Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૩૦

શ્યામાનું ઘરમાં આવી ત્યાં તો એની કાકીઓ એના માથે આવીને બેસી ગઈ, ગૌરીબેન પણ જોડે હતા, પોતાની દીકરીના મનમાં શું ભાવો છે એ જાણવા તેઓ પણ આતુર હતાં, સરલાકાકીએ એના દિલથી સૌથી નજીક હતા, જે વાત કહેવામાં એ ગૌરીબેન આગળ ખચકાતી એ વાત કહેવામાં શ્યામા સરલાકાકી જોડે કોઈ દિવસ પાછી નહોતી પડતી, સરલાકાકી જોડે એનું ટયુનિંગ એક કાકી ભત્રીજી કરતાં બે બહેનપણીઓ જેવું હતું, ઉંમરમાં ફરક ભલે હતો પરંતુ એમનાં વિચારો હંમેશ માટે એક સરખા હતા, સરલાનું ભણતર, એના શહેરી વિચારો એ બધું શ્યામાને એમની જોડે બાંધી રાખતું, એવું નહિ માત્ર, શ્યામા અમદાવાદ જઈને આટલું ભણી એના માટે પણ સરાલ્લકાકીનો એને પળેપળ ભરપૂર સાથ હતો, જ્યાં ઘરના બધા એક પક્ષે ઊભા હોય ત્યારે એની એ કાકી હંમેશ એની સાથે ઉભી રહી હતી, માટે એનું મન હંમેશ માટે એની કાકી માટે ખુલ્લું રહેતું.
શ્રેણિકનું માંગુ શ્યામા માટે આવ્યું એ માટે પણ સરલાકાકી ખૂબ જવાબદાર છે, દાદાને એમની મિત્રતા સગપણમાં બદલાય એના માટે સરલાકાકીએ એમનાથી બનતા બધા પ્રયાસો કરેલા, એમની આ શ્યામા માટેનો નિસ્વાર્થ પ્રેમ એમનાં કુટુંબમાં સબંધોની મિસાલ આપતાં હતાં.
"એલી એ શ્યામા! આવી ગઈ?"- સરલાકાકીએ સુપડામાં ધાન સાફ કરતા કહ્યું.
"હા કાકી, આવી ગઈ ને! બહુ થાકી ગઈ આજે તો!"- શ્યામા એમની જોડે જઈને એકદમ નિરાંતે જઈને બેઠી.
"હું ક્યારુની તને જ શોધતી હતી, પછી દાદાએ કીધું કે તું કરુણાના ઘરે ગઈ છો!"- સરલાકાકી બોલ્યાં.
"પતી ગઈ બધી રામાયણ એમનાં ઘરની?"
"હઉ....હવે થાસે તો નહિ મેલું ભીખીકાકીને..."- શ્યામા બોલી.
"ભલે ભલે....હાલ્ય...હવે એ કે કેવી રહી મુલાકાત?"- સરલાકાકીએ વાતને સીધે રસ્તે વાળી.
"મુલાકાત? કઈ મુલાકાત?"- શ્યામા જાણે ભોળી બનતી હોય એમ બોલી.
"રહેવા દે હવે.... શ્રેણિક જોડે! વાત થઈ તારી?"
"હા થઈ ને...."- શ્યામાના ગાલ શ્રેણિકનું નામ સાંભળતા જ શરમથી લાલ થઇ ગયા.
"તો કે ને દીકરા...કેવો લાગ્યો છોકરો તને?"- એમની વાત સાંભળતાં ગૌરીએ નજીક આવીને ઉત્સુકતાથી પૂછ્યું.
"મમ્મી...તું તો જો...એક જ વખતમાં કઈ રીતે ખબર પડી જાય માણસનો સ્વભાવ?"- શ્યામાએ એના દિલની વાત રાખી.
"પણ આપણે જવાબ આપવો પડે બેટા!"- ગૌરીબેન બોલ્યાં.
"અમારા જમાનામાં તો સીધો મંડપમાં મોઢું જોવા મળતું, તોય જોડે રહીએ જ છીએ ને તારા કાકા અને હું!"- રમીલાએ એમનાં જમાનાની વાત ઉખેળી.
"હા ઇ તો અમારા જેઠ હસમુખા હતા એટલે પાર પડી ગયા હો ભાભી!"- કહીને મહેશ્વરી હસી પડી.
"તોય વગર જોયે નિભાવ્યું ને! એવું ન હોય, એ તો ધીરે ધીરે માણસ જોડે રહીએ એટલે એના સ્વભાવને જાણી લઈએ!"- રમિલાએ દાદાની ઘરેડમાં બોલતાં કહ્યું.
"પણ કાકી હવે એવું ન ચાલે, બધી રીતે સમજીને પછી જ નિર્ણય લેવો પડે!"- શ્યમાએ એના વિચાર કહેતાં કહ્યું.
"હાસ્તો સાચી જ વાત ને! છેક ન્યુઝીલેન્ડ સુધી દીકરી દેવાની છે તો બધું પરખ્યા વગર કેમેય હાલે?"- સરલાકાકીએ શ્યામાની વાતમાં સુર પુરાવ્યો.
"પણ ભાભી, તમે તો શ્રેણિકની મમ્મીને તો સારી રીતે ઓળખો છો ને? એ તો તમારા માસિયાઈ થાય ને?"- મહેશ્વરી બોલી.
"તારી વાત સો ટકા સાચી મહેશ્વરી! પરંતુ હું પ્રતિમાને ઓળખું, થોડી ઘણી અનિકેતકુમારને પણ ઓળખું, પરંતુ શ્રેણિક તો ત્યાં જ જન્મ્યો છે તો મને એના સ્વભાવની કેવી રીતે ખબર પડે? એ તો શ્યામાએ વાત કરીને જ નક્કી કરવું પડે!"
"પણ સરલા, બાપુજી આ વાતથી સહમત ન થાય, એ તો કુટુંબની થાંભલી જોઈને સગપણ કરવામાં માને! આપણાં સૌના સગા પણ એવી રીતે જ થયા છે ને?"- ગૌરીબેન બોલ્યાં.
"પણ ભાભી, હવે એમનાં વિચારો બદલવા પડે, આજની પેઢી એવું સ્વીકારી શકે? એમને મુક્ત મને નિર્ણય લેવા દેવા જોઈએ!"- સરલાએ પોતાના વિકાસશીલ વિચારોને જાહેર કહ્યા, વિચારોની અરસપરસ ચાલતી રહી, શ્યામા બધું સાંભળતી રહી, ને જોડે શ્રેણિક વિશે શું જવાબ આપવો વિશે મનમાં ગૂઢ ચિંતન કરતી ગઈ.

ક્રમશઃ