આપ સૌને મારા સાદર પ્રણામ,
ટૂંક સમય પહેલા પ્રવાસ દરમિયાન નવસારી થી વડોદરા તરફ આવતી અમારી બસ નો રૂટ નર્મદા અને તાપી જિલ્લા તરફથી હતો, જેથી સંજોગોવત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનો અવસર પ્રાપ્ત થયો.
અમે રાજપીપળા ઉતરીને કેવડીયા જવાનું નક્કી કર્યું ઓચિંતુ જવાનો ઉદ્દેશ્ય અનુભવ પ્રાપ્ત કરવાનો જ હતો જેથી પાછળથી પરિવાર સાથે આવતા કોઇ મુશ્કેલી ન સર્જાય.
************
વડોદરા તથા તેની આસપાસના જિલ્લાઓ માં રહેતા લોકો માટે એક દિવસીય પ્રવાસનું SOU ઉત્તમ સ્થળ ગણાવી શકાય છે. આમ તો ત્યાંની દરેક જગ્યા ને જોવા માટે એક દિવસ પૂરતો ન ગણાય પરંતુ પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે તમે મહત્વ ના સ્થળ જોઈ શકો છો.
182 મીટર ઊંચાઈ ધરાવતી વિશ્વની સૌથી ઊંચી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની આ કાસ્ય પ્રતિમા નર્મદા નદીના સિંધુ બેટ પર સ્થિત છે.
તાલુકો : કેવડિયા
જીલ્લો : નર્મદા
અમે બસમાં નવસારી થી રાજપીપળા અને ત્યારબાદ રાજપીપળાથી કેવડિયા પહોંચ્યા.
સુરત વલસાડ નવસારી ડાંગ અને તાપી જિલ્લામાં રહેતા પ્રવાસીઓ આ રીતે રાજપીપળા થઈને સરળતાથી કેવડિયા પહોંચી શકે છે. તેઓ બસ અથવા કાર દ્વારા રાજપીપળા આવી શકે છે. સુરત નવસારી થી આવતી ટ્રેન ભરૂચ તથા વડોદરા સુધી લઈ જશે જ્યાંથી તમારે રાજપીપળા જવું પડે તેમ છે.
ભરૂચ થી વડોદરા તથા આસપાસના જિલ્લાઓ તરફથી આવતા પ્રવાસીઓને ડાયરેક્ટ બસની સુવિધા છે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફથી આવતા પ્રવાસી અમદાવાદ થી વડોદરા થઈને કેવડિયા તરફ જઈ શકે છે. જે માટે ટ્રેન અને બસ બંનેની સુવિધાઓ ઉપલબ્ધ છે.
ટ્રેન દ્વારા આવતા પ્રવાસીઓએ ખાસ નોંધ લેવી કે કેવડીયા રેલવે સ્ટેશનનું નામ બદલીને એકતાનગર કરવામાં આવ્યું છે જેથી ટિકિટ લેવામાં અથવા રિઝર્વેશન કરતી વખતે કોઈ મૂંઝવણ ન થાય. બીજી વાત કે ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ રિઝર્વેશન કરાવવું વધુ હિતવાહ છે. પાછા ફરતી સમયે ટ્રેનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના પ્રવાસીઓ એક જ સમયે ભેગા થતાં હોવાથી વધુ ભીડ જોવા મળતી હોય છે.
આગળ રાજપીપળા થી અમે ફરી બસથી કેવડિયા પહોંચ્યા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા થી અમને આશા હતી કે બસમાંથી ત્યાં અમે જોઈ શકીશું પરંતુ અહીં આપણી ધારણા ખોટી પડે છે કારણ કે પ્રતિમાને અંદર પહાડની વચ્ચે નીચેથી બનાવવામાં આવી છે જેથી તમે તેને રસ્તામાંથી નથી જોઈ શકતા. નર્મદા નદીને પાર કરતા સમય પ્રતિમા દેખાય છે.
જેવું તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચો ત્યારે બસ, ઓટો કે ટેક્સી તમને ટિકિટ કાઉન્ટર બિલ્ડીંગ પાસે લઈ જશે. જો તમે પોતાનું વાહન લઈને જતા હો ત્યારે સૌ પ્રથમ ટિકિટ કાઉન્ટર તરફ જવું જરૂરી છે જ્યાં તમને પાર્કિંગની સુવિધા મળે છે.
જો ઓનલાઇન ટિકિટ બુક ન કરાવી શક્યા હોય તો તમે ત્યાંથી અવેલેબલ ટિકિટ લઈ શકો છો તદુપરાંત ત્યાં તમને લોકર રૂમ, વોશરૂમ, પીવાનું પાણી, અમૂલ પાર્લર, હોટલ , ઇન્કવાયરી વિન્ડો અને ટેક્સી તથા ઓટો સ્ટેન્ડ મળશે.
લોકર રુમનો કોઈ ચાર્જ નથી તે મારા માટે થોડુક આશ્ચર્યજનક હતું. અમૂલ પાર્લર તથા હોટેલ સામાન્ય કરતાં થોડાક મોંઘા લાગી શકે છે જેથી સાથે થોડોક નાસ્તો રાખવો જોઈએ.
ટિકિટ કાઉન્ટર પર વધુ ભીડ ન હતી. કારણકે મોટા ભાગે લોકો ઓનલાઈન ટિકિટ બુક કરાવીને આવ્યા હતા. ટિકિટ ચાર્જ કંઈક આ પ્રમાણે છે.
એન્ટ્રી ફી : 150 રૂપિયા
વ્યુઇવ ગેલેરી એન્ટ્રી ફી : 360 રૂપિયા
એક્સપ્રેસ એન્ટ્રી : 1000 રૂપિયા
એક્સપ્રેસ એન્ટ્રી માં તમારે કોઈ લાઇનમાં ઊભું રહેવાનું નથી થતું. જો તમે કોઇ તહેવાર અથવા શનિવાર - રવિવાર જેવા રજા ના દિવસે જતા હોય ત્યારે એક્સપ્રેસ એન્ટ્રી ટિકિટ લઈ શકાય અથવા તમે માત્ર એન્ટ્રી ટિકિટ લઈ શકો છો. ત્યારબાદ તમે જે જગ્યા જોવા માંગતા હોય તે ટિકિટ અંદરથી મળી જશે.
ટિકિટ લીધા પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે ત્યાં બસની સુવિધા છે જેનો તમે લાભ લઈ શકો છો અથવા તો પોતાની પર્સનલ ટેક્સી અથવા ઓટો પણ બુક કરાવી શકો છો. બસની લાઈન થોડીક મોટી લાગતી હતી પરંતુ એક પછી એક બસ અવેલેબલ હોવાથી વધુ સમય નથી લેતી.
ત્યાં પહોંચતા જ સૌથી પહેલું આકર્ષણ ત્યાંની પિંક કલરની ઓટો હતી. આ રીક્ષા તમે બુક કરાવીને પોતાની સાથે દરેક જગ્યાએ લઈ જઈ શકો છો.
અમે બસમાં બેઠા જ્યાંથી અમને બસ પ્રતિમા તરફ લઈ ગઈ બસમાંથી તમને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન થઈ જશે સાથે અમે ક્રૂઝ પણ જોઈ લીધી.
એન્ટ્રી ગેટ પાસે એક મોટું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જ્યાંથી બસ તમને જે તે સ્થળે લઈ જાય છે. ઇન્કવાયરી કાઉન્ટર પરથી તમે બસ સ્ટેશન નંબર જાણી શકો છો.
બસમાંથી ઉતરતા જ સામે પહાડો પર સ્ટેચ્યુ ઓફ યુનિટી સરસ રીતે ગોઠવેલું બોર્ડ નજરે છે, જયા તમે ફોટોગ્રાફી કરી શકો છો. બહારની તરફ ઘણા બધા લોકો કાચી કેરી, નાસ્તો, ભુંગળા , ટોપી જેવી વસ્તુ વેચતા જોવા મળે છે. ગેટ પાસે એક બીજું અમૂલ પાર્લર આવેલું છે.
હવે અમે અંદર દાખલ થયા બહારના તરફથી જોતા અંદરના વ્યુ નો અંદાજ લગાવો મુશ્કેલ હતો કારણ કે તે ખરેખર અપ્રતિમ દેખાય છે. સૌપ્રથમ અમારી ટિકિટ સ્કેન કરવામાં આવી અને ત્યારબાદ ચેકીંગ કરવામાં આવ્યું. તમે પાણીની બોટલ, કેમેરો, મોબાઇલ ફોન, વોલેટ પોતાની સાથે રાખી શકો છો. તે સિવાય મોટુ બેગ અંદર લઈ જા લઈ જઈ શકતા નથી.
પાણીની ખાલી બોટલ સાથે લઈ જાય લઈ જતા અમે એ ફાયદો થયો કે અંદર જઈને અમારે પ્લાસ્ટિકની બોટલ ન ખરીદવી પડી. ચેકિંગ પછી જેવા અંદર જઈ નજારો જોઈને કોઈ ભાગ્યે જ ફોટોગ્રાફી ન કરે તેવું બને. ફોટો પાડવા માટેનો તમારે કોઈ ચાર્જ આપવો પડતો નથી. ત્યાં તમને ફોટોગ્રાફર ની સુવિધા પણ મળી જશે.
વોકિંગ ટ્રેક ની આજુબાજુ આવેલી એક્સીલેટર પ્રમાણમાં ઘણી લાંબી છે. સિનિયર સિટીઝન માટે તે ખૂબ લાભદાય છે.
છેક પ્રતિમા પાસે પહોંચતા નીચે પ્રદર્શની જોવા મળે છે.
જે એક હાઈ ક્લાસ એક્ઝિબિશનની જેવું લાગે છે. અલગ-અલગ પ્રકારના ડેકોરેશન ,થિયેટર ,આર્ટિફિશ્યલ લાઇબ્રેરી ,લાઇટની દરેક વસ્તુને ખાસ બનાવવામાં આવી છે. લાસ્ટ માં લિફ્ટ દ્વારા તમે ગેલેરી તરફ જઈ શકો છો ત્યાં તમને એક લાઈન મળશે. જો તમારી પાસે એક્સપ્રેસ એન્ટ્રી ટિકિટ છે , તો સ્ટાફ અલગથી દિશાસૂચન કરે છે.
જો તમારી પાસે વ્યુઇગ ગેલેરીની ટિકિટ ન હોય તો તમે ત્યાંથી પણ ખરીદી શકો છો.
પ્રતિમાના પગ સુધી જવાનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.
ત્યાં આશરે ત્રણ થી ચાર માળ જેટલી ઉપર ચઢીને તમે પગ સુધી પહોંચી શકો છો. જેની માટે પણ એક્સીલેટર ની સુવિધા છે . અંદરનું બીજું સૌથી મોટુ આકર્ષણ દરેક જગ્યાએ લગાવેલ એક્સીલેટર હતી.
નદી કિનારાનો રમણીય વિસ્તાર હોવાના કારણે દિવસના કોઈ પણ સમય તમને વ્યુ જોવો ગમશે પરંતુ પહેલી સવારે તથા મોડી સાંજે તે વધુ ખુશનુમાં લાગે છે.
પ્રતિમાના પગ પાસેથી નીચે ઉતરીને અમે એક્ઝીટ તરફ આગળ વધ્યા, જ્યાં ફુટ કાઉન્ટર ની સુવિધા છે. જ્યાં પણ સામાન્ય કરતાં થોડોક ચાર્જ વધુ જોવા મળે છે. તમે સ્પેશિયલ થાલી ઓનલાઇન બુક કરાવી શકો છો. એક વખત એક્ઝિટ ગેટ પરથી બહાર નીકળ્યા પછી ફરીથી અંદર જઈ શકાતું નથી.
બહાર નીકળીને તમારે ફરીથી બસ સ્ટેન્ડ તરફ જવાનું રહેશે. જેથી બસ બસ અલગ-અલગ જગ્યા એ જવાની સુવિધા છે. જો માત્ર એન્ટ્રી ટિકિટ સાથે તમે ડેમ વ્યુ , ફ્લાવર ઓફ વેલી, તથા તેની આસપાસના ગાર્ડન જેવી જગ્યા જોઈ શકો છો તેની માટે અલગથી કોઇ પણ ટિકિટ નથી લેવી પડતી. જંગલ સફારી જેવી જગ્યા માટે ટિકિટ ઓનલાઈન બુક કરાવી પડે છે.
સાંજના સમયે પ્રતિમા પર થતો લેઝર શો દરેક જગ્યાએથી જોવા મળે છે. તેની માટે અલગથી કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. લગભગ 8:00 વાગ્યા પછી ખતમ થાય છે. ત્યારબાદ બસ તમને જે તે જગ્યાએથી પાછિ પાર્કિંગ એરિયા સુધી લઈ આવશે.
બસ સ્ટેશન ત્યાંથી થોડુંક જ દૂર હોવાથી તમે ચાલીને જઈ શકો છો. રેલ્વે સ્ટેશન માટે ખાસ રીક્ષા કે ટેક્સી કરવું જરૂરી છે.
જે રીતે આગળ જણાવ્યું દરેક જણ નું બહાર નીકળવાનો સમય લગભગ સરખો હશે તે માટે અગાઉથી રિઝર્વેશન કરાવું હિતવાહ છે.
પાછા વળતાં સમયે અમે પાર્કિંગ બિલ્ડિંગના અમૂલ પાર્લર મા ઢોસા, પીઝા તથા રાઈસ ની લિજ્જત માણી. જેની કોન્ટીટી અને કોલેટી બંને પ્રસંશનીય લાગી.
અમારી ખાસ નોંધ :
1 - ઓનલાઇન ટિકિટ બુક કરાવી. જેથી તમે મનગમતા જોવાના સ્થળો નક્કી કરી શકો અને ટિકિટ આઉટ ઑફ સ્ટોક થઈ જવાની સમસ્યા પણ નથી રહેતી. ટીકીટ બુક કરાવવા માટે તમે SOU ની ઓફિશિયલ વેબસાઇટ અથવા એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.
2 - તમારે અંદર દરેક જગ્યાએ મહત્તમ ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવું પડતું હોય છે જેથી તે સાથે રાખો.
3 - રજા સિવાયના નોર્મલ દિવસોમાં તમે નોર્મલ એન્ટ્રી ટિકિટ સાથે પણ વ્યુઇગ ગેલેરી જોઈ શકશો.
4 - ચાલવામાં તકલીફ હોય તથા સિનિયર સિટિઝન સાથે હોય તો તમે અંદર વ્હિલ ચેર નો ઉપયોગ કરી શકો છો.
5 - સામાન્ય કરતાં ખાવા-પીવાની વસ્તુઓ ના વધુ ચાર્જ હોવાથી સાથે નાસ્તો રાખવો જોઈએ.
6 - પીવાના પાણીની બોટલ તમે સાથે રાખી શકો છો.
7 - જો તમે પ્રતિમા સિવાયના પણ મહત્તમ સ્થળો નો લાભ ઉઠાવવા માંગો છો તો વહેલી સવારે આઠ વાગ્યા સુધી ત્યાં પહોંચી જવું ઉત્તમ રહેશે.
8 - શિયાળા તથા ચોમાસા દરમિયાન જ્યારે નદીમાં વધુ પાણી હોય ત્યારે વ્યૂ વધુ સારો આવે છે.
9 - પાર્કિંગથી પ્રતિમા તરફ જવાના રસ્તા પર નાની-નાની ઢાબા જેવી સુવિધા પર ઉપલબ્ધ છે
10 - પાછા વળતી વખતે તમને વધુ ભીડ મળે તેવું બની શકે છે.
11 - દરેક જગ્યાએ લઈ જતી બસ એક પછી એક ઉપલબ્ધ હોય છે તેની માટે વધુ રાહ નથી જોવી પડતી.
12 - જો તમે સ્પેશિયલ થાલી બુક કરાવી હોય તો સમયસર લઈ લેવી જોઈએ જેથી તે ખતમ થઈ જાય તેવી સમસ્યા ન સર્જાય.
આમ એક સારો એવો અનુભવ લઈને અમે પાછા ફર્યા.
આભાર 🙏
- દીપ્તિ