ફરી એક અધૂરી મુલાકાત - 7 Andaz e Abhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ફરી એક અધૂરી મુલાકાત - 7કપીલ સ્ટેશન પર એક છેડા થી બીજા છેડે વંશીદા ને શોધે છે.
સમય 11:30 થયો તે નિરાશ થઈ ગયો તેને થયું વંશીદા જતી રહી હશે.
તે પાછો જાવા માટે નીકળે છે કે અચાનક કોઈ જાણીતો અવાજ સંભળાય છે. એ અવાજ વંશીદા જેવો લાગે છે. તે અજાણ્યા વ્યક્તિ ની નજીક જાય છે તેને બોલાવે છે.

પણ કપીલ નું નસીબ એટલું સારું ક્યાં હતું. તે વંશીદા ના અવાજ વાળી કોઈ બીજી વ્યક્તિ હતી.

બસ હવે કપીલ ની આંખ માંથી આંસુ આવવા ના બાકી હતા. પણ તે શરમાળ ની સાથે લોક લજ્જા ની ફિકર વાળો વ્યક્તિ હતો. લોકો જોશે તો શું કહેશે તેના ડર માં આંખ માંજ સમાવી લીધું.
તેને આ બધી માથામણ માં એ યાદ આવે છે કે વંશીદા એ તેને ફોને કેમ નઈ કર્યો? ને એ પણ યાદ આવ્યું કે કપીલ એ પોતે પણ ઉતાવળ માં એક વાર ફોન ના કરી શક્યો.

તે વંશીદા ને ફોન કરે છે પણ વંશીદા ફોન ઉપાડતી નથી, તે તેને વારંવાર ફોન કરે છે પણ તે જવાબ જ નથી આપતી.
કપીલ ને થયું તેને પેહલી વાર મળવા બોલાવી એ ના પોહચી શક્યો એટલે એ નારાજ થઈ ગઈ.

નિરાશા ની સાથે ઘરે જાવા પછી બસ ની રાહ જોવે છે. બપોર ના 12 વાગ્યા છે. સૂર્ય માથા પર ચડી ગયો છે ખૂબ ગરમી થઈ રહી છે પણ કપીલ ને તે એહસાસ જ નથી. તેને તો વંશીદા ને નારાજ કરી તે જ મગજ માં ફરે છે.
કપીલ ના ઘર તરફ જતી એક બસ આવી ને ઉભી રહે છે. ત્યાં ફોન ની રિંગ વાગે છે, કપીલ બસ ના દાદર ચડી જાય છે ને બસ નો દરવાજો બંધ થાય છે.

કપીલ પોતાનો ફોન જોવે છે તે વંશીદા નું નામ જોઈ ને ભાન ભૂલી ને જલ્દી થી ફોન ઉચકે છે.
હજુ તો કપીલ હેલો કહે છે તે પહેલાં જ વંશીદા સોરી કહે છે. કપીલ આ સાંભળી ને આશ્ચર્ય થાય છે કે, ગુસ્સે થવાં ની જગ્યા એ મને સોરી કેમ કહી રહી છે.

( વંશીદા આગળ કહે છે)

વંશીદા : કપીલ હું નર્સિંગ ની જોબ કરું છું ને એક નર્સ છું, રાતે જ્યારે મેં તને મેસેજ કર્યો ત્યારે મારી ડ્યુટી પુરી થઈ હતી.
હું 6 વાગે નીકળતી પણ હતી ત્યાં અચાનક એક દર્દી આવી ગયું. ને ડોક્ટર સાહેબે બીજી કોઈ નર્સ ના હોવાને કારણે મને રોકી રાખી. અને 11 વાગે ફ્રી થઈ.
દર્દી સાથે હોવાને લીધે હું તને ફોન કે મેસેજ ના કરી શકી.
સોરી કપુ. પ્લીઝ મને માફ કરજે.
અને જો હું રસ્તા માં છું ને 10 મિનિટ માં પોહચી જઈશ જો તારી પાસે સમય હોય તો આવીશ?
મને ખબર છે તારું ઘર ઘણું દૂર છે પણ જો સમય હોય તો આવજે.

કપીલ ની ખુશી નો પાર નઇ હતો પણ વાત કરતા કરતા બસ ક્યારે ચાલુ થઈ તે તેને ખબર જ ના રહી. તે કંડકટર ને રિકવેસ્ટ કરે છે. પ્લીઝ મારે જરૂરી કામ છે બસ ઉભી રાખશો?
કંડકટર પણ તેની વ્યથા જોઈ ને બસ ની ઘંટી વગાડી ને બસ ઉભી રખાવે છે. (તે ઝડપ થી બસ માં થી ઉતરતા ઉતારતા ફોન માં વંશીદા ને કહે છે)
કપીલ : સ્ટેશન ની નજીક જ છું. તું આવ હું તારી રાહ જોઇશ.

કપીલ ભાગતો ભાગતો સ્ટેશન પાછો આવી જાય છે ને વંશીદા ની રાહ જોવે છે.

To be continue......

રેટ કરો અને રિવ્યુ આપો

Andaz e Abhi

Andaz e Abhi 2 માસ પહેલા

Nirali

Nirali 2 માસ પહેલા

ashit mehta

ashit mehta 2 માસ પહેલા

Dinal Prajapati

Dinal Prajapati 2 માસ પહેલા

Bindiya M Goswami

Bindiya M Goswami 2 માસ પહેલા