The Scorpion - 14 books and stories free download online pdf in Gujarati

ધ સ્કોર્પિયન પ્રકરણ-14

પ્રકરણ-14

       સિધ્ધાર્થનાં મોબાઇલ પર રીંગ આવે છે એ ફોન ઉપાડી સાંભળે છે અને એ ઉભો થઇ જાય છે દેવને લઇને ઇમરજન્સી વોર્ડ તરફ ભાગે છે ત્યાં ડોક્ટર સામેથી આવતાં જણાય છે તેઓ સિધ્ધાર્થ અને દેવને જોઇને કહે છે આની સાથે કંઇક ભયંકર થયું છે એમ કહી સોફીયા છે ત્યાં જાય છે.

       સોફીયાને ઓક્સીજન આપવા માટે મોંઢા પર મશીન લગાવેલું છે એનાં પગનું કપડું ઉંચુ કરી સાથળનો ભાગ ખૂલ્લો કરીને ડોક્ટર બતાવે છે ત્યાં અનેક કાળા કાળા ડાધ અને જખમ હોય છે. દેવ અને સિધ્ધાર્થ જોઇને રીતસર ડઘાઇ જાય છે. દેવ પૂછી બેઠો ડોક્ટર આ બધુ શું છે ? અને એનાં મોઢામાંથી .. ડોક્ટરે હાથથી શાંત રહેવા કહ્યું અને બોલ્યાં એને જીવતા વીંછીનાં ડંશ આપવામાં આવ્યાં છે સ્કોર્પીયન નું ઝેર એનાં શરીરમાં ફેલાઇ ચૂક્યું છે મે એન્ટીવીન્સ પોઇઝનની અસર નાબૂદ કરવાં અત્યાર સુધીમાં ત્રણ ઇજેક્શન આપ્યાં છે. એનું રીઝલ્ટ આવે એટલે ખબર પડે.

       પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે લોહીમાં ઝેર ભળી ગયું છે અમે અમારી રીતે પ્રયત્ન કરીએ છીએ પણ લગભગ 10 કલાક પછી ખબર પડે એનું શરીર દવાનો કેવો રીસ્પોન્સ આપે છે એનાં ઉપર આધાર છે. અહીં નાગ -સર્પ અને વીંછી કરડવાનાં ઘણાં કેસ આવે છે આપણી હોસ્પીટલમાં કાયમ એનાં અંગેનાં ઇન્જેક્શન અને દવાઓ હોયજ છે પણ આતો સમજીને જાણે એની જાંધ પર સાથળનાં આખા ભાગમાં વીંછી ચોંટાડ્યા હોય અને દંશ માર્યા હોય એવું લાગે છે અહીનાં જંગલોમાં આ વીંછીની જાત ખૂબ પ્રમાણમાં છે અમારી પાસે અવારનવાર કરડયાનાં કેસ આવે છે પણ આતો કંઇક જુદુજ છે.

       દેવ સાંભળી રહ્યો અને બોલ્યો “ધ સ્કોર્પીયન” આતો એક આખી ગેંગ લાગે છે પણ સોફીયાને બોલાવી લઇ ગયાં પછી એને આવી રીતે ઘાયલ કરી ઝેર આપવાની શી જરૂર પડી ? કઇ વાતે એ લોકોને વાંધો પડ્યો ? સોફીયા ગયા પછી સરન્ડર નહીં થઇ હોય ? એ લોકોની ડીલ નહીં થઇ હોય ? ગુસ્સામાં એ લોકોએ બદલો વાળ્યો પણ એને બેભાન અવસ્થામાં મૂકી કેમ ગયા ? કોઇ દાખલો બેસાડી મેસેજ આપવા માંગતાં હશે ? આમ દેવનાં મગજમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં હતાં. દેવે ડોક્ટરને પૂછ્યું સર એનાં પર રેપ થયો છે ? ડોક્ટરે કહ્યું પ્રયાસ થયો છે પણ સફળ નથી થયાં એવું લાગે એ લોકોને રેપમાં ઇન્ટરેસ્ટ ઓછો હશે એને પનીશ કરવામાંજ રસ હશે એવું લાગે અને સમય પણ ઓછો લીધો લાગે છે હજી એને હોસ્પીટલ નહી લાવી શક્યા હોત તો ચોક્કસ મરી ગઇ હોત. હવે સારવાર ચાલુ છે જોઇએ શું થાય છે ? વી વીલ ટ્રાય અવર બેસ્ટ ટીલ... દેવે કહ્યું સર એને કોઇપણ રીતે બચાવી લો એણે રીતસર હાથ જોડી દીધાં.

       ડોક્ટરે આશ્વાસન આપ્યું અને કહ્યું તમે હવે બહાર જઇ શકો છો અમે પેશન્ટની ટ્રીટમેન્ટનાં ફોટા અને લાઇવ વીડીયો પણ લઇ રહ્યાં છીએ અમારાં માટે પણ આ ચેલેન્જીંગ કેસ છે.. સિધ્ધાર્થે થેંક્સ કહ્યું અને દેવને લઇને બહાર આવ્યો.

       સિધ્ધાર્થે કહ્યું દેવ મને લાગે છે તું પણ હોટલ પર જા હું અહીંજ છું પછી થોડું નોર્મલ થાય અને ડોક્ટર આગળ શું કહે છે એ જાણીને હું પણ હોટલ પર આવું છું.

       સિધ્ધાર્થે કહ્યું પણ દેવનું મન સોફીયાને છોડીને જવાનું થતું નહોતું પણ ત્યાં જઇને હજી એને ઘણું કામ નીપટાવવાનું હતું એણે કહ્યું સર હું જઊં છું પણ મને અપડેટ આપતાં રહેજો પ્લીઝ. એમ કહી દેવ હોટલ જવા માટે લોકલ રીક્ષામાં નીકળી ગયો.

*************

           હોટલ આવી અને દેવ હજી રીક્ષામાંથી ઉતરે છે ત્યાં એનો મોબાઇલ રણક્યો. એણે જોયું પાપાનો ફોન હતો એણે તરતજ ઉપાડ્યો. રાયબહાદુર રોયે પૂછ્યું દેવ આ બધુ શું થયું છે ? તું ઓકે છે ને ? પેલી છોકરીને કેમ છે ? કોણ લોકો હતાં ? ત્યાંની પોલીસનો હમણાં મારી ઓફીસમાં રીપોર્ટ હતો. મને લાગે છે તારાં ટુરીસ્ટ કોઇ ગેંગને ફોલો કરે છે કે શું ? તું હમણાં ક્યાં છું ?

       દેવે કહ્યું પાપા તમને રીપોર્ટ મળી ગયાં મને ખબર છે પાપા એક છોકરી જે સોફીયા નામ છે તે ગૂમ થઇ હતી... દેવે એ ગૂમ થઇ ત્યાંથી શરૂ કરીને હમણાં હોસ્પીટલમાં ટ્રીટમેન્ટ હેઠળ છે બધીજ વાત વિસ્તારથી કરી અને કહ્યું હું હમણાંજ PSI સિધ્ધાર્થેનાં કહેવાથી હોટલ પર આવ્યો છું એમણે મને ટુર આગળ વધારવાની પણ સૂચના આપી છે.

       DGP એ કહ્યું મને રીપોર્ટ મળતાં રહે છે તું સિધ્ધાર્થ કહે એમ કરજે વાંધો નથી પણ તું મને સીધો રીપોર્ટ કર્યા કરજે તારે જે કંઇ મદદ જોઇએ મને કહેજે જોકે હું ત્યાં બધીજ એરેન્જમેન્ટ કરાવી લઊં છું મને તારાં ઉપર ટ્રસ્ટ છે ડરીશ નહીં કદાચ આમાંથી ઘણી બધી જાણકારી મળી આવશે. તું તારી ટુર રોકીશ નહીં અને ખાસ કાળજી રાખી આગળ વધજે. ખાસ તો ટુરીસ્ટર પાસેથી બધી માહિતી કઢાવજો તેં એમનાં પાસપોર્ટ વીઝાની કોપી લીધી હશે વધુ જાણકારી નહીં હોય તો તું હમણાં સાથેજ રહેજે હું સિધ્ધાર્થ સાથે આગળનાં પ્લાનની ચર્ચા કરી લઇશ. અને હાં દેવ આકુનો ફોન હતો એ કહેતી હતી તારો ફોન નથી લાગી રહ્યો તારી સાથે વાત કરવા માંગે છે મને ખબર છે જંગલમાં ક્યાં ફોન લાગે ? પણ સમય કાઢી આકુ અને તારી મોમ સાથે વાત કરી લેજે એ ચિંતા ના કરે. મને લાગે તું પોલીસમાં નથી પણ એવુંજ કામ તારાં માથે આવી પડ્યું છે. તું નિશ્ચિંત રહેજે અને મૂખર્જી સાથે વાત થઇ ગઇ છે એવું જાણવા મળ્યું.

       દેવે કહ્યું હાં પાપા કોઇ ચિંતા નથી ચિંતા માત્ર આ છોકરી સોફીયાની છે સારુ થયું મળી ગઇ નહીંતર મોટાં ચક્કરમાં ફસાઇ જાત હવે એને સારુ થઇ જાય તો આગળ માહીતી મળે. પણ સિધ્ધાર્થ સર ખૂબ કોઓપરેટ કરે છે અને હું આકુ અને મોમ સાથે વાત કરી લઇશ. ઓકે ટેઇક કેર બેટા એમ કહી DGP એ ફોન મૂક્યો.

       દેવ વિચારમાં પડી ગયો. પણ પાપા સાથે વાત થયાં પછી થોડો રીલેક્ષ થઇ ગયો એને થયું મોમ સાથે વાત કરું પછી હોટલની અંદર જઊં હજી દુબેન્દુ પણ નહીં આવ્યો હોય એમ કહી મોમને ફોન કર્યો. મોમે કહ્યું દીકરા આખો દિવસ નીકળી ગયો, છેક અત્યારે ફોન કરી છે કેટલી ચિંતા કરાવે. તું ક્લીમપોંગ પહોંચી ગયો ?

       દેવ સમજી ગયો મોમ કંઇ જાણતી નથી એણે કહ્યું માં બરાબર પહોચી ગયો અહીં મોસમ મસ્ત છે બધુજ ઓકે છે ચિંતા ના કરીશ હવે સાઇટ સીઇંગ માટે નીકળીશું. પછી વાત કરીશ. ઓકે બાય ટેઇક કેર માં કહી ફોન મૂકી દીધો.

       ત્યાં એની વાન હોટલ કમ્પાઉન્ડમાં પ્રવેશી અને દેવની નજર એનાં પર પડી એણે જોયું બધા એમનાં લગેજ સાથે ઉતરી રહ્યાં છે કોઇની નજર દેવ તરફ નહોતી અને...

વધુ આવતા અંકે ---- પ્રકરણ-15

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED