ફરી એક અધૂરી મુલાકાત - 9 Andaz e Abhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ફરી એક અધૂરી મુલાકાત - 9

ભાગ 9

વંશીદા કપીલ પાસે થી એક પ્રોમિસ માંગે છે ને કપીલ મુંજવણ મા છે કે વંશીદા શું પ્રોમિસ માંગવાની છે. ચાલો તો આગળ જોઈએ કે કપીલ ના નસીબ મા શું નવું કરતબ થવા જઈ રહ્યું હતું.

કપીલ : ( ચિંતા સાથે ) હાં બોલ ને!
વંશીદા: એમ નઈ કપ્પુ તું બોલ કે હાં હું પ્રોમિસ કરું છું.
કપીલ: હાં બાબા તું ક્યે તેમ બસ, હું પ્રોમિસ કરું છું, પણ એ તો કે એ પ્રોમિસ શું કરવાનું છે?
વંશીદા: કપ્પુ હું જે તને કેવા જઇ રહી છું તે સાંભળી ને તું મને ગાંડી કહીશ, પણ તે હકીકત છે,
કપીલ: બસ હવે સસ્પેન્સ બહુ થયું કેને હવે શું છે તારા મન માં જે તારે કહેવું છે.
વંશીદા: કપ્પુ એક અંધડા વિશ્વાસ સાથે તને મારા મન ની વાત કહું છું, તેને તોડતો નહીં.
કપીલ: હાં હવે તારે કહેવું છે કે નઈ, ( કપીલ ને અતુરતા વધી રહી છે પણ વંશીદા આમ તેમ ની વાત કરી ને તેને વધારે હેરાન કરી રહી છે)
વંશીદા: તો સાંભળ, રીંકેશ નામ ના એક છોકરા સાથે મને પ્રેમ થયો, તેની સાથે ઘણાં પળો વિતાવ્યા અમારા ઘણાં અંગત પળો પણ હતા. સમય જતાં મને તેની સાથે રહી ને ખબર પડવા લાગી કે તે સારો વ્યક્તિ નથી, એને દારૂ ની આદત છે અને મને તે જરાય પસંદ નથી. પરંતુ અમારો રિલેશન એટલો આગળ વધી ગયો કે હું તેના થી અલગ થવા માંગુ છું પણ થઈ નથી શકતી.
કપીલ: હાં તો વાંધો શું છે? તેને કહી દે ક્યાં તો દારૂ છોડે ક્યાં તો તને.
વંશીદા: વાત એટલી સરળ હોત તો હું ક્યાર ની આ મુંજવણ માંથી બહાર આવી ગઈ હોત, મારા પરિવાર ને આ વાત ની જાણ છે અને મારા આ વર્તન થઈ હું મારા પરિવાર ની સામે આંખ ઉઠાવી ને નથી જોઈ શક્તી.
કપીલ: એ વ્યક્તિ ખરાબ છે તો તેમાં તારો શું વાંક? રિલેશન રાખતી વખતે તો તને ખબર નહીં હતી ને કે તે કેવો છે!
વંશીદા: કેટલી સારી વાત છે ને કપ્પુ જે વાત તું એક પલ માં સમજી ગયો તે વાત મારા પરિવાર અત્યાર સુધી નથી સમજી શક્યા, કાશ કપ્પુ તું મને પહેલાં મળ્યો હોત તો સાચું મારુ જીવન એટલું ગુંચવણ ભર્યું નાં હોત.

કપીલ ને કહેવું છે કે હજીયે મોડું નથી થયું પણ કહી નથી શકતો.
કપીલ: જો વંશીદા, બધા જ વ્યક્તિ સરખા હોત તો તું ને રીંકેશ સાથે હોત.
વંશીદા: કપ્પુ અમે સાથે નથી તો પણ સાથે છે, હું તેના સિવાય બીજું કંઈ વિચારી નથી શકતી.

આ સાંભળી ને કપીલ ના દિલ પર જાણે તલવાર ના ઘાં લાગી બે ટુકડા થઈ ગયા. તેને થવા લાગ્યું કે તે ખોટી જગ્યા એ પોતાનું મન લગાવી ને બેસી ગયો છે. પણ મિત્ર તરીકે તો તેણે તેની ફરજ બજાવી પડશે એટલે તેની બધી જ વાત માં હામી ભરે છે
કપીલ: વંશીદા તારે શું કરવું છે એ કે ને આ વાત માં તને મારી પાસે થી શું પ્રોમિસ જોઈએ છે.
વંશીદા: કપ્પુ મારે તેની સાથે નથી રહેવું, હું મારા પરિવાર ને નહીં છોડી શકું.
કપીલ: હાં તો મારી પાસે થી શું પ્રોમિસ જોઈએ.
કપીલ વારે વારે પ્રોમિસ વિશે કહી વંશીદા પાસે થી જાણવા તલ પાપડ થઇ રહ્યો છે પણ વંશીદા તેને એની ભૂતકાળ ની વાતો માં ઉલજાવી રાખે છે.
વંશીદા: કપીલ તું મને પ્રોમિસ કર કે તું મને ક્યારે એમ નહીં કહે કે હું તને પસંદ છું?
( જે વાત તે સપનાં પણ વિચારી ના શકે તે વાત માટે વંશીદા ને કેવી રીતે પ્રોમિસ કરી શકે, કપીલ હવે મુંજવણ મા નઇ પરંતુ કોમા માં આવી ગયો તેવી હાલત થઈ ગઈ, કપીલ ને થાય છે કે પ્રોમિસ કરું તો મારા જીવન નો એ ભાગ હંમેશા માટે અંધારા માં જતો રહે, અને ના કહું તો મિત્ર ની લાગણી ને ઠેન્સ લાગે, તે મારા ઉપર ભરોસો રાખે ને તે તેનો ભરોસો તોડે)

કપીલ શું જવાબ આપશે તે આગળ ના ભાગ માં જોઈશું.

To be Continue.......

રેટ કરો અને રિવ્યુ આપો

Andaz e Abhi

Andaz e Abhi 1 માસ પહેલા

Nirali

Nirali 1 માસ પહેલા

Patidaar Milan patel

Patidaar Milan patel 1 માસ પહેલા

Shah Panna ben

Shah Panna ben 2 માસ પહેલા