એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૪ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૪

સલોની સાથે આવેલી છોકરીને જોઈને દેવે નકુલને પૂછ્યું,"આ કોણ છે"

"એની ફ્રેન્ડ શ્રેયા"નકુલે ધીમેથી દેવના કાનમાં કહ્યું.

"અચ્છા"

"સારી છોકરી છે,વાત ચલાવું તારી એના જોડે?"નકુલે મજાક કરતા પૂછ્યું.

"જસ્ટ શટ અપ"

"ઓકે ઓકે બ્રો,ચિલ"

"ચાલો બધા પોતાનો સામાન ટ્રેનમાં મૂકી દો"માનુજે બોલ્યો.

"ટિકિટ તો બતાવ,કઈ જગ્યા પર આપણે બેસવાનું છે"દેવે પૂછ્યું.

માનુજે પોકેટમાંથી ટિકિટના કાગળ કાઢ્યા અને દેવને આપ્યા.દેવે બધી જ ટિકિટ જોઈ અને સાથે કઈ શીટનું રિઝર્વેશન પણ જોઈ લીધું.ટિકિટ જોઈ એમાં એક ટિકિટ વધારે જોઈને દેવે માનુજને ખભે હાથ મૂકીને એને બોલાવતા પૂછ્યું,"માનુજ,આ કોની ટિકિટ છે"
દેવ ટિકિટ પર કોઈનું નામ જોવે એ પહેલાં માનુજે દેવના હાથમાંથી ટિકિટ ખેંચી લીધી અને બોલ્યો,"ભાઈ તું તારી જગ્યા પર તારો સામાન મૂકી દેને"

"ઓકે"

એટલામાં શ્રેયા પોતાનો સામાન ટ્રેનમાં મુકવા માટે જઈ રહી હતી.એણે જોઈને દેવે વિચાર્યું કે જે વધારાની ટિકિટ હતી એ કદાચ શ્રેયાની હશે.દેવ પોતાની શીટ પર પહોંચ્યો.ત્યાં તેને જોયું તો લોન્ગ ઓપન હેરવાળી છોકરી બારીની બહાર જોઈ રહી હતી.એ છોકરીનું મોઢું દેવને બરાબર દેખાતું ન હતું.દેવે પહેલા એના બેગ ઉપર મૂકી દીધા.પછી પેલી છોકરીને કહ્યું,"એક્સ્ક્યુઝ મી"
પેલી છોકરીએ સાંભળ્યું ન હોવાથી એ હજી પણ બારીની બહાર જોઈ રહી હતી.દેવે ફરીથી કહ્યું,"સ્ક્યુઝ મી,આ શીટ મારી છે"

પેલી છોકરી પાછળ ફરી અને મસ્ત સ્માઈલ સાથે બોલી,"આ શીટ મારી પણ છે"

દેવ ચોકી ગયો.દેવ આશ્ચર્યચકિત થઈને પેલી છોકરી સામે મોઢું ખુલ્લું રાખી જોઈ રહ્યો.એટલામાં ત્યાં માનુજ આવ્યો અને બોલ્યો,"આમ મોઢું પહોળું રાખીને શું જોઈ રહ્યો છે,પહેલી વાર આ છોકરીને જોઈ છે?"

દેવે કનફોર્મ કરવા માટે ફરીથી માનુજને પૂછ્યું,"સાચે જ હું સમજુ છું એ છે આ?"

"હા,ચુંટલી ભરીને જોઈ લે ને"

"એ ના ચુંટલી નઈ હો"પેલી છોકરીનો અવાજ આવ્યો.

"નિત્યા,તું ખરેખર અહીંયા છે.મને વિશ્વાસ નથી થતો"દેવે પૂછ્યું.

"કેવી લાગી મારી સરપ્રાઈઝ?"નિત્યાએ દેવને પૂછ્યું.

"શોક થઈ ગયો છું હું તો"

નિત્યાએ એના આંખના ઇશારાથી દેવને કહ્યું બેસી જા.થોડી વાર પછી સલોની,શ્રેયા અને દિપાલી પણ ટ્રેનમાં પોતાની શીટ પર પહોંચ્યા.સલોની પણ નિત્યાને જોઈને નવાઈ પામી.દિપાલીએ દેવને પૂછ્યું,"કેવું રહ્યું"

"અચ્છા!,તને પણ ખબર હતી આના આવવાની એમ ને?"

"હાસ્તો"

"જોઈ લઈશ તમને બધાને"

"દેવભાઈ,તમે ખુશ છો ને?"

"હા,ખુશ તો છું"

"બસ,બીજું શું જોઈએ"

"થેંક્યું"

"કેમ?"

"જે કામ હું ના કરી શક્યો એ તમે બંનેએ કરી લીધું"

"કયું કામ?"

"આ વાંદરીને અહીં આવવા માટે મનાવવાનું"

"ઓહહ,હા"

સલોની મનમાં વિચારી રહી હતી કે જો આવવાનું જ હતું તો પહેલા બધા નાટક કરવાની શું જરૂર હતી.સલોની ચિડાઈને એની શીટ પર બેસી ગઈ.

દેવ અને નિત્યા આજુ-બાજુ બેસ્યા હતા.એમની સામે શ્રેયા બેસી હતી.નકુલ-સલોની,માનુજ-દિપાલી એક જગ્યાએ બેસ્યા હતા.શ્રેયાને દેવની સામે સ્માઈલ કરતી જોઈને નિત્યાએ પૂછ્યું,"નવી ફ્રેન્ડ બનાવી લીધી?"

"હાસ્તો,તું તો આવાની ન હતી તો મારે કોઈની તો કંપની જોઈને ને ટાઈમ પાસ કરવા માટે"

"હમ્મ"

"મજાક કરું છું"

"ખબર છે"

"ખોટું લાગ્યું તને?"

"મને કેમ ખોટું લાગે"

"મેં એને સ્માઈલ આપી એટલે"

"ના ભાઈ ના,તું ક્યાં મારો બોયફ્રેન્ડ છે કે તું કોઈની સાથે હસે તો મને ના ગમે"

"પણ મને ખોટું લાગ્યું છે"

"કઈ વાતનું?"

"તું આવવાની હતી એ તે મને ના કહ્યું એટલા માટે"

"સ્મિતા દી,જીજું,માનુજ અને દિપાલીને જ ખબર હતી કે હું મનાલી આવવાની છું"

"પણ મને કેમ ના કહ્યું?"

"બસ,તને હેરાન કરવાની મજા આવે છે"

"હું પણ કરીશ હવે"

"બાય ધ વે,આ સામેવાળી છોકરી છે કોણ?"

"એ સલોનીની ફ્રેન્ડ છે.આપણી સાથે જ આવે છે"

"બરાબર"

બધા પોતપોતાની શીટમાં ગોઠવાઈ ગયા.જમ્મુ-તાવી સુપર એક્સપ્રેસ ટ્રેન પઠાણકોટ જે પંજાબનું એક પ્રખ્યાત શહેર છે ત્યાં જવા માટે નીકળી.રાત્રે બધાએ ભેગા થઈને લુડો ગેમ રમી.લુડોનો એક રાઉન્ડ પત્યા પછી બધા બીજી કંઈક ગેમ રમવાનું વિચારી રહ્યા હતા.નિત્યાને થાક લાગ્યો હોવાથી એ પોતાની શીટ પર સુવા માટે જવાનું કહી રહી હતી પણ બધા એને આગળ રમવા માટે ફોર્સ કરી રહ્યા હતા.

"દેવ તું પણ નઈ રમે ને?"સલોની કટાક્ષમાં બોલી.

"કેમ?"

"નિત્યા સુવા માટે જાય છે એટલે મને લાગ્યું કે તું પણ એની પાછળ પાછળ જઈશ"

નિત્યાને હતું જ કે સલોની કઈક આડુંઅવળું બોલશે અને એવું જ થયું.હવે વાત આગળ વધે એ પહેલાં નિત્યા સુવા માટે ગઈ.એને ઊંઘ તો ના આવી એટલે એણે પોતાની સાથે લાવેલી બુક બેગમાંથી કાઢી અને વાંચવા લાગી.થોડી વાર પછી બધા સુઈ ગયા.સવારે ૧૧:૧૫ એ પઠાણકોટ પહોંચતા ચા-નાસ્તો કર્યો અને પછી ત્યાંથી આગળના સફર ચાલુ થયો.બધાની આંખોમાં મનાલીના બરફમાં રમવાના સપના દેખાઈ રહ્યા હતા.

હવે અહીંથી નવી યાદોની શરૂઆત થવાની હતી.કોઈ જૂની યાદો ભુલાવીને નવી શરૂઆત કરવાનું હતું ને કોઈ નવી યાદો બનાવવા આવ્યું હતું.કોઈ બસ ફરવા ખાતર જ આવ્યું હતું કે હોઈ પોતાના બીઝી સ્કેડ્યુલમાંથી થોડો સમય પોતાના માટે કાઢી થોડાક પલ શાંતિથી શ્વાસ લેવા આવ્યું હતું.હવે આગળ જોઈશું કે અહીંયા કોના પહેલાના સંબંધો હતા એવા રહે છે.કોઈની મિત્રતા તૂટે છે અને તૂટીને પણ એક નવા સંબંધમાં જોડાય છે.કોણ પોતાની વાત મનાવવા ઝીંદગીની રમત રમી જાય છે.કોઈ પોતાની જીદ પુરી કરવા પોતાનો સંબંધ દાવ પર લગાવી દે છે.આ બધું જ જાણવું હોય તો આગળ આ જ સ્ટોરી વાંચતા રહો.હવે આગળ શું થશે એ જાણવા માટે વાંચતા રહો,"એક અનોખો બાયોડેટા"

જો તમને આ સ્ટોરી પસંદ આવી રહી હોય તો તમને સ્ટોરીને વધુને વધુ શેર કરવા વિનંતી.

ધન્યવાદ🌹