દઉં હજી એ દૂર નહીં ગયો હોય... અહીં જંગલમાં રહેતાં માણસો અંધારું, ઝાડી અને વરસાદની, ઠંડીની ઓથ લઈને ક્યાં ગૂમ થઇ જાય છે ખબર નથી પડતી પણ મારી પાસે કુશળ ટુકડી છે તેઓ શોધી નાંખશે.

દેવે કહ્યું ઓકે હું ત્યાં આવું છું એકવાર સોફીયાને પણ ભાનમાં આવેલી નજરે જોઈ લેવાય. સિદ્ધાર્થે કહ્યું ભલે અને ફોન મુકાયો. દેવે પોતાનાં રૂમમાં નજર કરી બધી બારીઓ બરાબર બંધ છે ને એ ચેક કર્યું પોતાનું લેપટોપ બીજા ડીવાઈસ બધું બેગમાં મૂકી બેગને ડ્રેસીંગરૂમનાં લોકરમાં મૂકી. રીવોલ્વર પોતાનાં પેન્ટનાં ખીસામાં મૂકી. ખીસામાં મુકતા પેહલા એણે એ નાનકડી ઈમ્પોર્ટેડ ઈટાલીયન બનાવટની રીવોલ્વરને કાઢી જોઈ ચૂમી અને ફરી ખીસામાં મૂકે છે. એણે ઉપર ઓવરકોટ કમ રેઇનકોટ પેહરી લીધો. માથે હેટ પહેરી લીધી જાણે કોઈ ડીટેક્ટીવ હોય એવો લાગી રહેલો . આ દેવનો ગમતો ડ્રેસ હતો.... એણે રૂમમાંથી નીકળીને રૂમ લોક કરી ચાવી ખીસામાં મૂકી...

એ લીફ્ટમાં નીચે ઉતર્યો અને સિદ્ધાર્થની જીપ લેવા માટે આવી ગઈ હતી દેવે નીચે ઉતરીને દુબેન્દુનાં ફ્લોર તરફ એની રૂમની વીન્ડો તરફ જોયું તો એ ખુલ્લી હતી. એણે દુબેન્દુને ફોન લગાવ્યો તરતજ રીસ્પોન્સ આપ્યો દુબેન્દુ એ પૂછ્યું દેવ અત્યારે ?

દેવે કહ્યું હું કહું છું ધ્યાનથી સાંભળ પહેલાં તો તારી બારીઓ ખુલ્લી છે એ બંધ કરી દે.... હજી પેલીનાં સુંવાળા સાથમાં જ છે ? ટેઈક કેર.... વધુ પીશ નહીં. બારી દરવાજા બંધ રાખજે વધુ મળીશ ત્યારે કહીશ હું સિદ્ધાર્થ પાસે જઉં છું સોફીયાની તબીયત પણ જોઈ લેવાય એ ભાનમાં આવી ગઈ છે... દુબેન્દુએ કહ્યું દેવ.... ટેઈક કેર હું સ્કોર્પીયન સુધી પહોંચી રહ્યો છું વધુ રૂબરૂ માં બાય એમ કહીને ફોન કાપ્યો. દેવે કહ્યું ભલે ટેઈક કેર તારાં પાશમાં છોકરી નથી નાગણ છે સંભાળજે.

દુબેન્દુ ને હસુઆવી ગયું એણે ફોન મૂકતાં મૂકતાં કહ્યું ભલે તો હું મોટો મદારી છું ભલભલી નાગણોને વશ કરી નાંખનાર છું એમાંથી એક મારાં બેડ પર પડી છે પછી હસેછે અને ફોન મુકાય છે.

*****

સિદ્ધાર્થ કલીંગપોંન્ગની સીટી હોસ્પીટલમાં છે એણે સોફીયાને રક્ષણ આપવાની જવાબદારી લીધી છે આખી હોસ્પીટલમાં અને બહાર ફરતે સખ્ત બંદોબસ્ત છે અને સોફીયા પણ ભાનમાં આવી છે.

સિદ્ધાર્થને ચિંતા હતી કે ડોક્ટરનાં રીપોર્ટ પ્રમાણે સોફીયાને અસંખ્ય સ્કોર્પીયનનાં (વીંછીઓનાં) ડંશ આપવામાં આવ્યાં છે અને એનાં ઝેરનું ઈન્જેકશન આપવામાં આવ્યું છે પણ એનો રેપ નથી થયો કે ના કોઈ જબરજસ્તી થઇ છે ખબર નથી પડતી કે એની સાથે આવું શું થયું ? પછી એને રોડ પર મૂકી દીધી ? પણ હાંશ એ વાતની છે કે હવે એ સારવાર પછી એટલીસ્ટ ભાનમાં આવી છે.

સિદ્ધાર્થે જોયું દેવને લઈને જીપ પાછી આવી રહી છે જીપમાં પણ બે જવાન સાથે હતાં. સિદ્ધાર્થ દેવ આવી રહ્યો છે એવું જુએ છે અને એનો મોબાઈલ રણકે છે. સિદ્ધાર્થ મોબાઈલ પીક કરે છે અને જે ફોન આવ્યો છે એને સાંભળે છે એનાં કપાળની રેખાઓ તંગ થાય છે એ માંડ કાબુ કરીને બધું સાંભળી રહ્યો છે.

દેવ જીપમાંથી ઉતરીને સીધો સિદ્ધાર્થ પાસે આવે છે. હોસ્પિટલ કમ્પાઉન્ડમાં બધે અંધારું છે સ્ટ્રીટલાઈટ અને બિલ્ડીંગની લાઈટો ચાલુ છે એનું આછું અજવાળું છે ધીમો ધીમો વરસાદ ચાલુ છે સિદ્ધાર્થની નજીક આવી દેવ જુએ છે કે સિદ્ધાર્થ કોઈની સાથે ગંભીરતાથી વાત સાંભળી રહ્યો છે અને કંઈક ટેંશનમાં લાગી રહ્યો છે.

દેવે વિચાર્યું સિદ્ધાર્થ વાત કરે છે ત્યાં સુધી સોફીયાને જોઈ લઉં એ સિદ્ધાર્થને ઇશારાથી કહે છે કે સોફીયાને મળીને આવું....સિદ્ધાર્થ વાતો કરતાં હાં પાડે છે અને દેવ સોફીયાનાં રૂમ તરફ જાય છે એ રૂમ ખોલે છે અને જુએ છે તો ......

વધુ આવતા અંકે પ્રકરણ 21