Kidnaper Koun - 5 books and stories free download online pdf in Gujarati

કિડનેપર કોણ? - 5

(મોક્ષા ના અપહરણ ની વાત સાંભળી શિવ, સોના અને બધા મિત્રો વિચલિત થઈ ગયા.બધા કેફે માં મળ્યા,પણ અભી ની ગેરહાજરી એ શિવ ને તેના પર શંકા કરવા મજબુર કરી દીધો.રાજ ના હાથ માં આ કેસ છે,એ જાણી બધા ને થોડી શાંતિ થઈ.અને અલી પણ તેમાં ઇનવોલ્વ થયો.એટલે બધા ને હાશકારો થયો.હવે આગળ...)

પોતાના બાળપણ ની વાત ને યાદ કરતા જ શિવ રોમાંચિત થઈ ઉઠ્યો.અને ફરી એ પાછો વર્તમાન મા આવી ગયો .તેના ચહેરા પર ફરી એ જ માસૂમ સ્મિત હતું. અચાનક તેને કાંઈક યાદ આવતા પોતાનો મોબાઈલ જોયો અને અલી ને ફોન જોડ્યો.

હેલો અલી,સંભાળ મને કોઈ પર શંકા છે,મોક્ષા બાબતે તું જરા તપાસ કર.એમ કહી અને પોતાની અભી વિશે ની શંકા નું કહ્યું.

અલી એ તે બાબત નકારી કાઢી,કેમ કે તેના મતે અભી અને મોક્ષા ને શુ દુશ્મનાવટ હોઈ શકે?હવે શિવ ચૂપ થઈ ગયો.કેમ કે એ આગળ કાઈ કહી શકે એમ નહતો.અને અલી એ પછી વાત કરું કહી ફોન મૂકી દીધો.

આ તરફ રાજ અને તેની ટિમ મોક્ષા ના ઘરે પૂછતાછ માટે જાય છે.મોક્ષા નો બંગલો શહેર ના પોસ એરિયા મા હોઈ છે.અહીં એક થી એક ચડિયાતા બંગલોસ હોઈ છે.રાજ પારેખ બંગલો ની બહાર આવી ને ઉભો રહે છે.મેઈન ગેટ બંધ હોઈ છે,અંદર થી સિકયુરિટી વાળા આવે છે,અને તેને ઘર માં લઇ જાય છે.

મેઈન ગેટ ની અંદર પ્રવેશતા જ બંને તરફ હરિયાળી હોઈ છે,એક તરફ વિવિધ ફૂલો નો બગીચો,જેમાં ગુલાબ મોગરો,ચંપો ,સૂરજમુખી જેવા વિવિધ ફૂલો છે,અને બીજી તરફ નો એરિયા આખો લોન નો હોઈ છે,જેમાં વચ્ચે જ સોફા સેટ અને ટેબલ રાખવામાં આવ્યું છે.નાળિયેરી ના ઉંચા વૃક્ષો બે માળ ના બંગલા ની આજુબાજુ માંથી દેખા દે છે.બગીચા ને નાના નાના પ્લાન્ટ થી કોર્ડન કરવામાં આવ્યો હોય છે. મેઈન ગેટ થી બંગલો સુધી પહોંચવા માટે એક ટાઇલ્સ ની પગદંડી બનવવામાં આવી છે,જેમાં એક સાથે બે ત્રણ લોકો આરામ થી ચાલી શકે અને એમાં પણ એપોક્ષી ની જગ્યા એ એકદમ નાનું ઘાસ ઉગાવવામાં આવ્યું હોઈ છે.

અંદર પ્રવેશ કરતા જ જમણી બાજુ એક નાનો એવો ફુવારો હોઈ છે,જેની ફરતે મોટા મોટા કુંડા માં પ્લાન્ટ હોઈ છે,અને વચ્ચે થોડી પર્વતાકાર માં લોન હોઈ છે.ત્યારબાદ રાજ ને ત્યાં એક રૂમ માં બેસવાનું કહેવામાં આવ્યું.આ રૂમ જાણે કોઈ મિટિંગ માટે જ બનાવવામા આવ્યો હોય,એક મોટો સોફા સેટ અને સાથે બીજી છએક ખુરસી હોય છે.અને વચ્ચે બે મોટી કાચ ની ટીપાઈ.એક નોકર તે બધા ની આગતા સ્વાગતા કરે છે.રાજ આટલી મહેમાનગતિ જોઈ ને ખુશ થઈ ગયો.

થોડી જ વાર માં એક મીડીયમ હાઈટ ધરાવતો, હેન્ડસમ યુવક ત્યાં આવ્યો,તેનું ડેનિમ નું જિન્સ,લેવીસ નું ટીશર્ટ,નાઇકી ના શૂઝ,રેબેન ના ગોગલ્સ અને રોલેક્સ ની ઘડિયાળ અને શરીર માંથી આવતી મોંઘા પરફ્યુમ ની સ્મેલ તેની અમીરાઈ ની ચાડી ખાતી હતી. બીયુટીફૂલ મોક્ષા નો હેન્ડસમ હસબન્ડ મંત્ર.મોક્ષા નમણી પણ વાને બહુ રૂપાળી નહતી,પણ દેખાવડી તો ખરી જ.જ્યારે મંત્ર ખૂબ જ રૂપાળો અને સોહામણો.

મંત્ર એ આવતા વેંત જ રાજ ને હગ કર્યું,આટલો પૈસો હોવા છતાં મંત્ર રાજ સાથે એકદમ મિત્રતા ભર્યો વ્યવહાર કરતો હતો.રાજ અને તેની ટિમ ને તેનું આવું વર્તન ગમ્યું.

મંત્રે આવતા વેંત જ રાજ ને પોતાની મોક્ષા ને શોધી દેવા વિનંતી કરી.અને રાજ તેનો ફ્રેન્ડ છે એટલે જ તેને આ કેસ શોપવામાં આવ્યો છે .એમ કહ્યું.

મંત્ર મને કહી શકશો આ બધું ક્યારે અને કેવી રીતે બન્યું?રાજે પહેલો પ્રશ્ન કર્યો.

રાજ મને એ વિશે કાઈ જ ખબર નથી,કેમ કે હું તો સવારે સાડા નવ ની આસપાસ ઓફિસે ચાલ્યો જાવ છું.મને પણ ઓફીસે જ આ ઘટના ની જાણ કરવામાં આવી.મંત્રે જવાબ આપ્યો.

ઓકે તો તમારા ઘર માં કોણ કોણ છે?કોણ ઘટના સમયે હાજર હતું?એ દરેક ને મારે મળવું પડશે.તો પ્લીઝ બધા ને સાથે બોલાવી લો.

મારા ઘર માં મારા અને મોક્ષા ઉપરાંત મારા મમ્મી પપ્પા, અમારા બાળકો,અને થોડા નોકરો હોઈ છે.અને ચોકીદાર પણ એ તો ગેટ પર જ હોઈ છે,તો અત્યારે તો હું આ બધા ને બોલવું છું.આમ કહી મંત્રે ઈન્ટરકોમ પર કોઈ ને સૂચના આપી બધા ને નીચે આવવા કહ્યું.

(શુ રાજ કિડનેપર સુધી પહોંચી શકશે?કે પછી આ કેસ કોઈ ખોટા રસ્તે જાય છે.!પારેખ પરિવાર ને મળ્યા પછી રાજ ની શુ અનુભૂતિ હશે?જાણવા માટે વાંચતા રહો....)

. ✍️ આરતી ગેરીયા...



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED