ધ સ્કોર્પિયન પ્રકરણ -18 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધ સ્કોર્પિયન પ્રકરણ -18

ધ સ્કોર્પીયન

પ્રકરણ -18

 

દુબેન્દુ દેવને ખાસ મેસેજ કરીને ઝેબા સાથે માર્લોનાં રૂમ તરફ જાય છે. એનો રૂમ એમજ બંધ હતો. ઝેબાએ દુબેન્દુને ચેતવ્યો કે બીલકુલ અવાજ ના થાય. દુબેન્દુએ એનાં કાનમાં કહ્યું ડ્રીંક તે વધારે લીધું છે તું સાચવજે. ઝેબાએ કહ્યું હસીને આ કશું નથી એમ કહી દરવાજો ખોલી આસ્તેથી અંદર પ્રવેશ્યા. અંદર રૂમમાં આછાં અજવાળામાં માર્લો અને જ્હોન બંન્ને જણાં.... દુબેન્દુએ એ જોયું અને સડક થઇ ગયો.

જ્હોન અને માર્લો સાવ નગ્ન અવસ્થામાં એકબીજાને ખુબ પ્રેમ કરી રહેલાં. જ્હોન ઉપર અને માર્લો નીચે હતો બંન્ને જણાં પ્રેમ ક્રીડા કરી રહેલાં. દુબેન્દુને હસું આવી ગયું એણે વિચાર્યું આવું કેવું લંગુર સાથે લંગુર ?

ત્યાં ઝેબા અંદર તરફ ગઈ એ માર્લોનું પેન્ટ શોધી રહી હતી. ત્યાં કપડાનો ઢગલો પડેલો એમાંથી માર્લોનું પેન્ટ શોધ્યું એનાં બેલ્ટની ચેઇન ખોલીને એણે એમાંથી બે પાઉચ કાઢી લીધાં અને પેન્ટ ફંગોળી ત્યાંથી દુબેન્દુ પાસે આવી. પેલાં બે મજનુને કંઈ ખબરજ ના પડી એલોકો એમની મસ્તીમાં મશગુલ હતાં.

દુબેન્દુએ કહ્યું ઝેબા જોઈ લે આવો પણ પ્રેમ હોય..... એમ કહીને હસ્યો. ઝેબા રૂમની બહાર નીકળી ગઈ એણે કહ્યું મેં તો ઘણીવાર જોયો છે મને તો નવાઈ લાગી આ લોકો બસમાં કેવી રીતે કાબુમાં રહ્યાં. તારે જોવા હોય તો એમનાં વિડીયો મેં રેકર્ડ કરેલાં છે એમ કહી હસી. દુબેન્દુ કંઈક વિચારીને બોલ્યો ના ના આ સાક્ષાત તો જોઈ લીધું વિડીયો શું જોવાનાં ? ડર્ટી સાલા ..... એણે મનમાં વિચાર્યું દેવે કામ પતાવી દીધું હોય તો સારું અને બંન્ને જણાં દુબેન્દુનાં રૂમમાં આવ્યા.

રૂમમાં આવીને દુબેન્દુએ કહ્યું આજે વાતાવરણ ખરેખર મસ્ત .... સેક્સી છે અને બે ત્રણ દિવસનો થાક ટુર.... બધી મુશ્કેલીઓ..સોફીયાનો પ્રોબ્લેમ... એમ કહી એણે સોફીયાની વાત કાઢી... વાત કરતાં કરતાં એણે જોઈ લીધું સોફા પર ઝેબાનું પર્સ છે અને ફોન ગાયબ છે એણે સ્માઈલ કર્યું .... હાંશ બીજું કામ પત્યું.

એ ઝેબાને વાતોમાં પરોવી રહેલો. ઝેબાએ કહ્યું દુબેન્દુ મને ખબર છે સોફીયાને કારણે તમે લોકો પ્રોબ્લેમમાં આવી ગયાં. પોલીસની મદદ લેવી પડી.

દુબેન્દુએ કહ્યું હાં એક સમયે હું અને દેવ બંન્ને ચિંતામાં આવી ગયાં હતાં આ શું થઇ ગયું પણ સારું થયું સોફીયા મળી ગઈ પણ કોણે એને આટલી ઝખ્મી કરી હશે ?અને એની જાંઘ પર સ્કોર્પિયનનાં આટલા બધા ડંખ ? આમ પ્રશ્ન કરી ઝેબાની સામે જોવા લાગ્યો.

ઝેબા એનો પેગ બનાવી રહી હતી...એણે પેગ બનાવી એનાં પેલા પાઉચમાંથી થોડો પાવડર નાંખ્યો બંન્ને બરાબર હલાવીને મીક્સ કર્યું અને દુબિન્દુનાં પ્રશ્ન સાંભળીને પણ ચૂપ રહી એણે કોઈ રીસ્પોન્સ ના આપ્યો.

દુબેન્દુ એની સામે જોઈ રહેલો. ઝેબા એની મસ્તીમાં હતી એ પેગમાંથી સીપ લઈને બારીની બહાર જોવા લાગી ખબર પડતી હતી કે એને મજા આવી રહેલી... એનું મન એનો મૂડ આનંદીત થઇ રહેલો....

દુબેન્દુએ એનાં ફોનમાં આવેલો મેસેજ જોયો એમાં દેવે લખેલું ફોનની બધીજ માહિતી.... ફોટા,વીડીયો,મેઈલ એનાં પર્સનલ ડોક્યુમેન્ટ્સ, પર્સનલ ડીટેઈલ્સ લગભગ આખો ફોન સ્કેન કરીને મારાં લેપટોપમાં ડાઉનલોડ કરી લીધું છે.... એક ફોલ્ડર છે જેનાં પાસવર્ડ છે એ નથી થઇ રહ્યું એ પાસવર્ડ ઝેબા પાસે હશે એ મળે તો જ એ ફોલ્ડર વિષે ખબર પડે મને લાગે એમાં કોઈ ખાસ સીક્રેટ ઇન્ફોર્મેશન છે. ફોલ્ડર મારાંમાં લીધું છે પણ ઓપન નથી થઇ રહ્યું પાસવર્ડ માંગે છે. બહું લખવું પડશે બાકી રૂબરૂ વાત. તને ચાન્સ મળે તું મને ફોન કરજે. એ ડાર્ક છોકરીને બરાબર રમાડ બધી માહીતી કઢાવી લે તું પણ રમી લે.... ફોન કરજે.

દેવનો મેસેજ જોઈને એને હસુ આવ્યું ત્યાં બીજો મેસેજ આવ્યો... તું એને બીઝી રાખ હું ફોન તારાં રૂમમાં એજ જગ્યાએ પાછો મૂકી જઉં છું 2-3 મીનીટમાં નીકળું તું એને બીઝી રાખજે. ભૂલ ના થાય.

દુબેન્દુએ ઓકે ડન.... લખીને એ ઝેબાની પાસે આવ્યો ઝેબાનાં ચહેરાને પંપાળી એની ચીક પર કીસી કરી અને બોલ્યો યુ આર વેરી બ્યુટીફૂલ.... ડાર્ક બટ વેરી સેક્સી.... આઈ લાઈક યુ.. એમ કહીને એણે ઝેબાને બાથમાં લીધી. એનો ચેહરો બારીની બહાર તરફ રહે અને પોતાનો રૂમ તરફ રહે એમ ઉભો રહ્યો. હાથ ફેરવતો રહ્યો.

ઝેબાને દુબેન્દુ નો સ્પર્શ ગમી રહેલો. દુબેન્દુ એનાં અંગ અંગને સ્પર્શીને આનંદ આપી રહેલો. ઝેબાને નશો વધુ ને વધુ ચઢી રહેલો. લીકર સાથે ડ્રગનું ભળવું હવે એ બરાબર નશામાં જઈ રહી હતી. ત્યાંજ બારણું ખોલી દેવ ઝેબાનો ફોન એનાં પર્સની બાજુમાં મૂકી દુબેન્દુને થમ્બ બતાવીને આંખ મારીને બહાર નીકળી ગયો. નીકળતાં એણે દુબેન્દુને કહ્યું ઇશારાથી કે અંદરથી હવે દરવાજો લોક કરી દે.

દુબેન્દુ બધી વાત સમજી ગયો એ ઝેબાને પ્રેમ કરતો સોફા પર લઇ આવ્યો પણ ઝેબાને હજી બીજો પેગ પીવો હતો. એ ઝૂલતી ઝૂલતી ડેસ્ક પાસે આવી અને બે ગ્લાસમાં લીકર ભર્યું ત્યાં દુબેન્દુ મુખ્ય દરવાજો અંદરથી લોક કરી આવ્યો.

ઝેબા હવે ધીરે ધીરે ફરીથી રંગમાં આવી રહી હતી એણે એનાં ગ્લાસમાં પાવડર નાખ્યો અને ચપટી ભરીને પાવડર દુબેન્દુનાં ગ્લાસમાં પણ નાંખી હલાવી નાખ્યું અને દુબેન્દુની સામે જોઈ બોલી દેબુ.... પ્લીઝ ટેઈક ધીસ... એન્ડ એન્જોય... લવ મી ડાર્લીંગ.

દુબેન્દુએ એનાં હાથમાંથી ગ્લાસ લીધો અને ઝેબાને ચૂમી લીધી. દુબેન્દુએ એક સીપ મારીને ગ્લાસ ટીપોય પર મુક્યો અને એ સોફા પર બેસી ગયો.

ઝેબા એની નજીક આવીને બેઠી.... એણે ફોન લીધો અને બોલી ઓહ મારો મોબાઈલ અહીં છે ક્યારની હું.... એની વે પર્સ પણ અહીંજ છે મેં જ અહીં મુક્યો હશે. એમ કહી ફોન ઓપન કરી એમાંથી ગેલેરી ખોલીને એ દુબેન્દુને વીડીયો બતાવવાં લાગી.

દુબેન્દુએ જોયું કોઈ મોટી કલબનો વિડીયો હતો એમાં બધાં યુવાન યુવતીઓ ડાન્સ કરી રહેલાં જેમ જેમ મ્યુઝીક વાગતું અને ખાસ ટ્યુન વાગતી બધાં પોતાનાં વસ્ત્રો એક પછી એક કાઢતાં.... દુબેન્દુ રસ પૂર્વક જોઈ રહેલો પછી અંદર અંદર સેક્સ ગેમ ચાલુ થઇ.... પછી દુબેન્દુએ ફોન હાથમાં લીધો કારણકે ઝેબનો હાથ દુબિન્દુનાં શરીર પર ફરી રહેલો અને દુબેન્દુએ બીજા વીડીયો જોયાં એમાં એક વીડીયો જોયો એ તાજુબ થઇ ગયો. એણે વિચાર્યું દેવે તો બધું ડાઉનલોડ કર્યુજ હશે એ વિડીયો જોવા લાગ્યો અને.....

 

વધુ આવતા અંકે પ્રકરણ -19

 

 

રેટ કરો અને રિવ્યુ આપો

Hemal nisar

Hemal nisar 4 દિવસ પહેલા

Neepa

Neepa 1 માસ પહેલા

name

name 2 માસ પહેલા

Jagdishbhai Kansagra

Jagdishbhai Kansagra 3 માસ પહેલા

Khyati Pathak

Khyati Pathak 5 માસ પહેલા