એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૩ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૩



દેવ નિત્યાને સોરી કહેવાના પ્રયત્નો કરી રહ્યો હતો પણ નિત્યાને એના ઈશારા ખબર નહોતી પડી રહી.દેવ નિત્યાને એકાંતમાં લઇ જઈને વાત કરવા માંગતો હતો એટલે એને સ્મિતા પાસે હેલ્પ લીધી અને એ રીતે નિત્યાને અંદર મોકલવા કહ્યું.દેવ એના રૂમમાં જઈને નિત્યાની રાહ જોવા લાગ્યો.એને નિત્યાને વોટ્સએપ પર મેસેજ કર્યા પણ નિત્યાના ફોનમાં નેટ ઓફ હતું એટલે એને ખબર ન પડી.સ્મિતાએ કંઈક બહાનું કાઢીને નિત્યાને દેવના રૂમમાં જવા કહ્યું.નિત્યા દેવના રૂમના દરવાજા પાસે જઈને નોક કર્યું પણ જોયું તો દરવાજો પહેલેથી ખુલ્લો જ હતો.

"શું હું અંદર આવી શકું છું?"નિત્યાએ થોડો દરવાજો ખોલતા પૂછ્યું પણ અંદરથી કોઈ જવાબ મળ્યો નહીં.નિત્યાએ દરવાજો ખોલ્યો કે તરત જ અંધારું જોયું અને અંદર ગઈ.નિત્યા જેવી દરવાજા આગળથી થોડી અંદર ગઈ એવો જ દરવાજો બંધ થઈ ગયો.દરવાજો બંધ થતાં નિત્યા થોડું ગભરાઈ અને પાછળ જોયું પણ અંધારું હોવાથી નિત્યાને કંઈ દેખાયું નહીં.

"દેવ,તું છે રૂમમાં?"નિત્યાએ ડરતા ડરતા પૂછ્યું.

નિત્યા અંધારામાં પા પા પગલી આગળ વધી રહી હતી એટલામાં લેપટોપની લાઈટ ચાલુ થઈ અને રૂમમાં થોડું અજવાળું થયું.લેપટોપની સ્ક્રીન પર "હેપ્પી દિવાલી બેસ્ટી" લખાઈને આવ્યું.જેવું નિત્યાએ તે જોયું તરત જ એના ચહેરા પર સ્માઈલ આવી ગઈ.પછી તરત લખાઈને આવ્યું,"સોરી ફોર લેટ વિશ"અને પછી ઓડિઓ મેસેજ પ્લે થયો.

"સોરી બેસ્ટી,હું તને સૌથી છેલ્લે દિવાળી વિશ કરી રહ્યો છું એના માટે.શું કરું?,,આદતથી મજબૂર છું.અજાણતા પણ તને હર્ટ કરવા નથી માંગતો પણ કરી બેસું છું.તું સાચું કહે છે મને,હું પાગલ જ છું.મને ખબર છે તું કહેતું નથી પણ તને થોડું તો હર્ટ થતું જ હશે કે તારા બેસ્ટ ફ્રેન્ડે જ સૌથી છેલ્લું તને વિશ કર્યું.અને એ પણ ખબર છે કે હમણાંથી આપણી ફ્રેન્ડશીપ હું સરખી રીતે નથી નિભાવી રહ્યો પણ શું કરું,જ્યારથી તે મનાલી આવવાની ના કહી છે ત્યારથી મને કઈક અજીબ લાગી રહ્યું છે.એ વાત સાચી કે નકુલ,સલોની અને માનુજ મારા ફ્રેન્ડ છે એટલે મને મજા આવશે ત્યાં પણ ખબર નથી મને તું કેમ મારી સાથે જોઈએ છે.બેસ્ટી તું એટલી સારી છે કે મને તારી આદત પડી ગઈ છે.તારી કાળજીની,તારી મારી માટેની ચિંતાની આદત પડી ગઈ છે.કદાચ એટલા માટે જ હું તને હમણાંથી અવોઇડ કરી રહ્યો હતો.હું તારાથી નારાજ હતો પણ મને હવે તારી સાથે વાત કર્યા વગર નથી ચાલતું.ભલે આપણે બંને ઝગડી લઈએ પણ મારાથી તને ઇગ્નોર નથી થઈ શકતું.એટલે હવે બસ........બઉ થઈ ગયું આ બધું.તારે મારી સાથે મનાલી નથી આવવું તો કઈ વાંધો નઈ પણ આપણે પહેલા જેવા જ ટોમ એન્ડ ઝેરી બની જઈએ યાર.હું તારા ડિસીઝનની રિસ્પેક્ટ કરું છું કે તારા ના આવવા પાછળના તારા પોતાના કારણો છે અને હું એ પુરી રીતે સ્વીકારું છું.મારી અત્યાર સુધીની હરકતો બદલ આઈ એમ રિયલી સોરી એન્ડ હા વન્સ અગેઇન હેપ્પી દિવાલી માય ઝેરી.મને ખબર છે આ બધું સાંભળી તું ઇમોશનલ થઈ ગઈ હોઈશ અને આંખમાંથી ટપ-ટપ આંસુ વહેતા હશે અને મને ખબર છે કે હવે તું એ આંસુને લૂછીને મને આમતેમ શોધીશ અને હું મળીશ એટલે મને ગાલ પર ધીમેથી પણ થોડું વાગે એવું ઝાપટ મારીશ અને પછી પૂછીશ કે બહુ વાગ્યું નથી ને"

આટલું સાંભળતા નિત્યા ખડખડાટ હસી પડી.લાઈટ ઓન થઈ.નિત્યા પાછળ ફરી ત્યાં દેવ બે હાથમાં વેલણ લઈને નિત્યાની સામે માથું નીચું કરીને ઉભો હતો.વેલણ જોતા જ નિત્યાને ખૂબ હસુ આવી રહ્યું હતું પણ એ હસી રોકતા વેલણ હાથમાં લીધું અને દેવ તરફ ઉગામ્યુ.દેવે વાગવાના ડરથી આંખો ઝીણી કરી દીધી અને બોલ્યો,"જોરથી ના મારતી યાર.વેલણ તો બહુ વાગે"

"તને બહુ ખબર કે વેલણ જોરથી વાગે"

"હા,મમ્મીએ નાનપણમાં એકવાર માર્યું હતું ને એટલે યાદ છે"

આ સાંભળી નિત્યા ખૂબ હસવા લાગી.એને હસતી જોઈને દેવ ખુશ થઈ ગયો અને મનમાં હાશ થઈ કે હવે નિત્યા એનાથી નારાજ નથી.

"સોરી યાર"દેવે કાન પકડતા કહ્યું.

"બસ હવે,મને આટલું બધું સોરી કહેવાની જરૂર નથી.આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર ફીલિંગ્સ"

"યાર,તું કેમ આમ જલ્દી માની જાય છે?"

"કેમ કે મને આમ મારા પાછળ કોઈ વળગી રહે અને હું કોઈને સેડ કરું એ પસંદ નથી"

"તારો ઘરવાળો ખરેખર બહુ જ લકી હશે"

"કેમ?"

"તું આટલી બધી સમજદાર છે એટલે તમારી લાઈફમાં પ્રોબ્લેમ્સ ઓછા રહેશે"

"હમ્મ"

"હમ્મ નઈ,ભલે તું ના આવાની હોય પણ મને પેકીંગ કરવામાં તારી હેલ્પ જોઈશે.કરીશ ને?"

નિત્યાએ થોડું વિચાર્યા બાદ કહ્યું,"હા કરીશ"

"કેમ આટલું બધું વિચારવું પડ્યું?"

"બસ એમ જ"

"ઓકે તો કાલ આવી જજે,પરમદિવસે મારે નીકળવાનું છે"

"ઓકે,કાલ આવીશ.ચલ હું જાઉં હવે"

"બસ જવું જ છે"

"ના ના,હું પણ બેગ પેક કરીને અહીંયા આવી જાઉં અને અહીંયા સ્થાયી થઈ જાઉં"

"આઈડિયા સારો છે.કારણ કે,હું જઈશ એટલે મમ્મી એકલી પડશે એટલે તું રહેજે એની સાથે"

"સ્મિતા દીદી આવાનું કહેતા હતા ને"

"હા એ આવશે,તું પણ આવજે અને સાથે કામિની આંટીને પણ લેતી આવજે.બધા સાથે રહેજો"

"ના અવાય"

"કેમ?"

"બસ એમ જ"

"તારું આ બસ એમ જ ની પાછળ ઘણું છુપાયેલું છે"

"ચલ બાય,જય શ્રી કૃષ્ણ"

"બાય,જય શ્રી કૃષ્ણ"

દિવાળી પછી બેસ્તુવર્ષ આવ્યું.ભાઈબીજના દિવસે રાત્રે દેવને ફરવા જવાનું હતું એટલે બેસતાવર્ષના દિવસે દેવે બધો સામાન એકઠો કરીને મૂકી દીધો અને પછી સાંજે નિત્યાને બોલાવી,સ્મિતા,નિત્યા અને દેવે મળીને બધી જ પેકીંગ કરી લીધી.દેવના કપડાંથી લઈને ટૂથબ્રશ સુધી બધું જ નિત્યાએ યાદ કરી કરીને બેગમાં મુકાવ્યું.

"થેંક્યું નિત્યા,જો તું ના હોત તો મારું શું થાત"

"હું ના હોત તો બીજું કોઈ હોત"

"પણ તારા જેવું તો કોઈ છે જ નઈ"

"બસ હવે કામ કઢાવી લેવા કોણીએ ગોર ના લગાડ"

"અરે સાચે યાર"

"અમે પણ બેગ પેક કરવામાં હેલ્પ કરી છે હો"સ્મિતાએ કહ્યું.

"હાસ્તો,એમને પણ થેંક્યું કે"

"દીદી તો ઘરની છે"

"તો શું નિત્યા બહારની છે?"

"અરે ના ના મારો કહેવાનો મતલબ એ ન હતો"

"અમે બંને તારા બધા મતલબ જાણીએ છીએ"

"ઓકે મારી માતાઓ,બસ કરો હવે"

"માતા તો તારી આ આવી જો"બહારથી જશોદાબેનને આવતા જોઈ નિત્યા બોલી.

"મમ્મી,આ બંને મળીને મને હેરાન કરે છે"દેવે નાના છોકરાની જેમ એની મમ્મીને ફરિયાદ કરતા કહ્યું.

"એ એવું ના કરશો અને જો કરવો જ હોય તો ફરીને આવે પછી કરજો"જશોદાબેન હસતા હસતા બોલ્યા.

"મમ્મી,શું તું પણ એમની સાથે મળી ગઈ"

"સારું,જલ્દી આવું જજે દેવ"

"મમ્મી,એ દસ દિવસ માટે જઈ રહ્યો છે.તું તો એવું રિએક્શન આપે જેમ છોકરીને સાસરે મોકલતી હોય"

"આટલા દિવસ ક્યાંય ગયો નથી એટલે.........."

"ચિંતા ના કર મમ્મી,હું છું ને તારી પાસે"

આમ દેવ અને સ્મિતા બંનેએ જશોદાબેનને હગ કરી લીધું.એ જોઈ નિત્યા બોલી,"મને પણ આવું છે"

"ક્યાં મનાલી?"દેવે મજાકમાં પૂછ્યું એટલે નિત્યાએ એને માથા પર ટપલી મારી.

"કાલ મને મુકવા આવશો ને બધા?"દેવે પૂછ્યું.

"તું તો વિલાયત જવાનો હોય એવી વાતો કરે છે"નિત્યાએ કહ્યું.

"તું નઈ આવે?"

"ના,મારે કાલ કામ છે"

"ઓકે"

દેવે બાકીના બધાને ફોન કરીને પૂછ્યું કે તૈયારી થઈ ગઈ.બધા મનાલીના રૂ જેવા કોમળ બરફમાં રમવાની અને ત્યાંની ગુલાબી ઠંડીમાં ગુમવાની ફૂલ તૈયારી કરી લીધી હતી.

ભાઈ-બીજનો દિવસ આવી ગયો.સાંજના સમયે બધાને નીકળવાનું હતું.સ્મિતા,પંકજકુમાર,કાવ્યા અને જશોદાબેન દેવને રેલવેસ્ટેશન મુકવા નીકળ્યા.આ લોકોના ત્યાં પહોંચ્યા પહેલા જ માનુજ,દિપાલી અને નકુલ પહોંચી ગયા હતા.બધા પહોંચીને સલોનીની રાહ જોઈ રહ્યા હતા.ફાઇનલી સલોની પણ ત્યાં આવી પહોંચી.

"બહુ રાહ જોવડાવી યાર તે,ટ્રેન તો ક્યાંરની આવી ગઈ છે"નકુલે ઘડિયાળમાં જોતા સલોનીને કહ્યું.

"સોરી,આને લેવામાં થોડું મોડું થઈ ગયું"

"આ છે કોણ?"દેવે નકુલના કાનમાં પૂછ્યું.