ધ સ્કોર્પિયન પ્રકરણ-15 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધ સ્કોર્પિયન પ્રકરણ-15

પ્રકરણ-15

       દેવે એનાં પાપા અને મોમ સાથે વાત કરી લીધી હતી ત્યાં હોટલનાં કમ્પાઉન્ડમાં એની વાન આવી ગઇ દેવની નજર પડી પણ કોઇની નજર દેવ તરફ નહોતી દેવ થોડો ઝાડ પાછળ સરકી ગયો ખબર નહીં કેમ એને એવું સ્ફુર્યું.

       બધાં પોતપોતાનાં લગેજ સાથે નીચે ઉતરી રહ્યાં હતા. જ્હોન, માર્લો, મોરીન, ડેનીશ બધાં ઉતરી ગયાં હજી ઝ્રેબા ઉતરી નહોતી. બે જવાન પણ ઉતરી ગયાં દુબેન્દુ ઉતર્યો અને ફોન પર વાત કરતી કરતી ઝ્રેબા ઉતરી દુબેન્દુની નજર પણ ઝ્રેબા તરફ હતી.

       નીચે ઉતરી ઝ્રેબાએ ફોન બંધ કર્યો અને આજુબાજુ જોવા લાગી. ત્યાં દેવ ઝાડ પાછળથી નીકળી એ લોકોની સામેજ ગયો. ઝ્રેબાએ દેવને જોઇને સ્માઇલ કર્યુ પછી અચાનક ચહેરો બદલીને બોલી સોફીયા ક્યા છે ? એને કેવું છે ? એ હોંશમાં આવી ? ત્યારે દેવે દુબેન્દુ સામે જોયું અને પછી ઝ્રેબાની સામે જોઇને કહ્યું એ સારવાર હેઠળ છે. અહીંની ડોક્ટરની ટીમ અને ટ્રીટમેન્ટ આપી રહી છે હું હમણાંજ હોસ્પીટલથી આવ્યો છું

       માર્લો બોલ્યો એ ભાનમાં આવી જાય તો સારું નહીંતર ટુરનો ફ્લોપ શો થઇ જશે છેક અહીં આવ્યા આટલા પૈસા ખર્ચ થયો અને... ત્યાં જ્હોને કહ્યું તને પૈસાની પડી છે ત્યાં સોફીયાની હાલત તેં જોઇ નથી ?

       ઝ્રેબાએ કહ્યું ચાલો હોટલમાં જઇએ રીલેક્ષ થઇએ આપણે શું કરી શકવાનાં ? એ ઉતરીને ગઇ એમાંજ બધો બખેડો થયો. આપણે અહીં આજે રીલેક્ષ થઇએ કાલથી ટુરમાં જઇશું. દરેકે પોતપોતાની જવાબદારીનો ખ્યાલ રાખવો જોઇએ.

       મોરીને કહ્યું સાચી વાત છે એકતો છેક છેલ્લે ટુર જોઇન્ટ કરી અને આપણો મૂડ બગાડ્યો છે દેવ આષ્ચર્યથી બધુ સાંભળી રહેલો.

       દેવે કહ્યું અંદર અંદર ચર્ચા કર્યા વિના હોટલમાં જાવ અને તમારાં રૂમ બુક્ડ છે એમાં જઇ રીલેક્ષ થાવ તમારી અહીં બધીજ એરેન્જમેન્ટ કરેલીજ છે. બધા પોતાનું લગેજ ઉપાડી હોટલમાં ગયાં. દેવે દુબેન્દુને કહ્યું તું રીસેપ્શન પર જઇને આપણું બુકીંગ બતાવ અને બધાને રૂમ ભેગા કર હું પછી આવું છું એમ કહીને જોસેફને બૂમ પાડી.

       દુબેન્દુ બધાં ગેસ્ટને લઇને હોટલમાં ગયો. દેવે જોસેફને બૂમ પાડીને બોલાવ્યો અને કહ્યું જોસેફ તું તારી બોટલ લઇને તારાં રૂમમાં જા અને રીલેક્ષ કર શાંતિથી જમીને સૂઇ જજે તારે આરામની જરૂર છે તારો સામાન લેતો જજે દુબેન્દુ તારો રૂમ બતાવશે હું મેનેજરને કહીને કોઇ ઓટોમોબાઇલ્સ વાળાનો સંપર્ક કરીને વાન ને રીપેરીંગ માટે મોકલી આપું છું તમે બધાં આરામ કરશો રીલેક્ષ થજો એટલાં સમયમાં વાન પણ રીપેર અને સર્વિસ થઇને આવી જશે. આ બધું પતાવીને હું પણ મારાં રૂમમાં ફ્રેશ થવા જઊં છું.

       જોસેફે ઓકે સર કહીને સૂચના પ્રમાણે ત્યાંથી નીકળી ગયો. દેવ હોટલ મેનેજરની કેબીનમાં ગયો અને પોતાનાં બુકીંગ માટે જાણ કરી અને વાનને રીપેરીંગ માટે મદદ માંગી. મેનેજરે કહ્યું સર તમને ઓળખું છું. તમારુ કાયમ બુકીંગ અહીંજ હોય છે તમે નિશ્ચિંત રહો હું વાનને રીપેરીંગ માટે મોકલી આપું છું અને એકદમ અપટુડેટ થઇને આવી જશે. અહીં હોટલમાં આપ સોનું સ્વાગત છે તમને જે કંઇ મદદની જરૂર હોય નિઃસંકોચ કહેજો હું સેવામાં પોતે હાજર રહીશ.

       દેવે કહ્યું થેંક્સ મને આવીજ આશા હતી એમ કહી એ બહાર નીકળ્યો અને રીસેપ્શન પરથી પોતાનાં રૂમની કાર્ડ કી લઇને રૂમ તરફ ગયો બધાં ત્યાંથી પોતપોતાનાં રૂમમાં જવા નીકળી ગયાં હતાં. બધાનાં રૂમ સેકન્ડ ફ્લોર પર હતાં અને દેવ અને દુબેન્દુનાં રૂમ થર્ડ ફ્લોર પર હતાં જોસેફનો ગ્રાઉન્ડફ્લોર પર હતો.

       દેવ લીફ્ટમાં થર્ડ ફ્લોર ગયો અને એનાં રૂમનું લોક કાર્ડ સ્વાઇપ કરીને ખોલ્યું અને દરવાજો બંધ કરી પહેલાંજ બેડ પર પડતું મૂક્યું એ માનસિક અને શારીરીક ખૂબ થાકેલો હતો. હવે એનું શરીર અને મન બંન્ને આરામ માંગતું હતું. એ થોડીવાર એમજ પડી રહ્યો. પછી એણે દુબેન્દુને ફોન કરી પૂછી લીધુ કે બધાં રૂમમાં ગયાં ? જવાન ડ્યુટી પર છે ને ? અને દુબેન્દુને પણ રીલેક્ષ થવા કહ્યું.. અને બોલ્યો હું બાથ લઇ થોડો આરામ કરું પછી આપણે નીચે લોન્જમાં મળીએ છીએ. દુબેન્દુએ કહ્યું ઓકે... ફોન મૂકાયો.

       દેવે બુટ કાઢ્યાં જે ઘરેથી પહેરેલાં હવે કાઢ્યાં એને એટલી હાંશ થઇ એણે કપડાં બધાં ઉતારી સીધો બાથરૂમમાં ઘૂસ્યો ગરમ પાણીનાં શાવર નીચે આખું તન રાખીને રીલેક્ષ થઇ રહેલો ક્યાંય સુધી બાથ લીધો પછી ટુવાલથી લૂછીને બહાર આવ્યો એને ફ્રેશ ફ્રેશ લાગી રહેલું મન અને તન રીલેક્ષ થયેલું એને થયું હવે હાંશ થઇ એણે મ્યુઝીક સ્ટાર્ટ કર્યું અને કપડાં ચેઇન્જ કરવા લાગ્યો.

       એ તૈયાર થઇ ગયો માથાનાં વાળ ચંપી કરીને સૂકવી રહેલો અને પછી વાળ ઓળીને મીરર સામે ઉભો રહ્યો એને થયું દુદુ ને બોલાવી લઊ ? પછી યાદ આવ્યું આકુ સાથે વાત કરવાની છે એણે મોબાઇલ ઉચક્યો અને ચેરમાં એકદમ રીલેક્ષ થઇને બેઠો અને આકુને ફોન લગાવ્યો.

       બે રીંગ પછી તરતજ રીસ્પોન્સ મળ્યો સાથેથી આકે કહ્યું દેવ ભૈયા કેટલાં ફોન કર્યા એક ફોનનાં લાગે તમને તમારી આકુ યાદ નથી આવતી ? બસ ટુરીસ્ટ સાથે ફર્યા કરો છો કેવી રહી ટુર તમારી ટુરમાં કોણ છે ? ક્યાંનાં ટુરીસ્ટ છે ?

       દેવે કહ્યું આકુડી મારી ખબર પૂછ અને તારી ખબર આપ. ટુરીસ્ટતો આવ્યા કરે અને જાય પણ હું કોલકત્તાથી ક્લીમપોંગ આવ્યો છું મારી સાથે યુરોપ યુએસ અને કદાચ તુર્કીની છોકરી છે. બધાં પોતપોતાનાં રૂમમાં છે બધાં થાક્યા છે લાંબી બાય રોડની મુસાફરી કરી છે હું મારાં રૂમમાં છું આકુએ કહ્યું વાહ ક્લીમપોંગ મને પણ એ પ્લેસ ખૂબ ગમે છે પહાડો - જંગલ અને બાજુમાંજ મારુ દાર્જીલીંગ. સાચેજ ખૂબ મીસ થાય છે ભાઇ..

       દેવે કહ્યું તારું ભણવાનું કેમ ચાલે છે ? આકુએ કહ્યું મસ્ત આ છેલ્લું વર્ષ છે પછી હું તમારી પાસેજ કોલકત્તા પછી ભણવું હશે ત્યાંજ ભણીશ. તમે લોકો બહુ મીસ થાવ છો સાચેજ દેવ પણ સેન્ટી થયો એનો અવાજ રૂંધાયો એણે કહ્યું આકુ આઇ મીસ યુ તું પણ ખૂબ યાદ આવે છે મને. આકાંક્ષાએ કહ્યું ભાઇ અહીં પણ હવે પહેલાં જેવું નથી અહીં બધાં ડ્રગ્સ લે છે. કેવું કેવું કરે છે ગંદા છે બધાં આપણું ઇન્ડીયા સારું. દેવે કહ્યું બસ આ છેલ્લુ વર્ષ છે પછી આવી જજે.. હુંજ લેવા આવીશ. ત્યાં એનાં મોબાઇલ પર સિધ્ધાર્થનો નંબર ફ્લેશ થયો અને દેવે કહ્યું આકુ....

 

વધુ આવતા અંકે ---- પ્રકરણ-16

રેટ કરો અને રિવ્યુ આપો

name

name 1 માસ પહેલા

Dharmesh Bhatt

Dharmesh Bhatt 3 માસ પહેલા

Khyati Pathak

Khyati Pathak 5 માસ પહેલા

Jitesh Deshai

Jitesh Deshai 6 માસ પહેલા

Rajni Dhami

Rajni Dhami 7 માસ પહેલા