One unique biodata - 42 books and stories free download online pdf in Gujarati

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૨



દેવ નિત્યાને મળવાને બદલે સીધો જ નકુલ,સલોની,માનુજ અને દિપાલી પાસે ગયો અને એમને હેપ્પી દિવાલી વિશ કર્યું.આ જોઈને નિત્યાને દુઃખ થયું.એના મનમાં થોડી ઈર્ષ્યાની ભાવના પ્રગટી.અને થાય પણ કેમ નઈ,એનો બેસ્ટ ફ્રેન્ડ ધીમે ધીમે એનાથી દૂર થઈ રહ્યો હતો એવું એને લાગી રહ્યું હતું.પણ નિત્યા કોઈ પણ સમયે હંમેશા પોઝિટીવ રહેવાનું વિચારતી એટલે એને વિચાર્યું કે ભલે મારાથી દૂર પણ એ ખુશ તો છે ને.આટલું વિચારીતા જ એના મોઢા પર સ્મિત વેરાયું અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ.

થોડી વાર પછી માનુજ અને દિપાલી નિત્યા પાસે ગયા

"હાઈ બહેના,હેપ્પી દિવાલી"માનુજ બોલ્યો.

"હેપ્પી દિવાલી ભૈયાજી,હેપ્પી દિવાલી ભાભીજી"નિત્યાએ માનુજ અને દિપાલીને હગ કરતા કહ્યું.

"બહુ બીઝી હો તું તો,ક્યારના આવ્યા છીએ અમે મળવા પણ ન આવી"

"સોરી,તમે બધા વાતો કરી રહ્યા હતા તો ડિસ્ટર્બ ના કર્યા અને આંટીને મારી હેલ્પ જોઈતી હતી સો............"

"ઇટ્સ ઓકે,મજાક કરું છું"

"આપણા પ્લેનનું શું થયું?"માનુજે પૂછ્યું.

"શશશશશશશશ..........."મોઢા પર આંગળી મુકતા નિત્યાએ કહ્યું.

એટલામાં નકુલ ત્યાં આવ્યો અને બોલ્યો,"હાઈ ટોપર,હેપ્પી દિવાલી"

"હાઈ,હેપ્પી દિવાલી"

સલોનીએ પણ નિત્યાએ હગ કરીને દિવાળી વિશ કરી.સલોનીને નિત્યા સાથે આમ ફ્રેન્ડલી જોઈને બધા એક-બીજાના સામે જોઇને મનમાં હસવા લાગ્યા.એટલામાં ત્યાં દેવ વેઈટર સાથે આવ્યો અને બધાને સ્ટોબેરી મિલ્કશેક સર્વ કરવા કહ્યું.બધાએ લીધું પણ નિત્યાએ ના લીધું એટલે નકુલે કહ્યું,"નઈ જાડી થઈ જાય હવે પી લે ને"

"ના ના એવું કંઈ નથી પણ ઈચ્છા નથી"

કાવ્યા રમતી રમતી નિત્યા પાસે આવી અને નિત્યાને પોતાની સાથે લઈ ગઈ.નિત્યા સ્મિતા પાસે બેસી હતી.બંને કાવ્યાને આમતેમ ફરતી જોઈને વાતો કરી રહ્યા હતા.

"નિત્યા,તારા અને દેવ વચ્ચે ફરી કોઈ પ્રોબ્લેમ થઈ"

"ના,કેમ આવું પૂછો છો?"

"હમણાંથી તમે બંને ઓછું બોલો છો એક-બીજા સાથે"

"હા,હું જાણી જોઈને જ ઓછું બોલું છું કેમ કે મનાલી વાળી વાત પર એ થોડો અપસેટ છે.સો,આરગ્યુમેન્ટ ના થાય એટલા માટે હું કામ પૂરતી જ વાત કરું છું"

"મને નથી ખબર કે તું નોટિસ કરે છે કે નઈ પણ હમણાંથી એ વધારે ચૂપ-ચૂપ રહેવા લાગ્યો છે.તને ખબર છે એનું કારણ શું છે"

નિત્યાને થયું કે દેવ સલોનીને પસંદ કરે છે પણ સલોની સામે દેવ માટે એવું કંઈ ફીલ નથી કરતી એ જાણીને દેવ અપસેટ રહે છે પણ આ વાત હાલ સ્મિતા દી ને કહેવી યોગ્ય નથી.એટલે નિત્યાએ આ વાતનો કોઈ જવાબ આપ્યો નહીં.

સ્મિતા પણ મનમાં વિચારવા લાગી કે શું નિત્યાને એ વાતનો અહેસાસ હશે કે દેવની નિત્યા સાથે વાત નથી થઈ રહી એટલા માટે એ થોડો અપસેટ રહે છે.શું દેવે આ વાત નોટીસ કરી હશે.

હવે બંનેમાંથી કોના વિચાર દેવને લાગુ પડતો હતો એ તો દેવ સિવાય કોઈને ખબર ન હતી.કારણ કે દેવ પોતાની વાત મનમાં ને મનમાં રાખતો હતો.આમ તો નિત્યા એની ઉદાસીનું કારણ સમજી જતી પણ હવે પોતે પણ એનાથી દૂર રહેવા લાગી હતી.

"નિત્યા,એક વાત માનીશ?"સ્મિતાએ લાગણીભર્યા અવાજે કહ્યું.

"હા,બોલો"

"મને નથી ખબર દેવના મનમાં શું છે પણ એના માટે તારી ફ્રેન્ડશીપ હોય કે પ્રેમ જે પણ હોય,એના માટે તું પરફેક્ટ છે.મેં હમણાં જ જોયું કે દેવ તને મળ્યા વગર જ બીજા ફ્રેન્ડ પાસે ચાલ્યો ગયો પણ તે એની ખુશીમાં જ પોતાની ખુશી શોધી.મને ખબર છે તું હર્ટ થઈ પણ છતાં તે એની ખુશી પહેલા જોઈ આને જ પ્રેમ કહેવાય છે નિત્યા.હું પણ પંકજ પ્રત્યે આવુ કઈક ફીલ કરું છું અને જો દેવને ખબર પડશે કે તું એના માટે આટલું વિચારે છે તો એ પણ પોતાની જાતને તને પ્રેમ કરતા રોકી નહીં શકે તો તું તારી લાગણી એની સામે મૂકી તો જો એક વાર"

"હવે વાત ખુલી છે તો તમને ખોટી નહીં કહું.હા હું કદાચ દેવને પ્રેમ કરું છું કારણ કે એ મારો બેસ્ટ ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બર છે.પણ અમે બંને એક-બીજાથી એકદમ અલગ છીએ.દેવ બહુ જ કૂલ ટાઇપનો માણસ છે અને હું બહુ જ બોરિંગ છું.મને તો એના સાથે ખુશી ખુશી ફાવી જશે પણ એ મારી સાથે ક્યારેય એડજસ્ટ નઈ થઈ શકે.અને જ્યારે મને ખબર છે કે દેવ સ..........."નિત્યા અચાનક આગળ બોલતા અટકાઈ ગઈ.એને ભાન થયું કે એ શું બોલી રહી હતી.

"હા બોલ,શું ખબર છે તને?"

"કઈ જ નહીં"

"ઓકે ઓકે,હવે હું તને લાબું લેક્ચર નહીં આપું.તું તો મારા કરતાં પણ વધારે સમજદાર છે.પણ એસ અ ફ્રેન્ડ આઈ થિંક યુ નીડ ટુ ટોક વિથ ઈચ-અધર"

"હા,એ તમે ચિંતા ના કરશો.તમને ખબર છે ને અમારે તો આ રોજનું છે"

બંને હસી પડ્યા.બંનેને હસતા જોઈ દેવ,જશોદાબેન અને કામિનીબેન ત્યાં આવીને ઊભા રહ્યા અને બોલ્યા,"એવી તો કઈ વાત પર હસો છો બંને જણા,જરા અમને કહો તો અમે પણ હસીએ"

"કહી દઉં નિત્યા?"સ્મિતાએ નિત્યાને આંખ મારતા કહ્યું.

નિત્યા આંખો પહોળી કરીને સ્મિતા સામે જોઈ રહી અને પછી બંને ફરી હસી પડ્યા.પૂજા પછી પ્રસાદ વેચાઈ ગયો હતો.બધા મહેમાનો જમીને ચાલ્યા ગયા હતા.જીતુભાઇ(નિત્યાના પપ્પા) અને પંકજકુમાર કોઈ કામથી બહાર ગયા હતા.

સ્મિતાએ કામિનીબેન અને જશોદાબેનને કોઈક બહાને અંદર લઈ જવા માંગતી હતી જેથી દેવ અને નિત્યા એક-બીજા સાથે વાત કરે.દેવ કાવ્યાને ફોનમાં કાર્ટૂન બતાવી રહ્યો હતો.
અને બાજુમાં સ્મિતા,નિત્યા,કામિનીબેન અને જશોદાબેન બેસ્યા હતા.

"ચાલોને આપણે અંદર જઈએ,મને બહાર ગરમી લાગે છે"સ્મિતાએ કહ્યું.

"આટલા ઠંડા વાતાવરણમાં કોને ઠંડી લાગે"દેવ બોલ્યો.

"મને લાગે છે"

"સારું તો જા અંદર"

"કાકી અને મમ્મી અંદર ચાલોને,બહુ દિવસથી તમારા બંને સાથે વાત નથી કરી.નિત્યાના બર્થડે પર મળ્યા હતા એ પછી વાત જ નઈ થઈ.ચાલો આપણે અંદર જઈને શાંતિથી બેસીએ"

"હા,ચાલો હું પણ આવું"નિત્યા બોલી.

નિત્યા સ્મિતાનો ઈશારો સમજી નહીં.

"દેવ એક કામ કરને"

"હા બોલ દીદી"

"ગાડીમાંથી કાવ્યાનુ પારણું અમે એના કપડાં છે એ લઈ આવને"

"હા"

"નિત્યા,તું દેવની હેલ્પ કર.હું કાવ્યાને લઈને અંદર જાઉં છું"

હવે નિત્યા સ્મિતાનો ઈશારો સમજી ગઈ.નિત્યા અને દેવ બંને કાર પાસે ગયા.દેવે કારની ડેકી ખોલીને સામાન બહાર કાઢ્યો.બંને નીચે મુકેલ સામાન એક સાથે ઉપાડવા જતા હતા ત્યાં બંનેના માથા ટકરાયા.

"સોરી,સોરી.......વાગ્યું તો નથી ને?"દેવ બોલ્યો.

"ના"આટલું કહીને નિત્યા સામાન લઈને અંદર જતી હતી.અચાનક તે અટકી, પાછળ ફરીને જોયું અને બોલી,"દેવ!........"

"હા"દેવને લાગ્યું કે નિત્યા કઈક કહેવા જતી હતી.

"હેપ્પી દિવાલી"બસ આટલું બોલીને નિત્યા ફટાફટ ઘરની અંદર જતી રહી.

નિત્યાના આટલું કહેવાથી દેવને અહેસાસ થયો કે મેં એને તો દિવાળી વિશ કરી જ નથી.મનમાં પોતાને કોષતા બોલ્યો,"યાર હું કેવી રીતે ભૂલી ગયો.એને કદાચ ખોટું લાગ્યું હશે.દેવ નિત્યા તને પાગલ કહે છે એ બરાબર છે.તારામાં સાચે જ બુદ્ધિ નથી"

એ પછી દેવને પેલી ઘટના પણ યાદ આવી જ્યારે નિત્યાને મળવાને બદલે પોતે નકુલ,સલોની,દિપાલી અને માનુજ પાસે ચાલ્યો ગયો હતો અને ફરી પોતાને દોષ દેતા બોલ્યો,"મારે એની સાથે વાત કરવી પડશે.એ તો કઈ કહેતી નથી પણ આઈ નો અંદરને અંદર ઘૂંટાતી હશે"

અંદર જઈને દેવે ઘણો પ્રયત્ન કર્યો નિત્યાને એકાંતમાં બોલાવીને સોરી કહેવાનો પણ નિત્યાને એના ઇશારાઓ જ સમજાતા ન હતા.સ્મિતા આ બધું જોઈ રહી હતી.સ્મિતાએ દેવને બોલાવ્યો અને પૂછ્યું,"આમ ક્યારનો વાંદરાની જેમ કેમ ઉછળ-કૂદ કરે છે?"

"આ તમારી વાંદરીને ખબર નથી પડી રહી એટલે"

"અચ્છા,નિત્યાને બોલાવે છે તું?"

"હા"

"કેમ?"

"એક્ચ્યુઅલી મારે એને સો.........તને કેમ કહું!..મારે એનું કામ છે"

"સોરી કહેવું છે?"

"હા,તને કેવી રીતે ખબર?"

"બસ ખબર છે"

"સારું તો કંઈક કરને દીદી"

"તું તારા રૂમમાં જા,હું કઈક બહાને એને અંદર મોકલું છું"

"ઓકે,થેંક્યું દીદી"દેવે સ્મિતાને જોરથી હગ કરતા કહ્યું.

"એની ટાઈમ ફોર યૂ,બ્રો♥️"

દેવ એના રૂમમાં જઈને નિત્યાની રાહ જોવા લાગ્યો.એને નિત્યાને વોટ્સએપ પર મેસેજ કર્યા પણ નિત્યાના ફોનમાં નેટ ઓફ હતું એટલે એને ખબર ન પડી.સ્મિતાએ કંઈક બહાનું કાઢીને નિત્યાને દેવના રૂમમાં જવા કહ્યું.નિત્યા દેવના રૂમના દરવાજા પાસે જઈને નોક કર્યું પણ જોયું તો દરવાજો પહેલેથી ખુલ્લો જ હતો.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED