એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૪ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૪


નિત્યાના ફોનમાં મેસેજ આવે છે એ ચેટમાં જઈને મેસેજ ચેક કરે છે.

"હાઇ"
"બોલો"
"અરે પહેલા હાઇ-હેલો તો બોલ"
"હાઇ-બાય બધું એક બાજુ મુક પહેલા મને એ કહે કે ક્યાં ગયો હતો કોલેજમાંથી વહેલા નીકળીને"નિત્યાએ પૂછ્યું.
દેવનો મેસેજ હતો.
"કામ હતું એક"દેવ બોલ્યો.
"શું કામ"
"બધું તને ના કહેવાય"
"કેમ એવું તો શું કરવા ગયો હતો"
"અરે હતું કંઇક,કહ્યું ને બધું તને ના કહેવાય"
"બધું તો નહીં પણ હું નીકળું છું એમ તો કહીને જવાય ને"
"હા, સોરી જલ્દીમાં હતો એટલે ભૂલી ગયો"
"સારું સારું બોલ કેમ મેસેજ કર્યો"
"એમ જ"
"આજ કાલ લોકો પાસે સમય જ નથી કે એમ જ યાદ આવે એટલે મેસેજ કરે,બોલ હવે કેમ મેસેજ કર્યો"
"સાચી વાત તારી, બધા કામ હોય એટલે જ યાદ કરે નઈ તો આજની આ દુનિયામાં કોઈને સમય જ ક્યાં છે"
"કોઈ જરૂર પડે ત્યારે મેસેજ કરે તો એવું સમજવું કે એને આપણા પણ થોડો ઘણો વિશ્વાસ છે કે આ મને જરૂર મદદ કરશે.મેં ક્યાંક વાંચ્યું હતું કે મીણબત્તીની જરૂરત અંધારું થાય ત્યારે જ પડે,ફાયર બ્રિગેડ ની જરૂર આગ લાગે ત્યારે જ પડે........"
નિત્યા આગળ કઈ બોલે એ પહેલાં દેવ બોલ્યો,"બસ બસ હવે,હું સમજી ગ્યો"
"હા તો બોલ ત્યારે"નિત્યા બોલી.
"આજે સવારે પેલી વાત કરી હતી ને...."દેવ એ યાદ કરાવતા કહ્યું.
"કઈ વાત મને કંઈ યાદ નથી?"નિત્યાને વાત યાદ હોવા છતાં પણ દેવને હેરાન કરતા બોલી.
"નખરા ના કર હવે,મને ખબર છે તને યાદ છે,માનુજની વાત કરું છું"દેવે વાત યાદ કરાવતા કહ્યું.
"વહી તો ગમ હૈ કી હમ ભૂલના ચાહે ફિર ભી નહીં ભુલા પાતે"

(નિત્યા ક્યારેય કઈ પણ વાત ભૂલતી નઈ હતી.ખરાબ કે સારું બધું એને યાદ રહેતું અને એ નિત્યાની સૌથી મોટી કમજોરીનું કારણ બનતું.અમુક વાર એને તકલીફ આપતી યાદ હોય એને પણ નિત્યા કોશિશ કરવા છતાં પણ ભૂલી નહોતી શકતી.)

"પત્યું તારું?"
"હા બોલ"
"હા હવે સાંભળ,હું એને તારો નંબર આપું છું"
"કેમ?"
"એ મારો ફ્રેન્ડ છે એટલે મને ખબર છે કે એને કઈ વાતની મુંજવણ છે પણ એને હું સમજાવું તો એને ખોટું લાગી શકે છે અને પછી એમ કહે છે કે તું મને નઈ સમજે એટલે તું સમજવું તો કદાચ સમજે"
"એને કંઈ વાતની મુંજવણ છે?"
"તું એની સાથે વાત કરીશ એટલે તને ખબર પડી જશે,બાકી તું મારા કરતાં વધુ સમજદાર છે.તું એને સારી રીતે સમજાવી શકીશ"
"પણ હું તો એને ઓળખતી પણ નથી"
"તું કોલેજમાં સ્ટુડન્ટસ ને ઓળખે છે,છતાં પણ એમને ભણાવે છે ને?,તો એને પણ એક નવો સ્ટુડન્ટ સમજ"
"હા,વાત તો તારી સાચી છે"
"કોઈને સાચી સલાહ આપવા માટે ઓળખણની જરૂર નથી હોતી એવું તે જ મને કહેલું અને આપણું તો કામ જ એ છે આપણામાં રહેલ જ્ઞાનને ફેલાવવાનું"
"વાહ,મારી કહેલી વાતો હજી યાદ છે તને"
"રાખવી જ પડે ને,હું જેઠાલાલ અને તું મારુ ફાયરબ્રિગેડ છે તારક મહેતાની જેમ"
"તો પણ હું કઈક સમજાવું તો તું પહેલા તો સામે આરગ્યુમેન્ટ જ કરે જ પછી સમજે છે"
"એવું બધું તો રહે હવે,જરૂરી એ છે કે છેલ્લે સમજુ તો છું ને,એટલે તો આપણે હજી બેસ્ટ ફ્રેન્ડ છીએ અને આગળ પણ રહીશું.બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર"
"આવું ના બોલ,હંમેશા માટે કોઈ નથી રહેતું"
"અરે રહીશું,જોઈ લેજે"
"જોઈ લઈશ"
"તું બોલને તારો વોટ્સએપ નંબર આપું ને?
"હા આપજે"
"હું આપું તો પણ એ મેસેજ કરશે એની કોઈ ગેરંટી નઈ"
"કેમ?"
"એ બહુ શરમાળ અને સીધો છોકરો છે.મારી જેમ"
"શું કહ્યું,તારી જેમ?"
"હાસ્તો, કેમ હું સીધો છોકરો નથી?"
"એતો મને શું ખબર"
"જોજે આવું કોઈ સ્ટુડન્ટ આગળ ના બોલતી,હવે હું એક પ્રોફેસર છું"
"સારું પ્રોફેસર સાહેબ,મારે હવે કામ છે,બાય"નિત્યાએ વાત પૂરી કરતા કહ્યું.

નિત્યા ફોન મૂકીને રસોડામાં એની મમ્મીને મદદ કરાવા માટે ગઈ અને દેવ એ નિત્યાનો વોટ્સએપ નંબર માનુજને સેન્ડ કર્યો અને પછી માનુજને ફોન કર્યો.

"હેલો"દેવ બોલ્યો.
"હા બોલ દેવ"માનુજ ફોન ઉપાડતા બોલ્યો.
"મેં તને નિત્યાનો નંબર સેન્ડ કર્યો છે"
"નિત્યા...અચ્છા તારી ફ્રેન્ડ"
"હા,એ જ"
"પણ હું શું કરું?"

માનુજને ખબર હતી કે દેવ એ નિત્યાનો નંબર કેમ આપ્યો છે.એ જાણી જોઈને અંજાન બની રહ્યો હતો.

"તું એકવાર નિત્યાને કહી જો તારી મુંજવણ.ખરેખર એ બહુ સમજદાર છોકરી છે.મારા માટે તો એ ફાયરબ્રિગેડ છે મારા વિચારોમાં લાગેલી આગને શાંત કરનાર.કદાચ તારી મુંજવણનું સોલ્યુશન આવી જાય"
"પણ હું એને કઈ રીતે કહું?, હું સરખું ઓળખતો પણ નથી એને"
"એક વાત મને કહે,જ્યારે બીમાર હોઈએ ત્યારે ડૉક્ટર પાસે જાય છે એમને ઓળખે છે?,વસ્તુ લેવા દુકાને જાય છે એમને ઓળખે છે? તો પણ તું વસ્તુ લઈને તો આવે જ છે ને.........."
હજી દેવ ત્રીજું ઉદાહરણ આપે એ પહેલાં માનુજ બોલ્યો,"સારું સારું દેવબાબા,હું સમજી ગયો તમે શું કહેવા માંગો છો.પણ એ શું વિચારશે યાર,ઓળખતો નથી તો પણ મેસેજ કર્યો"
"સબસે બડા રોગ,ક્યાં કહેગે લોગ,અરે કઈ ના વિચારે.એ ફ્રી માઇન્ડેડ છે અને એની સાથે મારી વાત થઈ ગઈ છે આ બાબતે પર"
"સારું વિચારીશ ચલ,મને ઠીક લાગશે તો વાત કરીશ"
"સારું,ચલ બાય"
બાય, કહીને માનુજ ક્યાંય સુધી વિચારતો રહ્યો કે વાત કરું કે નહીં.

શું માનુજ નિત્યાને મેસેજ કરશે?