કિડનેપર કોણ? - 38 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિડનેપર કોણ? - 38

(આગળ ના અંક માં જોયું કે રાજ આ કેસ નો તોડ ના મળવાથી ચિંતા માં છે,ત્યારે તે દરેક શંકાસ્પદ વ્યક્તિ વિશે વિચારે છે,અને અચાનક તેને યાદ આવે છે કે તે સ્મિત શાહ ની બહેન સ્મિતા ને તો મળ્યો જ નથી!અને તે સ્મિતા ને મળવા ઉપડી જાય છે.હવે આગળ...)

રાજ જ્યારે સ્મિત ની અભી પ્રત્યે ની નફરત ની વાત સ્મિતા ને કરે છે,ત્યારે તેની નજર ના ભાવ રાજ થી છુપા નથી રહેતા.
સ્મિતા એ આશ્ચર્ય અને દુઃખ મિશ્રિત ભાવથી તેની સામે જોઈ ને કહ્યું.ખબર નહિ સ્મિતભાઈ ને અભીભાઈ પ્રત્યે કેમ નફરત છે,જોગાનુજોગ બનેલી એક વાત મન પર લઈ ને બેઠા છે.

કઈ વાત?રાજે ઉત્સાહ થી પૂછ્યું.

સ્મિતા હવે પોપટ ની જેમ બધું બોલવા લાગી.અભીભાઈ કોઈ ના પ્રેમ માં હતા,સ્મિતભાઈ થોડા જુનવાણી અને અનુશાશન માં માનનારા,એમને ઘર ની પરંપરા અને રિવાજો માં લેશમાત્ર ફરક થાય એ મંજુર નહતું,છોકરી એક તો પરનાત ની હતી,અને બીજું કે તે વધુ ભણેલી હતી.ભણેલી છોકરી ઘર માં આવે તો પોતાની મરજી ચલાવે એવી જુનવાણી માન્યતા અમારા ઘરની. અભિ ભાઈ મને ભણાવવા માંગતા હતા,પણ સ્મિત ભાઈ ,મારા પપ્પા અને કાકા એ ના પાડી દીધી.અભી ભાઈ અમારા ઘર ના દરેક પુરુષો કરતા અલગ હતા,તેઓ ખોટું બોલતા પણ નહીં અને ખોટા કામ માં સાથ દેતા પણ નહીં.

બસ આજ બાબત એમને બધા થી જુદા પાડતા અને એટલે જ ઘર ના લોકો સાથે તેમને કાયમ બબાલ થતી.
અને આ દરેક બાબત નું વેર વાળવા પપ્પા અને કાકા એ તેમને તેના પ્રેમથી દૂર કર્યા પણ અભી ભાઈ એ દુરી સહન ન કરી શક્યા,ઘર માં બધા સાથે બોલવાનું પણ બંધ કરી દીધું,અને તે દરમિયાન કાકા ને એટેક આવતા તેઓ આ ફાની દુનિયા છોડી ને ચાલ્યા ગયા.

સ્મિતા ની આંખ પાણી થી તરબતર થઈ ગઈ હતી, પોતાનું ડૂસકું માંડ ખાળી તે આગળ બોલી,કાકા ના મૃત્યુ ને લઈ ને મારા પપ્પા અને ભાઈ એ આ બાબતે તેમને ખૂબ સંભળાવ્યું,એ દરમિયાન જ એમનો પ્રેમ પારકો થઈ ગયો.તેઓ સાવ ગુમસુમ રહેવા લાગ્યા,જાણે એમને ઘર માં કોઈ સાથે કોઈ સંબંધ જ નહતો,ના ખવાપીવા નું ભાન.અને તેમાં અભી ભાઈ એ પોતાનું માંનસીક સંતુલન ગુમાવ્યું.અને પછી તેમને થોડો સમય એક રૂમ માં પુરી રાખવામાં આવતા.ત્યાં તેમની સ્થિતિ વધુ બગડતા તેમને માતૃવિહાર આશ્રમ માં મોકલવામાં આવ્યા.સ્મિતા અહીં અટકી.

અભી ને તેના પિતા ના મૃત્યુ નો જવાબદાર ગણાવવા માં આવતા તેની માનસિક હાલત બગડી ગઈ,અને સ્મિત એટલે તેને નફરત કરે છે!એમ જ ને??

હા એટલે જ ...સ્મિતા ના અવાજ માં તકલીફ હતી, અને સાથે કોઈ મૂંઝવણ હોઈ એવું પણ રાજ ને લાગ્યું.
રાજે ત્યાંથી હેરાન કરવા બદલ માફી માગીને રજા લીધી.

બહાર જીપ માં બેસી ને રાજ નીકળ્યો,સ્મિતા તેને નજર પહોંચે ત્યાં સુધી જોતી રહી.ગામ ની બહાર નીકળી અને રાજે કોઈ ને ફોન જોડ્યો.

હેલ્લો તું અત્યાર થી જ એના પર નજર રાખ,નક્કી કંઈક ગડબડ છે.અને મને સાંજે બધા રિપોર્ટ આપજે.આમ કહી રાજે ફોન કટ કરી નાખ્યો.સાથે રહેલો હવાલદાર તેની સામે જોતો હતો,રાજે તેની સામે હસી ને પોતાની આંખો થી શું થયું એવું પૂછ્યું.

સર તમને સ્મિતા પર શંકા છે?

રાજે પોતાની દાઢી પર હાથ ફેરવતા કહ્યું,તમને ના થઇ!કેમ કે વારે વારે એમની નજર આપડી સાથે વાત કરતા કરતા દરવાજા પર જતી હતી,બીજું અવાજ માં સચ્ચાઈ નો ઓછો રણકાર હતો.રાજે તેની સામે જોયું.

હા પણ કદાચ એ એના ગ્રાહકો પર ધ્યાન આપવા માંગતી હસે અને આપડે એને ખલેલ પહોંચાડતા હોઈશું એટલે એ વારેવારે દરવાજા તરફ જોતા હોય!

તમને એના સ્ટેટમેન્ટ માં ક્યાંય શંકા ના ગઈ?હવાલદારે મોઢું હલાવી ના કહી.

જોવો એ વારેવારે એક જ વાત પર ભાર આપતી હતી કે તેને અભી પ્રત્યે કોઈ રોષ નહતો,કે અત્યારે પણ નથી.અને સ્મિત ને અભી પ્રત્યે કોઈ પ્રેમ નથી.એના અવાજ માં કોઈ ડર કોઈ મૂંઝવણ લાગતી હતી.નક્કી સ્મિતા ખેલ માં મુખ્ય ખેલાડી નહિ,પણ ખેલ માનું એક પ્યાદુ હોવી જોઈએ.

હવાલદાર પણ આ સાંભળી વિચાર માં પડી ગયો,અને હજુ તે આગળ કાઈ કહે એ પહેલા જ રાજ નો ફોન ફરી એક વાર રણક્યો...

(શુ ખરેખર રાજ ની શંકા સાચી પડશે?સ્મિતા ને આ કેસ સાથે સંબંધ હોઈ શકે?કે પછી સ્મિતા ફક્ત અસ્મિતા માં ભાગીદાર હોવાને નાતે જ આમ ફસાઈ હોઈ?વધુ આવતા અંક માં....)


✍️ આરતી ગેરીયા...