એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૦ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૦

સાંજે કોલેજ પત્યા પછી દેવ અને નિત્યા બાકીના સ્ટાફ સાથે એચ.ઓ.ડી સરે આપેલી પાર્ટીમાં ગયા.ત્યાં એ લોકોએ વાતો કરી,સરે થેંક્યુંની સ્પીચ આપી અને નાસ્તો કર્યો.આ બધામાં દેવ કઈક અલગ દુનિયામાં જ ખોવાયેલો હતો.એ થોડી થોડી વારે ઘડિયાળ તરફ જોતો હતો.એને સલોનીને મળવાની બહુ જલ્દી હતી.એ વિચારતો હતો કે ક્યારે આ બધું પતે અને એ સલોનીને મળવા જાય.એના મનમાં સલોનીએ કહેલા શબ્દો જ ગુંજતા હતા,"મારે તને કઈક કહેવું છે"આંખો બંધ કરીને દેવ મનમાં જ ભગવાનને થેંક્યું બોલ્યો અને કહ્યું,"કદાચ તમે સલોનીને મારી સાથે બીજી વાર ભેટ એટલા માટે કરાવી છે કે હું એને મારા મનની વાત કરી શકું" અને મનમાં જ પોતાની જાતને પ્રશ્નો પૂછવા લાગ્યો,
શું હું ઉતાવળ તો નથી કરતો ને?
એનો જવાબ શું હશે જ્યારે હું એને મારા મનની વાત કરીશ?


આ બધા વિચારોને ખંખેરીને એ ઉભો થયો અને બોલ્યો,"સોરી સર અમારે જવું પડશે"

"અમારે મતલબ?"વિવેકસરે પૂછ્યું.

"મારે અને નિત્યાને"

"ક્યાં જવાની ઉતાવળમાં છે હજી તો મારે તમને ગિફ્ટ આપવાનું છે"એચ.ઓ.ડી સર બોલ્યા.

"સર અમે જુના ફ્રેન્ડ્સ આજે મળવાના છીએ.ગિફ્ટ તમે કાલે કોલેજમાં આપી શકશો?"

"હા,સારું"

"ચાલ નિત્યા"

ત્યારબાદ દેવ અને નિત્યા ત્યાંથી નીકળી ગયા.બાકીના બધા થોડી વાર સુધી ત્યાં જ બેસી રહ્યા.દેવ અને નિત્યાને સ્ટાફ સાથેની પાર્ટી કરતા જ ૭:૧૫ થઈ ગયા હતા એટલે એ ત્યાંથી ડાયરેકટ જ સલોનીના આપેલ એડ્રેસ પર જવા નીકળી ગયા.

નિત્યા ગાડીના કાચની બહાર જોઈને કઈક વિચારોમાં ખોવાયેલી હતી એને જોઈને દેવે પૂછ્યું,"શું વિચારે છે?"

"કઈ નઈ"

"કઈક તો ચાલી રહ્યું છે તારા મનમાં"

"દેવ હું એક વાત કહું તો તું માનીશ?"

"હા,કેમ નહીં"

"તું પ્લીઝ એકલો જઇ આવને.મને અહીંયા ઉતારી દે હું ઘર માટે નીકળું"

"કેમ કઈ પ્રોબ્લેમ છે?"

"હા,મેં ઘરે કહ્યું જ નથી કે તારી સાથે ડિનર પર જઉં છું"

"ખોટા બહાના ના માર,ના કહ્યું હોય તો હું કઈ દઉં છું પણ તારે આવવાનું જ છે"

"સમજ ને યાર તું"

"શું સમજુ?"

"સલોનીને નહીં ગમે કે તું મને સાથે લઈને જાય છે એ"

"તને કેમ ખબર, જાતે જ બધુ વિચારી લેવાનું.કે પછી તું એનાથી ડરે છે?"દેવે મજાક કરતા પૂછ્યું.

"એનાથી તો માખી પણ ના ડરે,મારી તો બહુ દુરની વાત છે"

"નિત્યા તારા ઉદાહરણ પણ તારી જેવા જ ક્યૂટ છે"દેવ જોર જોરથી હસતા હસતા બોલ્યો.

"વેરી ફની"નિત્યા ચીડાતા બોલી.

"યાર આજ મને એ કઈક કહેવાની છે એવું એને ફોનમાં કહ્યું હતું"દેવ થોડું સિરિયસ થઈને બોલ્યો.

"ઓહ,કદાચ પ્રપોઝ કરવાની હશે"નિત્યાએ મજાક કરતા કહ્યું.

"મને નથી લાગતું"

"જો સલોની તને પ્રપોઝ કરવાની હશે તો મારે તો ત્યાં બિલકુલ ના આવવું જોઈએ"

"અરે એવું કંઈ નઈ હોય તું ચુપચાપ ચાલને"

"ચાલી તો ના શકું,ગાડીમાં ચાલવાની જગ્યા નથી"નિત્યાએ માસૂમ બનીને કહ્યું.

"મતલબ કે ચૂપચાપ બેસ"

"દેવ હજી કહું છું કે અહીં મને ઉતારી દે હું ઘરે જઉં,પછી પછતાવો ના થાય મને સાથે લઈ જઈને"

"તું ચૂપ બેસ અને શાંતિથી સોન્ગ સાંભળ"દેવે સોંગનો વોલ્યુમ વધારતા કહ્યું.

નિત્યાની વાત સાંભળી દેવ મનોમન વિચારવા લાગ્યો.શું ખરેખર એ મને આજ પ્રપોઝ કરવાની હશે? પછી એને પોતાના જ મનને જવાબ આપ્યો,"કદાચ એવું હોય શકે,એને મને ફોનમાં એવું જ કંઈક કહ્યું હતું.આવા બધા વિચારો કરતા દેવના મોઢા પર એક અલગ જ ખુશી હતી.એની આ ખુશી નિત્યા જોઈ શકતી હતી.દેવને આમ ખુશ જોઈને નિત્યા એ પૂછ્યું,"શું વિચારો કરવા લાગ્યો?"

"મારી સપનાની રાજકુમારીના વિચારો કરું છું"દેવે આંખ મારતા કહ્યું.

"ઓહ"

"હા"

"એક વાત પૂછું?"નિત્યા અચાનક વાત બદલતા પૂછ્યું.

"હા બોલને"

"આજ સલોની કદાચ તને પ્રપોઝ કરે તો તું શું જવાબ આપીશ?"

"મને લાગતું નથી એને એવી કોઈ વાત કરવા મને બોલાવ્યો હશે"

"મેં કહ્યું કદાચ આવી કોઈ વાત થાય તો તું શું જવાબ આપીશ?"નિત્યાએ ફરી પૂછ્યું.

"ખબર નથી યાર"દેવે માથું ખંજવાળના કહ્યું.

"કેમ,તું એને પસંદ નથી કરતો?"

"હા,કરું છું પણ.........."

"પણ શું?"

"તને શું લાગે છે મારે શું કરવું જોઈએ?"

"હા કહી દેવી જોઈએ,કારણ કે મને ખબર છે કે કોલેજ ટાઇમથી જ તારા મનમાં એના માટે ફીલિંગ્સ હતી,અને આમ પણ બહુ જ ઓછા લોકો હોય છે જેને લાઈફમાં ગમતું વ્યક્તિ મળે છે"

"વાહ તને મારી બધી વાત ખબર હોય અને એ પણ મારા કહ્યા વગર"

"ફ્રેન્ડ છું તો એટલુ તો ઓળખું જ છું તને"

"વિચારી લે જે જો સલોની મારી લાઈફમાં આવશે તો આપણી ફ્રેન્ડશીપ પર પણ અસર થશે"

"જો તારી ખુશી એમા જ હોય તો મને મંજૂર છે"નિત્યાએ એકદમ સ્થિર અવાજમાં કહ્યું.

"તું આટલી પણ સારી ના બન યાર,કોઈ એનો ખોટો ઉપયોગ કરશે"

"તું નહીં કરે એની મને ખાતરી છે"

"જો સલોની મારી લાઈફમાં આવી જાય અને એ મને એમ કહે કે તું નિત્યા સાથે વાત ના કર તો મારે શું કરવું જોઈએ?"

"જો દેવ એકદમ સીધી વાત છે હું તારી ફ્રેન્ડ છું પણ તારી સાથે આખી જિંદગી તારી વાઈફ રહેવાની છે.હું થોડા સમય પછી તારી પ્રોબ્લેમમાં મેન્ટલી તારી સાથે રહી શકું પણ તારે તારી વાઈફના જ ખભા પર માથું રાખીને રડવાનું છે,એની સાથે હસવાનું છે,એની સાથે જિંદગીના આગળના મહત્વના નિર્ણયો લેવાના છે"

"તો શું દરેકની સાથે આમ જ થાય છે?,લગ્ન થતા જ ફ્રેન્ડશીપ ખતમ થઈ જાય છે?"

"દિલથી જોડાયેલ સંબંધ ક્યારેય ખતમ નથી થતો.વાત ના થાય,મળવાનું બંધ થઈ જાય પણ એ સંબંધ એમ જ જીવતો રહે છે બસ એ સંબંધ એક મીઠી યાદ બનીને રહી જાય છે અને જ્યારે એ યાદોને યાદ કરીએ ત્યારે એક અલગ જ ખુશી મહેસુસ થાય છે.પણ અત્યારના જમાનામાં ક્યાં આવા સંબંધો રહ્યા જ છે અત્યારે તો છુટા પડ્યા પછી થોડા દિવસો વાત ન થાય તો એક-બીજાને ટોન્ટ મારવા લાગે કે તું ફોન નથી કરતો/તું ફોન નથી કરતી.મારુ કહેવું છે કે ફોન કરી જ લીધો છે તો પ્રેમથી વાત કરો ને આ એક-બીજા પર આક્ષેપ શું લગાવવાના.દૂર રહેવા છતાં જ્યારે પણ વાત થાય ત્યારે પહેલા જેવી જ થાય એવા સંબંધો હવે ક્યાંક જ જોવા મળે છે બાકી લોન્ગ ડિસ્ટન્સ રીલેશનશીપ બઉ જ ઓછા લોકો નિભાવી શકે છે"

"વાહ નિત્યા બાબા વાહ,તમારા વિચારોને માનવું પડે હો.તારો ઘરવાળો બહુ જ નસીબદાર હશે.બાય ધ વે તે વિચાર્યું તો હશે ને કે તારો ઘરવાળો કેવો હોવો જોઈએ."દેવે નિત્યાને પૂછ્યું.

"જેવો પણ હશે મને વાંધો નહીં આવે કેમ કે મારી પાસે સ્વીકારવાની અને સહન કરવાની આવડત સારી છે"

"ખરેખર એ ખુશનસીબ છોકરો ક્યાં હશે"

"એ જ્યાં પણ હોય ત્યાં.તું સલોની વિશે વિચાર.મારવાળા માટે હું કાફી છું"નિત્યાએ મજાક કરતા કહ્યું.

આ બાજુ સલોની આઠ વાગ્યા પહેલા જ હોટેલના બુક કરાવેલ ટેબલ પર આવીને બેસી હતી.આજે એ કઈક વધારે જ તૈયાર થઈને આવી હતી.એ થોડી થોડી વારે ઘડિયાળમાં જોતી અને પાછી એના ફોનમાં જોતી.એને ફોનમાંથી કોઈને મેસેજ કર્યો અને ફરી પાછી હોટેલના મેઈન દરવાજા તરફ જોયું.

દેવની સાથે નિત્યાને જોઈને સલોનીના રિએક્શન કેવા હશે?

શું ખરેખર સલોની દેવને પ્રપોઝ કરવાની હશે?


(જય શ્રી ક્રિષ્ના મિત્રો🙏🏻,

આશા રાખું છું કે તમને આ સ્ટોરી પસંદ આવી રહી હશે.જો તમને સ્ટોરી સારી લાગે તો તમારા મિત્રો કે પરિવારજનો સાથે શેર કરવા વિનંતી.

આજ હું બીજી એક વાત કરવા માટે આવી છું.હું એક રિસર્ચ વર્ક કરું છું.એ રિસર્ચ શું છે?,કેમ કરી રહી છું?....આવા ઘણા બધા પ્રશ્નોના જવાબ હું ચોક્કસ આપીશ.મારી "એક વિચાર તમારી સાથે પણ!" સિરીઝ ચાલી રહી છે એમાં તમને આનો જવાબ મળી જશે.પણ એના પહેલા મારે તમારી મદદ જોઈએ છે.કેવી રીતે એ હું તમને કહું.

આશા રાખું છું કે તમે બધાએ ઘણી બધી હિન્દી અને ગુજરાતી movies જોયેલી હશે.

તમને તમારી ફેવરીટ ફક્ત બે ફિલ્મ/movie ના નામ કહેવાના છે.

પણ પણ પણ.......એમાંથી ફરજીયાત એક હિન્દી અને બીજી ગુજરાતી ભાષામાં હોવી જોઈએ.આમ ટોટલ બે movie ના નામ કહેવાના છે.

તમે તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં કે મેસેજ કરીને પણ જણાવી શકો છો.............પ્લીઝ ગાયસ તમારો જવાબ મારા માટે બહુ જ કિમતી છે આ રિસર્ચ...........તમારી એક મિનિટ ફાળવીને પ્લીઝ જવાબ આપજો.

ધન્યવાદ🙏🏻🌷🌟)

રેટ કરો અને રિવ્યુ આપો

Sheetal

Sheetal 2 અઠવાડિયા પહેલા

Indu Talati

Indu Talati 1 માસ પહેલા

Vandana Parmar

Vandana Parmar 2 માસ પહેલા

Priyanka Patel

Priyanka Patel માતૃભારતી ચકાસાયેલ 10 માસ પહેલા

Rudra Goswami

Rudra Goswami 10 માસ પહેલા