ફરી એક અધૂરી મુલાકાત - 2 Andaz e Abhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ફરી એક અધૂરી મુલાકાત - 2

વંશીદા: મજાક કરું છું કપિલ ( હસતા હસતા કહે છે) તું એટલો કેમ ચોંકી ગયો.
કપિલ ના મન માં ઉછડેલા મોજાં જાણે એક સાથે શમી ગયા.
કપિલ: ના એવું નઇ, બસ હું તો એમજ પૂછતો હતો.
કપિલ ના હૃદય માં તો જાણે એક વાર ખોટું પણ કહી દેત તો એ બગીચા માં એકલો જ નાચવા મંડી જાત.
વંશીદા: હેય કપિલ ક્યાં ખોવાઈ ગયો? કેમ હું સારી નથી લાગતી? મને જોઈ ને તને ના ગમ્યું? ( આશ્ચર્ય સાથે)
કપિલ: અરે ના ગાંડી તને એટલા વર્ષ પછી જોઈ ને એટલે, સ્કૂલ માં હતી બે ચોટલા વાળી ને સફેદ ટોપ અને ગ્રીન સ્કર્ટ માં તો અત્યારે આવા રૂપ માં કંઇક અલગ જ લાગે છે.
કપિલ ના મોં થઈ પોતાની તારીફ સાંભળી ને વંશીદા સ્મિત કરે છે તે જોઈ કપિલ ને જાણે કોઈ અપ્સરા કે એને મન ગમતી એકટ્રેસ હોય તેમ તેને નિહાળી રહ્યો હતો. તેવા માંજ વંશીદા બોલી ઉઠી.
વંશીદા: કપિલ આમ મને જો નઇ હું કઈ માધુરી દીક્ષિત નથી.
આ એકટ્રેસ નું નામ જેમ જ લીધું કપિલ નવાઈ પામી ગયો કે વંશીદા ને કેમ ખબર કે મને માધુરી બોવ જ ગમે છે?
કપિલ કહે છે: તને કેવી રીતે ખબર મને માધુરી બોવ જ ગમે છે?
વંશીદા: કપિલ તું મને ભૂલી ગયો પણ મને તારી હર એક પસંદ ન પસંદ ખબર છે.
કપિલ : હેં! કેવી રીતે?
વંશીદા: અરે પાગલ એટલું નઇ વિચાર તારી જુડવા બેન આપડી સાથે જ તો ભણતી હતી.
(કપિલ ની બે બહેન છે સોનલ અને કપિલા, કપિલા અને કપિલ વચ્ચે 1 જ મિનિટ નો ફરક છે, કપિલા, કપિલ અને વંશીદા સાથે જ સ્કૂલ માં હતા તો વંશીદા કપિલા સાથે વધારે રહેતી)
કપિલ પેહલા થી જ થોડો શરમાળ હતો તેથી તે કોઈ છોકરી સાથે વાત નઇ કરી શકતો, કપિલા તેના ભાઈ ને ઘણો પ્રેમ કરતી એટલે કપિલ ની વાતો બધા સામે કરતી રહેતી, આમ વંશીદા ને પણ કપિલ ની પસંદ ના પસંદ યાદ રહી ગઈ હતી.

કપિલ: હા મારી બેન એનું તો એવું જ મારા નામ ના બધી જ જગ્યા એ ગુણ ગાતી ફરતી હોય.
વંશીદા: તો તેમાં શું પ્રોબ્લેમ, હવે તું છોકરી કરતા પણ વધારે શરમાળ હતો તો તેમાં બીજા શું કરે.
કપિલ: કઇ નઇ છોડ એ બધી વાત, તું આટલી સરસ ને સુંદર થઈ ને બગીચા માં કેમ આવી?
વંશીદા: કપિલ કોઈ ને કહેતો નઈ હા! તું મને મળી ગયો ને તારા ઉપર ભરોસો કરી શકું છું. તો પ્લીઝ કોઈ ને કહેતો નઈ હું તને એક વાત કહેવા માગું છું.

( મિત્રો તમને લાગતું હશે કે વંશીદા તેના કોઈ બોય ફ્રેન્ડ વિશે કહેવાની હશે જેથી કપિલ ને ઝાટકો લાગે, પરંતુ એવું નથી. ચાલો તમને વંશીદા શું કહેવાની છે તેની આતુરતા છે તે જણાવું)
વંશીદા: કપિલ મારી મોટી બહેન નું સગપણ હાલ જ થયું છે ને મારી મોટીબેન બહેન ચાહે કે હું તેમના ભાવિ પતિ ના વિશે જાણું, એમણે મને જોઈ નથી તો હું તેમને મળવા આવી છું.

કપિલ ને એક વાર માટે તો એમ લાગી ગયું કે વંશીદા ના જીવન માં કોઈ હશે તેના વિશે મને જણાવશે, હું કેવી રીતે એ વાત સાંભળી શકીશ. પણ તેની બહેન ના ભાવિ પતિ માટે આવી તે સાંભળી ને તેને દિલ ની ધબકારા ધીમા પડયા.

કપિલ: ઓહ, એવું છે. સારું ચાલ હું પણ જોઈ લઉં તારી બહેન ના ભાવિ પતિ કેવા દેખાય છે.
વંશીદા: કપિલ તું મારો સાથ આપીશ ? એમની સાથે વાત કરવા માં મને ગભરાટ નઇ થાય.
કપિલ આશ્ચર્ય માં આવી ને હા કહી દે છે.
તેટલા માં જ દૂર થઈ એક યુવાન સફેદ ટી- શર્ટ ઉપર બ્લૂ કલર નો શર્ટ, બટન ખુલ્લા, અને બ્લુ કલર ની જીન્સ માં આવે છે. અને આજુ બાજુ કોઈ ને શોધી રહ્યો હોય તેવું કપિલ અને વંશીદા ની આસપાસ ફરે છે.
વંશીદા ની બહેને તેને તેના ભાવિ પતિ નો ફોટો મોકલ્યો તે જોઈ ને તેને કપિલ ને કહ્યું જો કપિલ જીજુ આવી ગયા. ચાલ આપણે તેને મળીયે.
કપિલ તેની સાથે જાય છે......
વંશીદા: હેલ્લો! કેમ છો ? મને ઓળખો છો? ( વંશીદા ની બહેન ના ભાવિ પતિ નું નામ : સુનિલ છે)
સુનિલ: માફ કરજો પણ હું તમને ઓળખ્યો નઈ. તમે કોણ?
વંશીદા: હું દામિની ની બહેન. વંશીદા ( વંશીદા ની બહેન દામિની)
સુનિલ: ઓહ! હા. આ તો મેં તમને ક્યારે જોયાં નથી એટલે ઓળખ્યો નઈ.
વંશીદા ની બાજુ માં એક બીજા યુવક ને જોઈ સુનિલ ને થયું કે કોણ હશે એ યુવક શું દામિની ના સબંધી હશે એટલે તેણે વંશીદા ને મંદ સ્વર માં પૂછ્યું આ ભાઈ કોણ છે?
વંશીદા ને સુનિલ નો સ્વભાવ જાણવો હતો તો તેણે વિચાર્યું કે એક નાનું નાટક કરું તો તેમનો સ્વભાવ કેવો છે તે જાણી શકાય. કપિલ ને આ નાટક વિશે કોઈ જ જાણ નઈ હતી તે માત્ર એક નાટક નો હિસ્સો હતો. જેને પેહલા પ્રેક્ટિસ પણ કરી નહોતી.
વંશીદા: જીજુ પ્લીઝ દામુ ને કહેતા નઈ કે હું તમને મળવા કોની સાથે આવી છું, અકચુંલી આ મારો બોય ફ્રેન્ડ છે.
કપિલ ના કાન જાણે શું સાંભળી લીધું તેમ તે સ્તબ્ધ થઈ ગયો,
વંશીદા: કપિલ કંઈ બોલ ને.
કપિલ કંઈ કહે તે પહેલાં એક જોર થી અવાજ આવે છે.

To be continue........રેટ કરો અને રિવ્યુ આપો

ketuk patel

ketuk patel 2 માસ પહેલા

Bhavna Prajapati

Bhavna Prajapati 2 માસ પહેલા

Andaz e Abhi

Andaz e Abhi 3 માસ પહેલા