કિડનેપર કોણ? - 10 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિડનેપર કોણ? - 10

( મોક્ષા ના માતા પિતા પાસેથી રાજ ને કોઈ ખાસ માહિતી મળતી નથી.આ તરફ શિવ ને અભી ની ગેરહાજરી સતત એના પર શંકા વધારે છે,એટલે એ કોઈ ને મળવા બોલાવે છે,જોઈએ કોણ છે એ અજાણ્યો વ્યક્તિ...)

શિવ ની કેબીન મા પેલા અજાણ્યા વ્યક્તિ ને જોઈ ને સોના ખૂબ જ ડરી જાય છે,કદાચ તે તેને ઓળખતી
હોય છે.

શિવ શિવ આ માણસ અહીં કેમ?તે એને શું કામ બોલાવ્યો હતો?

સોના આ બાબતે આપડે વાત ન કરીએ તો સારું.

ના મારે કરવી છે.સોના એ કહ્યું.

પણ મારે નથી કરવી સો ગો બેક ટુ યોર સીટ?શિવે ગુસ્સા માં કહ્યું.

શિવ નું આવું રૂપ જોઈ ને સોના ડરી ગઈ.તેને લાગ્યું નક્કી કાંઈક ખોટું થાય છે.પણ કોને કહું?અને કદાચ હું ખોટી પણ હોઈ શકું?ભગવાન કરે એમ જ હોઈ.સોના મનોમન પ્રાર્થના કરવા લાગી.

મોક્ષા ને કિડનેપ થયે બાર કલાક થઈ ગયા હતા. પારેખ નિવાસ માં સુનકાર હતો,મંત્ર ના મમ્મી પપ્પા ભગવાન ને પ્રાર્થના કરતા હતા.બાળકો મમ્મી ....મમ્મી કરતા ભૂખ્યા જ ઊંઘી રહ્યા હતા.અને મંત્ર પણ બાળકો ને સમજાવી ને થાક્યો હતો.ત્યાં જ છેનું બધા માટે દૂધ લઈ ને આવે છે.બધા જ પીવા ની ના પાડતા હોઈ છે.અને અચાનક તેમના ઘર નો ફોન વગડે છે.

ટ્રીનન...ટ્રીનન

મંત્ર દોડી ને ફોન પિક કરે છે.હલ્લો...હલ્લો..

બહુ ઉતાવળ મા છે.હોઈ પણ કેમ નહિ,આવી સુંદર ઘરવાળી હોઈ પછી. હા....હા....હા...સામેથી અવાજ આવ્યો.

જુઓ તમે કોણ છો?અને તમારે શું જોઈ છે!તમે મોક્ષા ને છોડી દો પ્લીઝ...મંત્ર કરગરતા બોલ્યો.

છોડી દેશું પહેલા અમે કહીએ તેમ કર...

હા બોલો શુ કરવાનું છે મારે?મંત્ર તેમની વાત ને વચ્ચે કાપતા બોલ્યો.

પૂરું સાંભળ,વચ્ચે નહિ બોલ.સામેથી રાડ પડી..

હા બોલો બોલો..

આજે નહિ કાલે આજ સમયે ફોન કરીશ.અને ખબરદાર પોલીસ ને જાણ કરી છે તો...અને ફોન મુકાઈ ગયો.

મંત્ર હલ્લો હલ્લો કરતો રડવા લાગ્યો.તેને સમજાતું નહતું કે કોણ આવું કરી શકે.તેના માતા પિતા એ તેને સાંભળ્યો. અને મંત્ર એ રાજ ને ફોન કરી બધી જ વાત કરી.

રાજે પહેલે થી જ મંત્ર ના ઘર ની આસપાસ ચાર માણસો છુપા વેશે ગોઠવી દીધા હતા,અને તેનો ઘર નો ફોન અને બાકી બધા ના મોબાઈલ પર પોલીસ ની ચાંપતી નજર હતી.રાજે તરત જ રેકોર્ડ રૂમ માં જઇ ને તપાસ કરાવી.તો તે મંત્ર ના ઘરથી થોડે દુરનું જ એડ્રેસ નીકળ્યું.આખી ટીમ ફટાફટ ત્યાં પહોંચી પણ તેમના આશ્ચર્ય વચ્ચે ત્યાં તો એક કમ્પ્યુટર ની શોપ હતી.તો પણ રાજ અને તેની ટીમ પૂછતાછ મા લાગી ગયા,અને જાણ થઈ કે અહીં થોડીવાર પહેલા કોઈ અજાણી વ્યક્તિ આવી હતી,જેને કોમ્યુટર નો યુઝ કર્યો હતો.બાકી કાઈ ખબર નથી.

રાજ નિરાશ થયો,એને લાગ્યું કિડનેપર એના હાથ માંથી નીકળી ગયો.ત્યાં જ એને રેકોર્ડ રૂમ માંથી ફોન આવ્યો,કે આ ફોન કોલ કોઈ મોબાઈલ થી નહિ.પણ કોઈ કોમ્યુટર થી કોઈ એપ દ્વારા કરવા મા આવ્યો હતો.

ઓહ્હહો મતલબ કિડનેપર ધાર્યા કરતાં ઘણો હોશિયાર છે.રાજે મનોમન વિચાર્યું.તેને મંત્ર ને ફોન કરી જણાવ્યું. અને આગળ પણ કોઈ કોલ આવે તો તરત જ જાણ કરવા કહ્યું.

રાજ લગભગ મોક્ષા ના કેસ વિશે અલી સાથે કાયમ ચર્ચા કરતો.હવે તો બધા ગ્રૂપ માં પણ એ જ ચર્ચા કરતા. અને રાજ બધા ને કેસ વિશે માહિતી આપતો.બસ એક અભી જ એમા હાજર રહેતો નહિ.અલી ને પણ હવે એ બાબત ખૂંચતી.અને શિવ ને સોના ને તો પોતાની શંકા સાચી પડતી લાગતી.

એક દિવસ વહેલી સવારે ...

ટ્રીનન ....ટ્રીનન

હલ્લો..

અલી મને બચાવી લે .બસ રાજ ને આ બાબતે કોઈ વાત ન કરતો પ્લીઝ....પ્લીઝ...

હલ્લો...હલ્લો...

સામે થી ફોન મુકાઈ ગયો હતો.અલી હજી ઊંઘ માં હતો, તેને તરત નંબર ચેક કર્યો,પણ આ તો કોઈ અજાણ્યા નંબર પરથી ફોન હતો.અલી એ ફરી તે નંબર ડાયલ કર્યો.પણ સામે થી કોઈ જ પ્રતિભાવ નહતો.અલી ને તે અવાઝ સાંભળેલો લાગ્યો.પણ કોણ..અભી...અચાનક તેને યાદ આવ્યું.હા...હા...એ અભી નો જ અવાઝ હતો.એટલે અભી ..અભી પોતે કોઈ મુસીબત મા છે.ઓહહ નો..
એટલે... અભી એટલા માટે જ ગ્રૂપ માં હાજર નથી રહેતો.અલી એ તરત જ અભી ના નંબર પર ફોન કર્યો.પણ એ નંબર પર કોઈ પ્રતિભાવ નહતો.એટલે અલી એ રૂબરૂ જ અભી ને મળવા જવાનું નક્કી કર્યું.

(મંત્ર પર કોનો ફોન આવ્યો હશે?શુ અભી ને પણ કોઈ એ કિડનેપ કરેલ છે,કે પછી આ કોઈ ની નવી ચાલ છે?અને રાજ ને આ બાબત થી કોણ દૂર રાખવા માગે છે?જોઈશું આવતા અંક માં..)

✍️ આરતી ગેરીયા