ધ સ્કોર્પિયન પ્રકરણ -19 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધ સ્કોર્પિયન પ્રકરણ -19

ધ સ્કોર્પીયન

પ્રકરણ : 19

 

દુબેન્દુને ઝેબા સ્ટ્રીપ્ટીઝ ડાન્સનો વીડીયો બતાવી રહી હતી અને પોતે પણ જોઈને આનંદ લઇ રહી હતી.... ઝેબા નશામાં હતી અને જોવાની અને બતાવાની મજા આવી રહી હતી.... દુબેન્દુએ વિચાર કર્યો ઝેબાનો ફોન દેવ લઇ ગયો હશે ત્યારે એણે આ બધુંજ એણે ઝેબાના ફોનમાંથી ડાઉનલોડ કર્યુજ હશે. એ જોતો હશે ? ત્યાંજ એણે વિડીયોમાં ડાન્સમાં ક્રાઉડમાં સોફીયાને જોઈ સોફીયા ખુબ મસ્તીથી ડાન્સ કરી રહી હતી એની આજુ બાજુનું ક્રાઉડ મ્યુઝીક ની તાલે એકપછી એક કપડાં ઉતારી રહ્યું હતું સોફીયા એ બધું માણી રહી હતી હસી રહી હતી સાથે સાથે ડ્રીંક પી રહી હતી પણ એણે એક કપડું પોતાનાં શરીર પરથી ઉતાર્યું નહોતું.

દુબેન્દુ ધ્યાનથી જોઈ રહેલો એણે ઝેબાને પોતાની તરફ ખેંચી અને વિડીયોમાં નાચી રહેલી સોફીયાને આંગળી કરી બતાવીને પૂછ્યું આ ક્યાંનો વીડીયો છે ? આ સોફીયા છે ને ? ઝેબાએ ડ્રીંક પૂરું કર્યું અને એણે આંખો નચાવતાં નચાવતાં કહ્યું હાં.... સોફીયા છે અને ક્રાઉડ એની કોલેજનું છે. ત્યાં એક આફ્રિકન હબસી જેવો ક્રાઉડમાં આવ્યો અને સોફીયાને પોતાનાં તરફ ખેંચે છે અને એનાં હોઠ પર કીસ કરવા જાય છે અને સોફીયા એને જોરથી ધક્કો મારીને દૂર હડસેલે છે અને ગુસ્સામાં ક્રાઉડ છોડી જતી રહે છે.

ત્યારબાદ એ આફ્રિકન જોરથી હસવા માંડે છે અને બીજી છોકરીને ખેંચી કીસ કરે છે અને પછી એ મ્યુઝીક ની તાલે ડાન્સ કરે છે એટલામાં એનો કોઈ સાથી આવે છે એનું મોઢું ચેહરો ચાઈનીઝ જેવો છે એનાં આખા હાથ પર છાતી પેટ બધે છૂંદણાં ટેટુ કરેલાં છે એ એનાં હાથમાં રહેલું કાચની પેટી જેવું સાધન ખોલે છે એમાંથી એક મોટો કાળો સ્કોર્પીયન (વીંછી) કાઢી એની હથેળી પર લે છે અને ડરામણું અટ્ટહાસ્ય કરે છે ત્યાં મ્યુઝીકનો તાલ અને અવાજ ઝડપી અને મોટો થાય છે પેલો ચાઈનીઝ જેવો દેખાતો ચપટા ચહેરાંવાળો પુરુષ એ સ્કોર્પીયન (વીંછી) ને પોતાની છાતી પર મૂકે છે અને સ્કોર્પીયન (વીંછી) એને ડંખ મારે છે પેલો જોર જોર થી હસે છે એની આંખમાંથી પાણી નીકળે છે આંખો લાલ લાલ થાય છે ત્યાં પેલો હબસી સ્કોર્પીયનને (વીંછી) પોતાનાં હાથમાં લે છે અને હાથ પર ડંખ મરાવે છે અને એ ઉછળકૂદ કરવા લાગે છે રાડો પાડે છે.

ચપટા ચહેરાંવાળો સ્કોર્પીયનને (વીંછી) એની પાસેથી લઈને કાચની પેટીમાં મૂકી દે છે. એ અને પેલો હબસી ડાન્સ એકદમ ઝડપથી કરવા લાગે છે પછી વિચિત્ર રીતે જોર જોરથી હસે છે.... ત્યાં સોફીયા પાછી આવે છે એની સાથે બીજી છોકરી છે જે ઝેબા છે... દુબેન્દુ જોઈને આશ્ચ્રર્ય પામે છે ઝેબા એ કાચની પેટી લઈને જતી રહે છે. દુબેન્દુએ ઝેબાને પૂછ્યું ડાર્લીંગ તું કાચની પેટી લઈને ગઈ એમાં તો સ્કોર્પીયન છે તને ડર ના લાગ્યો ? આ ડાન્સ ક્યાં નો છે ? આ પેલો ચપટા ચહેરાંવાળો અને આફ્રીકન કોણ છે ?

ઝેબાએ પેલી ડ્રગની પુડિયા ખોલી એમાંથી ડ્રગ હથેળી પર લીધી પછી એનું નમણું અને લાબું નાક ત્યાં લાવીને ડ્રગ અંદર ખેંચી અને નશો કર્યો.... પછી એણે દુબેન્દુની સામે જોયું એની આંખો લાલ લાલ થઇ ગઈ એણે કહ્યું એ હબસી.... આઈ મીન આફ્રીકન મારો કઝીન છે લોબો.... અને ચપટો તો હીન્દુસ્તાની છે તોશીક લામા.... આ વીડીયો બે વર્ષ પહેલાનો છે અમે લોકો અહીં.... કોલકોતામાંજ એક ડાન્સ ક્લ્બમાં પાર્ટી કરી રહેલાં.

પછી થોડીવાર ચૂપ થઇ ગઈ અને દુબેન્દુની સાવ નજીક આવી અને બોલી તું પણ કોલકોતામાં રહે છે તું આવી પાર્ટીમાં જાય છે કે નહીં ? એન્જોય નથી કરતો ? દુબેન્દુને લાગ્યું ઝેબા ખુબ નશામાં છે... એણે પોતાનો ફોન કાઢ્યો અને રેકોર્ડીંગ મોડમાં મૂકી બાજુમાં રાખી દીધો.

ઝેબા મસ્તીમાં ઝૂમી રહી હતી એણે ડ્રગનો નશો ફરીથી કર્યો અને એ દુબેન્દુની બાજુમાં આવીને રીતસર ઢળી પડી.... દુબેન્દુએ એને ઝીલી અને બાજુમાં સુવાડી એણે ઝેબાને કહ્યું એય ઝેબુ યુ આર વેરી બ્યુટીફૂલ... અને નશો કરીને તો તું લાલ લાલ ગુલાબી ગુલાબી થઇ જાય છે..... એય ઝેબુ.... એમ કહી એનાં ગાલ થપથપાવ્યો અને કીસ કરી....

ઝેબાએ હસતાં હસતાં સમાઈલીંગ ફેસ કરી દુબેન્દુની સામે જોયું અને એનો હાથ ખેંચી પોતાની છાતી પર મૂકી દીધો. દુબેન્દુ એની સટીક આવી ગયો એણે ઝેબાને ઝીલી બેસાડી.... એ સુઈ ગયેલી અને ઝેબાને પૂછ્યું એય ઝેબુ લવ યુ.... મારે પણ સ્કોર્પીયનનો નશો કરવો છે..... કરાવીશ ?

ઝેબાએ આંખો પહોળી કરી અને આશ્ચ્રર્યથી દુબેન્દુ સામે જોવા લાગી....એણે કહ્યું તારે સ્કોર્પીયનનો નશો કરવો છે ? તને ખબર છે ? એમાં ખુબ દર્દ પીડા થાય..... શરૂઆતમાં પીડા થાય પણ પછી ખુબ મજા આવે એવો નશો છે એમાં જાણે જીવતાં સ્વર્ગ માણતાં હોઈએ લાગે. હેવન છે હેવન....

દુબેન્દુ મનમાં બોલ્યો સાલા તમે લોકો હેવાન છો હેવાન.... આટલો નશો દારૂનો ડ્રગનો કેમનો પચાવો એજ નવાઈ છે. પેલી સોફીયાની કેવી દશા કરી હતી ? હજી એનું ઠેકાણું નથી પડ્યું પણ એણે વાત કાઢવવા આગળ નાટક ચાલુ રાખ્યું. એણે ઝેબાને કહ્યું ઝેબુ તું ખુબ સ્વીટ છે ડાર્ક ચોકલેટ જેવી કડવી પણ મજેદાર... એમ કહી એનાં હોઠ પર હોઠ મૂકી દીધાં.... નશીલી ઝેબાએ દુબેન્દુનાં વસ્ત્રો કાઢવા માંડ્યા.... બોલી હું ડાર્ક ચોકલેટ તું બ્રાઉન કેડબરી જેવો છે આવી જા એમ કહીને એણે દુબેન્દુને પોતાનાં તરફ ખેંચી પગ પહોળાં કરી દીધાં.

દૂબેન્દુએ એની મરજી પારખી દાવ માર્યો એણે કહ્યું એય મારી ડાર્ક ચોકલેટ પહેલાં મને સ્કોર્પીયનની મજા કરાવ પછી બધી વાત... સોફીયાને કોણે આવી પનીશ કરી ? અને કેમ ? એ વાત મારાં મગજમાંથી જતી નથી.... આટલું સાંભળતાં ઝેબા બેઠી થઇ ગઈ એનો ચહેરો બદલાઈ ગયો.... એ બોલી તું મારી પાસે શું કરાવવાં માંગે છે ? તું પોલીસવાળાની જેમ કેમ પ્રશ્નો કરે છે ? તું ટુરીસ્ટ કોચ-ગાઈડ છે કે જાસૂસ ? મેં તને દોસ્ત માન્યો છે તું પ્રશ્નો કર્યો કરે છે ? દુબેન્દુ સાવધ થયો એણે હસતાં હસતાં કહ્યું અરે યાર ઝેબુ....હું ક્યારનો બધું જોતો હોઉં પ્રશ્ન થાય સ્વાભાવિક છે કોઈને પણ થાય એમાં મને જાસૂસ કહી દીધો ? હું તો તને ક્યારનો પ્રેમ કરું છું તું ઉત્તેજીત થાય છે મારાં પર શંકા કરે છે.... હું તો મોજમસ્તીમાં માનનારો છું .... મજા લુંટો લુંટાવોમાં માનું છું....આમ ...તું.... ત્યાં ઝેબા દુબેન્દુને વળગી પડે છે અને પોતાનાં તરફ ખેંચી આમંત્રણ આપે છે.

દુબેન્દુ હવે સાવધ થાય છે એ ઝેબાના તન સાથે રમવાનું શરૂ કરે છે.... ઝેબા પણ આકર્ષણમાં ખેંચાતી જાય છે અને બબડે છે... દુ દુ.... લવ યુ.... પેલો લામા અહીં આવી ગયો છે.... તારો મેળાપ કરાવીશ તારે સ્કોર્પીયન જોવે છે ને ડંખ નો નશો કરવો છે ને ? ....

 

વધુ આવતા અંકે પ્રકરણ :20

રેટ કરો અને રિવ્યુ આપો

Hemal nisar

Hemal nisar 2 દિવસ પહેલા

name

name 2 માસ પહેલા

Jagdishbhai Kansagra

Jagdishbhai Kansagra 2 માસ પહેલા

Amit Paghadar

Amit Paghadar 3 માસ પહેલા

Khyati Pathak

Khyati Pathak 5 માસ પહેલા