એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૭ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૭

દેવ,નિત્યા અને માનુજ બેસીને વાત કરતા હતા એટલામાં ત્યાં એક છોકરી આવી અને બોલી,"હાઇ માનુજ"

"હાઇ"માનુજ બોલ્યો.

માનુજ જ્યાં બેસ્યો હતો એની બાજુની ચેર પર એ છોકરી બેસી.દેવ અને નિત્યા એને ઓળખતા નઈ હતા એટલે એ ચુપચાપ બેસી રહ્યા હતા.

માનુજ એ ઓળખાણ કરાવતા કહ્યું,"આ દિપાલી છે અને દિપાલી આ મારો સ્કૂલ ફ્રેન્ડ દેવ અને આ મારી બે દિવસ પહેલા બનેલી ફ્રેન્ડ નિત્યા"

દિપાલી દેવ અને નિત્યાને હાય કહે છે.

"તું આઈસ્ક્રીમ ખાઈશ"માનુજે દિપાલીને પૂછ્યું.

"હા,ચોક્કસ"દિપાલી એ કહ્યું.

"કયું ફ્લેવર?"

"કોઈ પણ ચાલશે"

માનુજ આઈસ્ક્રીમ લઈને આવે છે એટલામાં નિત્યા દેવ સામે જોતા કહે છે,"હું નીકળું છું હવે"

"હા, હું પણ આવું જ છું"દેવ બોલ્યો.

દેવ અને નિત્યા ત્યાંથી નીકળે છે અને માનુજ અને દિપાલી હજી ત્યાં જ બેસે છે.

રાત્રે જ્યારે નિત્યા માતૃભારતી પર કોઈ નોવેલ વાંચતી હોય છે ત્યારે માનુજનો મેસેજ આવે છે,"હાઇ,હું કોલ કરી શકું?"

રાતના સવા દસ વાગ્યા હોય છે એટલે નિત્યા પૂછે છે,"અરજન્ટ છે?"

"ના,એવું નથી વાંધો નઈ કાલ કોલ કરું"માનુજ એ કહ્યું.

નિત્યાને થયું કે કામ હશે તો જ મેસેજ કર્યો હશે એટલે એને મેસેજમાં ટાઈમ ના બગાડતા માનુજને સીધો જ ફોન કરી લીધો.

"બોલો શું કામ પડ્યું?"નિત્યા એ પૂછ્યું.

"એક ગુડ ન્યુઝ કહેવી છે,મારુ દિપાલી સાથે નક્કી થઈ ગયું"માનુજ ખુશ થતા બોલ્યો.

"દિપાલી.......આજ આઈસ્ક્રીમ શોપમાં હતી એ જ ને?"નિત્યા એ પૂછ્યું.

"હા,એ જ"

"કોંગ્રેટચ્યુલેસન્સસ😊"

"થેંક્યું સો મચ.આ તારા કારણે પોસીબલ બન્યું છે.તારા સમજાવ્યા પછી હું આ નિર્ણય લઈ શક્યો નહિ તો હજી હું વિચારોના વમળમાં જ ભમતો હોત"

"એવું કંઈ નથી.તારા નસીબમાં જે સમયે જે થવાનું હતું એ નક્કી જ હતું.મારા જેવા તો ખાલી નિમિત્ત બને છે"

"તો પણ તને થેન્કસ તો બને જ છે.તારા સમજાવ્યા પછી મેં આ બાબત પર વિચાર કર્યો.પછી મેં મારા મમ્મી સાથે વાત કરી"આટલું બોલતા બોલતા નિત્યા એ વચ્ચે પૂછ્યું"શું કહ્યું તારા મમ્મી એ?"

"એ જ જે તે કહ્યું હતું કે આ લગ્નની બાબતમાં એક-બે વર્ષ નીકળી જાય છે.હું ક્યાં એમ કહું છું કે હાલ પરણી જા.પહેલા છોકરીને જો,વાત-ચિત કર,સારું લાગે તો આગળ વાત વધારવાની નહિ તો કઈ નહીં. મેં કહ્યું સાચી વાત છે મમ્મી તારી.મમ્મી તું તારા ફ્રેન્ડની છોકરીની વાત કરતી હતી ને એમની સાથે વાત કર હું મળવા તૈયાર છું"

"બરાબર"નિત્યા એ કહ્યું.

"તને એમ લાગતું હશે કે જે છોકરો બે દિવસ પહેલા લગ્નની વાતથી દુર ભાગતો હતો એણે આજ કોઈ છોકરી માટે હા પણ પાડી દીધી"માનુજ નિત્યાના મૌન પરથી અંદાજો લગાવતા બોલ્યો.

"ના,હું એવું કંઈ નથી વિચારતી.આજ નહીં તો કાલ આતો કરવાનું જ છે.તને હજી સરખું ઓળખતી નથી પણ એટલું તો લાગે છે તને જોઈને કે તું મેચ્યોર છે.તારા લાઈફના ડીસીઝન તું સમજી વિચારીને જ લઈશ.અને તને દીપલીમાં કંઈક તો ગમ્યું હશે જેથી તે હા પાડી"

"હા,આમ તો અમે લોકો મમ્મીના ફ્રેન્ડનું કોઈ ફંક્શનમાં મળતા પણ કોઈ વાર વાત નહોતી કરી.પણ હમણાં બે વખત મળ્યો ત્યારે વાટ-ચિત પરથી તો લાગ્યું કે સારી છે એટલે હા પાડી"

"બે વખત?"નિત્યા એ પૂછ્યું.

"હા,આજ આઈસ્ક્રીમ ખાવા મળ્યા એની પહેલા કાલ સાંજે પણ અમે મળ્યા હતા"દેવે કહ્યું.

"ઓહ,તો એ દિવસ સાંજે માનુજ સાથે જે છોકરી હતી એ દિપાલી હતી અને હું કઈ પણ વિચારવા લાગી હતી"નિત્યા એ મનમાં જ પોતાની સાથે વાત કરી.

"ઓહ મેડમ,ક્યાં ખોવાઈ ગયા"નિત્યા થોડી વાર કઇ બોલી નહીં એટલે માનુજ એ પૂછ્યું.

"કઈ નહીં"નિત્યા એ કહ્યું.

"સારું ચલ બાય,પછી વાત કરીએ"માનુજ બોલ્યો.

બાય કહીને નિત્યા સુવા જ જતી હતી એટલામાં દેવનો ફોન આવ્યો.નિત્યા એ ફોન ઉપાડતા કહ્યું,"હા,બોલ"

"શું બોલું.ક્યારનો ફોન કરું છું.ક્યાં બીઝી આવતો હતો તારો ફોન"દેવ ગુસ્સામાં બોલ્યો.

"અરે માનુજનો ફોન હતો"નિત્યા બોલી.

"ઓહ,નવા દોસ્ત મળ્યા એટલે મને ભૂલી ગઈ"

"હા ભૂલી ગઈ હતી સારું થયું તે ફોન કર્યો,ચાલ બોલ કેમ ફોન કર્યો?"

"અરે આપણી કોલેજનું એન્યુઅલ ફંક્શન આવે છે તો એચ.ઓ.ડી સરે કહ્યું,આ ફંક્શનના મેનેજમેન્ટની બધી જ જવાબદારી તારે,મારે અને વિવેક સરને કરવાની છે"દેવ બોલ્યો.

"તને કોણે કહ્યું?,ક્યારે નક્કી થયું આ?,મને તો આ વિશે કઈ જ ખબર નથી"નિત્યા બોલી.

"હજી કહ્યું નથી પણ હું સવારે સરને મળ્યો હતો એટલે એમણે મને કહ્યું. કાલ મીટિંગમાં ફાઇનલ ખબર પડશે"

"અચ્છા,જો કરવાનું થશે તો કેવી રીતે કરીશું.હજી આપણે આટલા મોટા ફંક્શનનું મેનેજમેન્ટ ક્યારેય કર્યું નથી"નિત્યાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું.

"અરે થઈ જશે.તું ચિંતા ના કર"દેવે આત્મવિશ્વાસથી કહ્યું.

"સારું ચલ કાલે મીટિંગ પછી બાકીનું નક્કી કરીએ,બાય"

"ઓકે બાય"

આગળના દિવસે કોલેજ મીટિંગમાં નક્કી થઈ ગયું કે એન્યુઅલ ફંક્શનની બધું જ મેનેજમેન્ટ દેવ,નિત્યા અને વિવેક સરને કરવાનું હોય છે.વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ ફંક્શનમાં જોડાય અને સ્પર્ધામાં ભાગ લે એના માટે વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવાની જવાબદારી પણ આ ત્રણના માથે જ હતી.ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં પણ સ્ટાફના દરેક મેમ્બર પણ આ બધી જ સ્પર્ધામાં ભાગ લે એની જવાબદારી પણ આ ત્રણના જ માથે હતી.એન્યુઅલ ફંક્શનની તૈયારી જોર-શોરથી ચાલી રહી હતી.દેવ,નિત્યા અને વિવેક સર તૈયારી કરવામાં વ્યસ્ત હતા એટલે એમને પોતે એક પણ સ્પર્ધામાં ભાગ નહતો લીધો.ફંક્શનની તૈયારીમાં એ લોકો કોલેજમાં પણ મોડા સુધી રોકાતા કેમ કે સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ સાત-સાડા સાત સુધી ચાલતી.ઘરે જઈને પણ નિત્યા અને દેવ નિત્યાના ઘરે રાત્રે મોડા સુધી કામ કરતા.ઘણી વાર રાત્રે મોડું થઈ જતું હતું તેથી દેવ નિત્યાના ઘરે જ સુઈ જતો. એન્યુઅલ ફંક્શનની હવે એક અઠવાડિયાની જ વાર હતી.નિત્યા અને દેવ દેવના ઘરે એન્યુઅલ ફંક્શનમાં જે બોલવાનું હતું એની સ્પીચ લખી રહ્યા હતા.એટલામાં દેવના ઘરે ડોરબેલ વાગ્યો.

જશોદાબેન દરવાજો ખોલતા બોલ્યા,"અરે બેટા તું,આવ અંદર"

(જશોદાબેન પટેલ:-દેવના મમ્મી.સાદગીની મુરત.દેવના પપ્પાને કેન્સરની બીમારી હોવાથી દેવ બેચલર ડિગ્રીના બીજા વર્ષમાં હતો ત્યારે જ એ મૃત્યુ પામ્યા હતા.ત્યાર પછીની દેવની બહેન સ્મિતા અને દેવની જવાબદારી જશોદાબેને જ સંભાળી લીધી હતી.દેવ એના મમ્મીની દરેક વાત માનતો.એમણે પૂછ્યા વગર દેવ એક ડગલું પણ આગળ નઈ ભરતો.)

"જય શ્રી ક્રિષ્ના આંટી"માનુજ જશોદાબેનને પગે લાગતા બોલ્યો.

"જય શ્રી ક્રિષ્ના બેટા, મજામાં ને?,ઘરે બધા કેમ છે?"જશોદાબેને પૂછ્યું.

"બસ બધા મજામાં છે.આંટી દેવ ઘરે છે?"

"હા રૂમમાં છે.બેસ તું,હું બોલવું"

જશોદાબેન દેવને બોલાવા જાય છે અને કહે છે,"દેવ માનુજ આવ્યો છે બહાર"

"મમ્મી એને અંદર મોકલો"દેવ કામ કરતા કરતા જવાબ આપે છે.

જશોદાબેન માનુજને રૂમમાં જવાનું કહે છે.

માનુજ રૂમમાં દાખલ થતાં નિત્યા અને દેવને સાથે જોઈને બોલે છે,"નિત્યા તું પણ અહીં જ છે, ગ્રેટ. મારુ કામ થઈ ગયું.

"દોસ્ત દોસ્ત ના રહા,યાર યાર ના રહા"અચાનક દેવ ગાવા લાગે છે.

"પહેલા લાઇન તો સરખી બોલ.દોસ્ત દોસ્ત ના રહા,પ્યાર પ્યાર ના રહા,એમ આવે"નિત્યા એ દેવની મજાક ઉડાવતા કહ્યું.

"હા,હવે બધું એક જ કહેવાય"દેવે નિત્યા સામે મોઢું મચકોડતા કહ્યું.

"પણ અત્યારે આ ગીત અચાનક તને કેમ યાદ આવ્યું?"માનુજે પૂછ્યું.

"તારું નક્કી થઈ ગયું અને તે મને કહ્યું પણ નહીં.નિત્યાને ફોન કર્યો તો મને ના કરાય.મને ખોટું લાગ્યું છે."દેવે અણગમા સાથે કહ્યું.

"તું તો રેવા જ દે.દસ દિવસથી ફોન કરું છું તને. કોઈ વાર તારો ફોન વ્યસ્ત આવે છે તો કોઈ વાર તું ફોન ઉપડતો નથી.તારે આવું કઈ કેવાનો હક નથી"માનુજ ગુસ્સામાં બોલ્યો.

"સોરી યાર.એન્યુઅલ ફંક્શનનું મેનેજમેન્ટ કરવાની જવાબદારી અમને સોંપી છે તો હમણાંથી એમાં જ વ્યસ્ત છું.તારા મિસકોલ જોયા હતા પણ ભૂલી જ ગયો આ બધામાં.સોરી"

"સારું સારું હવે.હું સમજુ છું"

"થેન્ક્સ યાર,બોલ શું ચાલે છે,દિપાલી ભાભી મજામાં ને?"

"હા,એ મજામાં છે.લો આ ઇન્વેટેશન કાર્ડ.બંનેએ આવનું છે વિથ યોર ફેમિલી. કોઈ બહાનું નઈ ચાલે"

"શેનું?,લગ્ન નક્કી કરી નાખ્યા કે શું આટલી વારમાં"દેવ કાર્ડ હાથમાં લેતા મશ્કરી કરતા બોલ્યો.

"પહેલા વાંચ તો ખરો"નિત્યા બોલી.

"અમે આ જ એરિયામાં નવું ઘર લીધું છે તો એનું વાસ્તુ છે અને રાત્રે મારી અને દિપાલીની સગાઈ છે તો તમારે બધાએ આવવાનું છે"માનુજ સમજાવતા બોલ્યો.

"હા ચોક્કસ,આવી જઈશું"દેવ બોલ્યો.

"શું આવી જઈશું,તારીખ તો જો પહેલા.આપણું એન્યુઅલ ફંક્શન પણ એ જ દિવસે છે"નિત્યા બોલી.

"હા યાર,સોરી અમે નઈ આવી શકીએ"દેવે ઉદાસ થઈને કહ્યું.

"રાત્રે અમે પુરી કોશીશ કરીશું.જો વહેલા પતશે તો ચોક્કસ તારી સગાઈમાં પહોંચી જઈશું"નિત્યા એ વાતાવરણ હળવું કરવા માટે કહ્યું.

માનુજ પણ આ સાંભળી ઉદાસ થઈ ગયો.એટલામાં નિત્યાના ફોનમાં રિંગ વાગી.

"હા,બોલો સર"નિત્યા ફોન ઉપાડતા બોલી.

"નિત્યા સ્પીચ રેડી થઈ ગઈ?"સામેથી પૂછ્યું.

"હા,ઓલમોસ્ટ રેડી છે"

"મારી વાત ધ્યાનથી સાંભળ.જે મેડમ એન્કરીંગ કરવા આવવાના હતા એ આવી શકે એમ નથી તો તારે જ એન્કરીંગ કરવું પડશે"

"પણ સર મેં પહેલા કોઈ દિવસ કર્યું નથી"

"તો હવે કરી લે,હું કઈ ના જાણું.તું અને દેવ મળીને આ કરી લેજો,બાય"

ફોન કટ થઈ જાય છે.

"કોનો ફોન હતો?"દેવે પૂછ્યું.

"એચ.ઓ.ડી સરનો.એમણે કહ્યું એન્કરીંગ પણ આપણે બંનેએ કરવાનું છે"નિત્યા ચિંતા વ્યક્ત કરતા બોલી.

"હા,તો એમાં શું થઈ ગયું,બધું થઈ જશે"દેવ બોલ્યો.

"અરે ત્યાં કેટલા બધા હશે,આમ પણ મને બધાની વચ્ચે બોલતા ડર લાગે છે"

"નિત્યા આ તું કહે છે,જે પોતે એક પ્રોફેસર છે"ચૂપ બેસેલા માનુજે કહ્યું.

"અરે સ્ટુડન્ટસ સામે બોલવામાં અને આવી રીતે સ્ટેજ પર બોલવામાં ફર્ક પડે.હું કાલે સરને ના કહેવાની છું"

આમ,રૂમમાં થોડો ચિંતાનો માહોલ થઈ ગયો.

શું નિત્યા એન્કરીંગ કરશે?

શું નિત્યા અને દેવ માનુજની સગાઈમાં પહોંચશે?

રેટ કરો અને રિવ્યુ આપો

Jigisha Thakkar

Jigisha Thakkar 2 અઠવાડિયા પહેલા

CHHAYA Doshi

CHHAYA Doshi 3 અઠવાડિયા પહેલા

Indu Talati

Indu Talati 1 માસ પહેલા

Rajeshpatel

Rajeshpatel 10 માસ પહેલા

S J

S J 10 માસ પહેલા