ફરી એક અધૂરી મુલાકાત. - 1 Andaz e Abhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરી એક અધૂરી મુલાકાત. - 1

Part-1

એક અજાણી વ્યક્તિ ને જોઈ કપિલ મન માં ને મન માં મલકાઈ રહ્યો, જોઈ ને તેનું સ્મિત જાણે આંખો એની તરફ જ મીટ માંડી ને બેસી રહે.
જિંદગી ના ઘણા ચડાવ ઉતાર માનો કે તેની સાથે સંકળાયેલા લાગ્યા,
એ 9 માં ધોરણ નો સમજ વગર નો પ્રેમ જાણે અનેક વર્ષો નો અનુભવ હોય,
ના પામવા ની ચાહત,
ના ખોવા નો ડર,
બસ ફક્ત સાથે બેસી ને કલાકો સુધી વાતો કરવા નો એહસાસ......
તેણી સાથે વાત કરવાના અરમાન માં તેને 5 વર્ષ ગુજાર્યા 5 વર્ષ બાદ અચાનક તેની ઉપર ફોન આવે છે "કપિલ ઓળખે છે મને? હું વંશીદા, યાદ છે અપડે સ્કૂલ માં સાથે હતા",


કપિલ ના આનંદ નો પાર ના હતો જાણે તેને એ 5 વર્ષ હવે પુરા થયા, જેની સાથે વાત કરવા આટલી રાહ જોઈ તેને સામે થઈ ફોન આવ્યો...
કપિલ ને થયું, શુ વાત કરું, ક્યાંથી શરૂઆત કરું, શુ આજે હું મારા મન ની બધી વાત કહી દઉં, કે આ વાત માટે મેં કેટલા વર્ષ ની રાહ જોઈ,
પછી થયું ના ના જો આજે હું કહી દઈશ તો આટલા સમય બાદ ની " મુલાકાત અધૂરી" રહી જશે....


કપિલ: હા વંશીદા બોલ ને હું તને કેવી રીતે ભૂલું! યાદ તો હોય જ ને તું.

વંશીદા: શું કરે કપિલ? કેવી ચાલે છે તારી લાઈફ?

કપિલ તેના અવાજ ને વર્ષો બાદ સાંભળી ને તે કેવી દેખાતી હશે તેનું માન ચિત્ર તેના સ્મરણ માં લાવી રહ્યો હતો.

કપિલ : ( સ્મરણો માં જ) ઠીક છું બસ ચાલી રહી છે લાઇફ.

વંશીદા: એક વાત પૂછું? આપણે સ્કૂલ છોડયાં ને ઘણો સમય થઈ ગયો. તું તારી લાઈફ માં બિઝી થઈ ગયો ને હું મારી.

કપિલ: હા.( આશ્ચર્ય માં જ)

વંશીદા : તને મારી સાથે વાત કરવા માં એટલી શરમ કેમ આવતી હતી, મને યાદ છે હું જ્યારે તારી બાજુ માંથી જતી તું નાની હસી સાથે માથું નીચે કરી ને કંઈજ નઈ કહેતો. શુ હું તારી પાસે થી જતી તો તને નઈ ગમતું ? શું હું તારી સાથે વાત કરવા માટે યોગ્ય નઇ હતી ?

કપિલ જાણે ફોન માં આ સાંભળી ને પાણી પાણી થઈ ગયો તેને કંઈજ સમજ નઇ પડી કે હું શું જવાબ આપું તેને. એક બાજુ વંશીદા વાત કરી રહી છે તો બીજી તરફ કપિલ સ્કૂલ ની લોબી માં જ્યાં વંશીદા તેને પાસે થી અવાર નવાર જતી હતી ત્યાં ખોવાઈ ગયો.

કપિલ તેને જવાબ આપવા જાય જ છે કે અચાનક વંશીદા ને કોઈ અવાજ આપે છે અને ફોન કટ થઈ જાય છે,

કપિલ વિચારે છે કે શું થયું હશે કોને અવાજ આપી હશે..

ત્યાં પાછો ફોન આવે છે ને કહે છે કપિલ હું તને 2 જ મિનિટ માં ફોન કરું...

કપિલ તેની રાહ જોવે છે....

2 દિવસ વીતી ગયા કપિલ હજુ રાહ જુએ છે, કે 2 મિનિટ નું કીધું ને 2 દિવસ થઈ ગયા કેમ ફોન ના આવ્યો? શું તેને મારી સાથે વાત કરીને ના ગમ્યું?
કપિલ ને થયું કે " ચાલ હુંજ એક વાર ફોન કારી લઉ" પછી થયું ના કદાચ આજે આવી જાય, રાત થઇ પણ વંશીદા નો ફોન ના આવ્યો, કપિલ ના બેચેની નો પાર ના હતો, શું વાત હશે? કઈ થયું તો નહીં હોય ને? એને યાદ તો હશે ને મને ફોન કરવાનું? ભૂલી તો નઈ ગઈ ને? આવા અનેક સવાલો એ કપિલ ના મન માં ઘર કરી રહ્યું હતું. મોડી રાત્રે વિચાર કરતા કરતા કપિલ ની આંખ માં અંધારા આવા લાગ્યા, કહેવાય કે જે વ્યક્તિ ના વિચાર સૌથી વધારે કરો તો સપના પણ તેના જ આવે છે,
કપિલ એ સપના ની દુનિયા માં પહોંચી ગયો.
સફેદ અને આસમાની રંગ ના ફ્રોક માં 2 છુટા ચોટલા માં જાણે એક નાની ઢીંગલી હોય તેમ વંશીદા તેને દેખાઈ, પોતે જાણે એજ રૂપ માં એમાં મોહિત થઈ ગયો હોય, કોઈ એક બગીચા ના એકાંત વાળી બેન્ચ પર તે બેઠો અને દૂર થી તેને એ રૂપ માં આવતા જોઈ આંખો જાણે એક પલ પણ જપકાવસે તો એ પલ ને ખોઈ દેશે તેમ એક જ નજરે જોવા લાગ્યો. જેમ જેમ ધીરે ધીરે તે તેની નજીક આવી રહી તેમ તેમ તેના ચહેરા નું સ્મિત વધવા લાગ્યું, એ જાણે તેના માટે જ આવી હોય તેમ તેની બાજુ માં આવી ને બેસી ગઈ.
વંશીદા: હાઈ! કપિલ તું શું કરે છે અહીંયા ? કોઈ ની રાહ જોવે છે?
( કપિલ મન માં કહે તારી રાહ તો હું કેટલા વખત થી જોઉં છું)
કપિલ: ના હું આ બગીચા માં ઘણી વાર આવું છું, જ્યારે મન અશાંત હોય તો અહીંયા આવી ને બેસું તો થોડું રીલેક્સ ફિલ થાય.
વંશીદા: કેમ મન અશાંત થાય કોઈ પ્રોબ્લેમ છે? તું કોઈ ચિંતા માં છે ? જો કપિલ મને તું તારો મિત્ર માનતો હોય તો પ્લીઝ મને કે હું કઈ મદદ કરી શકું તો મને સારું લાગશે.
કપિલ: ના વંશીદા એવું કંઈજ નથી. બસ એ તો ક્યારે ક્યારે કોઈ ની યાદ આવી જાય એટલે.
વંશીદા: યાદ? કોની યાદ ? મને પણ તો કે કોણ છે જે આ સાયલન્ટ ને સાતાવી રહ્યું છે. ( એક અનેરા સ્મિત સાથે)

કપિલ ને થાય કે હું કેવી રીતે કહું કે જે મારા મન મંદિર માં છે તે મારી સામે જ છે પણ કહી નથી શકતો.
કપિલ: જો વંશીદા જેવું તું સમજે તેવું કંઈજ નથી, મને વળી એવું કોણ મળે. મને તો કોઈ છોકરી સાથે વાત શું કરવી તેજ ખબર નઈ. તો......
વંશીદા: તો ? તો શું કપિલ?
કપિલ વાત અધૂરી કાપી નાખે છે ને બીજી જ વાત કરી ને વંશીદા નું ધ્યાન બીજી વાત માં ફેરવે છે.
કપિલ: એ બધું છોડ આજે તું આટલી સુંદર દેખાય છે શું વાત છે? તારો બર્થડે છે? ( કપિલ ને તેનું જન્મ તારીખ હજુ યાદ છે તે આજ નો દિવસ નથી છતાં પૂછે છે)
વંશીદા: ના કપિલ હું તો તારા માટે સુંદર થઈ ને આવી છું.
કપિલ ના વિચાર નો કોઈ પાર નઈ હતો. કપિલ વિચારે છે શું કહું હું તેને!
કપિલ: સાચે તું મારા માટે આવી છે.....
વંશીદા નો જવાબ સાંભળી ને કપિલ શોક થઈ જાય છે.


To be continue.........