ફરી એક અધૂરી મુલાકાત - 6 Andaz e Abhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ફરી એક અધૂરી મુલાકાત - 6


કપીલ: (વંશીદા ને ધીમા અવાજે કહે છે) વંશીદા તારી પાસે થોડો સમય હશે? મારે આપડી સ્કૂલ થી લઈ ને અત્યાર સુધી ની ઘણી વાતો કરવી છે. ઘણું કહેવું છે તને!

વંશીદા: કપીલ હું હવે જોબ કરું છું, પપ્પા ના ગયા પછી ઘરમાં કોઈ નથી જે ઘર માં આવક લાવી શકે. એટલે મેં અને મારી મોટી બહેન બંને જોબ કરીયે છે. તો શક્ય તો નથી.

કપીલ નિરાશા થી પોતાની વાત ને આગળ ના વધારતા ત્યાંજ અટકી ગયો. ને ઠીક છે કહી ચૂપ થઈ ગયો.
વંશીદા આ જોઈ ને સમજી ગઈ કે કપીલ ને ખોટું લાગ્યું હશે. એને પેહલી વાર વંશીદા પાસે કોઈ માંગણી કરી એ પણ એના જન્મ દિવસ પર.

થોડી વાર ના સન્નાટા બાદ અચાનક કપીલ ને સવાલ કર્યો.

વંશીદા: કપીલ તારો જન્મ દિવસ નજીક જ છે ને?
કપીલ: હા!
વંશીદા: તો બસ મારા તરફ થી આ ગિફ્ટ હું તને ત્યારે જરૂર મળીશ.

કપીલ વિચારે છે 4 મહિના નીં જોવી પડશે એક વાત કરવા માટે, પછી પોતાના મન ને સમજવી લે છે, કે આટલા વર્ષ રાહ જોઈ તો આટલા મહિના પણ જોઈ લઈશ.

વંશીદા કપીલ અને કપીલા બંને ને સારી ડ્રિંક પીવડાવે છે,
કપીલા કહે છે : ચાલ ભાઈ! જઈએ?
કપીલ: ( ઈચ્છા થાય છે કે હજુ તો મન ભરી ને જોઈ પણ નથી, પણ શરમાળ હોવાથી એ કંઈ કહી નથી શકતો) હાં, ચાલ નીકળીએ.

વંશીદા બન્ને ને વિદાય કરવા ઘરના આંગણ સુધી આવે છે.
કપીલ ત્યાં થી 4 મહિના ની લાંબી મળવા ની આશા સાથે ત્યાં થી નીકળે છે.

થોડે આગળ જાય છે ત્યાં કપીલ ના ફોન માં એક મેસેજ આવે છે, "Thanks a lot dear Kappu" આ વાંચતા ની સાથે કપીલ ના ચહેરા પર વંશીદા થી જુદા થવા નું જે દુઃખ હતું તે એક સારી ખુશી માં હસી માં બદલાઈ ગયું.
કપીલ તેને જવાબ આપે છે, તારી માટે કંઈ પણ આ તો નાની ગિફ્ટ જ તો છે.
વંશીદા નો પાછો જવાબ આવે છે "હું તને કહું ત્યારે તું મને મળવા આવીશ?"
કપીલ આ મેસેજ વાંચી ને જાણે રસ્તા માં નાચવા માટે આતુર થઈ રહયો હોય, ચેહરા ઉપર હલકી હલકી સ્માઈલ આવે છે, થોડું હશે છે ને જાણે કઇ છુપાવી રહ્યો હોય તેવું બતાવે છે અને હા માં જવાબ આપે છે.

ઘરે પોહચતાં જાણે કપીલ માં એક નવી ઊર્જા આવી ગઈ હોય તેમ બધી જ વાતો માં ખુશ રહેવા લાગે છે.
કપીલ ઘરે તો આવી ગયો પણ નજર તેની ફોન સામે જ છે.
ક્યારે વંશીદા નો મેસેજ આવશે ને કહેશે મળવા આવીશ?

દિવસો વીતે છે ને કપીલ ની અધિરતા વધતી જાય છે. તેના થી આટલા વર્ષ રાહ તો જોવાઈ પણ હવે એક એક ઘડી જાણે એક એક વર્ષ જેવા લાગી રહયા હોય.

મહિનો પૂરો થયો કપીલ ની અતુરતા હવે કિનારે આવેલા વહાણ ની જેમ અડગમગવા લાગ્યો હતો.
બીજા મહીના ના 4 દિવસ વીત્યા ને પ માં ની રાતે અચાનક 2:30 વાગે તેને એક મેસેજ આવે છે.

કપીલ ની કમનસીબી એટલી રોજ આખી રાત તેનો ફોન જોવે કે હમણાં મેસેજ આવશે પણ આજે જ તેની આંખ એ તેનો સાથ છોડી દીધો.

એ મેસેજ એ સવારે 9 વાગે જોવે છે.

સવાર માં કપીલ ની જ્યાં આંખ ખુલે છે ને પોતાનો ફોન જોવે છે. તો તેમાં વંશીદા નો મેસેજ હોય છે, આટલા દિવસ થી જેની રાહ જોઈ રહ્યો હતો તેની એ રાહ પુરી થઈ તેવું તેને લાગ્યું. પણ કપીલ એટલા સારા નસીબ વાળો ક્યાં હતો.

કપીલ એક અનેરી ખુશી સાથે પોતાના ફોન નો લોક ખોલી ને મેસેજ વાંચે છે એમાં લખ્યું હતું.
" કપીલ મારે તને આજે મળવું છે હું જોબ પર થી ખાસ તારા માટે રજા લઇ ને આવવાની છું, હું સુરત થી નીકળું છું તો સવારે 8:30 વાગે ત્યાં સ્ટેશન પોચી જઈશ, જોજે મને વધારે રાહ નઈ જોવડાવતો હા , જલ્દી અવજે"

આ મેસેજ વાંચી કપીલ ફોન માં ટાઈમ જોવે છે ને વાંચતા વાંચતા જ 9:15 થઈ ગઈ હતી. એની આટલા સમય ની ખુશી પાછી દુઃખ માં ફેરવાઈ ગઈ. તે પોતાને કોષવા લાગે છે,

" કે આટલી રાતો એની યાદ માં જાગી અને કાલે મારા થી કેમ ના જગાયું, કેમ મારા જ નસીબ માં આવું"
મન માં ઘણા વિચાર આવા લાગ્યા, તે આવી હશે? મારી રાહ જોતી હશે? એ પાછી તો નઈ જતી રહી હશે? એને મને ફોન કેમ ના કર્યોં?

જલ્દી જલ્દી તૈયાર થઈ ને ઉતાવળે પગે ઘરે થી નિકળ્યો.

(કપીલ સ્ટેશન થઈ 10 કિમી. દૂર રહે તેનું ઘર હાઈવે ની નજીક છે તેથી તેને સ્ટેશન જવા બસ માં જવું પડે છે)

હાઇવે ઉપર બસ ની રાહ જોઈ રહ્યો છે. વારે વારે તેના ફોન માં ટાઈમ જોયા કરે છે. હાથ માં રહેલી રેત જેમ ધીરે ધીરે સરકતી જાય તેમ તેમ તેનો સમય એ રેત ની જેમ સરકી રહ્યો હતો. ઘણી બસો આવતી જાય છે ને જાણે તેને ના લઇ જ નથી જવો તેમ તેને ખિજવતી જાય છે, કપીલ આ જોઈ વધારે ને વધારે મુંજાતો જાય છે. તે પાછો સમય જોવે છે 10:18 થઈ. એને લાગવા લાગ્યું નક્કી હવે એ જતી રહી હશે.

ત્યાં એક બસ આવી ને તેની બાજુ માં ઉભી રહે છે તે માં પણ ઘણી ભીડ હોય છે ઉભા ઉભા તે તેના ઘર પાસે થી સ્ટેશન તરફ રવાના થાય છે. જાત જાત ના વિચારો સાથે તેના ચહેરા ના હાવ ભાવ પણ બદલાય છે.

બસ એક પછી એક સ્ટોપ પર ઉભે છે તો કપીલ ને થાય છે કે આ બસ ક્યારે પોહચાડશે આને અજેજ આટલી ધીમી ચાલવાની હશે. ઉપરવાળો પણ મારી સાથે જ આવી આડાઈ કેમ કરે છે? જેમ તેમ પોતાના મન ને સાંભળતા સાંભળતા સ્ટેશન સુધી પોહચે છે. બસ હજુ તેના સ્થાને પહોંચે તે પહેલાં જ કપીલ બસ નો દરવાજો ખોલી ચાલુ બસ માં કુદી પડે છે.
બસ માં બેસેલા બીજા મુસાફરો કપીલ ને ખીજાય છે પણ કપીલ નું ધ્યાન સ્ટેશન તરફ હતું તેને કોઈ નું કંઈજ સંભળાતું નથી. સ્ટેશન માં પગ મુકતા ની સાથે જ સ્ટેશન ની લટકતી આંકડા વાળી લાલ રંગ ની ઘડિયાળ માં તેની નજર જાય છે અને સમય થયો હોય છે 11:08.

કપીલ ને થાય છે કે વંશીદા આટલી વાર સુધી મારી રાહ નઈ જ જોઈ હશે. તે નીકળી ગઈ હશે. છતાં તેના મન ને સંતોષ આપવા એક છેડા થી બીજા છેડે તેને શોધવા લાગે છે.

( મિત્રો તમને આટલી સ્ટોરી વાંચ્યા પછી એક સવાલ જરૂર આવતો હશે કે વંશીદા એ ફોન ના કર્યો પણ કપીલ કરી શકતો હતો ને, તો તેણે વંશીદા ને કેમ ફોન ના કર્યો)

To be continue........


રેટ કરો અને રિવ્યુ આપો

Andaz e Abhi

Andaz e Abhi 2 માસ પહેલા

Patidaar Milan patel

Patidaar Milan patel 3 માસ પહેલા

Rajesh Khanvanshi

Rajesh Khanvanshi 3 માસ પહેલા

Nirali

Nirali 3 માસ પહેલા

Nimish Thakar

Nimish Thakar માતૃભારતી ચકાસાયેલ 3 માસ પહેલા