કિડનેપર કોણ? - 37 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિડનેપર કોણ? - 37

(શિવ સોના થી ગુસ્સે થઈ ઓફીસ ની બહાર જાય છે અને કોઈ ને મળે છે.સોના એ માણસ ને જોઈ ને ચિંતા માં છે, અને શિવ ની ઓફીસ ચેક કરે છે જેમાં તેને કોઈ તારીખ વાળા એનવલ્પ મળે છે.રાજ અસ્મિતા માં થયેલા ફેરફાર વિશે વિચારે છે.હવે આગળ...)


રાજ તેની ઓફીસ માં બેઠો બેઠો અસ્મિતા માં થયેલા ફેરફાર વિશે વિચારતો હતો.પોતે જ્યારે પહેલીવાર ત્યાં ગયો ત્યારે ત્યાં નાની ઓરડી,માટી ના કુંડા અને જે ઘાસ હતું,એનું ક્યાંય નામોનિશાન ત્યાં નહતું.અને તે પણ બે દિવસ મા જ આટલો ફેરફાર!નક્કી કોઈ હજી છે જે તેની પર નજર રાખે છે અને કા તો કોઈ પોતાના માનું જ એક છે,જેને મારી દરેક હિલચાલ પર નજર છે.પણ કોણ?

માતૃવિહાર ના શિક્ષક ના કહેવા મુજબ અભી મોક્ષા ને એટલો પ્રેમ કરે છે કે તે તેને નુકશાન ક્યારેય ના પહોંચાડે. સોના ના કહેવા મુજબ શિવ પણ મોક્ષા ને ખૂબ જ પ્રેમ કરતો ત્યાં સુધી કે તે લગ્ન કરવા પણ રાજી નહતો.સ્મિત શાહ ક્યાં કારણોસર અભી ને નફરત કરતો હશે?અને સ્મિતા ...ઓહહ હજી તેંને મળવાનું તો બાકી જ છે.ચાલો હવે તેને મળીએ..આમ વિચારી રાજ એક હવાલદાર ને ગાડી ચલાવવા સાથે લઈ ને નીકળી ગયો નજીક ના ગામ માં સ્મિતા ને મળવા.

લગભગ વિસેક કિલોમીટર દૂર એક ગામ ના ચોરે રાજ ની જીપ આવી ને ઉભી રહી.એ સમય બપોર નો હોઈ ગામ માં માણસો ઓછા દેખાતા હતા.રાજ ને તરત જ યાદ આવ્યું કે સ્મિતા અહીં પોતાનું બ્યુટીક ચલાવે છે.એટલે તેને શોધવામાં જાજી મહેનત ના કરવી પડી.

એસ.એસ.ક્રિએશન નામ ના એક બ્યુટીક ની સામે રાજ ની જીપ આવી ને ઉભી,ત્યારે ત્યાં ગણ્યા ગાંઠ્યા ગ્રાહકો હતા.હવાલદાર અને રાજ અંદર ગયા,અને સ્મિતા ને મળવાની વાત કરતા તે ત્યાં આવી.સ્મિતા તેના ભાઈ જેવી જ રૂપરંગ માં પણ થોડો દેખાડો અને અભિમાન ઓછું,કદાચ એની પાસે એના ભાઈ જેટલો પૈસો નહતો.


હેલો હું ઇન્સ્પેકટર રાજ.રાજે પોતાની ઓળખાણ આપતા કહ્યું.

જી હું સ્મિતા આ બ્યુટીક ની માલકીન,બોલો શું કામ પડ્યું મારું!સ્મિતા એ બહુ અકળામણ થી જવાબ આપ્યો. કેમ કે પોલીસ ની દોસ્તી હોઈ કે દુશ્મની લોકો તમને સારી નજરે જોવાના નથી.અને ત્યાં તેના ગ્રાહકો હોઈ એટલે તેને વધારે મૂંઝવણ થતી હતી.

તેની મૂંઝવણ રાજ સમજી ગયો,એટલે તેને કોઈ અલગ જગ્યા એ બેસવાની વાત કરી.સ્મિતા ની પોતાની નાની એવી કેબીન એ બ્યુટીક માં હતી,લગભગ ચાર વ્યક્તિ આવી શકે તેવી કેબીન માં રાજ હવાલદાર અને સ્મિતા બેઠા.રાજે જોયું અહીં પણ સ્મિત શાહ ના ઘર માં હતો તેવો જ પણ નાની સાઈઝ નો ફોટો સ્મિતા ની ખુરસી ની પાછળ હતો.

બોલો શુ કહેવાનું છે?સ્મિતા એ જ વાત ની શરૂઆત કરી.

જોવો હું સીધી મુદા ની જ વાત કરું છું.શું અસ્મિતા મકાન માં તમારો પણ ભાગ છે?

હા...હા.મારો પણ ભાગ છે,સ્મિત ભાઈ અને અભી ભાઈ બંને કરતા હું ઘર માં વધુ વ્હાલી,એટલે મારો પણ ફઈ એ તેમાં ભાગ રાખ્યો છે.સ્મિતા એક ઉચાટ થી બોલી રહી હોય તેવું રાજ ને લાગ્યું.

તમે અને તમારા ભાઈ તો જોડિયા છો બરાબર ને!તો તમને અભી કરતા પણ તમારા ભાઈ પ્રત્યે વધુ પ્રેમ હોવો જોઈ,બરાબર ને!!રાજે વેધક પ્રશ્ન પૂછ્યો.

ના ના એવું કંઈ જ નથી.અમે બધા હળીમળી ને રહેતા, મારે મન તે બંને મારા સગા ભાઈ જેવા છે,ઉલટાનું અભી ભાઈ તો મને સ્મિત ભાઈ કરતા પણ વધુ લાડ કરતો. સ્મિતા બોલતા બોલતા ભાવુક થઈ ગઈ.

એટલે તમને બધા ભાઈ બહેન ને એકબીજા પ્રત્યે ખૂબ ભાવ હતો!એમ જ ને સ્મિતા જી?રાજે હવે ચક્રવ્યૂહ રચવાનું ચાલુ કર્યું.

હે..હા હા અમે ખૂબ સંપી ને રહેતા.સ્મિતા જાને કોઈ તંદ્રા માંથી જાગી હોઈ એમ બોલી.

તો સ્મિત અભી ને નફરત કેમ કરે છે?

રાજ ના સવાલ થી સ્મિતા એકદમ ચોંકી ગઈ,અને તેની આંખો ના ભાવ રાજ જોઈ ના લે એટલે તરત જ નજર ફેરવી ને બોલી,ના..ના એવું તો કશું નથી,નક્કી તમારી કોઈ ભૂલ છે.સ્મિતા નો અવાઝ હવે થોથવાયો.

મેં આ વાત ઇન્વેસ્ટિગેટ નથી કરી,પણ તમારા ભાઈએ જ મને આ વાત કહી છે.રાજે થોડા વ્યંગ સાથે કહ્યું.


(શુ હશે સ્મિત શાહ ને અભી પ્રત્યે ની નફરત નું કારણ?શુ સ્મિતા આ કેસ માં કોઈ મદદગાર કડી સાબિત થશે?શુ અભી ખરેખર નિર્દોષ હશે?જોઈશું આવતા અંક માં...)


✍️ આરતી ગેરીયા...